થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઓનલાઈન

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી 2 મિનિટમાં રિન્યૂ કરો
Happy Couple Standing Beside Car

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ શું છે?

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સની કિંમત

કોમ્પ્રીહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રિમયમ કેલ્ક્યુલેટર થી વિપરીત, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર ફક્ત તમારા એન્જિન સીસી પર આધારિત છે અને સંબંધિત પ્રીમિયમ આરઆરડીઆઈ દ્વારા પૂર્વનિર્ધારિત થયેલા છે.

પ્રાઇવેટ કાર જેની નીચે પ્રમાણે એન્જીન કેપેસીટી હોઈ છે

પ્રીમિયમનો દર

1000cc કરતાં વધુ નહીં

₹2,094

1000cc થી વધુ પરંતુ 1500cc થી વધુ નહી

₹3,416

1500cc કરતાં વધુ

₹7,897

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

થર્ડ પાર્ટીને વ્યક્તિગત નુકસાન

થર્ડ પાર્ટીને વ્યક્તિગત નુકસાન

કમનસીબે, જ્યારે તમારી કાર કોઈપણ વ્યક્તિને પહોંચતી શારીરિક ઇજાઓનું કારણ બને કે તેનાથી પણ ખરાબ, થર્ડ-પાર્ટી વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે, ત્યારે તમારો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમામ ખર્ચાઓ અને નુકસાન માટે કવર પ્રદાન કરે છે.

થર્ડ-પાર્ટી મિલકત/વાહનને પહોંચતા નુકસાન

થર્ડ-પાર્ટી મિલકત/વાહનને પહોંચતા નુકસાન

ભૂલ દરેક વ્યક્તિથી થાય છે. જો તમારી કાર કોઈ બીજાના વાહન, ઘર અથવા મિલકતને 7.5 લાખ સુધીનું નુકસાન પહોંચાડે તો આ ઇન્શ્યોરન્સ તેના માટે કવર પ્રદાન કરે છે.

માલિક-ડ્રાઇવર માટે પર્સનલ એક્સિડન્ટ કવર

માલિક-ડ્રાઇવર માટે પર્સનલ એક્સિડન્ટ કવર

જો તમે પહેલેથી પર્સનલ એક્સિડન્ટ કવર નથી ધરાવતા, તો આ કવર તમારા થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં સામેલ કરી શકાય છે. જેથી તમે અકસ્માતને કારણે શારીરિક રીતે ઈજાગ્રસ્ત થયા હોવ તો તેમાં નુકસાનથી તમને બચાવી શકાય.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં શું કવર થતું નથી?

તમારી થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર થતું નથી તે જાણવું પણ મહત્વપૂર્ણ છે. જેથી કરીને જ્યારે તમે ક્લેઇમ કરો ત્યારે તમારી પાસે બધી માહિતી હોઈ. નીચે આપેલી પરિસ્થિતિઓ કવર થતી નથી:

પોતાનું નુકસાન

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પોલિસીના કિસ્સામાં, તમારી પોતાની કારને થયેલા નુકસાનને આવરી લેવામાં આવતું નથી.

નશામાં અથવા લાઇસન્સ વિના વાહન ચલાવવું

નશામાં અથવા માન્ય ફોર-વ્હીલર લાઇસન્સ વિના વાહન ચલાવતા હોવ તેવા કિસ્સાને તમારા થર્ડ પાર્ટી કાર વીમામાં આવરી લેવાશે નહી.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના વાહન ચલાવવું

જો તમારી પાસે લર્નર લાઇસન્સ હોય અને આગળની પેસેન્જર સીટ પર માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડર વિના ડ્રાઇવિંગ કરતા હોવ, તો તે પરિસ્થિતિઓમાં તમારો ક્લેઇમ આવરી લેવામાં આવશે નહીં.

ડિજિટ દ્વારા જારી થતા થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ

ડિજીટના ફાયદા

પ્રીમિયમ

₹2094/- થી શરૂ

ખરીદીની પ્રક્રિયા

સ્માર્ટફોનથી કરી શકાય તેવી પ્રક્રિયા. 5 મિનિટમાં કરી શકાય છે!

ક્લેમ સેટલમેન્ટ

પ્રાઇવેટ કાર માટે 96% ક્લેઇમ સેટલમેન્ટ

થર્ડ-પાર્ટીને વ્યક્તિગત નુકસાન

અમર્યાદિત લાયબિલિટી

થર્ડ-પાર્ટીની મિલકતને નુકસાન

7.5 લાખ સુધી

પર્સનલ એક્સીડેન્ટ કવર

15 લાખ સુધી

પર્સનલ એક્સીડેન્ટ કવર પ્રીમિયમ

₹220/-

થર્ડ પાર્ટી કાર વીમા માટે કેવી રીતે ક્લેઇમ કરવો?

Report Card

ડિજીટ ઇન્શ્યોરન્સ ક્લેઈમ કેટલી ઝડપથી સેટલ થાય છે?

આ પ્રશ્ન તમારા મગજમાં ઇન્શ્યોરન્સ કંપની બદલતી સૌથી પહેલા આવે છે. હા, તે સારું છે!

ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

અમારા ગ્રાહકો અમારા વિશે શું કહે છે

રવિ મિશ્રા

ટીમ ગો ડિજિટ, તમારા સમર્થન અને ઝડપી પ્રતિસાદની ખરેખર સરહાના કરીએ છીએ. એક મોટરસાઇકલે મારી કારને પાછળથી ટક્કર મારી હતી. રિઅર બમ્પર, ટ્રંક અને ટેલ લાઇટ તૂટી ગઈ હતી. તેમણે ઝડપથી જવાબ આપ્યો અને પ્રક્રિયાઓ સરળ, કેશલેસ અને પેપરલેસ બનાવી. ખુબ સરસ દોસ્ત.

દીપક કોટિયન

સર્વશ્રેષ્ઠ સેવા. ક્લેમની નોંધણી અને સેટલમેન્ટની પ્રક્રિયા, બધું જ પેપરલેસ હતું. શ્રી અરવિંદ રેડ્ડી અને ટીમનો તેમના સમર્થન અને ઝડપી પ્રતિસાદ માટે આભાર. ગો ડિજીટ કાર ઇન્શ્યોરન્સની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતા માટે હું તેમની ખૂબ ભલામણ કરું છું.

ત્રિશાન્ત વર્મા

આ બીજી વખત છે જ્યારે મેં ડિજિટ દ્વારા મારી કાર પોલિસી રિન્યૂ કરી છે. ડિજીટના એક્ઝિક્યુટિવ ગોકુલ આયંગરએ મને સંતુષ્ટ કરવા અને શ્રેષ્ઠ ઓફર આપવા માટે મહેનત કરી. આશા રાખું છું કે આખા વર્ષ દરમિયાન મને આવું જ સમર્થન અને સેવા મળશે.

Show more

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સના ફાયદા

સમય અને મહેનત બચાવે છે

ટેક્નોલોજીના કારણે તમે થોડા જ સમયમાં થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ઓનલાઈન ખરીદી શકો છો. તમારે ફક્ત તમારી કારની મૂળભૂત વિગતો (કાર રજીસ્ટ્રેશન નંબર/કાર મેક અને મોડલ) અને આઈડી પ્રૂફ (આધાર/પાન)ની જરૂર પડે છે અને તમારી પોલિસી તમને ઈમેલ કરી દેવામાં આવશે!

વ્યક્તિગત નુકસાનના કિસ્સામાં થર્ડ-પાર્ટી વ્યક્તિને કવર આપે છે

ડ્રાઇવિંગ કરતી વખતે જો તમે અકસ્માતનો સામનો કરો છો અને કોઈને શારીરિક ઈજાઓ પહોંચાડો છો અથવા તેનાથી પણ ખરાબ કિસ્સામાં- તે અકસ્માત કોઈના મૃત્યુનું કારણ બને છે, તો તમારો થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ અમર્યાદિત લાયબિલિટી સુધીનું નુકસાન કવર કરે છે.

થર્ડ-પાર્ટીની મિલકત અથવા વાહનના નુકસાન માટે કવર

જો તમે કોઈની મિલકત અથવા વાહનને નુકસાન પહોંચાડો છો, તો તમારો થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તેમના નુકસાન માટે 7.5 લાખ સુધીનું કવર આપશે!

કોઈપણ શારીરિક ઈજાના કિસ્સામાં તમારું રક્ષણ કરે છે

જો તમે પહેલાથી કોઈ અન્ય પોલિસી (જેમ કે તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ) માંથી પર્સનલ એક્સીડેન્ટ કવર ધરાવતા ન હોવ તો, થર્ડ પાર્ટી કર ઇન્શ્યોરન્સ તમને તે પસંદ કરવાનો વિકલ્પ આપે છે. જેથી જો તમે કાયમી અપંગતા અથવા મૃત્યુ તરફ દોરી જાય તેવા અકસ્માતનો સામનો કરો તો તમે તમારી જાતને પણ સુરક્ષિત કરી શકો.

અણધાર્યા નુકસાનથી તમને બચાવે છે

રસ્તા પર ઘણી બધી કાર અને વધુ પડતું ટ્રાફિક ભૂલ થવાનું કારણ બને છે. એવા સમયે જ્યારે તમારી ભૂલ હોય અને તમારી કાર કોઈને અથવા તેમના વાહન/સંપત્તિને નુકસાન પહોંચાડે છે- એ નુકસાનની ચૂકવણી કરવા માટેનો ખર્ચ તમારી થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે. જેથી તમારે અનપેક્ષિત નુકસાન ભોગવવું ન પડે.

તમને કાયદેસર રીતે વાહન ચલાવી શકો છો

મોટર વ્હીકલ એક્ટ મુજબ, દરેક કાર માલિક પાસે થર્ડ પાર્ટી કારનો ઇન્શ્યોરન્સ હોવો જ જોઈએ. જો તમે તમારી કારને વધુ સુરક્ષિત રાખવા માંગતા હો, તો તમે કોમ્પ્રીહેન્સિવ કાર ઈન્સ્યોરન્સ પોલિસી પણ પસંદ કરી શકો છો, જેમાં થર્ડ-પાર્ટી લાયબિલિટી અને તમારી પોતાની કાર માટે સુરક્ષાનો સમાવેશ થાય છે.

ટ્રાફિક દંડ ભરવાથી તમને બચાવે છે

જો તમે થર્ડ પાર્ટી કર ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવશો, તો તમને 2,000 રૂપિયાનો દંડ અને/અથવા ત્રણ મહિના સુધીની જેલની સજા થશે.

થર્ડ પાર્ટી કર ઇન્શ્યોરન્સના ગેરફાયદા

પોતાના નુકસાનને કવર કરતું નથી

કમનસીબે, થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ તમારી પોતાની કારને થતા નુકસાન અને હાનિને કવર નહિ કરે.

કુદરતી આફતો માટે કવર પ્રદાન કરતુ નથી

થર્ડ-પાર્ટી કર ઇન્શ્યોરન્સ કોઈપણ કુદરતી આફતોના કિસ્સામાં તમારા ફોર-વ્હીલરને થતા નુકસાન માટે કવર પ્રદાન નહિ કરે.

કોઈ કસ્ટમાઇઝ્ડ પ્લાન નથી

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ તમારા ફોર-વ્હીલર માટે ઉપલબ્ધ સૌથી મૂળભૂત પ્લાન છે અને તેને વધારાના લાભ અને કવર સાથે વધુ કસ્ટમાઇઝ કરી શકાતું નથી. જો કે, કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સમાં તમે આ કરી શકો છો.

ભારતમાં કાર ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રકાર

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ-પાર્ટી કર ઇન્શ્યોરન્સ એ કાર ઇન્શ્યોરન્સના પ્રકારોમાંથી સૌથી સામાન્ય પ્રકારોમાંનો એક છે; જેમાં માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ, વાહન અથવા સંપત્તિને થતા નુકસાન અને હાનિ માટે કવર પ્રદાન કરવામાં આવે છે.

car-full-circle-chart

કોમ્પ્રિહેન્સિવ

કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ એ કાર ઇન્શ્યોરન્સના સૌથી શ્રેષ્ઠ પ્રકારોમાંનો એક છે જે થર્ડ-પાર્ટીની લાયબિલિટી અને તમારી પોતાની કારને થતા નુકસાનને પણ કવર કરે છે..

થર્ડ-પાર્ટી

કોમ્પ્રિહેન્સિવ

×
×
×
×
×
×
×

થર્ડ-પાર્ટી કાર ઇન્શ્યોરન્સ ખરીદવા સંબંધિત વારંવાર પુછાતાં પ્રશ્નો