hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
ડિજિટ ઈન્સ્યોરન્સ પર સ્વિચ કરો

7 Crore+ Customers

Affordable Premium

મોટર ઇન્સ્યોરન્સના પ્રકાર

ભારતમાં મોટર ઇન્સ્યોરન્સના પ્રકાર

Private Car Insurance Policy

ખાનગી કાર માટેની ઇન્સ્યોરન્સ પૉલિસી

આ એવો મોટર ઇન્સ્યોરન્સ છે જેને કોઈપણ વ્યક્તિની માલિકીની કોઈપણ ખાનગી કાર માટે લેવાનું ભારત સરકાર દ્વારા ફરજીયાત બનાવવામાં આવેલું છે. તે વાહનને અકસ્માતો, આગ, કુદરતી આફતો, અને અન્ય ઘટનાઓ સામે કવર પૂરૂં પાડે છે અને તે માલિકને થતી કોઈપણ ઈજા સામે પણ કવર પૂરૂં પાડે છે. તે કોઈપણ થર્ડ પાર્ટીને થતાં કોઈપણ નુકસાન અને ઈજાઓ સામે પણ કવર પૂરૂં પાડે છે.
Two-Wheeler Insurance Policy

ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી

આ ઇન્સ્યોરન્સ પૉલિસી સ્કૂટર અથવા બાઇક જેવા ટૂ-વ્હીલર્સને કવર કરે છે અને તે લેવાનું ભારત સરકાર દ્વારા ફરજિયાત બનાવાયું છે. ટૂ-વ્હીલરને થતાં અકસ્માતો, આપત્તિઓ, આગ, ચોરી, વગેરે તેમજ થર્ડ-પાર્ટીને થતાં નુકસાન અને ઇજાઓ સામે કવર પૂરૂં પાડવામાં આવે છે. તે માલિક સવાર માટે ફરજિયાત વ્યક્તિગત અકસ્માતનું કવર પણ આપે છે અને તે મુસાફરો માટે પણ લઈ શકાય છે.
Commercial Vehicle Insurance

કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ

આ ઇન્સ્યોરન્સ એવા બધાં જ વાહનોને કવર કરે છે જેનો વ્યક્તિગત રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રકારનો ઇન્સ્યોરન્સ એવા બધાં જ વાહનોને કવર પૂરૂં પાડે છે જેનો વ્યક્તિગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવતો નથી. ટ્રક, બસ, ભારે કોમર્શિયલ વાહનો, હળવા કોમર્શિયલ વાહનો, બહુવિધ-ઉપયોગી વાહનો, ખેતી માટેના વાહનો, ટેક્ષી/કેબ, એમ્બ્યુલન્સ, ઑટો-રિક્ષા વગેરે એવા કેટલાંક વાહનો છે જેને આ ઇન્સ્યોરન્સ હેઠળ કવર પૂરૂં પાડવામાં આવે છે. 

ભારતમાં મોટર ઇન્સ્યોરન્સ પૉલિસીના પ્રકાર

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ એ વ્હીકલ ઇન્સ્યોરન્સના સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક પ્રકાર છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટીની વ્યક્તિ, તેના  વાહન અથવા મિલકતને થતાં નુકસાન અને ખોટને કવર કરવામાં આવે છે.
car-full-circle-chart

કોમ્પ્રીહેન્સીવે

કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ એ વ્હીકલ ઇન્સ્યોરન્સના સૌથી મૂલ્યવાન પ્રકારોમાંનો એક છે જે થર્ડ-પાર્ટીની જવાબદારીઓ અને તમારા પોતાના વાહનને થતા નુકસાનને પણ કવર કરી લે છે.

થર્ડ પાર્ટી

સર્વાગ્રહી

×
×
×
×
×
×

કોમ્પ્રિહેન્સીવ મોટર ઇન્સ્યોરન્સ પૉલિસી સાથેના એડ-ઑન

નીચે સૂચિબદ્ધ કેટલાક એવા 'એડ ઑન' કવર છે જે મૂળભૂત મોટર ઇન્સ્યોરન્સ પૉલિસીની કિંમત કરતાં સહેજ વધુ પ્રીમિયમની ચુકવણી કરીને મેળવી શકાય છે.

ઝિરો ડેપ્રિસિએશન

ઉંમર તેની ખામીઓ સાથે આવે છે. આ તમારા વાહનને પણ લાગુ પડે છે. તે જેટલું જૂનું થાય છે, તેટલું તમારી કાર અથવા બાઇકનું મૂલ્ય ઘટતું જાય છે અથવા તેમાં 'ઘટાડો' થાય છે. પરંતુ, ગભરાવાની જરૂર નથી, ઝીરો ડેપ્રિસિયેશન એડ-ઑન એ સુનિશ્ચિત કરે છે કે તમારા વાહનનું મૂલ્ય તમે જે દિવસે ખરીદ્યું તેટલું જ મૂલ્યવાન રહેશે. છેવટે, ઇન્સ્યોરર અંતિમ સેટલમેન્ટ દરમિયાન ડેપ્રિસિએશન ધ્યાનમાં લેશે નહીં!

એન્જીન પ્રોટેક્શન કવર

એન્જિન અને ગિયરબોક્સ પ્રોટેક્શન કવર એ એવું 'એડ ઑન' છે જે વાહનના એન્જિનને થતા નુકસાન માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. એન્જીનમાં પાણી દાખલ થવાથી માંડીને લુબ્રિકેટિંગ ઓઈલના લીકેજ સુધીના કોઈપણ નુકસાનને પોલિસી હેઠળ કવર આપવામાં આવે છે.

રોડસાઇડ આસિસ્ટન્સ

મધ્યરાત્રિના સમયે તમે એકલાં ડાકુથી પ્રભાવિત રસ્તા પર તમારા વ્હીલનો સમૂહ તૂટી જવાની તમે કેવી રીતે કલ્પના કરો છો? ડરશો નહીં, બચાવ માટે રોડ સાઇડ આસિસ્ટન્સ હાજર છે. તમારે ફક્ત તેમને એક કૉલ કરવાની જરૂર છે અને તેઓ સ્થળ પર આવશે અને તમારું વાહન રિપેર કરશે. જો શક્ય ન હોય તો, તેઓ તેને નજીકના સર્વિસ સ્ટેશન પર લઈ જશે. ઓછામાં ઓછું તમે ડાકૂ-મુક્ત હશો!  

કન્ઝ્યુમેબલ કવર

આજકાલ, મોટર ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારા વ્હીકલમાં નવું ઑઇલ ભરવાથી શરૂ કરીને તમારા એન્જીન કવર પર ગૂમ થયેલાં નટને ફિક્સ કરવા સુધીની સેવાઓના ખર્ચને કવર કરવા માટે એક કન્ઝ્યુમેબલ કવર એડ-ઑન પ્રદાન કરે છે.

રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર

ચોરી થાય અથવા જેની મરમ્મત ના થઈ શકે તેવી રીતે નુકસાન પહોંચે તો તેવા કિસ્સામાં, રિટર્ન ટૂ ઇનવૉઇસ એડ-ઑન તમને તમારી કાર/બાઇકના ઇનવૉઇસમાં દર્શાવેલ મૂલ્યની સંપૂર્ણ રકમ પાછી મેળવવાનો લાભ આપે છે, જેમાં એક નવા વાહનના રજીસ્ટ્રેશનનો ખર્ચ અને તેના રોડ ટેક્સનો પણ સમાવેશ થાય છે.

ટાયર પ્રોટેક્ટ કવર

જો એક અકસ્માત દરમિયાન ટાયરનું ડેમેજ થયું હોય તો એ કિસ્સા સિવાય સામાન્ય રીતે, ટાયરને થતાં નુકસાનનો સ્ટાન્ડર્ડ ઇન્સ્યોરન્સમાં સમાવેશ કરવામાં આવતો નથી. આથી જ આ ટાયર પ્રોટેક્ટ એડ-ઑન તમને ટાયર ફાટી જવા, ફૂલાઇ જવા અથવા કપાઇ જવા કે સંભવિત બીજી કોઈપણ સ્થિતિમાં તમારી કારના ટાયરને થયેલાં નુકસાનને કવર કરવાનો અને સુરક્ષા પૂરી પાડવાનો લાભ આપે છે.