કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ

માત્ર 2 મિનિટમાં કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ ખરીદો / રિન્યૂ કરાવો
Happy Couple Standing Beside Car
Chat with an expert

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

Continue with

-

(Incl 18% GST)

કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ શું છે?

કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં શું શું સામેલ છે?

અકસ્માત દ્વારા થતું નુકસાન

નાનામાં નાના અકસ્માતથી પણ કારને પહોંચી શકે છે ઘણું મોટું નુકશાન! તેથી આ ઈન્શ્યોરન્સ, નાના-મોટા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતોથી તમને અને તમારી કારને સુરક્ષા આપે છે.

કારની ચોરી

દુર્ભાગ્યવશ જો તમારી કાર ચોરી થઈ જાય, તો કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારા આ નુકશાનમાં તમને રાહત આપવાનું કામ કરે છે.

થર્ડ-પાર્ટી દ્વારા નુકસાન

નાના-મોટા અકસ્માતો માટે અજાણી વ્યક્તિઓને દોષ આપ્યા કરવાનો સમય ગયો! કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ આ નુકસાનને પહોંચી વળવામાં તમારી મદદ કરશે.

કુદરતી આપત્તિથી થતું નુકસાન

કુદરતનો કહેર મનુષ્યના હાથમાં નથી! એટલે તમારી કારને પૂર કે વાવાઝોડાના કારણે નુકસાન થાય તો ચિંતા કરશો નહિ. જો તમારી પાસે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ છે, તો તેમાં આ બધા જ નુકસાન કવર થઈ જશે.

અકસ્માતમાં વ્યક્તિગત ઇજા અથવા મૃત્યુ

અકસ્માત માત્ર કારને જ ઇજા નથી પહોંચાડતો, કારમાં બેસેલી વ્યક્તિને પણ પહોંચાડે છે. કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં આ માટે પણ જોગવાઈ છે! (આ માટે PA કવર હોવું જરૂરી છે)

આગથી નુકસાન

નાનકડી આગ પણ તમારી કાર અને તેના પાર્ટને ઘણું મોટું નુકશાન કરી શકે છે. કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમારે તેની ચિંતા કરવાની જરુર નથી.

તમારા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ માટે કસ્ટમાઈઝ ઍડ-ઑન

આ ઍડ-ઑન દ્વારા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમારી કાર માટે મળતા બહેતર લાભ

ઝીરો ડેપ્રીસિએશન કવર

જો તમારી કારને હજુ પાંચ વર્ષ કરતાં ઓછો સમય થયો છે તો આ કવરથી કાર ઈન્શ્યોરન્સ ક્લેઈમ દરમિયાન તમારે ડેપ્રીસિએશનનો ખર્ચ ચૂકવવો નહિ પડે. ઝીરો ડેપ્રિસીએશન કાર ઈન્શ્યોરન્સ વિષે વધુ વાંચો.

બ્રેકડાઉન અસિસ્ટન્સ

આપણને સૌને ક્યારેકને ક્યારેક કોઈની મદદની જરુર પડે જ છે! તમારી કાર માટે તમને કોઈપણ મદદની જરૂરિયાત ઊભી થાય તે માટે આ સુવિધા ઉપલબ્ધ છે! રોડસાઈડ અસિસ્ટન્સ વિષે વધુ વાંચો.

ટાયર પ્રોટેક્ટ કવર

આ એન્જિન ગિયરબૉક્સ કવર જેવી સુવિધા. માત્ર અકસ્માત જ નહિ, કોઈપણ વિકટ પરિસ્થિતિમાં થયેલા ટાયરના નુકસાનને આમાં કવર કરવામાં આવેલ છે. ટાયર પ્રોટેક્ટ ઍડ-ઑન વિષે વધુ જાણો.

એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્શન

કોઈપણ કાર ઈન્શ્યોરન્સ માત્ર અકસ્માત સમયે જ તમારી કારના એન્જિન કે ગિયરબૉક્સને કવર કરે છે, પણ આ કવર તમામ સંભવિત પરિસ્થિતિઓમાં એન્જિન કે ગિયરબૉક્સને કવર આપે છે. એન્જિન પ્રોટેક્શન કવર વિષે વધુ વાંચો.

રિટર્ન ટુ ઈન્વોઈસ કવર

આ નવી કાર માટે આદર્શ ઍડ-ઑન છે. આ કવર સાથે તમે ક્યારેય તમારી કારને મિસ નહિ કરો, ખરેખર! જ્યારે અકસ્માત પછી કાર રીપેર ન થઈ શકે એવી સ્થિતિમાં હોય અથવા કાર ચોરી થઈ ગઈ હોય, ત્યારે આ કવર તમને તમારી કારના ઈન્વોઈસની સંપૂર્ણ રકમ ચૂકવે છે. કાર ઈન્શ્યોરન્સમાં RTI વિષે વધુ વાંચો.

કન્ઝ્યુમેબલ કવર

નાનો તો પણ રાઈનો દાણો! કોઈ પણ અકસ્માતની સ્થિતિ વિના પણ તમારી કારના નાના-મોટા પાર્ટ જેવા કે એન્જિન ઓઈલ, સ્ક્રૂ, નટ્સ વગેરેને આમાં કવર કરવામાં આવ્યા છે. કન્ઝ્યુમેબલ કવર વિષે વધુ વાંચો.

પેસેન્જર કવર

તમારા કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં તમારી કાર માટે બધું જ કવર કરવામાં આવ્યું જ છે, તો તમારા સહપ્રવાસીની સુરક્ષા સાથે સમાધાન શું કામ? પેસેન્જર કવર વિષે વધુ વાંચો.

શું કવર નથી થતું?

કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારી કારને દસેય દિશાથી સુરક્ષિત રાખે છે, પણ આ રહ્યા કેટલાક અપવાદ.

ડ્રાઈવિંગ ડ્રન્ક

જો તમે આલ્કોહૉલ કે શરાબ પીને ડ્રાઈવ કરી રહ્યા હશો તો કોઈ પણ ક્લેઈમ મંજૂર નહિ થાય.

લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરવું

માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ વગર ડ્રાઈવિંગ કરશો તો તમે કોઈ ક્લેઈમ નહિ કરી શકો.

ન ખરીદેલા ઍડ-ઑન

આ બહુ જ ચોખી વાત છે. જો તમે કોઈ લાભ ખરીદ્યો ન હોય તો તમે તેનો લાભ મેળવવા પાત્ર નથી.

કૉન્સેક્વેન્શલ નુકશાન

કૉન્સેક્વેન્શલ નુકશાન એટલે અકસ્માત બાદ થયેલું નુકશાન. ઍડ-ઑનમાં આ વિષે કોઈ જોગવાઈ ન હોય ત્યાં સુધી તેનો લાભ ન મળી શકે.

કોન્ટ્રીબ્યુટરી નેગ્લીજન્સ

સરળ ભાષામાં કહીએ તો, તમારે જે કામ ન કરવા જોઈએ તે ન કરો.

માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ હોલ્ડર વિના ડ્રાઈવ કરવું

જો તમારી પાસે લર્નિંગ લાઈસન્સ હોય તો તમારી સાથે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવનાર વ્યક્તિનું હોવું જરૂરી છે. નહિતો કોઈપણ નુકશાન ક્લેઈમ કરી શકશો નહિ.

થર્ડ-પાર્ટી અને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ વચ્ચે તફાવત

થર્ડ પાર્ટી

કૉમ્પ્રીહેન્સિવ

×
×
×
×
×
×

કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સના લાભ

પૈસા બચાવો

પૈસા બચાવો

તમારી કારને અચાનક કોઈ નુકસાન પહોંચે અને તમારે તેની પાછળ ખર્ચો કરવાનો આવે, ત્યાં સુધી તમને ખ્યાલ જ ન આવે કે નાના રીપેરમાં પણ ખાસા પૈસા ખર્ચાય છે. કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારી કારને પડેલ ગોબાની અસર તમારા પૉકેટ ઉપર નથી પાડવા દેતું.

તમારી કાર માટે સંપૂર્ણ કવરેજ

તમારી કાર માટે સંપૂર્ણ કવરેજ

તમારી કારને મળી શકે એટલી વધુમાં વધુ કવરેજની રકમ કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ આપે છે.

કાયદાકીય રીતે તમને કવર કરે છે

કાયદાકીય રીતે તમને કવર કરે છે

લોકોને એવી ગેર-માન્યતા હોય છે કે કાયદાકીય રીતે ડ્રાઈવિંગ કરવા માટે તમારી પાસે થર્ડ-પાર્ટી કાર ઈન્શ્યોરન્સ હોવો જરૂરી છે. અલબત્ત, કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં આ મુદ્દો કવર થઈ જાય છે જેથી તમે નિશ્ચિંત રહી શકો છો.

કાર માટે કૉમ્પ્રીહેન્સિવ ઈન્શ્યોરન્સ કોણે ખરીદવો જોઈએ?

નવી કારના માલિકે

નવી કાર ખરીદવી એ મોટા ભાગના લોકો માટે એક સિદ્ધિ છે! જ્યારે તમે તમારી કાર ખરીદવા પાછળ આટલો ખર્ચો કર્યો જ હોય તો તમારી માનસિક શાંતિ અને તમારી કારની સુરક્ષા માટે કૉમ્પ્રીહેન્સિવ ઈન્શ્યોરન્સ જરૂરી બની જાય છે.

મોટા શહેરમાં રહેતા લોકોએ

ટ્રાફિક, અકસ્માત, પ્રદૂષણ- મોટા શહેરમાં / મેટ્રો સિટીમાં ડ્રાઈવ કરનારાં લોકો માટે અનેક સમસ્યા હોય છે. તેથી તમારી કારની સલામતી માટે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ હોવો હિતાવહ છે.

મોંઘી કારના માલિકે

જો તમે કોઈ શાનદાર BMW કે Audiના માલિક છો તો તમારે ખાસ કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. આનાથી તમારી કારની સુરક્ષા તો થાય જ છે, વળી કાર ડેમેજ થાય તો તેની પાછળ કરવો પડતો મોંઘો ખર્ચ પણ બચી જાય છે.

વધુ પડતી સંભાળ રાખતા કારના માલિકે

શું તમારો જીવ તમારી વ્હાલી કારમાં અટકેલો રહે છે?! જો તમે તમારી કારને ખૂબ પ્રેમ કરતાં હશો તો નાનકડા સ્ક્રેચથી પણ તમને ખૂબ દુઃખ થશે. આવી સ્થિતિમાં કોઈપણ શંકા વગર કહી શકાય કે તમને કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સની જરૂર છે.

ધૂની કાર ડ્રાઈવરે

દરેક માનવી ક્યારેકને ક્યારેક નાની-મોટી ગડબડ કરતો હોય છે, પણ અમુક વ્યક્તિ એવી હોય છે કે તેમનાંથી વારેઘડીએ આવી ગાડબડો થતી રહેતી હોય છે. જો તમે આમ એકદમ ધૂની સ્વભાવના છો અને નાના-મોટા અકસ્માત કે ટક્કર તમારાથી થયાં કરે છે, તો કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ તમારા માટે ખૂબ આવશ્યક છે.

રોડટ્રીપના શોખીને

જો તમે કારમાં પ્રવાસ કરવાનો શોખ ધરાવો છો તો તમારા માટે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ ફરજિયાત બની જાય છે. કારણકે લાંબી રોડટ્રીપ દરમિયાન ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. વળી, તેમાં બ્રેકડાઉન અસિસ્ટન્સથી તમને દેશના કોઈ પણ ખૂણે જરૂરી મદદ મળી રહેશે.

તમારે કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સમાં અપગ્રેડ કેમ થવું જોઈએ?

ડિજિટ પાસેથી કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ શું કામ ખરીદવો જોઈએ?

અમે અમારા ગ્રાહકોને વીઆઈપીની જેમ સાચવીએ છીએ, જાણો કેવી રીતે...

કેશલેસ રીપેર

ભારતભરમાં 6000+ કરતાં વધુ કેશલેસ નેટવર્ક ગેરેજ તમારી સેવા માટે ઉપલબ્ધ છે.

સ્માર્ટફોન દ્વારા સેલ્ફ-ઇન્સ્પેક્શન

માત્ર તમારા ફોનમાં વાહનને થયેલ નુકસાનના ફોટો ક્લિક કરી લો અને તમારું કામ પૂરું!

સુપર-ફાસ્ટ ક્લેઈમ

અમે 96% પ્રાઈવેટ-કાર્સના બધા જ ક્લેઈમ સેટલ કર્યા છે.

Customize your Vehicle IDV

તમારા વાહનની IDV કસ્ટમાઈઝ કરો

અમારી સાથે તમે તમારી પસંદગી મુજબ તમારા વાહનની IDV કસ્ટમાઈઝ કરી શકો છો.

24x7 સપોર્ટ

નેશનલ હોલિડે સહિત 24x7 સપોર્ટ સેવા ઉપલબ્ધ

કૉમ્પ્રીહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ પોલિસી વિષે FAQs