કોમ્પ્રિહેન્સીવ વિ. થર્ડ પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ

ઑનલાઇન એક બાઇક ઇન્સ્યોરન્સ ક્વોટ મેળવો
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી ટૂ વ્હીલર ઇન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત છે?

કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ વચ્ચે તફાવત

કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ

તે શું છે?

એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી તમને તમામ અવરોધો સામે સંપૂર્ણ કવરેજ આપવા માટે થર્ડ-પાર્ટી જવાબદારીના ઇન્સ્યોરન્સ અને પોતાના-નુકસાનનું કવર એમ બંનેને સાથે જોડે છે!

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ એ એક ફરજિયાત પૉલિસી છે જે થર્ડ-પાર્ટીને થતાં નુકસાનની કાળજી લે છે, ભારતમાં તે મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ કાયદેસર રીતે ફરજિયાત છે.

કવરેજની વિગતો

આ પૉલિસી કોમ્પ્રિહેન્સીવ કવરેજ આપે છે. તમારી બાઇકની ચોરી, ખોટ અને નુકસાન સામે કવર પૂરૂં પાડશે. તે તમારી બાઇક તેમજ અન્ય વ્યક્તિ, વાહન અથવા મિલકતને થતા તમામ પ્રકારના નુકસાન સામે નાણાકીય સહાય આપે છે.

આ પૉલિસી મર્યાદિત કવરેજ આપે છે. થર્ડ-પાર્ટી લાયબિલિટી બાઇક ઇન્શ્યોરન્સ તમને થર્ડ-પાર્ટી તરફના નુકસાન/ખોટ સામે જ રક્ષણ આપશે.

એડ-ઑન

આ પૉલિસી સાથે, તમે ફાયદાકારક ઍડ-ઑન્સ જેવા કે ઝીરો-ડેપ્રિસિયેશન કવર, રિટર્ન ટુ ઇનવોઇસ કવર, રોડસાઇડ આસિસ્ટન્સ અને કન્ઝ્યુમેબલ કવરની પસંદગી કરી શકો છો.

આ પૉલિસી માત્ર વ્યક્તિગત અકસ્માત માટે કવર પૂરૂં પાડે છે.

તમારે શું ખરીદવું જોઈએ?

જો તમારે તમારી બાઇક માટે એડ-ઑનની સાથે સંપૂર્ણ કવરેજ જોઈએ છે તો આની ભલામણ કરવામાં આવે છે.

જો તમે ભાગ્યેજ તમારી બાઇકની સવારી કરતાં હોવ અથવા તે બાઇક પહેલેથી જ ઘણી જૂની થઈ ગયેલી છે..

પ્રીમિયમ કિંમત

એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ એ થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ કરતાં વધારે હોય છે.

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ પૉલિસી ઓછી ખર્ચાળ છે.

 

ચાલો આપણે કોમ્પ્રિહેન્સીવ અને થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સને વિગતવાર સમજીએ:

કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ શું છે?

કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સના લાભો

તમારી બાઇકના નુકસાન માટે કવર

લોકો કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ લેવાનું પસંદ કરે છે તેનું #1 કારણ એ હકીકત છે કે તે કોઈપણ વ્યક્તિની પોતાની બાઇકને થતાં નુકસાન અને ખોટને કવર પૂરૂં પાડે છે અને તે રીતે કોઈ કમનસીબ ઘટનાના કિસ્સામાં તમને થતી પરેશાનીમાં ઘણાં પૈસા બચાવે છે!

તમારૂં થર્ડ-પાર્ટીની જવાબદારીઓથી રક્ષણ કરે છે

થર્ડ-પાર્ટી કવરની જેમ, કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ પણ તમારી બાઇકને થર્ડ-પાર્ટી સંબંધિત જવાબદારીઓ અને નુકસાનથી સુરક્ષિત કરે છે. દાખલા તરીકે; જો તમારી બાઇક કોઈ બીજાની કારને અથડાવે છે, તો તમારો કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ તમારા માટે હાજર હશે!

તમારા IDV ને જાતે કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ!

જ્યારે તમે ડિજીટ સાથે કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ ખરીદવાનું પસંદ કરો છો, ત્યારે અમે તમને તમારી બાઇકના IDV એટલે કે તમારી બાઇકના વર્તમાન બજાર મૂલ્યને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપીએ છીએ કારણ કે અમે ખરેખર માનીએ છીએ કે તમે તમારી બાઇકને શ્રેષ્ઠ રીતે જાણો છો!

કુદરતી આફતો દરમિયાન રક્ષણ

એક કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ તમારી બાઇકને માત્ર અકસ્માતો અને અથડામણ દરમિયાન થતા નુકસાનથી જ નહીં, પરંતુ પૂર, ચક્રવાત અને તેના જેવી કુદરતી આફતને કારણે થતા નુકસાનથી પણ તમારી બાઇકનું રક્ષણ કરે છે.

બાઇકની ચોરી માટે વળતર

કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સનો બીજો સૌથી મોટો ફાયદો એ હકીકત છે કે, કોઈ કમનસીબ કિસ્સામાં જ્યારે તમારી બાઇક ચોરાઈ જાય છે, ત્યારે તમારો કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ તેના નુકસાનને કવર કરવા માટે હાજર હશે. વધુમાં, જો તમે રિટર્ન ટૂ ઇનવૉઇસ કવર પસંદ કર્યું હોય, તો તમને તેના માટેના રોડ ટેક્સની સાથે છેલ્લા ઇનવૉઇસના મૂલ્ય મુજબ વળતર આપવામાં આવશે.

અસરકારક કિંમતનો વિકલ્પ

ઉપર-ઉપરથી, કોઈ વ્યક્તિ એવું વિચારી શકે છે કે કોમ્પ્રિહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ વધુ ખર્ચાળ છે. પરંતુ તે વાસ્તવમાં થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સની સરખામણીમાં વધુ વાજબી કિંમત આપતો હોવાનું બહાર આવ્યું છે. તદુપરાંત, મનુષ્ય તરીકે આપણે બીજા કોઈના કરતાં આપણી પોતાની બાઇકને થતા નુકસાનની વધુ કાળજી લેતા હોઈએ છીએ, શું આપણે એવું નથી કરતાં?

વ્યક્તિગત નુકસાન માટે પણ કવર આપે છે!

થર્ડ-પાર્ટી બાઈક ઈન્સ્યોરન્સ અને કોમ્પ્રીહેન્સિવ બાઇક ઈન્સ્યોરન્સ બંનેમાં, વ્યક્તિગત અકસ્માતના કવરનો પણ વ્યક્તિગત નુકસાનને આવરી લેવા માટે સમાવેશ થઈ શકે છે! તમારી પાસે ટૂ વ્હીલર હોવાથી, તમારા બાઇક ઇન્સ્યોરન્સ પ્લાનના  ભાગ રૂપે આ અત્યંત નિર્ણાયક (અને કાયદા દ્વારા ફરજિયાત પણ) છે.

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ શું છે?

થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સના લાભ

થર્ડ-પાર્ટીની જવાબદારીઓને કવર કરે છે

આ બાઇક ઇન્શ્યોરન્સનો મુખ્ય હેતુ તમને થર્ડ પાર્ટી સંબંધિત કોઈપણ નુકસાન અને ખોટથી બચાવવાનો છે અને તે ફક્ત તે જ પ્રદાન કરે છે.

કાયદાની નજરે તમને કવર કરે છે

મોટર વ્હીકલ એક્ટ મુજબ, રસ્તા પર કાયદેસર રીતે સવારી કરવા માટે તમારે ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી પૉલિસીની જરૂર પડશે. આવી એક પૉલિસી ન હોવાને લીધે, તમને ભારે ટ્રાફિક દંડની ચૂકવણી કરવા માટે જવાબદાર ગણવામાં આવી શકે છે!

તમારા ખિસ્સાને દંડથી સુરક્ષિત કરે છે

સાચું કહું તો, થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ જેવા લઘુત્તમ ઇન્સ્યોરન્સ ખરીદવાની કિંમત ટ્રાફિક દંડ કરતાં સસ્તી છે જે તમારા ખિસ્સાને નુકસાન પહોંચાડી શકે છે! ઉપર જણાવ્યા મુજબ, ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી બાઇક ઇન્સ્યોરન્સ રાખવાથી તમારા ખિસ્સાનું રક્ષણ થશે.

તમારે શા માટે અપગ્રેડ કરીને એક કોમ્પ્રિહેન્સીવ બાઇક ઇન્સ્યોરન્સ લેવો જોઈએ?

કોમ્પ્રીહેન્સિવ બાઈક ઈન્સ્યોરન્સ ખરીદતાં પહેલાં તમારે ધ્યાનમાં લેવા જોઈએ તેવા પરિબળો