જૂની બાઇકનો વીમો

જૂની બાઇક માટે બાઇક ઇન્શ્યોરન્સનો ભાવ મેળવો

Third-party premium has changed from 1st June. Renew now

ટૂ વ્હીલર વાહનો માટે વીમા સંબંધિત વિગતો

આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પરંતુ આપણી સાથે ભૂતકાળની કેટલીક નિશાનીઓ હંમેશાં રહે છે. તે આપણા મગજમાં અને મનમાં છપાયેલી યાદો હોય છે, કિંમતી વસ્તુઓ ક્યારેય પોતાનું સ્થાન છોડતી નથી. તમારા મનમાં કદાચ તમારી પહેલી બાઇક માટે પણ એવી જ ભાવના હશે. તમારી ઉંમર અથવા લાઇફસ્ટાઇલ બદલવાના કારણે, તમે તમારી જૂની બાઇક ચલાવતા નહીં હોવ પરંતુ તમે તેને વેચવા પણ ક્યારેય નહીં માગો.

બાઇક ભલે જૂની હોય પરંતુ તે છતાં તમે બાઇક વીમો ળવી શકો છો. અને હવે જ્યારે વીમો સહેલાઇથી મળી શકે છે તો પછી ચિંતા શા માટે કરવાની.

જૂની બાઇકનો વીમો શું છે?

વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ અને જાણીએ તો એક ટૂ વ્હીલર ચલાવવું સુરક્ષિત નથી હોતું જ્યાં સુધી તમે તેની સર્વિસ ન કરાવો. તમારી બાઇક 10 વર્ષ કરતાં વધારે જૂની હોય, તો તે ખૂબ જ જૂની થઈ ગઈ હશે. જોકે, ટૂ-વ્હીલરના ભાવમાં ઘટાડો તો ત્યારે જ શરૂ થઈ જાય છે જ્યારે તમે તેને ખરીદો છો.

જે બાઇક જૂની છે અને તેનો ભાવ ઘટી ગયો છે તેમાં જૂની બાઇકનો વીમો લઈ શકાય છે. જે વીમો તમે પસંદ કરો તે સર્વાગ્રહી બાઇક વીમો હોઈ શકે છે અથવા થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ  હોઈ શકે છે.

જૂની બાઇકનો વીમો લેવો કેમ જરૂરી છે?

તમારે તમારા જૂનાં વાહન માટે બાઇક વીમો લેવો જરૂરી છે જેનાથી તમે તેને નીચેના ખતરાથી બચાવી શકો :

 • આગથી થયેલું નુકસાન અથવા એવી કોઈ ઘટના જેના પર તમારું નિયંત્રણ ન હોય
 • ચોરી
 • તમારી બાઇકનું કોઈ અકસ્માત થતાં ત્રીજા પક્ષની સંપત્તિને નુકસાન થવાથી જે દેવું ઊભું થાય છે તેના માટે.
 • તમારી બાઇકના અકસ્માતથી ત્રીજા પક્ષના શરીરને નુકસાન થાય છે અને તેનાથી જે દેવું ઊભું થાય છે તેના માટે.

જૂની બાઇકનો વીમો લેતા સમયે શું જોવું?

તમે બજારમાં સૌથી સારો મોબાઇલ ફોન લેવા નીકળો છો. તમે જોશો કે નવી ટેકનૉલૉજી શું છે, તેમાં સ્ટોરેજ ક્ષમતા કેટલી છે, તેનો કૅમેરા કેવો છે અને તેના જેવી બીજી કેટલીક વસ્તુઓ જોશો. હવે વિચારો કે તમે ઇચ્છો છો કે તમારું જૂનું લૅપ્ટોપ છે તે નવા લૅપ્ટોપ જેવું ચાલે. તો તેના માટે તમે શું કરશો? તેની ક્ષમતા વધારવા અને તેનું પરફોર્મન્સ સુધારવા, તમે તેમાં નવી ઑપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરશો.

જેવું આપણે વિચાર્યું તેની જ જેમ, તમારે જૂની બાઇક લેતા પહેલાં કેટલીક વસ્તુઓ જોવી પડે છે.

 • કેટલું કવરેજ ઑફર કરે છે : માર્કેટમાં ઘણી વીમા કંપનીઓ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કયું કવર લેવું છે. ઑનલાઇન સુવિધા સાથે હવે વીમો લેવું સહેલું બની ગયું છે. ભાવ અને ઑફરની સરખામણી કરવી સરળ બની ગઈ છે. જ્યારે તમારી પાસે આખી દુનિયાના ઓપશન હોય છે ત્યારે તમે તેમાંથી શ્રેષ્ઠ પસંદ કરી શકો છો.
 • વીમાધારકનું જાહેર કરેલું મૂલ્ય : ચાલુ પૉલિસી વર્ષ માટે તમારે હંમેશા જાણવું જોઈએ કે તમારી બાઇકનું આઈ.ડી. વી. (IDV) શું છે. બાઇકના વીમા માટે તમે જે હપ્તો ભરશો તેના વિશે પણ સમજો.
 • પૉલિસીની શરતો :  જ્યારે તમે વીમાની કંપની નક્કી કરી લીધી છે, ત્યારે તમારે તેની પૉલિસીની શરતો પણ વાંચવી જરૂરી છે. તેમાં કપાતપાત્ર જેવી કેટલીક કલમો એવી હોઈ શકે છે જેના વિશે તમને પછી ખબર પડે.

જૂની બાઇકનો વીમો લેતા સમયે યાદ રાખવાની બાબતો

વીમો લેતા પહેલાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં તેની યાદી અપાઈ છે :

 

 • બાઇકનો ઉપયોગ : તમારી પાસે એક જૂની બાઇક છે પણ એ તમને જ સારી રીતે ખબર હશે કે તેનો વપરાશ કેટલો થયો છે તેનો ઉપયોગ શું છે. દરેક વર્ષ પસાર થતાંની સાથે, બાઇકનું મૂલ્ય ઘટતું જાય છે. આઈ.ડી.વી. (IDV) વિશે વિચારો અને તેની ઉપયોગ સાથે સરખામણી કરો જેથી તમે નક્કી કરો શકો કે કયા પ્રકારનું કવર લવું છે. તમને સર્વાગ્રહી વીમા વિશે જાણકારી હોવી જોઈએ કેમ કે ત્રીજા પક્ષના દેવાનો વીમો હોવો આવશ્યક છે.
 • વીમાની પૉલિસીઓ વિશે જાણો: ભારતમાં 25 કરતાં વધારે જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ છે. દરેક કંપની વાહન પૉલિસી આપે છે જેમાં અલગ અલગ કવરેજ મર્યાદા હોય છે અને શરતો હોય છે. તમારે ધ્યાનપૂર્વક જોવું જોઈએ કે તમારી જરૂરિયાત શું છે અને જાણવું જોઈએ કે કઈ કંપની તમને સૌથી શ્રેષ્ઠ ઑફર આપી શકે છે.
 • સરખામણી કરવાનું કહો : મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી કાં તો તમે ઑનલાઇન ખરીદી શકો છો અથવા વીમા કંપનીઓના ઍજન્ટની મદદથી ખરીદી શકો છો. શબ્દો વાંચીને શરતો અને નિયમો સમજો. તમારે પહેલાં પ્રૉડક્ટની સરખામણી કરવી જોઈએ જેથી કઈ પોલિસી તમારા માટે શ્રેષ્ઠ છે તે તમે જાણી શકો.
 • ટૂ-વ્હીલરના IDV : ભારતમાં તમે મૉટર ઇન્શ્યોરન્સ પૉલિસી એક વર્ષ માટે મળે છે. દરેક વર્ષ સાથે, વાહનનું IDV કેટલાંક ટકા ઘટી જાય છે. જ્યારે તમારું વાહન જૂનું થાય છે, તમારું IDV ઓછું થઈ જાય છે અને પ્રીમિયમ નાનું થઈ જાય છે.
 • ભાવ ઘટાડો :  તમારી જૂની બાઇક માટે  પૉલિસી લેતા પહેલાં, નક્કી કરો અથવા જાણી લો કે કિંમત પર કેટલો ઘટાડો લાગુ થશે. કોઈ દુર્ઘટનાના કિસ્સામાં, વળતર બાઇકના ભાવ ઘટાડા મૂલ્ય પર આધારિત રહેશે. જેમ જેમ બાઇકની ઉંમર વધે છે એટલે કે તે જૂની થાય છે, તેમ તે ભાવ ઘટાડાની ટકાવારી વધતી જાય છે.

વાહનની ઉંમર ભાવ ઘટાડો
1 વર્ષ < ઉંમર < 2 વર્ષ 10%
2 વર્ષ < ઉંમર < 3 વર્ષ 15%
3 વર્ષ < ઉંમર < 4 વર્ષ 25%
4 વર્ષ < ઉંમર < 5 વર્ષ 35%
5 વર્ષ < ઉંમર < 10 વર્ષ 40%
10 વર્ષ < ઉંમર 50%

#એડ-ઓન વિશે તપાસ કરો : પોલિસી લેતી વખતે તમે કેટલાક ઍડ-ઓન કવર પણ લઈ શકો છો. પરંતુ એડ-ઓન એવા વાહનો પર જ લઈ શકાય છે જે 15 વર્ષ જેટલા જૂના હોય. તમે પૅસેન્જર કવર, ઝીરો ડેપ કવર, મેડિકલ કવર અને ઍક્સેસરીઝ કવર માંથી કોઈ પણ ઓપશન સિલેક્ટ કરી શકો છો.

આ કવર મેળવવા માટે તમારે વધારાનું પ્રીમિયમ ભરવું પડે છે.

જે રકમ તમને પરવડતી હોય તેવી રકમના ક્લેમ કરવાથી બચવું જોઈએ. તેનાથી તમને તમારી જૂની બાઇકના ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ સસ્તું પડશે.જેના માટે વિમાધારકનું જાહેર મૂલ્ય પહેલેથી જ ઓછું છે.

જૂની બાઇકનું ઇન્શ્યોરન્સ ઑનલાઇન કેવી રીતે ખરીદવું/રિન્યૂ કરવું

માની લો કે તમે રૉયલ ઇન્ફિલ્ડ બુલેટ ખરીદ્યું જે 10 વર્ષથી વધારે જૂનું છે. તે તમે તમારા નજીકના મિત્ર પાસેથી ખરીદ્યું છે. તમે બાઇક પર ફરવા માટે ખૂબ ઉત્સાહી છો અને તમે તેને વાપરવાનું શરૂ કરો છો, તમારે તેના માટે ઇન્શ્યોરન્સ કવર લેવું છે.

સારું છે કે તમે સમજદાર બની રહ્યા છો અને પડકારની સામે સુરક્ષાને વધારે પસંદ કરો છે. પરંતુ જૂની બાઇક માટે ઇન્શ્યોરન્સ પૉલિસી લેવાની પ્રક્રિયા એ એકદમ અલગ છે. તેના માટે તમે નીચેનામાંથી ગમે તે એક ઓપશન પસંદ કરી શકો છો :

 • તમે ચાલુ ઇન્શ્યોરન્સ સાથે આગળ વધી શકો છો તેમાં તમારે પૉલિસીમાં નામ બદલવાની અરજી કરવાની રહેશે. ઇન્શ્યોરન્સ કંપની તેને અપરુવ કરશે અને  તમારે માલિકીના પુરાવા આપવાના રહેશે.  
 • બીજો વિકલ્પ છે કે તમે વિમાધારક પાસેથી નવી વીમા પોલિસી લેવા ફૉર્મ ભરો. આ કેસમાં, બાઇક માટે એક સર્વે કરવામાં આવશે અને તેના પછી પૉલિસી આપવામાં આવશે.

જૂની બાઇકનું ઇન્શ્યોરન્સ 4 સરળ સ્ટેપમાં ખરીદો / રિન્યૂ કરો

 • સ્ટેપ 1 - બાઇક ઇન્શ્યોરન્સ પેજ પર જાઓ, તમારા વાહનની માહિતી, મૉડલ, પ્રકાર, રજીસ્ટ્રેશનની તારીખની ડિટેલ ભરો. ‘Get Quote’ પર દબાવો અને તમારા પસંદનો પ્લાન લો.
 • સ્ટેપ 2 - થર્ડ પાર્ટી લાયાબિલિટી માંથી જ પસંદ કરો અથવા સામાન્ય પૅકેજ પસંદ કરો
 • સ્ટેપ 3 - તમારી પૂર્વ ઇન્શ્યોરન્સ પૉલિસી અંગે માહિતી આપો – સમાપ્તિની તારીખ, ગયા વર્ષે કરેલા ક્લેમ, નો ક્લેમ બોનસ મેળવ્યું હોય તો એ.
 • સ્ટેપ 4 - તમને તમારા પ્રીમિયમ માટે ભાવ મળશે. જો તમે એક સામાન્ય પ્લાન લો છો તો તમે તેમાં એડ-ઓન, IDV સેટ કરીને તેમાં ફેરબદલ કરી શકો છો. આ એડ કરી ફાઈનલી તમને વીમા પોલિસી ની કુલ ભાવ મળશે.

જૂની બાઇકના ઇન્શ્યોરન્સમાં પ્રીમિયમ કેવી રીતે ગણવામાં આવે છે?

ગમે તે વાહનનું પ્રીમિયમ IDV, જૂના ક્લેમ, અંદર લગાવવામાં આવેલી ઍક્સેસરીઝ અને તેના સિવાયના કેટલાક પરિબળોના આધારે ગણવામાં આવે છે. જૂની બાઇક માટે, ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ નીચે આપેલા પરિબળોના આધારે નક્કી કરાય છે :

 • બાઇકની ઍન્જિન ક્ષમતા.
 • બાઇકની ઉંમર.
 • વીમાધારક દ્વારા જાહેર કરાયેલી બાઇકની વેલ્યુ
 • બાઇકનું નો ક્લેમ બોનસ

 

તપાસ કરો : બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યુલેટર વાપરીને ત્રીજા પક્ષનું પ્રીમિયમ ગણો અથવા ઍડ-ઓનની સાથે સર્વગ્રાહી બાઇક ઇન્શ્યોરન્સ ની ગણતરી કરો.

Digit પાસેથી જૂના ટૂ-વ્હીલરનો વીમો કેમ લેવો?