કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર

digit car insurance
usp icon

6000+ Cashless

Network Garages

usp icon

Zero Paperwork

Required

usp icon

24*7 Claims

Support

Get Instant Policy in Minutes*

I agree to the  Terms & Conditions

Don’t have Reg num?
It's a brand new Car

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

અહીં તમને એક એક સ્ટેપ સાથે જણાવીશું કે Digitના કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટરને કેવી રીતે વાપરવું જેનાથી તમને તમારી કાર માટે યોગ્ય ઇન્શ્યોરન્સ મળે.

સ્ટેપ 1

તમારી કારની બનાવટ, મૉડલ, પ્રકાર, રજિસ્ટ્રેશન તારીખ અને તમારા શહેરની વિગતો ઉમેરો

સ્ટેપ 2

‘Get Quote’ પર ક્લિક કરો અને તમારો પ્લાન પસંદ કરો

સ્ટેપ 3

થર્ડ પાર્ટી લાયાબિલીટી (Third-Party Liability) અથવા કમ્પ્રેહેન્સિવ પેકેજ (Comprehensive Package) માંથી પસંદગી કરો

સ્ટેપ 4

અમને તમારી પાછલી વીમા પૉલિસી વિશે જણાવો – સમાપ્તિની તારીખ, કોઈ ક્લેમ કર્યો અથવા નો ક્લેમ બોનસ મળ્યું હોય તો તે.

સ્ટેપ 5

હવે તમે તમારા કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ નીચેના ભાગે જમણી બાજુ જોઈ શકશો.

સ્ટેપ 6

જો તમે સ્ટાન્ડર્ડ અથવા કમ્પ્રેહેન્સિવ પ્લાન પસંદ કર્યો છે, તો તમે તમારું IDV સેટ કરી શકો છો અને વધારાના ઍડ-ઓન પસંદ કરીને કસ્ટમાઇઝ કરી શકો છો જેમ કે શૂન્ય ભાવકપાત, રિટર્ન ટૂ ઇનવોઇસ, ગીયર અને ઍન્જિન સુરક્ષા અને બીજું ઘણું બધું.

સ્ટેપ 7

હવે તમે ગણતરી થયેલો તમારો કુલ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પેજની જમણી બાજુએ જોઈ શકશો.

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટરના ફાયદા

  • સાચું IDV-  તમે તમારી કારની બનાવટ, મૉડલ અને તેની ઉંમર પ્રમાણે તેનું IDV રાખી શકો છો. સાચા IDVથી સુનિશ્ચિત થાય છે કે પૂર્ણ નુકસાન અથવા કાર ચોરી થવા પર તમને તમારી કાર પર સાચો બજાર ભાવ મળે અને મોટું નુકસાન ન થાય.
  • સાચા ઍડ-ઓન- કાર ઇન્શ્યોરન્સ સાથે સાચા ઍડ-ઓન ઉમેરવાનો મતલબ, એક એવી છત્રી જે વરસાદમાં તમને સંપૂર્ણ રીતે કવર આપે. પરંતુ ઘણા લોકો ઍડ-ઓન કવર નથી લેતા કેમ કે તેનાથી પ્રીમિયમમાં વધારો થાય છે. કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટરની મદદથી, તમે અલગ અલગ કાર ઇન્શ્યોરન્સ ઍડ ઓન ઉમેરી શકો છો અને પ્રીમિયમમાં કેટલો વધારો થયો તે જોઈ શકો છો અને પછી યોગ્ય પસંદગી કરી શકો છો.
  • યોગ્ય પ્રીમિયમ- આ જ એક મહત્ત્વનું કારણ છે જેના માટે તમે કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો. હા, કૅલ્ક્યુલેટરની મદદથી તમે અલગ અલગ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના ભાવની સરખામણી કરી શકો છો, જેનાથી તમે સૌથી શ્રેષ્ઠ કિંમતનો પ્લાન પસંદ કરી શકો.

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર વાપરવું શા માટે જરૂરી છે?

જો તમે મૂંઝવણમાં હોવ કે તમારે ગમે તે કાર ઇન્શ્યોરન્સ પર બંધ આંખે ભરોસો કરી લેવો જોઈએ કે પછી જાતે કાર ઇન્શ્યોરન્સની ગણતરી કરીને સાચો નિર્ણય લેવો જોઈએ? અહીં સમજો કે તમારે કેમ બીજો વિકલ્પ પસંદ કરવો જોઈએ અને ભારતમાં તેના માટે કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર પસંદ કરવું જોઈએ.

સસ્તું, પૈસા બચાવવાનો રસ્તો

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટરની મદદથી તમે અલગ અલગ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની જાતે સરખામણી કરી શકો છો અને પછી તમારા અને તમારી કાર માટે સસ્તું પડે તેવા ઇન્શ્યોરન્સની પસંદગી કરો.

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં ઘટાડો

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્કયુલેટરને વાપરતા સમયે, તમે જોશો કે કેટલાક પરિબળોમાં પરિવર્તન આવવાથી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધે અથવા ઘટે છે. એ પ્રમાણે તમે અલગ અલગ વિકલ્પો જોઈ શકો છો અને જાણી શકો છો કે તમારી માટે કયું ઠીક છે.

સાચો નિર્ણય લેવામાં મદદ કરે છે

અંતે, તમારી કાર છે અને તેની સુરક્ષા માટે તમે એક સાચો નિર્ણય લઈ શકો છો. કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર તમને એ જોવામાં મદદ કરે છે કે કેવી રીતે તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ નિર્ધારિત થાય છે.

નવી અને જૂની કાર માટે ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

ભારતમાં કાર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકાર

car-quarter-circle-chart

થર્ડ પાર્ટી

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ સૌથી સામાન્ય પ્રકારનો કાર ઇન્શ્યોરન્સનો પ્રકાર છે, જેમાં ત્રીજા પક્ષની વ્યક્તિ, વાહન કે સંપત્તિને થયેલા નુકસાનને કવર કરવામાં આવે છે.

car-full-circle-chart

કમ્પ્રેહેન્સિવ

કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ કિંમતી કાર વીમો ગણવામાં આવે છે જે થર્ડ પાર્ટી લાયાબિલીટી અને તમારી પોતાની કારને થયેલા નુકસાન, બંનેને કવર આપે છે.

કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર

કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ વીમાના પ્લાનનો એક એવો પ્રકાર છે જે તમારી કારને 360 ડિગ્રી કવરેજ આપે છે. તે ત્રીજા પક્ષને થયેલા નુકસાનમાં તમને કવચ આપે છે અને સાથે તમારા પોતાના નુકસાનને પણ કવર કરે છે. તેમાં ઘણા બધા ઍડ-ઓન કવરની પરવાનગી હોય છે, કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ એકમાત્ર કાર વીમા માટેનો પ્લાન છે જે ઘણું બધું કસ્ટમાઇઝ કરવાની પરવાનગી આપે છે. અહીં તમારું કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર કામ લાગે છે. અહીં તમે તે જાણી શકો છો કે અલગ અલગ ઍડ-ઓન તમારી કારના ઇન્શ્યોરન્સ પર કેટલી અસર કરે છે. તેનાથી તમે સહેલાઈથી નિર્ણય લઈ શકો છે અને તે નિર્ણય સીધો લઈ શકો છો.

કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના મહત્ત્વના પરિબળો વિશે અહીં વધારે વાંચો

પોતાના નુકસાન

આ કવર દરેક કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવામાં આવે છે જે તમારી પોતાની કારને થયેલા નુકસાનને કવર આપે છે. જેમ કે કોઈ અકસ્માત થયું હોય કે પછી પ્રાકૃતિક આપદા આવી હોય. કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં કિંમત કારની બનાવટ, મૉડલ, તેની ઉંમર અને જે શહેરમાં તમે તેને ચલાવો છો તેના પરથી નક્કી થાય છે.

ત્રીજા પક્ષને નુકસાન

આ કાયદા પ્રમાણે કાયદેસર અને ફરજિયાત છે અને તેને કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી તેમજ થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરવામાં આવે છે. જ્યારે તમારી કાર ત્રીજા પક્ષની વ્યક્તિ, વાહન કે સંપત્તિને નુકસાન પહોંચાડે છે ત્યારે તે નુકસાનને કવર આપે છે. વળતર IRDAI દ્વારા પહેલેથી નક્કી કરાયેલું હોય છે અને બધી પૉલિસીમાં તે એકસમાન હોય છે.

વીમાકૃત ઘોષિત મૂલ્ય

IDV એટલે તમારી કારનો બજાર ભાવ તેમાં તેનો ભાવકપાત પણ ઉમેરાયેલો હોય છે. તમારા કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ નક્કી કરતા સમયે IDV મહત્ત્વની ભૂમિકા ભજવે છે. Digit સાથે તમે તમારું IDV પણ કસ્ટમાઇઝ કરી શકો છો અને જોઈ શકો છો કે તે કેવી રીતે તમારા પ્રીમિયમ અને વીમાની રકમ પર અસર કરે છે.

ઍડ-ઓન કવર

કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે તમે વધારે સુરક્ષા મેળવવા માટે વધારાના કવર ઉમેરી શકો છો. ઍડ-ઓનના પ્રકાર અને સંખ્યા કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર અસર કરશે.

કપાતપાત્ર

કપાતપાત્ર એક એ રકમ છે જે તમે ક્લેમ કરતાં સમયે ભરો છો. કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં, તમને જેટલું પરવળી શકે તેટલી ચૂકવણી તમે કરી શકો છો. જેટલા વધારે ટકા તમે ચૂકવો છો, તેટલું ઓછું તમારું કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ હશે.

નો ક્લેમ બોનસ

નો ક્લેમ બોનસ એ વર્ષો પર આધારિત છે જેમાં તમે કોઈ ક્લેમ કર્યો નથી, તે ક્લેમ મુક્ત વર્ષના 20 ટકાથી શરૂ થાય છે. જેટલું વધારે તમારું નો ક્લેમ બોનસ હશે, એટલું ઓછું તમારું કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ હશે.

કારની બનાવટ અને તેનું મૉડલ

દરેક કાર તેના ઍન્જિન, સીસી, વિશેષતાના આધારે અલગ અલગ હોય છે અને તે પ્રીમિયમ પર સૌથી વધારે અસર કરે છે. અંતે, દરેક કારના પોતાના અલગ ખતરા હોય છે એટલે પ્રીમિયમ પણ તેના આધારે અલગ અલગ હોય છે.

માલિક અને ડ્રાઇવર માટે વ્યક્તિગત અકસ્માત કવર

પર્સનલ ઍક્સિડન્ટ કવર (PA કવર) એ કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં ઉમેરાયેલું રહેશે (જો પહેલેથી નથી ઉમેરાયું તો), તે કાયદાકીય રીતે ફરજિયાત છે.

કારની ઉંમર

સરળ શબ્દોમાં કહીએ તો – જેટલી જૂની તમારી કાર એટલું સસ્તું તમારું કમ્પ્રેહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર

કાયદા પ્રમાણે, થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ એ ખૂબ સામાન્ય પ્રકારનું કાર ઇન્શ્યોરન્સ છે. તે માત્ર ત્રીજા પક્ષને થયેલા નુકસાનને કવર આપે છે જેમ કે જો તમારી કારથી કોઈ વ્યક્તિ, સંપત્તિ કે વાહનને નુકસાન થાય ત્યારે તે કવર આપે છે.

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમના મહત્ત્વના પરિબળો વિશે અહીં વિગતે વાંચો

કારનું CC

CC એ બીજું કંઈ નહીં પણ તમારી કારના ઍન્જિનની ક્ષમતા છે, જે તમારી કારની ગતિ અને તેના ખતરાને દર્શાવે છે. થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સમાં તમારી કારનું cc કેટલું વધારે છે કે કેટલું ઓછું છે તેનાથી વીમાના પ્રીમિયમને સીધી અસર પહોંચે છે.

માલિક અને ડ્રાઇવર માટે વ્યક્તિગત અકસ્માત કવચ

જો તમારી પાસે પહેલેથી વ્યક્તિગત અકસ્માત કવર નથી, તો તમારી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસીમાં તેને ઉમેરવું ફરજિયાત છે. ત્યારબાદ તમારી થર્ડ પાર્ટ કાર ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ થોડું વધી જશે.

ત્રીજા પક્ષને નુકસાન

થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ માત્ર ત્રીજા પક્ષને થયેલા નુકસાનને કવર આપે છે, તો જ્યારે તમારું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ નક્કી થાય છે ત્યારે મુખ્યત્વે તે જ ધ્યાનમાં રાખવામાં આવે છે.

ભારતમાં થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સના ભાવ

ઍન્જિનની ક્ષમતા સાથે ખાનગી કાર

પ્રીમિયમનો ભાવ

1000ccથી વધારે નહીં

₹2,094

1000ccથી વધારે પણ 1500ccથી વધારે નહીં

₹3,416

1500ccથી વધારે

₹7,897

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડવા માટે ટિપ્સ

નીચે આપેલા કેટલાક પૉઇન્ટને ધ્યાનમાં રાખીને તમે તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકો છો :

સ્વૈચ્છિક કપાતપાત્ર વધારો

જો તમે 4-5 વર્ષમાં કોઈ ક્લેમ કર્યા નથી, તો તમે સ્વૈચ્છિક કપાતપાત્ર વધારવા મુદ્દે વિચારી શકો છો અને તેનાથી તમારા કારનું ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ઘટાડી શકો છો.

યોગ્ય ઍડ-ઓન પસંદ કરો

તમારી કારને અતિરિક્ત સુરક્ષા આપવા માટે ઍડ-ઓન સૌથી સારો રસ્તો છે, પરંતુ તેનાથી ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ વધી જાય છે. એટલે, એવી સલાહ આપવામાં આવે છે કે તમે હંમેશાં એવા જ ઍડ-ઓન લો જે તમારા અને તમારી કાર માટે યોગ્ય હોય.

વીમા કંપની સાથે વાત કરો

જો તમને લાગે કે તમને સસ્તું કાર ઇન્શ્યોરન્સ મળી રહ્યું નથી, તો તમારી પસંદની વીમા કંપનીનો સંપર્ક કરવામાં કોઈ વાંધો નથી. ત્યારબાદ તમે અંતિમ નિર્ણય લઈ શકો છો.

સમયસર તમારી પૉલિસી રિન્યૂ કરો

હંમેશાં સમાપ્તિની તારીખ પહેલાં કાર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવાનું રાખો. તેનાથી પૂર્વ તપાસ જેવી વધારે સમય લેતી પ્રક્રિયા નહીં કરવી પડે અને સાથે જ તમે તે સુનિશ્ચિત કરી શકો છો કે નો ક્લેમ બોનસ ઉમેરવામાં આવે અને તમને છૂટ મળે.

સારો ડ્રાઇવિંગ રૅકૉર્ડ જાળવી રાખો

તે સ્વાભાવિક હોવાની સાથે મહત્ત્વપૂર્ણ છે. રસ્તા પર સુરક્ષિત રહેવા સિવાય ગતિ મર્યાદાની સાથે સાવધાનીપૂર્વક ડ્રાઇવિંગથી અકસ્માત ટળશે અને એ સુનિશ્ચિત થશે કે તમે દર વર્ષે નો ક્લેમ બોનસ મેળવો.

તમારે Digit કાર ઇન્શ્યોરન્સ શા માટે ખરીદવું જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIP જેવું વર્તન કરીએ છીએ, જાણો કેવી રીતે

કૅશલેસ રિપેર

સમગ્ર ભારતમાં 6000 કરતાં વધારે કૅશલેસ ગૅરેજ છે જેમાંથી તમે પસંદ કરી શકો છો

સ્માર્ટફોન સંચાલિત તપાસ જે તમે જાતે કરી શકો છો

તમારા ફોન પર નુકસાનની તસવીર લો અને બસ કામ પૂરું

ઝડપી ક્લેમ

અમે કાર માટે 96% ટકા ક્લેમ સેટલ કર્યા છે.

Customize your Vehicle IDV

તમારા વાહનનું IDV કસ્ટમાઇઝ કરો

અમારી સાથે તમે તમારી પસંદનું IDV તમારા વાહન માટે કસ્ટમાઇઝ કરી શકો છો.

24*7 સપૉર્ટ

જાહેર રજા પર પણ 24*7 કૉલ કરવાની વ્યવસ્થા

Digit દ્વારા અપાતા કાર ઇન્શ્યોરન્સની વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ

Digit Benefit

પ્રીમિયમ

₹2,094 થી શરૂ

નો ક્લેમ બોનસ

50% સુધીની છૂટ

કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઍડ-ઓન

10 ઍડ-ઓન ઉપલબ્ધ

કૅશલેસ રિપેર

6000+ ગેરેજ પર ઉપલબ્ધ

ક્લેમ પ્રક્રિયા

સ્માર્ટફોન સંચાલિત ક્લેમ પ્રક્રિયા. 7 મિનિટની અંદર ઑનલાઇન થઈ શકે છે

પોતાના નુકસાનનું કવર

ઉપલબ્ધ

ત્રીજા પક્ષને નુકસાન

વ્યક્તિગત નુકસાન માટે અસિમિત લાયાબિલીટી, સંપત્તિ અથવા વાહન નુકસાન માટે 7.5 લાખ સુધી

કાર ઇન્શ્યોરન્સ ક્લેમ કેવી રીતે નોંધાવવું?

તમે અમારો કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો અથવા રિન્યૂ કરો છો, તો તમે ચિંતામુક્ત થઈને રહો છો કેમ કે અમે 3 સ્ટેપમાં ડિજિટલ પ્રક્રિયા સાથે ક્લેમ આપીએ છીએ.

સ્ટેપ 1

1800-258-5956 પર સંપર્ક કરો. કોઈ ફૉર્મ ભરવાની જરૂર નથી.

સ્ટેપ 2

તમારો નોંધાયેલા મોબાઇલ નંબર પર સ્વ-પરીક્ષણ માટે લિંક મેળવો. તમારા વાહનને થયેલા નુકસાનનો વીડિયો બનાવો અને તેના માટે પ્રક્રિયાનું પાલન કરો.

સ્ટેપ 3

તમને યોગ્ય લાગે તે રિપેર કરવાની પદ્ધતિ પસંદ કરો જેમ કે તમે વળતર લઈ શકો છો અથવા અમારા નૅટવર્ક ગૅરેજ પર કૅશલેસ રિપેર કરી શકો છે.

Report Card

Digit ઇન્શ્યોરન્સ ક્લેમ કેટલા જલદી સેટલ થાય છે?

જ્યારે તમે વીમા કંપની બદલો છો ત્યારે આ સવાલ તમારા મનમાં સૌથી પહેલાં આવવો જોઈએ. અને સારું છે કે તમે આ કરી રહ્યાં છો.

Digitનો ક્લેમ રિપોર્ટ અહીં વાંચો

કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર સાથે જોડાયેલા કેટલાક FAQs