થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સની કિંમત
I agree to the Terms & Conditions
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું બેદરકારીથી વાહન ચલાવવું એ કોઈ ત્રીજી વ્યક્તિને નુકશાન પહોંચાડી શકે છે? શું તમારી સાથે ક્યારેય આવું બન્યું છે? અથવા તમારી કોઈ ભૂલ ન હોવા છતાં રસ્તા પર કોઈ અન્ય વાહનચાલકે તમને ઇજા પહોંચાડી છે? જો હા, તો તમે થર્ડ પાર્ટી લાએબીલીટી ઈન્સ્યોરન્સનું મહત્વ બરાબર સમજશો.
સામાન્ય રીતે માર્ગ અકસ્માતથી કોઈ મિલકતને નુકશાન અથવા કોઈને સામાન્ય કે ગંભીર ઇજા અથવા મૃત્યુ થવાની સંભાવના હોય છે. ક્યારેક કોઈ એવી મુશ્કેલી ઊભી થઈ શકે જેનું સમાધાન માત્ર બે પાર્ટીથી શક્ય નથી. આવા કિસ્સાઓમાં તમારી થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ પોલિસી મદદરૂપ થાય છે અને મોટર ક્લેઇમ્સ ટ્રીબ્યુનલ દ્વારા નિશ્ચિત થતું વળતર ચૂકવે છે.
થર્ડ-પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ બાઇકની એન્જિન ક્ષમતાના આધારે વસૂલવામાં આવે છે. ચાલો વર્ષ 2019-20 અને 2022 ના ભાવો પર એક નજર કરીએ
એન્જીનની ક્ષમતા |
2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં |
નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ) |
75 ccથી વધુ નહીં |
₹482 |
₹538 |
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહી |
₹752 |
₹714 |
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહી |
₹1193 |
₹1366 |
350 ccથી વધુ |
₹2323 |
₹2804 |
એન્જીનની ક્ષમતા |
2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં |
નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ) |
75 ccથી વધુ નહીં |
₹1,045 |
₹2,901 |
75cc થી વધુ પરંતુ 150cc થી વધુ નહી |
₹3,285 |
₹3,851 |
150cc થી વધુ પરંતુ 350cc થી વધુ નહી |
₹5,453 |
₹7,365 |
350 ccથી વધુ |
₹13,034 |
₹15,117 |
વાહન કિલોવોટ ક્ષમતા (KW) |
2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં |
નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ) |
3KW થી વધુ નહીં |
₹410 |
₹457 |
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં |
₹639 |
₹609 |
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં |
₹1,014 |
₹1,161 |
16KW થી વધુ |
₹1,975 |
₹2,383 |
વાહન કિલોવોટ ક્ષમતા (KW) |
2019-20 માટેનું પ્રીમિયમ રૂ. માં |
નવો 2W TP દર (1લી જૂન 2022થી લાગુ) |
3KW થી વધુ નહીં |
₹888 |
₹2,466 |
3KW થી વધુ પરંતુ 7KW થી વધુ નહીં |
₹2,792 |
₹3,273 |
7KW થી વધુ પરંતુ 16KW થી વધુ નહીં |
₹4,653 |
₹6,260 |
16KW થી વધુ |
₹11,079 |
₹12,849 |
350 ccથી વધુની બાઈક માટે કોઈ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. કિંમત વધવાની ધારણા છે તેથી, વીમા કંપનીઓને બાઇક, સ્કૂટર વગેરે જેવા નવા ટુ-વ્હીલર માટે લાંબા ગાળાનું થર્ડ પાર્ટી પ્રીમિયમ વસૂલવાની છૂટ છે.
જે ટૂ-વ્હીલર્સના મહત્તમ માર્ગ-અકસ્માત થયા હોય તેની સંખ્યામાં વધારો થવો. તેથી આવા વાહનો પાસેથી સરકારે સરખા પ્રમાણમાં થર્ડ પાર્ટી પ્રીમિયમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
વિવિધ બાઇક માટે જે તે બાઈકની એન્જિન ક્ષમતા તેનું થર્ડ પાર્ટી પ્રીમિયમ નક્કી કરે છે.
જ્યારે તમે થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આઘાત ન લાગે તે માટે આ જાણવું જરૂરી છે. કેટલીક પરિસ્થિતિ વિશે જાણીએ:
શું કામ થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ મહત્વનું છે?
મોટર વેહિકલ એક્ટ અનુસાર, થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ જરૂરી છે કારણકે:
કાયદાકીય પાલન: થર્ડ પાર્ટી બાઇક ઈન્સ્યોરન્સ વગર ભારતનાં રસ્તાઓ પર ટૂ-વ્હીલર ચલાવી શકાય નહિ.
અનહદ જવાબદારી: આ બહુ સ્વાભાવિક છે. થર્ડ-પાર્ટીને થયેલા નુકશાનનો ખર્ચ કોઈ વ્યક્તિ જાતે ચૂકવવાનું પસંદ ન કરે, ઘણા કિસ્સાઓમાં તો તે ખર્ચ પરવડે પણ નહિ. આવા સમયે તમને કોઈ આર્થિક નુકશાન ન થાય તે માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ઉપયોગી નીવડે છે.
તમે કોંપ્રિહેંસીવ પેકેજ પોલિસી પણ ખરીદી શકો છો જેમાં તમારું પોતાનું તેમજ થર્ડ-પાર્ટી બંનેના નુકશાન કવર થાય છે. IRDA દ્વારા બાઈકના માલિકોને લાંબા ગાળાનો ઈન્સ્યોરન્સ આપવાની પણ ઇન્સ્યોરરને છૂટ આપવામાં આવી છે. જો તમે કોઈ બાઇકના માલિક છો તો તમે 5 વર્ષની થર્ડ-પાર્ટી પોલિસી અથવા કોંપ્રિહેંસીવ પેકેજ પોલિસી ઇસ્યુ કરી શકો છો.
Third Party Bike Insurance for Popular Models in India
Third Party Bike Insurance for Popular Brands in India