ભારતમાં ટુ-વ્હીલર સૌથી લોકપ્રિય વાહનોમાંનું એક છે. આ માત્ર એટલા માટે નથી કે તે પરવડે તેવુ વાહન છે. પરંતુ તે ખરેખર ટ્રાન્સપોર્ટમાં સૌથી અનુકૂળ છે. ખાસ કરીને વધારે ટ્રાફિક હોઈ તેવા શહેરોમાં ટુ વ્હીલર શ્રેષ્ઠ સાબિત થયું છે. આપણી રોજિંદી મુસાફરીમાં, તમારા પ્રિય ટુ-વ્હીલર વાહન પર સવારી કરવા માટે સૌથી જરૂરી વસ્તુઓમાંની એક છે તેનો ઇન્શ્યોરન્સ.
ટુ-વ્હીલરનો ઇન્શ્યોરન્સ માત્ર તમારા બાઇકને સંભવિત નુકસાન અને હાનિથી કવર કરવામાં અને તેનું રક્ષણ કરવામાં મદદ કરતું નથી. પરંતુ તે તમને કાયદાઓને અનુસરવામાં પણ મદદ કરે છે. અને ખાતરી કરે છે કે તમારે ઇન્શ્યોરન્સ ન હોવા બદલ કોઇ ભારે દંડ ભરવાની જરૂર ન પડે. જો કે, ભારતમાં third-party two-wheeler insurance is mandatory હોવું ફરજિયાત છે.
છેલ્લા ત્રણ અઠવાડિયા ચાલતા લોકડાઉનના કારણે, શક્ય છે કે મોટાભાગના બાઇક માલિકો તેમનો ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરવાનું ભૂલી ગયા હશે. કેટલાક એમ પણ માનતા હશે કે તે કોઈ જરૂરી વસ્તુ નથી અથવા આવતા વર્ષે કરાવી લેશું એવું પણ માનતા હશે.
જો કે, આગલી વખતે જ્યારે તમે તમારું બાઈક ઇન્શ્યોરન્સ રિન્યૂ કરાવવા જશો ત્યારે માત્ર લાંબી પ્રક્રિયાઓ જ નહીં પરંતુ, જો તમારું bike insurance પહેલેથી જ એક્સપાયર થઈ ગયું હશે તો તમે ક્લેમ બોનસને પણ ગુમાવશો. આને વધુ સારી રીતે સમજવા માટે, ચાલો સમજીએ કે જ્યારે તમારા બાઇકનું ઇન્શ્યોરન્સ એક્સપાયર થાય ત્યારે શું થાય છે.