1.સક્રિય રહો - ઘણા લોકો તેમની ઉંમર પ્રમાણે વર્તન નથી કરતા. તેમાંથી એક છે વ્યાયામ! પ્રામાણિકપણે, તે ઘણી સ્વાસ્થ્ય પરિસ્થિતિઓનું કારણ હોઈ શકે છે. તમે આ તમારા માટે વાંચી રહ્યાં છો કે તમારા માતાપિતા માટે- દરેક માટે કસરત ખુબ મહત્વપૂર્ણ છે. ભલે તે વૉકિંગ અથવા તો યોગા જેવી સરળ કસરત હોય. દરરોજ ઓછામાં ઓછી 15-20 મિનિટ કસરત કરવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સુખાકારીમાં મોટો ફરક પડી શકે છે.
2.આરોગ્યપ્રદ રીતે ખાઓ - આપણો આહાર આપણા સ્વાસ્થ્યમાં 70% યોગદાન આપે છે. ખાતરી કરો કે તમે અને તમારા માતા-પિતા વધુ માત્રામાં કેલ્શિયમ અને ફાઇબરવાળો સંતુલિત આહાર ખાઓ છો. તેલયુક્ત ખોરાક, તળેલી વસ્તુઓ અને ઘણા ડેરી ઉત્પાદનો લેવાનું ટાળો.
3.નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરો- આપણે બધા જાણીએ છીએ, નિવારણ હંમેશા ઉપચાર કરતાં વધુ સારું હોય છે 😊 તેથી, નિયમિત વાર્ષિક આરોગ્ય તપાસ માટે જાઓ અને હંમેશા તમારા સ્વાસ્થ્ય વિશે જાગૃત રહો. માત્ર જાગૃત રહેવાથી તમને ઘણા સ્વાસ્થ્ય જોખમો અને પરિસ્થિતિઓમાંથી બાકાત રહેવામાં મદદ મળી શકે છે.
4. તમારા માનસિક સ્વાસ્થ્યની કાળજી લો- 65 વર્ષથી વધુ ઉંમરના 50% થી વધુ લોકો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય છે. હકારાત્મક માનસિક સુખાકારી જાળવવા માટે સરળ પગલાં લો. આ માટે નિયમિત કસરત, ધ્યાન, બાગકામ,વગેરે વિવિધ શોખ કેળવીને કરી શકાય છે. વધુમાં, જો તમારા વરિષ્ઠ માતા-પિતા ડિપ્રેશન, ચિંતા અથવા અન્ય કોઈ માનસિક બીમારીના લક્ષણો દર્શાવે છે, તો યોગ્ય સારવાર અથવા કાઉન્સેલિંગ માટે મનોવિજ્ઞાનીની મુલાકાત લો.
5. તે દંત ચિકિત્સા માટે જાઓ- સિનિયર સિટીઝનને તેમના મૌખિક સ્વાસ્થ્ય બાબતે વારંવાર સમસ્યાઓ થવી સામાન્ય છે. તેથી ડેન્ટલ એપોઇન્ટમેન્ટ લો અને નિયમિતપણે ડેન્ટલ ચેકઅપ કરાવો.
6. લોકો સાથે જોડાયેલા રહો- તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ઘણા સિનિયર સિટીઝન એકલતામાંથી પસાર થાય છે. દિવસના અંતે, માણસ એક સામાજિક પ્રાણી છે. વાસ્તવમાં, અન્ય કંઈપણ કરતાં તે મહત્વનું છે કે તેઓ લોકો સાથે જોડાયેલા રહે અને તેમના પરિવારના સભ્યો અને મિત્રોની સંગતમાં હોય. સ્વસ્થ સંબંધો રાખવા વ્યક્તિના એકંદર આરોગ્ય અને સુખાકારીને ફાયદો પહોંચાડવા માટે ખૂબ જરૂરી છે.
7. સારી રીતે આરામ કરો - ગુણવત્તાયુક્ત ઊંઘ તરત જ વ્યક્તિનો મૂડ સુધારી શકે છે. ખાતરી કરો કે તમે અથવા તમારા માતા-પિતાને દરરોજ ઓછામાં ઓછી આઠ કલાકની પુરતી સારી ઊંઘ મળી રહી છે.
8. ધૂમ્રપાન છોડો- જો તમે અથવા તમારા માતા-પિતા ધૂમ્રપાન કરો છો, તો હવે બંધ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. ધૂમ્રપાન તમારા જીવનના કોઈપણ તબક્કે ક્યારેય કોઈના માટે ફાયદાકારક સાબિત થયું નથી. જો કે, જેમ જેમ આપણે વયસ્ક થઈએ છીએ તેમ તેમ તેની વિપરીત અસરો આપણા જ શરીર માટે વધુ હાનિકારક બને છે.
9. વાંચન- એક દંતકથા પ્રમાણે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણી યાદો નબળી પડતી જાય છે. જો કે, તે માત્ર એક દંતકથા છે અને તે બધું તમે તમારા મગજની કેટલી કસરત કરો છો તેના પર નિર્ભર છે. વાંચન એ ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી બચવાનો એક સાબિત થયેલ માર્ગ છે કારણ કે તે માત્ર યાદશક્તિને સુધારવામાં જ મદદ કરતું નથી પણ સમજશક્તિમાં, તણાવ ઘટાડવામાં, એકાગ્રતા વધારવામાં અને હકારાત્મક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને વધારવામાં પણ મદદ કરે છે.
10. હાઇડ્રેટેડ રહો- પાણી! આપણા જીવનનું સૌથી મહત્વનું પીણું. ઝેરને બહાર કાઢવા, સારું સ્વાસ્થ્ય જાળવવા અને અમે મજાક નથી કરી રહ્યા પણ તમને વધુ ખુશ રાખવાની આ આદર્શ રીત છે! ખાતરી કરો કે તમે અને તમારા માતાપિતા દરરોજ ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીતા હોવ. જેટલા ગ્લાસ વધારે એટલો વધારે આનંદ!