તમે અને તમારા મિત્ર કે જેઓ એક જ કંપનીનું ટુ-વ્હીલર ધરાવતા હોવા છતાં કદાચ અલગ-અલગ ઇન્સ્યોરન્સ પ્રિમીયમ ચૂકવતા હોય એવું બની શકે છે, પણ એવું કેમ? અહીં કેટલાક પરિબળો દર્શાવ્યા છે જે તમારા બાઇક ઇન્સ્યોરન્સના પ્રીમિયમની ગણતરીને અલગ અલગ રીતે અસર કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
ઇન્સ્યોરન્સ પ્લાનના પ્રકાર- તમારા ટુ-વ્હીલરના ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ મુખ્યત્વે તમે જે કવરેજ અથવા ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદો છો તેના પ્રકાર પર આધારિત છે. કોમ્પ્રીહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ થર્ડ-પાર્ટી પોલિસીના પ્રીમિયમ કરતાં થોડું વધારે હોય છે, કારણ કે કોમ્પ્રીહેન્સિવ ઇન્સ્યોરન્સ થર્ડ-પાર્ટી લાયાબિલિટી અને ઓન ડેમેજ માટે ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે.
ટુ-વ્હીલરની મેક/મોડેલ - આ પરિબળ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સના પ્રીમિયમને નોંધપાત્ર રીતે અસર કરે છે. જો તમે ઓછી કિંમતના ટુ-વ્હીલર અથવા રેગ્યુલર સ્કૂટરનો ઇન્સ્યોરન્સ કરાવો છો, તો તેનું પ્રીમિયમ વધુ ઉંચી કિંમતના વ્હીકલ અથવા લક્ઝરી બાઇક કરતાં ઓછું હશે. એવું એટલા માટે છે કે ક્લેમ સમયે જુદા જુદા મોડેલના ભાગોના રિપ્લેસમેન્ટનો ખર્ચ અલગ-અલગ હોય છે. તેથી, ઇન્સ્યોર્ડ વ્હીકલનું મૂલ્ય જેટલું ઊંચું, તેટલું જ ઇન્સ્યોરર માટે જોખમ વધારે.
વ્હીકલની ઉંમર - તમારા ટુ-વ્હીલરની ઉંમર તેની માર્કેટ વેલ્યૂને અસર કરે છે, જે તમારા બેઝ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને અસર કરે છે (NCB, ડિસ્કાઉન્ટ/લોડિંગ વગેરે સિવાય). જૂના વ્હીકલની માર્કેટ વેલ્યૂ ડેપ્રિસીએશનને કારણે ઓછી હશે, તેથી ઇન્સ્યોરન્સની રકમ ઓછી હશે, અને તમારે ઓછું બેઝ પ્રીમિયમ ચૂકવવું પડશે. બીજી તરફ, ઉંચી માર્કેટ વેલ્યૂ ધરાવતા તદ્દન નવા વ્હીકલનું બેઝ પ્રીમિયમ વધુ હશે.
ઇન્સ્યોરર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ (IDV) - IDV એ તમારા વ્હીકલની ડેપ્રિસીએશન વેલ્યૂની ગણતરી કર્યા પછી તેની અંદાજિત બજાર કિંમતના સંદર્ભમાં છે. તે કોઈપણ ઇન્સ્યોરન્સ પોલિસીનો મહત્ત્વપૂર્ણ ઘટક છે અને તે પ્રીમિયમના પ્રમાણમાં હોય છે.
નો ક્લેમ બોનસ (NCB) - તે પોલિસી વર્ષમાં કોઈ ક્લેમ ન કરવા પર ડિસ્કાઉન્ટના રૂપમાં મળતો લાભ છે. તેથી, પોલિસી રિન્યુઅલ સમયે, તમારા ઇન્સ્યોરર દ્વારા નિર્ધારિત કર્યા મુજબ, તમે જે મૂલ્યની ટકાવારી માટે યોગ્યતા ધરાવો છો તે અનુસાર, આગામી વર્ષ માટે તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
એડ-ઓન કવર - જો તમે તમારા ટુ-વ્હીલરને તમામ સંભવિત પરિસ્થિતિઓમાં સુરક્ષિત રાખવા માંગતા હો, તો તમે એડ-ઓન કવર જેમ કે ઝીરો ડેપ્રિસિયેશન કવર, ટાયર પ્રોટેક્ટ કવર, RTI અને વધુ પસંદ કરીને તમારી કોમ્પ્રીહેન્સિવ ટુ-વ્હીલર પોલિસીને કસ્ટમાઇઝ કરી શકો છો. જે તમારા કવરેજ વિસ્તૃત બનાવે છે અને તેથી તમારા પ્રીમિયમની રકમમાં વધારો થશે.
એન્જિનની ક્યુબિક કેપેસિટી - જો તમારા વ્હીકલના એન્જિનની ક્યુબિક કેપેસિટી (cc) 75 cc અથવા તેનાથી ઓછી હોય, તો તમારું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓછું હશે. જો તમારા ટુ-વ્હીલર પર 350 ccનું લેબલ હોય, તો તમારે કવરેજ માટે મોટું પ્રીમિયમ ચૂકવવું પડશે.
RTO લોકેશન - વ્હીકલનું ભૌગોલિક સ્થાન પણ તમારા ઇન્સ્યોરન્સ પ્રીમિયમની વેલ્યૂને અસર કરે છે. જો તમે વધુ અકસ્માતો થતા હોય એવા શહેરમાં વારંવાર સવારી કરો છો, તો પ્રીમિયમ પણ વધુ હશે અને તેનાથી વિપરીત.