ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સમાં એડ-ઓન કવર્સ

એડ-ઓન્સ સાથે બાઇક ઈન્સ્યોરન્સ ક્વોટ મેળવો
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સમાં એડ-ઓન કવર શું છે?

ડિજિટ દ્વારા ઓફર થતા ટુ-વ્હીલર ઈન્સ્યોરન્સ એડ-ઓન્સ

ઝીરો ડેપ્રિસિયેશન કવર

મોટા ભાગના કિસ્સાઓમાં બાઇકના માલિકે અકસ્માત પછીના ઘસારા અને નવા સ્પેરપાર્ટ્સ બદલવા માટે ચૂકવણી કરવાની હોય છે. જોકે તમે ઈચ્છો તો આ ખર્ચ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા પણ આવરી લેવામાં આવશે તેના માટે તમારે વર્તમાન ઈન્સ્યોરન્સ પોલિસી સાથે આ કવરના લાભો મેળવવા માટે નિલ કે ઝીરો ઘસારા એડ-ઓન ખરીદવાની જરૂર છે.

રોડસાઇડ આસિસ્ટન્સ

રોડસાઇડ આસિસ્ટન્સ એડ-ઓન એવી પરિસ્થિતિઓમાં તમને મદદ કરે છે, જ્યાં તમને તમારા ટુ-વ્હીલર સાથે રસ્તા પર મદદની જરૂર હોય. આ સર્વિસ તમારી બાઇકને સ્થળ પર જ રીપેર/ફિક્સ કરાવવાથી લઈને ટોઈંગ સર્વિસ અને તમારા ગંતવ્ય સ્થાન/ડેસટિનેશન સુધી પહોંચવામાં તમારી મદદ કરવા માટેના આર્થિક લાભો પ્રદાન કરે છે. શહેરની મધ્યથી 500kmની ત્રિજ્યામાં ગમે ત્યાં ફસાયેલા કોઈપણ વ્યક્તિને અમે રોડસાઈડ આસિસ્ટન્સ સપોર્ટ પૂરો પાડીએ છીએ.

કન્ઝયુમેબલ કવર

ક્લેઈમ સમયે સામાન્ય રીતે ઓઈલ, નટ-બોલ્ટ વગેરે જેવી કન્ઝયુમેબલ વસ્તુઓ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવતી નથી. આ એડ ઓન સાથે તમે તે તમામ ઉપભોજ્ય વસ્તુઓ સામે કવર મેળવી શકો છો. ભલે ને વસ્તુ કે ખર્ચ ગમે ગમે તેટલા નાના હોય! આ એડ ઓન અકસ્માતને કારણે અયોગ્ય કે બિનકાર્યક્ષમ બનેલ ઉપભોજ્ય વસ્તુઓના નુકસાન ખર્ચને આવરી લે છે.

એન્જિન પ્રોટેક્શન કવર

સ્ટાન્ડર્ડ ટુ-વ્હીલર પોલિસીમાં અકસ્માત દરમિયાન થયેલા નુકસાનને જ આવરી લેવામાં આવે છે. જોકે ઘણી વખત અકસ્માતમાં તમારા ગાડીના એન્જિનને ભારે નુકસાન પણ થઈ શકે છે. આ એડ-ઓન તમને તેના કારણે થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. જેમ કે લુબ્રિકેટિંગ ઓઈલના લીકેજને કારણે અથવા કુદરતી આફતોને કારણે જ્યારે પાણી એન્જિનમાં ઘુસી જાય ત્યારે થતા નુકસાન માટે.

ઇન્વોઇસ કવર પર પાછા ફરો

આ કદાચ મોટરબાઇક ચાલકનું સૌથી ખરાબ સ્વપ્ન હોઈ શકે છે- જ્યારે તમારી બાઈક રીપેર થઈ શકે એમ જ ન હોય અને સંપૂર્ણ ખતમ થઈ ગઈ હોય! જોકે આ પ્રકારના કિસ્સામાં પણ હજી વિકલ્પો હોય છે. આ એડઓન સાથે ઈન્સ્યોરન્સ કંપનીઓ ઇન્વોઇસ પર દર્શાવેલ સંપૂર્ણ રકમ પરત કરશે.

ટાયર રક્ષણ કવર

આ એડ-ઓન કવર તમારા ટુ-વ્હીલરનું ટાયર ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં તમને મદદ કરે છે. કવર ક્ષતિગ્રસ્ત ટાયરને નવા સમકક્ષ સાથે બદલવા માટે થયેલા ખર્ચની સાથે સાથે વ્હીલ બેલેન્સિંગ અને ટાયર બદલવા માટેના મજૂરીના ખર્ચની ભરપાઈ કરશે.

દૈનિક વાહનવ્યવહાર લાભ

આ એડ-ઓન કવર મુજબ, ડિજીટ પોલિસીધારકને એક નિશ્ચિત ભથ્થું ચૂકવશે અથવા રિપેર કરવામાં આવે ત્યારે વાહનની અનુપલબ્ધતાને કારણે જાણીતા ટેક્સી ઓપરેટરો પાસેથી કૂપન આપશે. ઇન્શ્યોરન્સ પૉલિસીના 'ઓન ડેમેજ' હેઠળ ટુ-વ્હીલરને આકસ્મિક નુકસાન માટે દાવો સ્વીકારવામાં આવે તો જ આ લાગુ થાય છે.