7 Crore+ Customers
Affordable Premium
7 Crore+ Customers
Affordable Premium
એક એવો વીમો જે તમને અને તમારા વાહન (કાર/બાઇક/કૉમર્શિયલ વાહન)ને નાણાંકીય અને પ્રાકૃતિક આપદા, ચોરી, લૂંટ અને તેના જેવી બીજી કેટલીક ઘટનાઓ અને અકસ્માતના નુકસાન સામે રક્ષણ આપે છે. ભારતમાં 3 પ્રકારના મૉટર ઇન્શ્યોરન્સ છે.
તેનાથી બચવાનો કોઈ રસ્તો નથી. મૉટર વ્હીકલ ઍક્ટ 1988 પ્રમાણે, દરેક વાહન માટે ઓછામાં ઓછી થર્ડ પાર્ટી લાયાબિલીટી પૉલિસી (Third-party Liability Policy) હોવી ફરજિયાત છે. જેનાથી તમે વાહનને કાયદેસર રીતે ચલાવી શકો. તમે તમારા વાહનની સુરક્ષાને ધ્યાનમાં રાખો છો, તો તમારી પાસે સર્વાગ્રહી પૉલિસી (Comprehensive Policy) હોવી જરૂરી છે.
કાયદેસર રીતે વાહન ચલાવવું કે તેના પર સવાર થવું (ભારતમાં થર્ડ પાર્ટી લાયાબિલીટી પૉલિસી (Third-Party Liability Policy) ફરજિયાત છે.)
નોંધ : ફાયદા તમે પસંદ કરેલા પ્લાન પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. તમને બધા ફાયદા મળે તેના માટે સારું છે કે તમે સર્વાગ્રહી (Comprehensive) પ્લાન લો.
અમે અમારા ગ્રાહક સાથે એક આગવી રીતે સંબંધ કેળવવીએ છીએ, જાણો કેવી રીતે....
આજે આપણી પાસે ઘણા બધા વિકલ્પો હાજર છે. ત્યારે જરૂરી છે કે આપણે એવો ઇન્શ્યોરન્સ પસંદ કરીએ જે સરળ હોય, વ્યાજબી હોય અને દરેક સંભવિત પરિસ્થિતિમાં સુરક્ષા અને કવર આપે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે જલદી જ ક્લેમ સેટલ કરવાની ગૅરન્ટી આપે. કેમ કે ઇન્શ્યોરન્સનો તે સૌથી વધારે મહત્ત્વનો ભાગ છે.
અહીં અમે તમને કેટલીક ટિપ્સ આપીએ છીએ જેની મદદથી તમે યોગ્ય મૉટર ઇન્શ્યોરન્સ વ્હીકલ ઑનલાઇન લઈ શકો છો :
ઑનલાઇન મૉટર ઇન્શ્યોરન્સ લેતા કે રિન્યૂ કરતાં પહેલાં, સમજદારી એમાં છે કે તમે પ્રીમિયમ કૅલ્ક્યુલેટર વાપરો જેનાથી તમે અલગ અલગ પ્લાન અને અલગ અલગ ઍડ-ઓન જોઈ શકો જે તમારા વીમાના પ્રીમિયમને અસર કરશે.
યોગ્ય ગોઠવણો અને અંતિમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ચેક કરવાથી તમે તમારા માટે યોગ્ય મૉટર ઇન્શ્યોરન્સ પ્લાન નક્કી કરી શકશો.
કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટર અને બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા વાહન માટે વીમાના પ્રીમિયમની ગણતરી કરો.
બે જુદાં જુદાં વાહનનો ઇન્શ્યોરન્સ એક સરખા હોઈ શકતા નથી. તમારા ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ અલગ અલગ પરિબળો પ્રમાણે અલગ હોઈ શકે છે જેમ કે તમે કયા પ્રકારની પૉલિસી પસંદ કરો છો (થર્ડ પાર્ટી v સ્ટાન્ડર્ડ કે કમ્પ્રેહેન્સિવ), તમારા વાહનની બનાવટ અને મૉડલ, તમારા વાહનની માર્કેટ વેલ્યુ, તમે કયા શહેરમાં રહો છો, તમારા ઍન્જિનની પ્રોપર્ટી, તમારા વાહનનો ઉદ્દેશ (ખાનગી કે કૉમર્શિયલ), અને તમારું વાહન પેટ્રોલ, ડીઝલ કે CNG પર ચાલે છે.
ઓછો ભાવ ઘણા લોકોને આકર્ષે છે, પણ એ સુનિશ્ચિત કરો કે તમે તમારું IDV ખોટું નથી દર્શાવતા અથવા થોડા પૈસા બચાવવા માટે તમે માત્ર થર્ડ પાર્ટી પૉલિસી નથી લેતા.
બીજા કેટલાક રસ્તાઓ છે, જેનાથી તમે પ્રીમિયમ ઘટાડી શકો છો અને તેનાથી તમારા પર કે તમારા વાહન પર કોઈ ખતરો પણ રહેતો નથી :
આંખો બંધ કરીને એવો ઇન્શ્યોરન્સ ન લઈ લો જે ઓછું પ્રીમિયમ આપતું હોય. મૉટર ઇન્શ્યોરન્સની ઑનલાઇન સરખામણી કરતાં સમયે, નીચેની વસ્તુઓ ધ્યાનમાં રાખો :
IDV એટલે કે તમારા વાહનની ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ (Insured Declared Value) એ મૉટર ઇન્શ્યોરન્સનો મહત્ત્વનો ભાગ છે. કોઈ દુર્ઘટના બનતા તે તમને ચૂકવવામાં આવે છે.
એ તમારા વાહનના બજારના ભાવ (ભાવકપાત સહિત) પર આધારિત છે અને તે પરોક્ષ રીતે તમારા પ્રીમિયમને અસર કરે છે. સમયની સાથે વાહનનો ભાવ ઘટતો જાય છે તે પરોક્ષ રીતે તમારા IDVને અસર કરે છે, તેનાથી તમારું પ્રીમિયમ પણ ઘટશે.
NCBએ નો ક્લેમ બોનસ છે. એ તમે ત્યારે મેળવો છો જ્યારે તમે પૉલિસી ટર્મ દરમિયાન કોઈ ક્લેમ કર્યો નથી એટલે કે તમે સુરક્ષિત ડ્રાઇવર રહ્યા છો અને એટલે રિન્યૂઅલ દરમિયાન તમારા પ્રીમિયમ પર વીમાદાતા દ્વારા છૂટ મળશે. બાઇક ઇન્શ્યોરન્સમાં NCB અને કાર ઇન્શ્યોરન્સમાં NCB વિશે અહીં વધુ જાણો.
જેવું પહેલાં પણ કહેવામાં આવ્યું છે, તમારા ઇન્શ્યોરન્સના પ્રીમિયમને ઘણા બધા પરીબળો અસર કરે છે. તેમાંથી એક પરિબળ છે કે તમારી કાર કયા ઇંધણ પર ચાલે છે. ઉદાહરણ તરીકે, જે કાર CNG, LPG અને ડીઝલ પર ચાલે છે તેનું પેટ્રોલની સરખામણીએ વધારે પ્રીમિયમ હશે.