7 Crore+ Customers
Affordable Premium
7 Crore+ Customers
Affordable Premium
જેવું નામ તેવું કામ, ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ એક કસ્ટમાઇઝ કરેલી ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ખાસ તમને તેમજ તમારા વીમા ધરાવતા વાહનને તમારા પોતાના નુકસાનથી સુરક્ષા આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ચલો થોડું રમૂજી પણ સાચું ઉદાહરણ લઈએ; માની લો કે તમારી કાર તેની જગ્યાએ પાર્ક કરેલી છે અને અચાનક નજીક આવેલા ઝાડની ડાળખી તેના પર પડે છે અથવા તેનાથી પણ વધારે ખરાબ નુકસાન કરે છે, તમારા પાડોશીનો ક્રિકેટ બૉલ એક બારી પર લાગે છે અને નુકસાન થાય છે, એક નારિયેળ પડે છે અને તેનાથી નિશાન પડી જાય છે.
વાર્તા તરીકે આ રમૂજી છે, પણ નીરિક્ષણ કરતાં મોટું નુકસાન વાસ્તવિક જીવનમાં ભોગવવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ઑન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ તમને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
વધુ જાણો:
સપ્ટેમ્બર 2019થી, હવે ઇન્શ્યોરન્સ કંપનીઓ કાર અને ટૂ- વ્હીલર વાહનો માટે માત્ર ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ પૉલિસી પણ આપી શકે છે. આ એવા વાહનો હોય છે જેમની પાસે પહેલેથી થર્ડ પાર્ટી કાર કે બાઇક ઇન્શ્યોરન્સ હોય છે.
ઉદાહરણ તરીકે ; ઘણા કાર અને બાઇક માલિકોએ વાહન ખરીદતા સમયે (ખાસ કરીને એ લોકો જેમણે વાહન માર્ચ 2019માં લીધું) લાંબા ગાળાની થર્ડ પાર્ટી પૉલિસી ખરીદી છે, તે લોકો હવે ખાલી ઑન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ કવર લઈ શકે છે જેનાથી તેમના પોતાના નુકસાનને પણ કવર મળી શકે.
નોંધ : જ્યારે તમે એક ઑન ડેમેજ (OD) ઇન્શ્યોરન્સ લો છો, ત્યારે તમે અપ્રત્યક્ષ રૂપે પુષ્ટિ કરો છો કે તમારી પાસે પહેલેથી થર્ડ પાર્ટી પૉલિસી છે (કેમ કે તે ઇન્ડિયન મૉટર લૉ પ્રમાણે કાયદેસર છે). તે ડિજીટ (Digit) ઇન્શ્યોરન્સમાંથી લીધેલી હોઈ શકે અથવા અન્ય કોઈ વીમાદાતા પાસેથી.
તમારા બાઇકની પૂર્ણ સુરક્ષા માટે ઑન ડેમેજ કવર શ્રેષ્ઠ છે, પરંતુ તેમાં પણ કેટલીક વસ્તુઓ છે જે કવર થતી નથી.
ઑન ડેમેજ પ્રીમિયમ એ તે કિંમત છે જે તમે તમારા ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ માટે ચૂકવો છો. તેના માટે પ્રીમિયમની રકમ તમારી માલિકી ધરાવતા વાહન, તેની ઉંમર અને જે શહેરમાં તમે તેને વાપરો છો તેના પર આધારિત હોય છે,
જોકે, તમારા પ્રીમિયમની રકમ ગમે તેટલી હોય, દરેક ઑન ડેમેજ(OD) ઇન્શ્યોરન્સ પૉલિસી નીચે આપેલી દરેક ઘટનાઓમાં સુરક્ષા આપે છે :
ફૉર વ્હીલર કે ટૂ વ્હીલર માટે ઑન ડેમેજ પ્રીમિયમ નીચે આપેલી વસ્તુઓ પર આધારિત હોય છે :
થોડું ગણિતની દૃષ્ટિએ ઑન ડેમેજ પ્રીમિયમની ગણતરી સમજીએ, પરંતુ તેના પહેલાં ગણતરીનો આધાર સમજવો જરૂરી છે.
OD પ્રીમિયમ - IDV X [પ્રીમિયમનો ભાવ (વીમાદાતા દ્વારા નક્કી થયેલો)] + [ઍડ-ઓન (ઉદાહરણ તરીકે બોનસ કવરેજ)] – [છૂટ અને ફાયદા (નો ક્લેમ બોનસ, ચોરીમાં છૂટ, વગેરે.)]
IDV – વાહનનો શો રૂમમાં ભાવ + ઍક્સેસરીનો ભાવ (જો હોય તો) - (IRDAI) પ્રમાણે ભાવ કપાત
આપણે જાણીએ છીએ કે મૉટર વ્હીકલ ઍક્ટ, 1988 પ્રમાણે ભારતમાં આપણી પાસે બે પ્રકારની પૉલિસી છે. એક સર્વાગ્રહી પૉલિસી હોઈ શકે જેમાં ઑન ડેમેજ પણ હોય અને દેવાનું કવર પણ હોય. અન્ય પ્રકાર હોય છે માત્ર થર્ડ પાર્ટી લાયાબિલીટી પૉલિસી. વર્ષોથી, દેવાના ક્લેમ વધ્યા છે તેના કારણે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાં વધારો નોંધાયો છે.
|
|
થર્ડ પાર્ટી પ્રીમિયમ |
ઑન ડેમેજ પ્રીમિયમ |
|
ગણતરીનો આધાર |
તે વાહનની ક્યુબિક કૅપેસિટી પર આધારિત હોય છે અને ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા નક્કી થયેલું હોય છે. |
ઑન ડેમેજ પ્રીમિયમ વાહનના આઇ. ડી.વી.(IDV), કયા વર્ષમાં ખરીદાયું, સ્થળ અને પ્રકાર પર આધાર રાખીને ગણવામાં આવે છે. |
|
સ્થિરતા |
થર્ડ પાર્ટી પ્રીમિયમ રેગ્યુલેટર IRDAI દ્વારા વધારી શકાય છે અને ઘટાડી શકાય છે. |
વાહનની કિંમત વર્ષો જતાં ઘટતી જશે તેની સાથે ઑન ડેમેજ પ્રીમિયમ પણ ઘટતું જશે. |
|
મોટર પ્રીમિયમમાં ભાગ |
સર્વાગ્રહી હોય કે એકલું, મૉટર પૉલિસીમાં નક્કી થયા પ્રમાણે હંમેશાં શૅર રહેશે |
મૉટર પૉલિસી પ્રીમિયમમાં તેનો શૅર બની શકે છે અને બની શકતો પણ નથી |
તે એના પર આધારિત છે કે તમે કેવા પ્રકારનું કવરેજ અને સુરક્ષા તમારા વાહન અને ખિસ્સાને પરવળે તેમ છે. સૌથી શ્રેષ્ઠ હશે કે તમે સર્વાગ્રહી ઇન્શ્યોરન્સ લો કેમ કે તેનાથી ફરજિયાત પૉલિસી પણ મળે છે, થર્ડ પાર્ટીને નુકસાનનું વળતર પણ મળે છે અને તમારા પોતાના નુકસાનનું પણ વળતર મળે છે.
જોકે, તમારી પાસે જો પહેલેથી માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ છે, તો તમે સરળતાથી તમારા વાહનના પૂર્ણ કવરેજ માટે ઑન ડેનેજ(OD) ઇન્શ્યોરન્સ લઈ શકો છો.
ક્લેમના સમયે કવરેજ માટે કુલ રકમ જે ઑફર કરવામાં આવી છે, તે પૉલિસીની શરતો પર અને તમારા ઇન્શ્યોરન્સ પ્લાન પર આધારિત હશે. દર વર્ષે કવરેજને વધારવામાં આવે છે અને ઑન ડેમેજ પ્રીમિયમ બદલે છે કેમ કે વાહનનું મૂલ્ય પણ ઘટતું જાય છે.