ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પોલિસીમાં ડિજિટ તરફથી નીચેના જોખમને આવરી કરવામાં આવે છે :
કુદરતી આફતોના કારણે નુકસાન અથવા ક્ષતિ - ધરતીકંપ, ચક્રવાત, પૂર વગેરે જેવી કુદરતી આફતો આપણા જીવનમાં ગમે ત્યારે આવી શકે છે અને આપણા જીવન અને મિલકતને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને કુદરતી આફતોથી થતા તમામ ક્ષતિ સામે નાણાકીય નુકસાનથી રક્ષણ આપે છે.
માનવસર્જિત આફતોથી થતા હાનિ અથવા નુકસાન - કુદરતી આફતો ઉપરાંત તમારી બાઇકને માનવસર્જિત આફતો જેવી કે... લૂંટ, ચોરી, રમખાણો અથવા આવી કોઈ કમનસીબીને કારણે પણ ભારે નુકસાન થઈ શકે છે.
ડિજિટની ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને આવી માનવસર્જિત આફતોથી થતા તમામ નુકસાન સામે નાણાકીય નુકસાનથી પણ સંપૂર્ણ રક્ષણ આપશે.
અકસ્માતને કારણે થયેલ સંપૂર્ણ અથવા આંશિક વિકલાંગતા - અકસ્માત એ જીવનની સૌથી મોટી કમનસીબી છે જે કોઈપણ સમયે કોઈપણ ભયજનક સંકેત વિના થઈ શકે છે. જ્યારે ચાલક કોઈ અકસ્માતનો સામનો કરે છે, ત્યારે તે આંશિક અથવા સંપૂર્ણ અપંગતાનો ભોગ પીડાઈ શકે છે.
આંશિક વિકલાંગતાના ઉદાહરણોમાં હલનચલન ગતિ ગુમાવવી, શરીરનો અમુક ભાગ નકામો થઇ જવો વગેરે છે જ્યારે દ્રષ્ટિ સંપૂર્ણપણે જતી રહેવી, ચાલવામાં સંપૂર્ણ અસમર્થતા વગેરે સંપૂર્ણ વિકલાંગતાના કેટલાક ઉદાહરણો છે. ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ આ બધી કમનસીબીઓને આવરી લે છે અને તમને સારવારનો ખર્ચ પૂરો પાડે છે.
પોલિસી ધારકની મૃત્યુ - એક મોટો અકસ્માત પોલિસીધારક અથવા અકસ્માત સમયે બાઇક ચલાવનાર ત્રાહિત વ્યક્તિના મૃત્યુ તરફ દોરી શકે છે. આવા કિસ્સામાં, બાઇક ઇન્શ્યોરન્સ કંપની પોલિસીધારકના વારસદારોને મોટું વળતર આપે છે કારણ કે પોલિસીધારકે PA કવર પસંદ કર્યું છે.
આવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે ડિજિટની ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસી આવરી લે છે. એ વાત સાચી છે કે ભારતના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું નથી, અને તેથી ટુ-વ્હીલર ચલાવતી વખતે વધારે જોખમનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં, રસ્તા પર કાર ચલાવવા કરતાં ટુ-વ્હીલર ચલાવવું વધારે જોખમી માનવામાં આવે છે. આવુ એટલા માટે છે કારણ કે જ્યારે તમે બાઇક ચલાવો છો, ત્યારે તમે કાર ચલાવનાર વ્યક્તિ કરતાં વધારે જોખમમાં છો કારણ કે કાર ચાલક કારની અંદર બેઠો છે. કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હીલર ઇન્સ્યોરન્સ જે ડિજિટલ દ્વારા ઓફર કરવામાં આવે છે, તમને પોતાની શારીરિક ઈજા, વાહનના કુલ અથવા આંશિક નુકસાન, ચાલકની સંપૂર્ણ અથવા આંશિક અપંગતા તેમજ થર્ડ- પાર્ટીની જવાબદારી માટે રિસ્ક કવરેજની વિશાળ રેન્જ પુરી પાડે છે.
કાયદાનુ પાલન, તેમાં સામેલ જોખમ પરિબળ અને કોસ્ટ- સેવિંગ - ભારતમાં બાઇક વીમો શા માટે ફરજિયાત છે - આ પ્રશ્નનો પૂરતો જવાબ આપવા માટેના પૂરતા કારણો છે . બાઇક ઇન્શ્યોરન્સનું મહત્વ સમજ્યા બાદ, તમે શેની રાહ જુઓ છો? જો તમને હજુ પણ તમે ટુ-વ્હીલર માટે ઇન્શ્યોરન્સ કવચ મેળવ્યો નથી, તો હાલ ડ તમારા વાહનનો ઇન્શ્યોરન્સ કરાવો!