બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર

આજે જ બાઇક ઇન્સ્યોરન્સ માટે ક્વોટ મેળવો
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર શું છે?

બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

અમારા પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમારી બાઇક માટે યોગ્ય બાઇક ઇન્સ્યોરન્સ કેવી રીતે મેળવવો તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપી છે!

સ્ટેપ 1

તમારી બાઇકની મેક, મોડલ, વેરિઅન્ટ, રજીસ્ટ્રેશનની તારીખ અને તમે જે શહેરમાં તમારી બાઇક ચલાવો છો તે શહેર દાખલ કરો.

સ્ટેપ 2

'ગેટ ક્વોટ' બટન દબાવો અને તમારી પસંદગીનો પ્લાન પસંદ કરો.

સ્ટેપ 3

તમે થર્ડ-પાર્ટી બાઇક પોલિસી અથવા સ્ટાન્ડર્ડ/કોમ્પ્રીહેન્સિવ બાઇક પોલિસી વચ્ચે પસંદગી કરી શકો છો.

સ્ટેપ 4

અમને તમારી છેલ્લી બાઇક વીમા પૉલિસી વિશે કહો- તેની સમાપ્તિની તારીખ, ક્લેઇમનો ઇતિહાસ, એનસીબી (NCB), વગેરે.

સ્ટેપ 5

હવે તમે પેજની નીચે જમણી બાજુએ તમારી પૉલિસીનું પ્રીમિયમ જોશો.

સ્ટેપ 6

જો તમે સ્ટાન્ડર્ડ પ્લાન પસંદ કર્યો હોય, તો તમે તમારું આઇડીવી ( IDV) સેટ કરી શકો છો અને ઝીરો ડેપ્રિસિયેશન, રિટર્ન ટુ ઇનવોઇસ, એન્જિન અને ગિયર પ્રોટેક્શન વગેરે જેવા એડ-ઑન પસંદ કરીને તમારા પ્લાનને વધુ કસ્ટમાઇઝ કરી શકો છો..

સ્ટેપ 7

હવે તમે પેજની જમણી બાજુએ તમારા પ્રીમિયમની અંતિમ ગણતરી જોશો.

બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરના ફાયદા

  • યોગ્ય આઇડીવી ( IDV) નક્કી કરવામાં મદદ કરે છે - યોગ્ય આઇડીવી ( IDV) રાખવાથી ખાતરી થાય છે કે તમારી બાઇકને સંપૂર્ણ નુકસાન થવાના અથવા તેની ચોરી થવાના કિસ્સામાં, તમને તમારી બાઇકની બજાર કિંમત માટે યોગ્ય વળતર મળે છે. બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી બાઇકની વિશિષ્ટતાઓને આધારે યોગ્ય આઇડીવી ( IDV) સેટ કરી શકો છો.

  • યોગ્ય એડ-ઑન પસંદ કરો- તમારી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી માટે યોગ્ય એડ-ઑન પસંદ કરવાથી તેને તમામ સંભવિત પરિસ્થિતિઓમાંથી વધારાનું રક્ષણ અને કવરેજ મળે છે. બાઇક ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર એ નક્કી કરવામાં મદદ કરે છે કે વિવિધ એડ-ઓન તમારા પ્રીમિયમને કેવી રીતે અસર કરે છે, જે તમને તમારી બાઇક માટે એડ-ઑનના યોગ્ય મિશ્રણને પસંદ કરવામાં મદદ કરશે.

  • યોગ્ય પ્રીમિયમ પસંદ કરો - બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમના વિવિધ ક્વોટની તુલના કરી શકો છો, જે તમને શ્રેષ્ઠ કિંમતના પ્લાનને પસંદ કરવામાં મદદ કરશે, જે તમારી જરૂરિયાતોને અનુરૂપ બનશે.

બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો શા માટે મહત્વપૂર્ણ છે?

જ્યારે બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવાની વાત આવે છે, ત્યારે આપણામાંથી મોટાભાગના લોકો તેને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા માંગે છે. તો શું તમારે ઝડપથી સૌથી સસ્તો બાઇક વીમો પસંદ કરવો જોઈએ અથવા થોડો સમય કાઢીને તમારી બાઇક માટે કંઈક યોગ્ય પસંદ કરવું જોઈએ? થોડો સમય પસાર કરવો એ વધુ સારું રહેશે અને અહીં બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી તે તમને કઈ રીતે મદદ કરશે અને શા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ તેની વિગતો આપવામાં આવી છે:

અસરકારક કિંમત, તમારા નાણા બચાવે છે

ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તમારા પ્રીમિયમને સૌથી સસ્તું પ્રીમિયમ બનાવવામાં મદદ કરવાનું નથી, પરંતુ સૌથી વધુ અસરકારક કિંમત અંગેનો નિર્ણય લેવામાં મદદ કરે છે. આવું એટલા માટે છે કે, તે તમને માત્ર એ જ સમજવામાં મદદ નથી કરતું કે વિવિધ પરિબળો તમારા બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે અસર કરી શકે છે પરંતુ, તે વિવિધ પરિબળોનું યોગ્ય સંયોજન દેખાડીને તમને એવો પ્લાન પસંદ કરવામાં મદદ કરી શકે છે જે તમારી બાઇકને શ્રેષ્ઠ રીતે સુરક્ષિત કરશે.

બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડો

ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતી વખતે, તમે જોઈ શકશો કે અમુક પરિબળોમાં ચોક્કસ ફેરફાર કરવાથી તમારા બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે વધારી કે ઘટાડી શકાય છે. તમે તે મુજબ વિવિધ વિકલ્પો અજમાવી શકો છો અને જોઈ શકો છો કે તમારા માટે અને તમારી બાઇક માટે શું શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે!

તમને એક માહિતગાર નિર્ણય લેવામાં મદદ

આ બધાંના અંતે, એ તમારી વ્હાલી બાઇક છે, અને તમે તેના માટે ઓછામાં ઓછું એટલું તો કરી જ શકો કે તેને બધાં જ જોખમોથી રક્ષણ આપવા માટે એક માહિતગાર નિર્ણય લો. એક બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર તેની ગણતરીઓમાં પારદર્શી છે અને તમને સ્પષ્ટ રીતે જોવા દે છે કે તમારા બાઇકના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને કઈ રીતે નક્કી કરવામાં આવે છે.

નવી અને જૂની બાઇક માટે બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો

ભારતમાં બાઇક ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર

થર્ડ પાર્ટી

એક થર્ડે-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ સૌથી સામાન્ય પ્રકારનો બાઇક ઇન્સ્યોરન્સ છે જેમાં માત્ર કોઈ પણ થર્ડ-પાર્ટી વ્યક્તિ, વ્હીકલ અથવા મિલ્કતને થયેલાં નુકસાનને જ કવર કરવામાં આવે છે.

કૉમ્પ્રિહેન્સીવ

એક કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ એ બાઇક ઇન્સ્યોરન્સનો સૌથી મૂલ્યવાન પ્રકાર છે જેમાં થર્ડ-પાર્ટી અંગેની જવાબદારીઓ અને તમારા બાઇકને થયેલાં નુકસાનને પણ કવર કરવામાં આવે છે.

કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

એક કૉમ્પ્રિહેન્સીવ બાઇક પ્રીમિયમના મહત્વના ઘટકો વિશે વધુ વાંચો

ઔન ડેમેજ

આ તમામ કૉમ્પ્રિહેન્સીવ અને ઔન ડેમેજ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીમાં સામેલ છે. આ લાભ તમારી પોતાની બાઇકને થયેલા નુકસાનને કારણે થતી ખોટને આવરી લે છે. દાખલા તરીકે; જો તમારો અકસ્માત થાય છે અથવા પૂરને કારણે તમારી બાઇકને નુકસાન થાય છે. તમારા કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું આ કવરેજ તમે જે પ્રકારનું બાઇક ચલાવો છો (તેની મેક, મોડલ, ઉંમર, સીસી) અને તમે જે શહેરમાં સવારી કરો છો તેના દ્વારા નક્કી કરવામાં આવે છે.

ઇન્સ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (IDV)

તમારી બાઇકનું આઇડીવી ( IDV) એ તમારી બાઇકની બજાર કિંમત છે. આ અનિવાર્યપણે એ પણ નિર્ધારિત કરે છે કે જો તમારી બાઇક ચોરાઈ જાય અથવા તેની મરમ્મત ન થઈ શકે તેટલું વધુ નુકસાન થયું હોય તો તમને મળતી વળાતરની રકમને નક્કી કરે છે. ડિજીટના કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરમાં, તમે તમારી બાઇકના સ્પેસિફિકેશનના આધારે તમારા આઈડીવી ( IDV)ને જાતે કસ્ટમાઇઝ કરી શકો છો.

એડ-ઑન કવર

કસ્ટમાઇઝેશન અદ્ભુત છે. અને તેથી જ કૉમ્પ્રિહેન્સીવ બાઇક પૉલિસીને વિશેષ બનાવે છે. તમે તમારી બાઇક માટે જે પ્રકારનું રક્ષણ શોધી રહ્યાં છો તેના આધારે, તમે વિવિધ એડ-ઑન કવર જેવા કે ઝીરો-ડેપ્રિસિયેશન કવર, રિટર્ન ટૂ ઇન્સ્યોરન્સ કવર, બ્રેકડાઉન આસિસ્ટન્સ વગેરે સાથે તમારી કૉમ્પ્રિહેન્સીવ બાઇક પૉલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો.

ડિડક્ટીબલ્સ

ડિડક્ટીબલ્સ એ એવી રકમ છે જેની તમારે ક્લેઇમ દરમિયાન, તમારા પોતાના ખિસ્સામાંથી ચુકવણી કરવાની હોય. એક કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીમાં, તમારા ભાગની રકમ વૈકલ્પિક છે. તમે જેટલાં ઉચ્ચ ટકા પસંદ કરો, તટલું જ તમારું કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીઇમિયમ ઓછું હશે અને તમે તેને જેટલાં ઓછાં ટકા પસંદ કરો તેટલું કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીઇમિયમ વધુ હશે.

નો ક્લેઇમ બોનસ

દરેક ક્લેઇમ-મુક્ત વર્ષ માટે, તમારા બાઇક ઇન્સ્યોરર તમને એક ડિસ્કાઉન્ટ રૂપી રિવોર્ડ આપશે, જે તમારા પ્રથમ ક્લેઇમ-મુક્ત વર્ષ માટે 20% થી શરૂ થાય છે. તમારું એનસીબી (NCB) જેટલું ઉચ્ચ હશે, તેટલું જ તમારું કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓછું રહેશે.

થર્ડ-પાર્ટીને નુકસાન

એક થર્ડ-પાર્ટીને થતાં નુકસાન અને ખોટની સામે રક્ષણ આપવાની જવાબદારી કાયદા દ્વારા ફરજિયાત છે. તેથી, તમારા કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સનું આ ઘટક સ્ટાન્ડર્ડ છે, અને તે IRDAI દ્વારા પૂર્વનિર્ધારિત હોય છે.

તમારી બાઇકની મેક અને મોડલ

એક થર્ડ-પાર્ટીને થતાં નુકસાન અને ખોટની સામે રક્ષણ આપવાની જવાબદારી કાયદા દ્વારા ફરજિયાત છે. તેથી, તમારા કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સનું આ ઘટક સ્ટાન્ડર્ડ છે, અને તે IRDAI દ્વારા પૂર્વનિર્ધારિત હોય છે.

માલિક-ડ્રાઈવર માટે વ્યક્તિગત અકસ્માતનું કવર

એક થર્ડ-પાર્ટીને થતાં નુકસાન અને ખોટની સામે રક્ષણ આપવાની જવાબદારી કાયદા દ્વારા ફરજિયાત છે. તેથી, તમારા કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સનું આ ઘટક સ્ટાન્ડર્ડ છે, અને તે IRDAI દ્વારા પૂર્વનિર્ધારિત હોય છે.

તમારી બાઇકની ઉંમર

તમારી બાઇક જેટલી નવી હશે, તેટલું જ ઉચ્ચ તેને સામનો કરવું પડતું જોખમનું પ્રમાણ હશે. તેથી, તમારી બાઇકની ઉંમર પણ તમારા કૉમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવામાં મદદ કરે છે.

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ ઓછામાં ઓછો જરૂરી હોય તેવા પ્રકારનો બાઇક ઇન્સ્યોરન્સ છે જેની તમને મોટર વ્હીકલ એક્ટ મુજબ જરૂર પડશે. તે માત્ર તૃતીય પક્ષોને થતાં નુકસાન અને ખોટને કવર કરે છે, જેમ કે, જો તમારી બાઇક કોઈ વ્યક્તિ સાથે અથડાય છે, કોઈ મિલકત અથવા અન્ય વાહનને નુકસાન પહોંચાડે છે.

થર્ડ-પાર્ટી ડેમેજ

એક થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ માત્ર થર્ડ-પાર્ટી સાથે સંબંધિત નુકસાન અને ખોટને કવર કરે છે. તેથી, તમારું થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માત્ર થર્ડ-પાર્ટી સંબંધિત જવાબદારીઓ પર આધારીત રહેશે, તેની મર્યાદા IRDAI દ્વારા પૂર્વ-નિર્ધારિત છે.

માલિક-ડ્રાઈવર માટે વ્યક્તિગત અકસ્માતનું કવર

જેમ સવારી કરતી વખતે હેલ્મેટથી તમારી સુરક્ષા કરવી ફરજિયાત છે, તેમ તમારા બાઇક ઇન્સ્યોરન્સમાં વ્યક્તિગત અકસ્માત કવરનો પણ સમાવેશ કરવો એ ફરજિયાત છે.

તમારા બાઇકના CC

તમારા બાઇકના ઇન્સ્યોરન્સ પ્રીમિયમને નિર્ધારિત કરવામાં તમારા બાઇકના CC એ બહુ મોટો ભાગ ભજવે છે. તેનું કારણ એ છે કે તમારા બાઇકના CC જેટલાં વધારે હશે, તે તેટલી જ વધુ ઝડપથી ચાલી શકશે અને અંતે, જોખમનું પ્રમાણ ઉચ્ચ થશે. એક થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સમાં, પ્રીમિયમને CC ની વિવિધ શ્રેણીઓના આધારે IRDA દ્વારા પૂર્વ-નિર્ધારિત કરવામાં આવેલ છે.

થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ રેટ

એન્જિનની ક્ષમતા સાથેનું ટુ વ્હીલર

પ્રીમિયમ રેટ

75cc કરતાં વધુ નહીં

₹538

75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહી

₹714

150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહી

₹1,366

350cc થી વધુ

₹2,804

તમારા બાઇકનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટેની સલાહ

અહીં તમારા બાઇકનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટેની સલાહ આપવામાં આવી છે

તમારી સ્વૈચ્છિક કપાતને વધારો

જો તમે સુરક્ષિત રાઇડર છો અને મોટાભાગે સ્વચ્છ ક્લેઈમ સ્ટેટસ ધરાવે છે, તો તમે તમારી સ્વૈચ્છિક કપાતને વધારવાનું વિચારી શકો છો જે તમારા બાઇક વીમા પ્રીમિયમને ઘટાડવામાં મદદ કરશે.

સારી રીતે રાઇડ કરવાનો એક સારો રેકોર્ડ જાળવી રાખો

આ બાબત બહુ સ્પષ્ટ છે. સુરક્ષિત રીતે રાઇડ કરો અને મુશ્કેલીઓથી દૂર રહો જેથી તમે ક્લેઇમ કરવાનું ટાળી શકો અને તેથી તમને ઇન્સ્યોરન્સના દરેક રિન્યૂઅલ પર નો ક્લેઇમ બોનસ મળી શકશે.

તમારી ઇન્સ્યોરન્સ કંપની સાથે વાત કરો

વાત કરી લેવાથી હંમેશા મદદરૂપ થાય છે. તમને કઈ બાબતે ચિંતા છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારી ઇન્સ્યોરન્સ કંપની સાથે એ વિશે વાત કરી લો અને તમે કદાચ ધાર્યું પણ ન હોય તે રીતે, તેઓ કદાચ તમને સૌથી વધુ સાનુકુળ ઉકેલ આપી શકે છે અને કદાચ એક અસરકારક કિંમત ધરાવતું પ્રીમિયમ પણ મળી શકે છે!

તમારી પૉલિસીને સમયસર રિન્યૂ કરો

આપણે બધા વિલંબ કરીએ છીએ, પરંતુ આ કિસ્સામાં તેવું કરશો નહીં. તમારી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી તેની સમાપ્તિની તારીખ પહેલાં રિન્યૂ કરો. આ ફક્ત બાઇકની તપાસ કરવાની પ્રક્રિયાને જ દૂર નહીં કરે પરંતુ તેના લીધે તમે તમારા નો ક્લેમ બોનસનો પણ સમાવેશ કરી શકો અને ડિસ્કાઉન્ટ મેળવી શકો તેવું પણ સુનિશ્ચિત થશે.

સંબંધિત એડ-ઑન પસંદ કરો

એડ-ઑન અને કવર એ તમારી બાઇકમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરવાની એક અદ્ભુત રીત છે, પરંતુ તેનાથી તમારા બાઇક ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં પણ વધારો થઈ શકે છે. તેથી, અમે ભલામણ કરીએ છીએ કે તમે માત્ર સંબંધિત એડ-ઑન જ પસંદ કરો.

ડિજિટ દ્વારા પૂરો પાડવામાં આવતો બાઇક ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરશો?

તમારો બાઇક ઇન્સ્યોરન્સ માત્ર એક સુપર સરળ ક્લેઇમની પ્રક્રિયા સાથે જ નહીં, પણ કેશલેસ સેટલમેન્ટ પસંદ કરવાના વિકલ્પને પણ સાથે લાવે છે.

કેશલેસ મરમ્મત

કેશલેસ મરમ્મત

તમારા માટે ભારતભરમાંથી પસંદ કરવા માટે 4400+ કેશલેસ નેટવર્ક ગેરેજ ઉપલબ્ધ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણ

સ્માર્ટફોન-સક્ષમ સ્વ-નિરીક્ષણની પ્રક્રિયા દ્વારા ક્લેઇમની ઝડપી અને પેપરલેસ પ્રક્રિયા

સુપર-ફાસ્ટ ક્લેઇમ

સુપર-ફાસ્ટ ક્લેઇમ

ટૂ-વ્હીલર ક્લેઇમનો સરેરાશ ટર્ન-એરાઉન્ડ ટાઇમ 11 દિવસ છે

તમારા વ્હીકલનું IDV કસ્ટમાઇઝ કરો

તમારા વ્હીકલનું IDV કસ્ટમાઇઝ કરો

અમારી સાથે તમે તમારા વ્હીકલનું IDV તમારી ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકો છો!

24*7 સપોર્ટ

24*7 સપોર્ટ

રાષ્ટ્રીય રજાઓ પર પણ 24*7 કોલની સુવિધા

ડિજિટ દ્વારા પ્રસ્તુત ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતા

ડિજિટ દ્વારા લાભ

પ્રીમિયમ

₹752 થી શરૂ

નો ક્લેઇમ બોનસ

50% સુધીનું ડિસ્કાઉન્ટ

કસ્ટમાઇઝ કરી શકાય તેવા એડ-ઑન

5 એડ-ઑન ઉપલબ્ધ

કેશલેસ મરમ્મત

1000+ ગેરેજ પર ઉપલબ્ધ

ક્લેઇમની પ્રક્રિયા

સ્માર્ટફોન-સક્ષમ ક્લેઇમની પ્રક્રિયા. 7 મિનિટમાં ઓનલાઈન થઈ શકે છે!

ઔન ડેમેજ કવર

ઉપલબ્ધ

થર્ડ-પાર્ટીને ડેમેજ

વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનના નુકસાન માટે 7.5 લાખ સુધી

અમારી સાથે, VIP ક્લેઇમની ઍક્સેસ મેળવો

તમે અમારા ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો અથવા તેને રિન્યૂ કરો તે પછી, તમે ટેન્શન ફ્રી રહેશો કારણ કે અમારી પાસે 3-પગલાંની, સંપૂર્ણપણે ડિજિટલ ક્લેઇમની પ્રક્રિયા છે!

પગલું 1

ફક્ત 1800-258-5956 પર કૉલ કરો. કોઈ ફોર્મ ભરવાના નથી.

પગલું 2

તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સ્વ-નિરીક્ષણ માટે એક લિંક મેળવો. માર્ગદર્શિત સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા દ્વારા તમારા સ્માર્ટફોનથી તમારા વાહનના નુકસાનને શૂટ કરો.

પગલું 3

તમે જે મરમ્મત માટે પસંદગી કરવા માંગો છો તે પસંદ કરો એટલે કે અમારા ગેરેજના નેટવર્ક દ્વારા રિઇમ્બર્સમેન્ટ અથવા કેશલેસ મેળવો

Report Card

ડિજિટ ઇન્સ્યોરન્સ ક્લેઇમને કેટલી ઝડપથી સેટલ કરવામાં આવે છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમારા મગજમાં આ પહેલો પ્રશ્ન આવવો જોઈએ. સારું છે, તમે તેવું કરી રહ્યાં છો!

ડિજિટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો