બમ્પર ટૂ બમ્પર કવર સામાન્ય રીતે એક ’એડ-ઑન’ સ્વરૂપમાં એક કોમ્પ્રિહેન્સીવ કાર ઇન્સ્યોરન્સ પૉલિસી સાથે થોડાં વધારાના પ્રીમિયમની ચૂકવણી કરવાથી આવે છે. ચાલો આપણે સૌ પ્રથમ આ બમ્પર ટૂ બમ્પર કવર શું છે તે સમજી લઈએ.
સારૂં, એક સામાન્ય માણસની ભાષામાં કહીએ તો એક એવું કાર ઇન્સ્યોરન્સ એડ-ઑન જે અમુક ચોક્કસ એન્જીનને નુકસાન, ટાયર્સ, બેટરી, અને કાચ સિવાયના કારના દરેક ઈંચને કવર કરી લે છે. આ તમારો સુપર હિરો છે જે તમને તમારી કારના એક સામાન્ય ઇન્સ્યોરન્સથી વિપરીત તમારી કારને થયેલાં નુકસાન સામે 100% કવરેજ પૂરૂં પાડે છે.
તેને ઝીરો ડેપ્રિસિએશન અથવા નિલ ડેપ્રિસિએશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું છે કારણ કે તે ઇન્સ્યોરન્સ કવરમાંથી ડેપ્રિસિએશન દૂર કરે છે, જેનાથી સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત થાય છે.
આ કવરને ભારતમાં વર્ષ 2009 માં પ્રસ્તાવિત કરવામાં આવેલ, ત્યારથી આ પ્લાન કેટલાંય કારના માલિકો માટે એક આશિર્વાદ સમાન સાબિત થયેલ છે, ખાસ કરીને નીચે દર્શાવેલ કાર ઓનર્સ માટે:
- એક નવી કારના માલિક અથવા એવી કોઈપણ વ્યક્તિ જેની કાર ૫ વર્ષથી ઓછી જૂની છે
- નવા અથવા બિનઅનુભવી ડ્રાઇવર
- હાઇ-એન્ડ લક્ઝરી કાર જેમાં કિંમતી સ્પેરપાર્ટ્સ લાગ્યાં હોય તેવી કારના માલિકો
- જે વિસ્તારમાં વારંવાર અકસ્માતો થતાં હોય તેવા વિસ્તારોમાં રહેતાં કારના માલિકો
- જો તમને કાર પર લાગતાં એક નાના ગડબા અને ગાંઠાની પણ ચિંતા થતી હોય
આ ખાસ કરીને એવા લોકોમાં લોકપ્રિય છે કે જેઓ નવી કારના માલિકો છે, જેઓ તેમની તદ્દન નવી કારમાં નાના ઘોબા અથવા લિસોટા વિશે પણ સંવેદનશીલ છે અને જેઓ દુર્લભ, મોંઘા સ્પેરપાર્ટ્સ સાથે ઉચ્ચ-્પ્રકારની મોંઘી કાર ધરાવવાનું પસંદ કરે છે. આ માલિકોને જ્યારે 100% કવરેજ માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવાનું કહેવામાં આવે છે, ત્યારે તેઓને તેમની કારની સુરક્ષા માટે આ માત્ર નાની કિંમત લાગે છે.
ઉપયોગ કરો: બમ્પર ટૂ બમ્પર સાથે કાર ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ગણવા માટે કાર ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો