જો તમારી પાસે ટૂ-વ્હીલર હોય, તો તમે સારી રીતે જાણતા જ હશો કે મોટર વ્હીકલ એક્ટ, 1988 મુજબ, તમારા વાહન માટે થર્ડ-પાર્ટીની જવાબદારીના કવર સાથેનો ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે.
પરંતુ, અહીં એક તાકિદની ચેતવણી આવે છે!
ભારતમાં, રસ્તા પર ચાલતાં ટૂ-વ્હીલર્સની કુલ સંખ્યાના લગભગ 75% પાસે કોઈ માન્ય ઇન્સ્યોરન્સ કવર નથી. આઘાતજનક, બરાબરને? ઠીક છે, એ હકીકતને ધ્યાનમાં રાખીને કે મોટાભાગના રાઇડર્સ શોરૂમમાંથી વાહનને બહાર કાઢતી વખતે તેમની બાઇકનો ઇન્સ્યોરન્સ લેવાના મહત્વને અવગણે છે, આ આંકડા એટલાં આશ્ચર્યજનક નથી.
જો કે, પૉલિસીનું રિન્યૂઅલ ન કરવાના મુદ્દાને ઉકેલવા માટે, સમગ્ર દેશમાં ઇન્સ્યોરન્સ પ્રદાતાઓએ બહુ-વર્ષીય અથવા લાંબી મુદતની ટૂ-વ્હીલર ઇન્સ્યોરન્સ પૉલિસી રજૂ કરી છે. શરૂઆતમાં, આ બહુ-વર્ષીય ઇન્સ્યોરન્સ પૉલિસી 3 વર્ષની મુદત માટે શરૂ કરવામાં આવી હતી. હવે, તેમને 5 વર્ષ સુધી પણ વધારી શકાય છે.
નીચે 3 વર્ષ માટે બાઇક ઇન્સ્યોરન્સ ખરીદવાના ફાયદાઓ અને શા માટે તેવું કરવું એ તમારા માટે સલાહભર્યું છે તેના વિશે વિગતવાર વર્ણન આપેલું છે.