જો તમે તમારા માટે બાઈક લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ તેના માટે મોટો ખર્ચ કરવા માંગતા નથી તો તમારે વપરાયેલી એટલેકે યુઝ્ડ બાઇક ખરીદવી એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તમે બાઈક લેવાનું મન બનાવી લીધું હોય અને જે બાઇક પર તમારી નજર છે તેમાં શું હોવું જોઈએ તે અંગે તપાસ કરો. નક્કી કરો કે ખુલ્લા રોડ પર આરામદાયક, આનંદીત સવારી કરાવે તેવી બાઈક હોવી જોઈએ.
હજી પણ મૂંઝવણમાં છો કે જૂની બાઈક ખરીદતી વખતે શું તપાસવું, ક્યાંથી શરૂ કરવું ? ચિંતા કરશો નહીં અમે તમને માર્ગદર્શન આપીશું.
તમે જૂની બાઇક ખરીદો તે પહેલાં તપાસવા માટેનું એક આદર્શ ચેકલિસ્ટ
તમે જે પ્રકારની સવારી કરવાનું વિચારી રહ્યા છો તેના માટે યોગ્ય હોય તેવી બાઇકો શોધો - તમારી જાતને પૂછો કે તમે કેવી રીતે અને કયા હેતુ માટે બાઇકનો ઉપયોગ કરશો અને પછી તમારી બાઈકની શોધખોળ પદ્ધતિમાં સુધારા-વધારા કરો.
રીસર્ચ છે જરૂરી – ઓનલાઇન તપાસો, તમારે બાઇક વિશે જે જાણવું છે તે અંગે નિષ્ણાતો સાથે વાત કરો, ખાસ કરીને તમે જે પ્રકારની બાઈકની ચાહમાં છે તે અંગે ચર્ચા કરો.
બાઇકને તપાસો – બાઈકનું પેઇન્ટ, સ્ક્રેચ, કોઈપણ ફ્યુઅલ લિકેજ, ટાયર અથવા કોઈપણ ઘસારો તપાસો. ગાડીની આઉટડોર બોડી પણ તપાસો. કોઈપણ ડેન્ટ્સ/ગોબાને ધ્યાનથી તપાસો. સ્ક્રેચેસ ખૂબ ઊંડા ન હોય તો ગ્રાહ્ય છે.
બ્રેક્સ - મોટાભાગની વપરાયેલી બાઇકમાં ડ્રમ બ્રેક્સ હોય છે. તેથી બ્રેક ચેક કરો અને પછી નક્કી કરો કે તમે તેમને બદલવા માંગો છો કે રાખવા માંગો છો. જરૂરી હોય તો સર્વિસનો પણ તૈયારી રાખો.
સર્વિસિંગ રેકોર્ડ - ઉપરોક્ત બાઇક કેટલી વખત સર્વિસિંગ માટે અને કયા હેતુઓ માટે ગઈ છે તેની માલિક સાથે તપાસ કરો.
કોઈપણ ભૂલ માટે બાઇકનો VIN નંબર સ્કેન કરો – વ્હિકલ આઈડેન્ટિફિકેશન નંબર(VIN)એ એક યુનિક સીરીયલ નંબર છે જે વાહનની કાયદેસરતા ઓળખવા માટે થાય છે. મોટાભાગની બાઇક પર તમને હેડલાઇટની પાછળ, ફ્રેમના સ્ટીયરિંગની ઉપરના ભાવે VIN નંબર છાપેલો જોવા મળશે. આ છપાયેલ નંબરને ગાડીના દસ્તાવેજો અને ઓનલાઈન રજિસ્ટરીમાં ક્રોસ ચેક કરો કે સરખા છે કે નહીં.
લાઈટ્સ - હેડલાઈટ બલ્બ, ઈન્ડીકેટર્સ અને ટેલ લાઈટ્સ યોગ્ય કામ કરતી સ્થિતિમાં હોવી જોઇએ અને જરૂરી પ્રકાશ આપતી હોવી જોઈએ. જો તે યોગ્ય ન હોય તો તેને ચોક્કસથી બદલો.
કાગળો તપાસો – બાઈકની આરસી બુક, બાઇક ઈન્સ્યોરન્સ, બાઇક વીમાની માન્યતા, પ્રદૂષણ પ્રમાણપત્ર, ઓરિજનલ ઇન્વોઇસ, વધારાની વોરંટી (જો હોય તો).
ટેસ્ટ ડ્રાઈવ - સ્પીડ, માઈલેજ અને તમે તેના પર્ફોર્મન્સથી કમ્ફર્ટેબલ છો કે નહીં તે તપાસવા માટે બાઈકની એક ઝડપી રાઈડ કરી લો અને તપાસો.
મિકેનિક પાસે ગાડીનું ઈન્સપેક્શન કરાવો - જો તમે ખાનગી પક્ષકાર પાસેથી તમારી સેકન્ડ-હેન્ડ બાઇક ખરીદવાનું નક્કી કર્યું હોય તો કોઈપણ પ્રકારનો કરાર કરતા પૂર્વે તેને ત્રાહિત પક્ષકાર સાથે એટલેકે કોઈ લોકલ મિકેનિક પાસે ચોક્ક્સથી તપાસાવો.
લોકલ મિકેનિકની મંજૂરી બાદ જ તમે તમામ પેપરવર્ક પૂર્ણ કરો જેમાં તમારે માલિકી અને વીમો તમારા નામે ટ્રાન્સફર કરવાના રહેશે.