1. રૂમ રેન્ટ વેવર
કોઈ પણ સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સમાં હોસ્પિટલાઈઝેશન વખતે રૂમ રેન્ટ માટે અમુક ચોક્કસ રકમની જોગવાઈ હોય છે. આ એડ-ઓન લેવાથી તે નિયત રકમમાં વધારો કરવાની અથવા અમર્યાદિત ભાડું ભરી શકાય તેની સુવિધા છે.
સામાન્ય રીતે કોઈ પણ હેલ્થ ઈન્શ્યોરન્સમાં રૂમ રેન્ટ માટેની રકમ સમ-ઇન્શ્યોર્ડના આધારે નક્કી થયેલી હોય છે. આ એક મહત્વનું હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓન/રાઇડર છે જે મોટા શહેરોમાં વિશેષ મહત્વનું છે કારણકે આવા શહેરોમાં હોસ્પિટલાઈઝેશનમાં રૂમનું ભાડું ઘણું વધારે હોય છે.
ઉદાહરણ તરીકે તમારા હેલ્થ ઈન્શ્યોરન્સમાં રૂમ રેન્ટ માટે એક દિવસના 1500 રૂ સુધીની મર્યાદા છે. જો તમને જરૂરી હોય તે હોસ્પિટલમાં આટલી મર્યાદામાં રૂમ મળે તેવી સંભાવના ઓછી હોય તો તમે આ એડ-ઓન લઈને 4000 રૂ પ્રતિ રાત જેટલી રૂમ રેન્ટની મર્યાદા વધારી શકો છો.
2. મેટરનિટી કવર
મેટરનિટી કવરમાં પ્રેગ્નન્સી/ગર્ભાવસ્થાથી માંડીને બાળકના જન્મ સુધીના તમામ ખર્ચનો સમાવેશ થાય છે. કેટલાક ઇન્શ્યોરર બાળકના જન્મ પછી પણ પોલિસી પાકે (મેચ્યોર થાય) ત્યાં સુધી અથવા બાળક 3 મહિનાનું થાય ત્યાં સુધી ખર્ચ ભોગવવાની સગવડ પણ આપે છે.
3. હોસ્પિટલ કેશ કવર
આ હેલ્થ ઈન્શ્યોરન્સ એડ-ઓનમાં ઇન્શ્યોરર દ્વારા તમે જેટલો સમય હોસ્પિટલાઇઝ્ડ છો ત્યાં સુધી દરરોજ એક ચોક્કસ રકમનું કેશ અલાઉન્સ આપવાની સુવિધા આપવામાં આવે છે. આ અલાઉન્સ મેળવવા 1 દિવસ અથવા 24 કલાકથી વધુ સમયનું હોસ્પિટલાઈઝેશન જરૂરી છે.
આ સુવિધા પાછળનો મુખ્ય હેતુ હોસ્પિટલાઈઝેશન દરમિયાન થતાં અન્ય ખર્ચાઓ જેવા કે પરિવહન, દવાઓ વગેરે માટે વળતર આપવાનો છે.
4. ક્રિટીકલ ઇલનેસ કવર
જો કેન્સર, કાર્ડીઓ જેવા કોઈ મોટા રોગનું નિદાન થાય તો સારવાર માટે થતાં ચોક્કસ ખર્ચની જગ્યાએ એક ચોક્કસ અંદાજિત રકમ પૂરી પાડવાની આ એડ-ઓનમાં સુવિધા આપવામાં આવી છે.
ધારો કે, તમારી પાસે 5 લાખનો સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્શ્યોરન્સ છે, અને તમે આ એડ-ઓન લઈને કોઈ વિકટ રોગ માટે કુલ 15 લાખ રૂ સમ-અશયોર્ડનો લાભ લેવાનું નક્કી કરો છો.
આવા કિસ્સામાં જો તમને કેન્સરનું નિદાન થાય તો ઈન્શ્યોરન્સ કંપની તાત્કાલિક ધોરણે 15 લાખ રૂ ચૂકવી દેશે, ભલે પછી તમારી સારવાર 10 લાખ રૂમાં થઈ જાય.
5. પર્સનલ એક્સિડન્ટ કવર
આ એડ-ઓનમાં કોઈ અકસ્માતમાં થયેલી વ્યક્તિગત ઇજાઓ જેવીકે હંગામી કે કાયમી વિકલાંગતા, મૃત્યુ વગેરે કવર થાય છે. જો આ અકસ્માતમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારજનને એક ચોક્કસ રકમ આપવામાં આવે છે.
6. ઝોન અપગ્રેડ
ઝોન અપગ્રેડ એડ-ઓનથી તમે અલગ અલગ ઝોનમાં આવેલા શહેરોમાંથી પણ મેડિકલ સુવિધાનો લાભ લઈ શકો છો. કોઈ પણ શહેરમાં થતાં અંદાજિત મેડિકલ ખર્ચના આધારે તેનો ઝોન નક્કી થાય છે. જે પ્રદેશમાં ખર્ચ વધુ હોય તેને ઊંચા ઝોનમાં મુકવામાં આવે છે.
આ એડ-ઓનથી માત્ર થોડું વધારાનું પ્રીમિયમ ભરીને તમે વિવિધ ઝોનમાં મેડિકલ સુવિધાનો લાભ મેળવી શકો છો. અલબત્ત, સરવાળે તમને પ્રીમિયમમાં 10 થી 20%નો ફાયદો થાય છે.
ભારતમાં અલગ અલગ ઝોન:
ઝોન A: દિલ્હી/ એનસીઆર (NCR) અને મુંબઈ (નવી મુંબઈ, થાણે, કલ્યાણ સહિત)
ઝોન B: હૈદરાબાદ, સિકંદરાબાદ, બેંગલોર, કોલકાતા, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, પૂણે અને સુરત
ઝોન C: A અને B ઝોનમાં સામેલ શહેરો સિવાયના તમામ શહેરો ઝોન Cમાં સામેલ છે.
હાલમાં, ડિજીટ પર, અમારી પાસે બે ઝોન છે: ઝોન A (ગ્રેટર હૈદરાબાદ, દિલ્હી NCR, ગ્રેટર મુંબઈ) અને ઝોન B (અન્ય તમામ સ્થળો). જો તમે ઝોન B માં રહેતા હોવ તો તમને પ્રીમિયમ પર વધારાનું વળતર મળે છે. એટલું જ નહીં, અમારી પાસે કોઈ ઝોન-આધારિતકો-પેમેન્ટ નથી.