આપણા દેશ, ભારતની વસ્તી 133.92 કરોડ છે. વિશાળ માત્ર એક શબ્દ જ હશે પરંતુ આ વિશાળ સંખ્યાના લોકો વિવિધ પૃષ્ઠભૂમિ અને સમાજના વર્ગોમાંથી આવે છે.
અને જો તમે લોકોની ગતિશીલતા વિશે આશ્ચર્ય પામશો, તો તમે ધીમી ગતિથી ચાલતા ટ્રાફિક, માથાઓની અનંત સંખ્યા અને વાહનોથી છલકાયેલા રસ્તાઓ જોઈ શકો છો. દ્વિચક્રી વાહનો ખાસ કરીને બાઇકની સંખ્યા વધારે છે કારણ કે તે ચલાવવા માટે અનુકૂળ, જાળવણીમાં સરળ અને વાજબી કિંમતે ઉપલબ્ધ છે.
મોટર વ્હીકલ એક્ટ, 1988ને અનુસરીને, તમારા વાહન માટે થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ કવર ખરીદવું ફરજિયાત છે. સામાન્ય રીતે, બજારમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ બે પ્રકારની મોટર પૉલિસી ઓફર કરે છે, એક કોમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ અને થર્ડ-પાર્ટી લાયબિલિટીનો ઇન્સ્યોરન્સ.
જો તમારી પાસે વાહન છે અને તમારી ગતિશીલતા માટે તમે તેનો રસ્તાઓ પર ઉપયોગ કરો છો, તો ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવી એ તમારી નૈતિક જવાબદારી છે.
                                        
                                        
                                     
                                
                                    
                                        કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ શું છે?
                                        
    
                                        
                                            
અકસ્માત પછી, વ્યક્તિઓ સુવિધાની અને ઇન્સ્યોરન્સની સહાયની માંગ કરે છે જે તેમને ઇન્સ્યોરન્સ પ્રદાતા દ્વારા નોંધાયેલ કોઈપણ ટૂ-વ્હીલર માટેના ગેરેજમાં બાઇકની મરમ્મત કરાવવા માટે સક્ષમ બનાવશે. તે ત્યારે કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ બની જાય છે જ્યારે પૉલિસીધારકે તેમના ખિસ્સામાંથી એક પૈસો પણ ખર્ચવો ન પડે, તેના બદલે ઇન્સ્યોરન્સ કંપની એ તમામ મરમ્મતના બિલ માટેની ચૂકવણી કરશે. તમે ક્લેઇમના સમયે આ કવર હેઠળ લાભ લઈ શકો છો.
કેશલેસ બાઈક ઈન્સ્યોરન્સ કેટલો ઉપયોગી છે તેની વિગતોમાં જઈએ તે પહેલાં, ચાલો આપણે મોટર ઈન્સ્યોરન્સ પૉલિસી હેઠળના દરેક પ્રકારના કવરને વિગતવાર જોઈએ.
- કૉમ્પ્રિહેન્સીવ ઇન્સ્યોરન્સ પૉલિસી: એક એવી મોટર પૉલિસી કે જેમાં તમે તમારા માટે, તમારી બાઇક અને થર્ડ-પાર્ટી માટે કવર ખરીદવાનું પસંદ કરો છો તેને કૉમ્પ્રીહેન્સિવ બાઈક ઇન્સ્યોરન્સ પૉલિસી કહેવામાં આવે છે. તે અકસ્માત, આગ, ચોરી, કુદરતી આફતો અને એવી અન્ય સમાન ઘટનાઓ જે તમારા નિયંત્રણમાં નથી તેવા સમયે તમારું રક્ષણ કરશે.
 
- થર્ડ-પાર્ટી લાયબિલિટી પોલિસી: થર્ડ-પાર્ટી બાઈક ઈન્સ્યોરન્સ અકસ્માતમાં સામેલ થર્ડ પાર્ટીનું રક્ષણ કરે છે. તેઓ શારીરિક ઈજા અને સંપત્તિને નુકસાન સહન કરી શકે છે. જો ઇન્સ્યોર્ડ અથવા વાહન માલિકની ભૂલ હોય, તો તેણી/તે કાનૂની અને તબીબી સહાયના ખર્ચ માટે ચૂકવણી કરવા માટે જવાબદાર છે.
 
- તપાસો: થર્ડ પાર્ટી અથવા કૉમ્પ્રિહેન્સીવ પૉલિસીનું પ્રીમિયમ ગણવા માટે બાઇક ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો.
 
                                        
                                        
                                     
                                
                                    
                                        કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ - એક સ્પષ્ટ ચિત્ર
                                        
    
                                        
                                            કેશલેસ સુવિધાનો ઉપયોગ કરવા માટે કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ વિશેનું  સ્પષ્ટ ચિત્ર જાણવું યોગ્ય રહેશે. કેશલેસ ઇન્સ્યોરન્સ સુવિધા કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાનો વિચાર છે. ઇન્સ્યોરર પસંદ કરેલ ગેરેજ સાથે જોડાણ કરે છે જે ઉત્તમ સેવા અને મરમ્મતની સહાય પૂરી પાડે છે. ક્લેઇમના સમયે, ઇન્સ્યોર્ડ વ્યક્તિને ચોક્કસ ગેરેજની મુલાકાત લઈને મરમ્મત કરાવવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. પછી ગેરેજના ઇન્સ્યોરન્સ કંપનીને મરમ્મતના બિલો મોકલશે. ઇન્સ્યોર્ડ વ્યક્તિ તરીકે, તમારે ઇન્સ્યોરન્સ કંપનીને નુકસાન/અકસ્માતની પ્રકૃતિ વિશે વિગતવાર જાણ કરવી જોઈએ. તમામ વિગતોની ચકાસણી કર્યા પછી, ઇન્સ્યોરર એ પૉલિસીમાં દર્શાવેલ મર્યાદા અનુસાર ચુકવણીને ક્લિયર કરશે.
                                        
                                        
                                     
                                
                                    
                                        બાઇક ઇન્સ્યોરન્સ માટે કઈ રીતે ક્લેઇમ કરવો?
                                        
    
                                        
                                            
 
Hજો તમે ડિજિટ ઇન્સ્યોરન્સ સાથે ઇન્સ્યોર્ડ છો તો ત્નો ક્લેઇમ કરવા માટેની પગલાંવાર પ્રક્રિયા આપવામાં આવી છે.
- પગલું 1: ઇન્સ્યોર્ડ વ્યક્તિની અરજી દ્વારા ઑનલાઈન અથવા સ્માર્ટફોન દ્વારા જાણ કરો.
 
- પગલું 2: 1800-258-5956 પર કૉલ કરો. ક્લેઇમન્ટને તેના પર એક લિંક પ્રાપ્ત થશે.
 
- પગલું 3: આ સ્વ-નિરીક્ષણ માટેની લિંક પર ક્લિક કરો અને બાઇકમાં થયેલા નુકસાનને ઍક્સેસ કરો. અમને વિગતો મોકલો.
 
- પગલું 4: કોઈપણ સૂચિબદ્ધ ગેરેજમાં બાઇકને મરમ્મત માટે લઈ જાઓ. ગેરેજના પ્રતિનિધિ એ બીલ ઇન્સ્યોરન્સ કંપનીને મોકલશે.
 
- પગલું 5: ઇન્સ્યોર્ડ વ્યક્તિ ડિજીટ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રિઇમ્બર્સમેન્ટનો ક્લેઇમ કરી શકે છે.
 
 
                                        
                                        
                                     
                                
                                    
                                        કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ ક્લેઇમ માટે જરૂરી દસ્તાવેજો
                                        
    
                                        
                                            
ડિજિટ ખાતે, કોઈપણ દસ્તાવેજોની જરૂર નથી. બધાં જ ક્લેઇમ સ્માર્ટફોન-સક્ષમ છે અથવા તેની ઑનલાઇન વિનંતી કરી શકાય છે. એ પ્રક્રિયા ઝડપી અને સંપૂર્ણ રીતે પેપરલેસ છે.
કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ વિશે જાણવા જેવી થોડી વિગતો:
જો તમે કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સ પસંદ કર્યો છે, તો તમને ખાતરી આપવામાં આવે છે કે ક્લેઇમ કરતી વખતે થયેલાં બધાં જ ખર્ચાની ઇન્સ્યોરર દ્વારા ચુકવણી કરવામાં આવશે. પરંતુ અહીં બાઇક ઇન્સ્યોરન્સ વિશે એવી કેટલીક વધુ વિગતો આપવામાં આવી છે જેને તમારે જાણવી જોઈએ:
·ક્યારેક એવો સમય આવે છે જ્યારે સૂચિબદ્ધ ગેરેજમાંથી કોઈ એક પર કેશલેસ સુવિધા મેળવવાનું મુશ્કેલ થઈ જાય છે. આવા કિસ્સામાં, તમે તમારી બાઇકની મરમ્મત કરાવીને તેની ચુકવણી કરી શકો છો. પછીના સમયે, એ ગેરેજ પાસેથી બધાં જ બીલ એકત્રિત કરો અને તેને ઇન્સ્યોરરને સબમિટ કરો. તેઓ તમને ઇન્સ્યોરન્સના સર્વે કરનારના અહેવાલ પ્રમાણે રિઇમ્બર્સ કરશે.
·બાઇકના બધાં જ ભાગો ઇન્સ્યોરન્સ હેઠળ કવર થતાં નથી. તમે આ બધાં પાર્ટ વિશે જાણતા હોવા જોઈએ અને મરમ્મતની પ્રક્રિયા માટે રાહ જુઓ નહીં ઇન્સ્યોર્ડ વ્યક્તિએ આવા પાર્ટ માટે પોતે જ ચુકવણી કરવી પડશે.
ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કેશલેસ બાઇક ઇન્સ્યોરન્સની સુવિધાને સુલભ અને હાથવગી બનાવવામાં આવી છે. એક ખાસ પસંદગી કરતાં પહેલાં જો તમે ઉપલબ્ધ વિકલ્પોની સરખામણી કરશો તો વધુ સારૂં રહેશે