તમારું આઇડીવી (IDV) એ તમારા બાઇક ઈન્સ્યોરન્સનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ એટલા માટે છે કારણ કે તે ફક્ત તમારી બાઇકની વાસ્તવિક કિંમત જ નક્કી કરતું નથી. પણ તમે તમારા બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તરીકે કેટલી રકમ ચૂકવશો તે પણ નક્કી કરે છે.
તે તમારી બાઇકની યોગ્ય કિંમત છે - બાઇક ઈન્સ્યોરન્સમાં, તમારી બાઇકનું આઇડીવી (IDV) તમારી બાઇકની યોગ્ય કિંમત નક્કી કરે છે કારણ કે તે બાઇકના ઉત્પાદક અને મોડલ, તે કેટલા સમયથી ઉપયોગમાં લેવાય છે, તેની ક્યુબિક કેપેસીટી, તેનો ઉપયોગ કયાં શહેરમાં થાય છે વગેરે જેવા વિવિધ પરિબળો ઉપર ધ્યાન આપે છે. તેથી, યોગ્ય આઇડીવી (IDV) જણાવવું મહત્વપૂર્ણ છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ તેના આધારે, યોગ્ય કવર નક્કી કરશે.
તમારું બાઇક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આના પર નિર્ભર છે - તમારું પ્રીમિયમ તમારી પોલિસીનો પ્રકાર, તમે જે શહેરમાં વાહન ચલાવો છો, તમારી બાઇકની સીસી, તમારી બાઇકનો ઉત્પાદક અને મોડલ, તમારી ક્લેઇમ હિસ્ટ્રી જેવા વિવિધ પરિબળો પર આધારિત છે.
તમારા ક્લેઇમની રકમ આના પર પણ નિર્ભર છે - તમારી આઇડીવી (IDV) મૂળભૂત રીતે સૌથી વધુ રકમ પણ છે જે તમે નુકસાન અને હાનિના કિસ્સામાં પ્રાપ્ત કરી શકો છો. કેટલાક લોકો તેમના પ્રીમિયમને ઘટાડવાની આશામાં તેમનું આઇડીવી (IDV) ખોટું જણાવે છે. જો કે, આ માત્ર એક ગેરલાભ છે કારણ કે તમે ક્લેઇમ કરશો ત્યારે પણ તમને ઓછી રકમ મળશે અને તે રકમ તમારી બાઇક માટે યોગ્ય રીતે પર્યાપ્ત નહીં હોય.