અમે જાણીએ છીએ કે તમે તમારી બાઇકને ખૂબ ચાહો છો અને કદાચ ખૂબ વિચારવિમર્શ, રિસર્ચ, આયોજન, બજેટિંગ, પૂછપરછ અને સલાહ-સૂચનો પછી જ તમે તેને ખરીદી હશે. તમારી પાસે હવે તમારા સપનાની બાઇક છે; તો શું તમે તમારી બાઇકને અને તમારા ખિસ્સાને સુરક્ષિત કરવા નથી માંગતા?
તમે તમારી બાઇકને ઇન્શ્યોર કરો અને રોમાંચક રોડ ટ્રિપ્સનો આનંદ લો. તમને ઉત્તમ સુરક્ષા આપે એવી યોગ્ય બાઇક ઇન્સ્યોરન્સ અને તેને માટે જરૂરી ઍડ-ઑન વિશે અમે તમને તમામ જાણકરી આપી, તમને માર્ગદર્શન પૂરું પાડીશું.
કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ શું છે?
એક કૉમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી તમને તમામ પ્રકારની અણધારી ઘટનાઓ માટે વિસ્તૃત કવરેજ આપશે, જેથી કરીને તમે સંપૂર્ણપણે મુશ્કેલી-મુક્ત ડ્રાઇવ કરી શકો. તે થર્ડ-પાર્ટી લાયબલિટી ઈન્શ્યોરન્સ અને ઔન ડેમેજ કવરનું સંયોજન છે.
બાઇક ઈન્શ્યોરન્સ પૉલિસી પસંદ કરતી વખતે આઈડીવી (IDV)નું મહત્ત્વ
આઈડીવી (IDV) એટલે ઈન્શ્યોર્ડ ડીક્લેર્ડ વેલ્યુ, જેનો અર્થ થાય કે- જો તમારી બાઇક ચોરાઈ જાય કે તેણે રીપેર ન થઈ શકે એટલું નુકસાન થાય, તો એવી સ્થિતિમાં તમારી ઈન્શ્યોરન્સ કંપની તમને વધુમાં વધુ કેટલા રૂપયા આપશે.અમે જાણીએ છીએ કે ઓછા પ્રીમીયમવાળી પૉલિસી ગ્રાહકોને આકર્ષે છે, પરંતુ તે તમને મહત્તમ નાણાકીય લાભ નહિ આપી શકે.
ફક્ત પ્રીમીયમ નહિ, તમને જે આઈડીવી (IDV) ઑફર કરવામાં આવે છે, તેના વિષે પણ હંમેશા જાણકારી મેળવો. અમે સૂચવીએ છીએ કે તમે ઉચ્ચ આઈડીવી (IDV) પસંદ કરો, તમે જાણો છો કેમ? કારણકે, જો તમારી બાઇકને સંપૂર્ણ નુકસાન જાય, તો એવી સ્થિતિમાં ઊંચું આઈડીવી (IDV), તમને ઊંચું વળતર અપાવશે.
અમે તમને તમારી પસંદગી મુજબ રામરું આઈડીવી (IDV) કસ્ટમાઇઝ દઈએ છીએ કારણ કે તમે કોઈપણ સમાધાન વગર યોગ્ય નિર્ણય લો એવી અમારી ઈચ્છા છે.
તપાસો: બાઇક ઈન્શ્યોરન્સ ઍડ-ઑન સાથે થર્ડ-પાર્ટી અથવા કૉમ્પ્રીહેન્સિવ પૉલિસી માટે પ્રીમિયમની રકમની ગણતરી કરવા માટે બાઇક ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.