ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ શું છે?

ઝીરો ડેપ. કાર ઈન્સ્યોરન્સ ક્વોટ મેળવો અને તુલના કરો
Happy Couple Standing Beside Car

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ શું છે?

ડેપ્રિશીએશન શું છે?

વાહનમાં ડેપ્રિશીએશન (%માં)

વાહનની ઉંમર

% માં ડેપ્રિશીએશન

6 મહિના કરતાં ઓછી

5%

6 મહિના કરતાં વધુ પણ 1 વર્ષ કરતાં ઓછી

15%

1 વર્ષ કરતાં વધુ પણ 2 વર્ષ કરતાં ઓછી

20%

2 વર્ષ કરતાં વધુ પણ 3 વર્ષ કરતાં ઓછી

30%

3 વર્ષ કરતાં વધુ પણ 4 વર્ષ કરતાં ઓછી

40%

4 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી

50%

વાહનમાં ડેપ્રિશીએશન (%માં) (મેટાલિક પાર્ટસ)

વાહનની ઉંમર

%માં ડેપ્રિશીએશન

6 મહિના કરતાં ઓછી

Nil

6 મહિના કરતાં વધુ પણ 1 વર્ષ કરતાં ઓછી

5%

1 વર્ષ કરતાં વધુ પણ 2 વર્ષ કરતાં ઓછી

10%

2 વર્ષ કરતાં વધુ પણ 3 વર્ષ કરતાં ઓછી

15%

3 વર્ષ કરતાં વધુ પણ 4 વર્ષ કરતાં ઓછી

25%

4 વર્ષ કરતાં વધુ પણ 5 વર્ષ કરતાં ઓછી

35%

5 વર્ષ કરતાં વધુ પણ 10 વર્ષ કરતાં ઓછી

40%

10 વર્ષથી વધુ

50%

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓનના ફાયદાઓ

પૈસા બચાવે

કોઈ પણ ક્લેમમાં ડેપ્રિશીએશનનો ખર્ચ ઇન્સ્યોરરે જાતે ભોગવવો પડે છે. ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન દ્વારા આ ખર્ચ તમારી ઈન્સ્યોરન્સ કંપની કરશે. ડેપ્રિશીએશન માટે તમારે ખર્ચ નથી કરવો પડતો અને તમારા નાણાંની બચત થાય છે.

વધુ ક્લેઇમ રકમ મેળવો

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન લેવાથી તમને મળતી ક્લેઇમની રકમમાંથી તમારી કારના પાર્ટસનો ડેપ્રિશીએશન ખર્ચ બાદ નહિ કરવામાં આવે. તેથી વધુ ક્લેઇમ રકમ મળી શકે છે.

મનની શાંતિ

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન એટલે ક્લેઇમ્સ દરમિયાન તમારા બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ અને તમારા ખર્ચાઓની ચિંતા કરવાની તમને કોઈ જરુર ન હોવાની રાહત મળે છે.

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનમાં શું કવર નથી થતું?

ડ્રાઇવિંગ લાયસન્સ વગર કાર ચલાવવી

જો તમે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર કાર ચલાવી રહ્યા છો તો ડેપ્રિશીએશન એડ-ઓનનો લાભ મળવાપાત્ર રહેતો નથી.

પાંચ વર્ષથી જૂની કાર

દુર્ભાગ્યવશ, જો તમારો કાર પાંચ વર્ષ કરતાં જૂની હોય તો ડેપ્રિશીએશન એડ-ઓન લઈ શકાતું નથી.

આલ્કોહોલ લઈને ડ્રાઇવિંગ

દારૂ પીને વાહન ચલાવવું એ કાયદેસર ગુનો છે, એટલે તે માટે તો કોઈ ડેપ્રિશીએશન એડ-ઓન અથવા અન્ય કોઈ પણ ઈન્સ્યોરન્સનો લાભ ન મળી શકે.

ફરજિયાત કપાત કવર થતી નથી

જો તમારા ઈન્સ્યોરન્સમાં કોઈ ફરજિયાત કપાત વિષે જોગવાઈ હોય તો તે આ ડેપ્રિશીએશન એડ-ઓનમાં સામેલ થતી નથી, તે વ્યક્તિગત રીતે જ ચૂકવવી પડે છે.

મિકેનિકલ બ્રેકડાઉન કવર થતું નથી

તમારી કારના મિકેનિકલ બ્રેકડાઉન કે સામાન્ય વેર એંડ ટિઅરમાં આ એડ-ઓન કવર થતું નથી.

એન્જિન ઓઇલ

આ એડ-ઓનમાં એન્જિન ઓઇલ, ક્લચ ઓઇલ, કૂલન્ટ વગેરેના ખર્ચ કવર થતાં નથી.

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓનની શું કિંમત છે? શું તે ખરીદવા યોગ્ય છે?

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમને કયા કયા પરિબળો અસર કરે છે?

નીચેના પરિબળો તમારા ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન પ્રીમિયમને અસર કરે છે.

કારની ઉંમર

ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સનો સીધો સંબંધ તમારી કાર અને તેના પાર્ટ્સની ઉંમર સાથે છે તેથી ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર તે ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

તમારી કારનું મોડેલ

કોઈ પણ કાર ઈન્સ્યોરન્સ જે તે કારના મોડેલ, તેના પ્રકાર અને તેમાં વપરાયેલા પાર્ટસની કિંમતને આધારે નક્કી થાય છે. પરિણામે ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન પર પણ તમારી કારનું મોડેલ અને પ્રકાર ઘણું અગત્યનું પરિબળ છે.

તમારી કારનું લોકેશન

દરેક શહેર અને ત્યાંનાં રિસ્ક અલગ અલગ હોય છે. તેથી કાર ઈન્સ્યોરન્સમાં તમારી કારનું પ્રીમિયમ તેમજ તેના પર વધારાની સુવિધા સમાન ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ એડ-ઓન આ માપદંડના આધારે નક્કી થાય છે.

શું કામ માત્ર કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ કરતાં ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ વધુ સારું છે?

ઝીરો ડેપ્રિશીએશન અને કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ વચ્ચેનો તફાવત

ઝીરો ડેપ્રિશીએશન કાર ઈન્સ્યોરન્સ

કોંપ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સ

તે શું છે?

શીએશન એ તમારી કાર પોલિસી સાથે વધારાનું વૈકલ્પિક એડ-ઓન છે. આ એડ-ઓનથી એ ખાતરી મળે છે કે ક્લેઇમ દરમિયાન કારનો ડેપ્રિશીએશન ચાર્જ પણ ઈન્સ્યોરન્સ કંપની જ ચૂકવે છે જેથી ડેપ્રિશીએશન ચાર્જ તમારે પોતે કરવો પડતો નથી.

સીવ એ થર્ડ પાર્ટી તેમજ પોતાના થકી થતાં નુકશાન માટેની એક કાર પોલિસી છે જેના પર તમે તમારી જરૂરિયાત પ્રમાણે એડ-ઓન સુવિધા લઈ શકો છો.

પ્રીમિયમ

-ઓન પસંદ કરવાથી તમારા કાર-ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં આશરે 15% જેટલો વધારો થઈ શકે છે.

પ્રિહેંસીવ કાર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ તેના એડ-ઓન સાથેના કવરની સરખામણીએ ઓછું હોય છે.

એશનની કિંમત

ઝીરો ડેપ્રિશીએશન એડ-ઓન ધરાવો છો તો તમારે ડેપ્રિશીએશનની કિંમત ચૂકવવી પડતી નથી.

સીવ કાર ઈન્સ્યોરન્સમાં ક્લેઇમ દરમિયાન કારના ડેપ્રિશીએશનની કિંમત તમારે જાતે ચૂકવવી પડે છે.

કારની ઉંમર

પ્રિશીએશન એડ-ઓન પાંચ કરતાં ઓછા વર્ષ ની તમામ કાર પર લઈ શકાય છે.

સીવ કાર ઈન્સ્યોરન્સ પંદર કરતાં ઓછા વર્ષની તમામ કાર પર લઈ શકાય છે.

લી બચત થાય છે?

પ્રીમિયમમાં નજીવી કિંમત વધારે ચૂકવવાથી ક્લેઇમ્સ દરમિયાન તમારે ડેપ્રિશીએશનની રકમ ચૂકવવી

ઈ પણ એડ-ઓન ન લેવાથી માત્ર તમારા પ્રીમિયમની બચત થાય છે, વધારાના ખર્ચની નહિ.

ક્લેઇમ સેટલમેન્ટ દરમિયાન ઝીરો ડેપ્રિશીએશન કવરની ભૂમિકા

ઝીરો ડેપ્રિશીએશન વિષે આ બાબત યાદ રાખો

કોણે ઝીરો ડેપ્રિશીએશન લેવું જોઈએ?

કાર ઈન્સ્યોરન્સમાં ઝીરો ડેપ્રિશીએશન કવર વિષે FAQs