ચોમાસાના દિવસોમાં ફ્લાઈટમાં વિલંબ પર ₹૧૦૦૦ સુધી મેળવો!*

"અરે નહિ!" જો તમારી ફ્લાઈટ ક્યારેય મોડી પડી હશે, તો તમને એના કારણે થતી અકળામણ અને બેચેની પણ જાણતા જ હશો. અમે પણ એ સમજી શકીએ છીએ, અને તેથી જ અમે બોર્ડિંગનો સમય ન થાય ત્યાં સુધી તે લાંબી, વધારાની મિનિટો પસાર કરવામાં તમારી મદદ કરવા થોડી રાહત લાવ્યા છીએ; ડોમેસ્ટિક (દેશની અંદરની, સ્થાનિક) ફ્લાઈટમાં થતા વિલંબને કવર કરી આપીઈ છીએ નિશ્ચિત લાભ!

ડિસક્લેમર: *ફેબ્રુઆરીથી નવેમ્બર દરમિયાન તમામ ફ્લાઈટ માટે ₹૧૦૦૦, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફ્લાઈટ માટે ₹૭૫૦.

જ્યારે તમારી ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી પડે ત્યારે તમને શું મળે છે?*

મુસાફરીનો મહિનો ફ્લાઈટમાં વિલંબ નિશ્ચિત લાભ
ફેબ્રુઆરીથી નવેમ્બર ૯૦ મિનિટ અથવા વધુ ₹૧૦૦૦
ડિસેમ્બર અને જાન્યુઆરી ૧૨૦ મિનિટ અથવા વધુ ₹૭૫૦

જો તમારી ફ્લાઈટ મોડી થઈ હોય તો તમે ઍરપોર્ટ પર આ ૫ અદ્ભુત વસ્તુઓ કરીને સમય પસાર કરી શકો છો.

ખાણી પીણી અને જલસા પાણી

કારણકે, ખાલી પેટ તમે રહો બેચેન!

હરો-ફરો અને ખરીદો.

તમારી મનપસંદ દુકાનોમાં આરામથી ફરો અને કોઈ મનપસંદ વસ્તુ ખરીદી પણ લો!

વાંચનની મોજ!

ઍરપોર્ટ પરની પુસ્તકની દુકાનમાં જાઓ, તમને ગમે એવું કોઈ પુસ્તક ખરીદો અને વાંચનની મોજ લો!

મો મીઠું કરો!

ફ્લાઈટ મોડી થાય એ તો કોઈને ન ગમે, પણ કોઈ મીઠાઈ કે ડેઝર્ટ ખાવાનું તો સૌને ગમે!

પૈસાની કરો બચત

તમારા વૉલેટને ભરેલો રાખો કાંતો કેબ કે ટેક્સી પર પૈસા ખર્ચો, આરામથી વધુ સગવડવળી ટેક્સીમાં સવારી કરો!

અમારું ફ્લાઈટમાં વિલંબ કવર (કૉમન કેરિયર ડિલે) આટલું ખાસ કેમ છે?

મુશ્કેલી-મુક્ત ક્લેઈમની પ્રક્રિયા

જ્યારે તમારી ફ્લાઈટમાં વિલંબ થશે, ત્યારે અમે આપમેળે તમને એક એસએમએસ (SMS) મોકલીશું.

લિંક પર તમારો બોર્ડિંગ પાસ અને બેંકની વિગતો અપલોડ કરો.

આ જુઓ! અમે વચન આપ્યું હતું તે રકમ તમારા ખાતામાં જમા થઈ જશે!

શું કવર્ડ નથી?

અમે ખરેખર પારદર્શિતામાં વિશ્વાસ રાખીએ છીએ! અહીં કેટલીક પરિસ્થિતિઓ છે જે આ ઈન્શ્યોરન્સમાં કવર નહિ થઈ શકે:

જો ઍરલાઈને જવાબદારીપૂર્વક ફ્લાઈટના વિલંબ વિષે ઓછામાં ઓછા ૬ કલાક પહેલા તમને જાણ કરી હોય.

આ કવર ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને તેથી તે માત્ર ભારતમાં ચાલતી ડોમેસ્ટિક ફ્લાઈટ માટે જ લાગુ પડે છે.

આ કવર માત્ર એક જ ફ્લાઈટ માટે લાગુ પડે છે. તેથી, જો તમે તમારી આવવા-જવાની બંને ફ્લાઈટને સુરક્ષિત કરવા માંગતા હોવ, તો તમારે એ બંને ફ્લાઈટ માટે અલગ અલગ ફ્લાઈટમાં વિલંબ કવર (કૉમન કેરિયર ડિલે) લેવાનું રહેશે.

ફ્લાઈટમાં વિલંબ માટે કૉમન કેરિયર ડિલે કવર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs):

જો મારી ફ્લાઈટ રદ થઈ જાય તો શું?

આ ફક્ત ફ્લાઈટ વિલંબ માટેનો કવર છે, તેથી જો તમારી ફ્લાઈટ રદ્દ થઈ જાય તો અમે તમને વળતર આપી શકશું નહિ.

જો મારી ફ્લાઈટમાં વિલંબ થાય તો શું મને ઍરલાઈન તરફથી કોઈ રિફંડ મળશે?

આ તમારી ઍરલાઈનની નીતિ પર નિર્ભર રહેશે, પરંતુ સામાન્ય રીતે, મોટાભાગની ઍરલાઈન ફ્લાઈટમાં વિલંબ થવા પર રિફંડ આપતી નથી. એટલા માટે જ તો તમારી મદદ કરવા માટે અમે તમારી પાસે છીએ.

આ ફ્લાઈટ વિલંબના કવરથી મને કેટલો ફાયદો થશે?

કોઈને ફ્લાઈટ મોડી થાય તે ગમતું નથી. અમે તમને તમારો સમય તો પાછો આપી નહિ શકીએ, પણ અમે કઈ નહિ તો અમે તમને નાણાકીય વળતર તો આપી શકીએ જેથી તમે તેને ઍરપોર્ટ પર ખાવાનું ખાવા, પુસ્તક કાંતો અન્ય કોઈપણ ગમતી વસ્તુ ખરીદવામાં ખર્ચી શકો, અથવા બચત પણ કરી શકો!

શું હું કોઈપણ વસ્તુ માટે વળતરની રકમ ખર્ચી શકું છું?

હા, તમે તે રકમ સાથે શું કરો તેના પર કોઈ પ્રતિબંધ નથી.

મારે ફ્લાઈટમાં વિલંબ માટે ડિજીટ કવર- કૉમન કેરિયર ડિલે કવર શા માટે લેવું જોઈએ?

ફ્લાઈટમાં વિલંબ થવો એ અનિવાર્ય પરિસ્થિતિ છે, પરંતુ ડિજીટના ફ્લાઇટ કવર પર માત્ર ₹૪૯ ખર્ચીને, તમને એ વાતની ખાતરી રહેશે કે જો તમારી ફ્લાઈટમાં વિલંબ શશે, તો તમને નાણાકીય વળતર દ્વારા ઘણું બધું મળશે.

કૉમન કેરિયર ડિલે ઈન્શ્યોરન્સ શું છે?

કૉમન કેરિયર ડિલે ઈન્શ્યોરન્સ, જેને ફ્લાઈટ વિલંબ કવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નાની રકમનો ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ છે, જે કંટાળાજનક ફ્લાઈટ વિલંબને પહોંચી વળવા માટે સમર્પિત છે.

અમે ખોવાયેલો સમય પાછો મેળવવામાં તો તમારી મદદ કરી શકતા નથી, પરંતુ તમારી ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા દર્શાવ્યા મુજબ, અમે તમને ચોક્કસ રકમ સાથે વળતર અને કવર આપવામાં મદદ કરી શકીએ છીએ, જ્યારે તમારી ફ્લાઈટ ૯૦ કે તેથી વધુ મિનિટ મોડી પડે છે.

Download Common Carrier Delay Cover Policy Wordings