મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ

મેટરનિટી કવરેજ અને બેનિફિટ્સ સહિતનો હેલ્થ ઇન્શ્યોરન્સ
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right
Loader

Analysing your health details

Please wait moment....

મેટરનિટી હેલ્થ ઇન્શ્યોરન્સ શું છે?

મેટરનિટી ઇન્શ્યોરન્સ એ પ્રસૂતિ સંબંધિત તમામ ખર્ચાઓને કવર કરતું એડ-ઓન કવર છે. જે કોઈ વ્યક્તિ - વ્યક્તિગત અથવા ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ માટે પસંદ કરી શકે છે.

હાલની અથવા નવી Health Insurance યોજના ધરાવનાર કોઈપણ વ્યક્તિ પોતાના અથવા તેમના જીવનસાથી માટે આ લાભનો સમાવેશ કરી શકે છે જેથી જ્યારે પણ સમય આવે, ત્યારે બાળકની ડિલિવરી અને/અથવા ગર્ભાવસ્થામાં કોઈપણ જટિલતાઓને લગતી સારવાર અથવા તબીબી રીતે જરૂરી હોય ત્યારે તમારા તમામ ગર્ભપાતના ખર્ચને કવર કરવામાં આવે છે અને અમારા દ્વારા તેની કાળજી લેવામાં આવે છે.

વધુમાં, આ કવર ફર્ટિલિટી સમસ્યાઓ અને કોઈપણ તબીબી સમસ્યાઓને કારણે નવજાત બાળકના હોસ્પિટલમાં દાખલ થવાના ચાર્જ અને ડિલિવરીની તારીખથી 90 દિવસ સુધી રસીકરણના ચાર્જને કારણે થતા ખર્ચ માટે પણ વળતર આપે છે.

કારણ કે આવા ચમત્કાર દરોજ નથી થતા.

ભલે તમારા જીવનની તે પહેલી કે બીજી મોટી વસ્તુ હોઈ પણ કોઈપણ આગામી મોટી વસ્તુ માટે પ્લાનિંગ કરો; પિતૃત્વની શરૂઆત અને જીવનમાં એક નવું બાળક આવું તે આપણા જીવનનો સૌથી સુંદર છતાં પડકારજનક સમય બની શકે છે. ઉત્સાહ અને મૂંઝવણ. અનિશ્ચિતતા અને બેચેની. ચિંતા અને સંતોષ.

તમે ટૂંક સમયમાં બાળક માટે પ્લાનિંગ કરી રહ્યાં હોવ અથવા તમારા હાલના બાળકને એક ભાઈ-બહેનનું પ્રેમ આપવા માંગો છો, માતૃત્વનો તબક્કો, બાળકનો જન્મ અને તેના સંબંધિત દરેક વસ્તુ ઘણીવાર તણાવપૂર્ણ બની શકે છે અને અમે તમને આ બધામાં મદદ કરીશું. સમય પહેલાં સારું. ફક્ત પ્લાન ન કરેલી હોઈ તેના માટે જ નહીં, પણ પ્લાન કરેલ હોઈ તેના માટે પણ પ્લાન બનાવવું સારું રહે છે.

Read More

ભારતમાં વધી રહ્યા મેટરનિટી ખર્ચા

Maternity Costs
મોટાભાગના શહેરોમાં બાળકની ડિલિવરી કરવા માટેનો કુલ ખર્ચ ઓછામાં ઓછો રૂ. 50,000 થી રૂ. 70,000 છે.
C Section
ભારતમાં સી-સેક્શન ડિલિવરીનો ખર્ચ વધી રહ્યો છે, ઘણા શહેરોમાં ખર્ચ 2 લાખ સુધી વધી ગયો છે!
Pregnancy Test
ભારતમાં મોટા ભાગના દંપત્તિઓ પિતૃત્વ સાથે આવતી નાણાકીય જવાબદારીથી ડરતા હોય છે.

ડિજિટનું મેટરનિટી બેનિફિટ કવર શા માટે સારું છે?

  • બાળકના ડિલિવરી ખર્ચ માટે કવર પ્રદાન કરે છે: ગર્ભાવસ્થા-સંબંધિત તમામ સમસ્યાઓ, લેબર અને ડિલિવરી અને સી-સેક્શન ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થવાના ચાર્જને કવર કરે છે.
  • નવજાત શિશુ માટે કવર: અમારા મેટરનિટી બેનિફિટમાં નવજાત શિશુ માટેના કવરનો પણ સમાવેશ થાય છે, જેનો અર્થ છે કે તમારા બાળકને કોઈપણ વધારાના ખર્ચ વિના તેના પ્રથમ 90 દિવસ માટે કવર પ્રદાન કરવામાં આવશે! આમાં કોઈપણ તબીબી સમસ્યાઓ અને રસીકરણનો પણ સમાવેશ થાય છે.

  • ઇન્ફર્ટિલિટી ખર્ચ માટે કવર: અમારું મેટરનિટી બેનિફિટ માત્ર બાળકનો ડિલિવરી ખર્ચ જ નહીં પરંતુ ઘણું બધું કવર કરે છે. અમે ઇન્ફર્ટિલિટી સંબંધિત સારવાર માટે પણ કવર પ્રદાન કરીએ છીએ.

  • તબીબી રીતે જરૂરી ગર્ભપાત માટે કવર: કમનસીબે, જો તમારે તબીબી રીતે ગર્ભપાત કરાવવું જરૂરી હોય, તો તમારું મેટરનિટી બેનિફિટ તમને મદદ કરશે!

  • બીજા બાળક માટે 200% સમ ઇન્શ્યોર્ડ: આભાર પ્રકટ કરવા માટે, અમે તમને તમારા બીજા બાળક માટે તમારી મેટરનિટી સમ ઇન્શ્યોર્ડમાં 200% સુધીનો વધારો આપીએ છીએ. હા, પણ આ તે લોકો માટે છે જેમણે તેમના પ્રથમ બાળક માટે પણ ડિજીટના મેટરનિટી બેનિફિટનો ઉપયોગ કર્યો છે.

ડિજીટના મેટરનિટી કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

ડિલિવરી અને લેબર ખર્ચ

ડિલિવરી અને લેબર ખર્ચ

બાળકને જન્મ આપતી વખતે, બે ડિલિવરી સુધીના તમામ તબીબી ખર્ચાઓ (સમ ઇન્શ્યોર્ડ સુધી).

સી-સેક્શન

સી-સેક્શન

જયારે ડોકટરો બાળકોની ડિલિવરી કરવા માટે સર્જરીનો ઉપયોગ કરે છે તે સિઝેરિયન વિભાગ, જેને સામાન્ય રીતે સી-સેક્શન પણ કહે છે, તે પણ મેટરનિટી બેનિફિટ કવર હેઠળ કવર કરવામાં આવે છે. જ્યારે બાળક અથવા માતાના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોનિમાર્ગમાંથી ડિલિવરી ન કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે આ વિકલ્પ ઘણીવાર પસંદ કરવામાં આવે છે.

હોસ્પિટલ અને રૂમનું ભાડું

હોસ્પિટલ અને રૂમનું ભાડું

બાળકની ડિલિવરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવા અને રૂમ ભાડાના ખર્ચ માટે કરવામાં આવેલ તમામ ખર્ચ.

ઇન્ફર્ટિલિટીની સારવાર

ઇન્ફર્ટિલિટીની સારવાર

જો તમે અથવા તમારા જીવનસાથી ઇન્ફર્ટિલિટીની સમસ્યાઓ અનુભવી રહ્યા હોવ અને આ કવર પસંદ કર્યું હોય, તો અમે તમને સંબંધિત ઇન્ફર્ટિલિટીની સારવારથી થતા ખર્ચ માટે કવર પ્રદાન કરીશું.

ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓ

ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાઓ

કમનસીબે, કેટલીકવાર સ્ત્રીઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આ તેના માટે કવર પ્રદાન કરે છે. ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણોમાંથી ઉદ્ભવતા તમામ ખર્ચને પણ મેટરનિટી બેનિફિટ કવર હેઠળ કવર કરવામાં આવશે.

તબીબી રીતે જરૂરી ગર્ભપાત

તબીબી રીતે જરૂરી ગર્ભપાત

તમામ તબીબી રીતે જરૂરી અને કાયદેસર ગર્ભપાત કવર કરવામાં આવે છે. બાળકની ડિલિવરીથી વિપરીત, આ કિસ્સામાં ગર્ભપાતની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી.

નવજાત શિશુ માટે કવર

નવજાત શિશુ માટે કવર

વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સમાં મેટરનિટી બેનિફિટ કવર માત્ર બાળકની ડિલિવરી સુધી મર્યાદિત નથી, પરંતુ તે નવા જન્મેલા બાળકને તેમના જીવનના પ્રથમ 90 દિવસ સુધીનો ઇન્શ્યોરન્સ પણ આપે છે. આનો અર્થ એ છે કે, કોઈપણ તબીબી સમસ્યાઓ અને જરૂરી રસીકરણ પણ આ હેઠળ કવર કરવામાં આવ્યા છે.

શું કવર કરવામાં નથી આવતું?

સંભવિત ભાવિ બિમારીઓ સામે નિવારક પગલાં તરીકે હાથ ધરવામાં આવે ત્યારે સ્ટેમ સેલની લણણી અને સંગ્રહને કારણે ઉદ્ભવતા ખર્ચ.

એક્ટોપિક ગર્ભાવસ્થા માટેના તબીબી ખર્ચાઓ મેટરનિટી બેનિફિટ કવરની બહાર કવર કરવામાં આવશે, એટલે કે, તમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના તબીબી ખર્ચ હેઠળ ક્લેઇમ કરેલ.

પ્રિ-નેટલ અને પોસ્ટ-નેટલ તબીબી ખર્ચ, તે હોસ્પિટલમાં દાખલ થયા સિવાયના.

ક્લેઇમ કેવી રીતે ફાઈલ કરવો?

  • કેશલેસ ક્લેઇમ - જો તમે our 10500+ Cashless Hospitals માંથી એકમાં સારવાર કરાવવા માંગતા હોવ તો તમે આનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીં મેળવી શકો છો. હોસ્પિટલ હેલ્પડેસ્ક પર તમારું ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ રિકવેસ્ટ ફોર્મ માંગો. જો બધું બરાબર હશે તો તમારા ક્લેઇમની પ્રક્રિયા ત્યાં અને ત્યાં કરવામાં આવશે.
  • રીઈમ્બર્સમેન્ટ ક્લેઇમ - તમે તમારી પસંદગીની કોઈપણ હોસ્પિટલમાંથી રીઈમ્બર્સમેન્ટ માટે પસંદગી કરી શકો છો. હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને 1800-258-4242 પર બે દિવસની અંદર જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરો અને અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે રીઈમ્બર્સમેન્ટની પ્રક્રિયા કરવા માટે તમારા હોસ્પિટલના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકો છો.

મેટરનિટી કવરનો લાભ કોને મળી શકે છે?

જો કોઈ વ્યક્તિ નીચેના માપદંડોને પૂર્ણ કરતા હોય તો તેમના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લેનમાં મેટરનિટી એડ-ઓન કવરનો લાભ લઈ શકે છે:

જો તમે તમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે કવર પસંદ કર્યું હોય અથવા પછીના તબક્કામાં તેને સામેલ કર્યું હોય.

જો તમે 24 મહિનાનો વેઇટિંગ પીરિયડ પૂર્ણ કર્યો હોય. તો જ તમે આ મેટરનિટી કવર માટે ક્લેઇમ કરી શકશો અને તેનો લાભ લઈ શકશો.

જો તમે પરિણીત છો અને 40 વર્ષથી ઓછી ઉંમરના છો.

જો તમે પહેલાથી બે કરતાં વધુ બાળકો માટે કવરનો ઉપયોગ કર્યો નથી.

મેટરનિટી ઇન્શ્યોરન્સ કોના માટે શ્રેષ્ઠ છે?

1
નવા પરિણીત દંપત્તિઓ, જેઓ ઓછામાં ઓછા આગામી બે થી ત્રણ વર્ષમાં બાળક માટે પ્લાન કરી રહ્યા છે
2
જેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા અને આગામી બે-ત્રણ વર્ષમાં બાળકને જન્મ આપવાનું વિચારી રહ્યા છે
3
જેમને પહેલેથી જ એક બાળક છે, પરંતુ તેઓ ઓછામાં ઓછા આગામી બે વર્ષમાં આગામી બાળક માટે પ્લાન કરી રહ્યાં છે
4
જેઓ કોઈ પણ સમયે ટૂંક સમયમાં બાળક માટે પ્લાન નથી કરી રહ્યા, પરંતુ તેમ છતાં તેઓ હજુ પણ સુરક્ષિત રહેવા માંગે છે.

યુવાન દંપત્તિઓ માટે મેટરનિટી બેનિફિટ શા માટે આટલો મહત્વપૂર્ણ છે?

નાણાકીય સુરક્ષા

નાણાકીય સુરક્ષા

તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાં નાણાકીય રીતે સુરક્ષિત રહો. તમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાં, મેટરનિટી બેનિફિટ કવર એ સુનિશ્ચિત કરશે કે તમારે તમારી બચતમાંથી વધુ ખર્ચ કરવાની જરૂર નથી અને તમે તણાવમુક્ત ડિલિવરી અને પિતૃત્વની શરૂઆત કરી શકશો.

પિતૃત્વની સરળ શરૂઆત

પિતૃત્વની સરળ શરૂઆત

મેટરનિટી બેનિફિટ કવર માત્ર ડિલિવરી દરમિયાનના ખર્ચને જ નહીં, પરંતુ તમારા નવજાત શિશુને તેના પ્રથમ 90 દિવસ સુધી (કોઈપણ તબીબી સમસ્યાઓ અને જરૂરી રસીકરણ માટે કવર પ્રદાન કરે છે) પણ કવર પ્રદાન કરે છે, જેથી તમે તમારા નવા સફરની શરૂઆત આરામ અને આનંદ માણી શકો.

મૂલ્યવાન લોન્ગ-ટર્મ બેનિફિટ્સ

મૂલ્યવાન લોન્ગ-ટર્મ બેનિફિટ્સ

તમારા બીજા બાળક માટે 200% સુધીનો વધારો મેળવો. અમારી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી અને મેટરનિટી બેનિફિટ કવરના ભાગ રૂપે, જો તમે તમારા પ્રથમ માટે સમાન મેટરનિટી બેનિફિટનો ઉપયોગ કર્યો હોય, તો જ્યારે તમે બીજા બાળકને જન્મ આપવાના હોવ ત્યારે તમે સમ ઇન્શ્યોર્ડના 200% સુધી મેળવી શકો છો.

તબીબી રીતે જરૂરી ગર્ભપાત માટે કવર

તબીબી રીતે જરૂરી ગર્ભપાત માટે કવર

જો જરૂરિયાત ઊભી થાય તો તમારી ગર્ભાવસ્થાને તબીબી રીતે સમાપ્ત કરવાનો વિકલ્પ રાખો. અમારા દ્વારા આપવામાં આવતું મેટરનિટી બેનિફિટ કવર તબીબી રીતે જરૂરી અને કાયદેસર રીતે ગર્ભપાત માટે પણ કવર પ્રદાન કરે છે.

મનની શાંતિ

મનની શાંતિ

મનની શાંતિ. આપણા બાળકો આપણા આનંદની ચાવી છે અને અમે તમને ખર્ચ અંગે તણાવ આપીને તમારી પાસેથી તે છીનવા નથી માંગતા. અમે તમને કવર પ્રદાન કરીએ છીએ.

મેટરનિટી કવરવાળા હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વધુ જાણો

મેટરનિટી ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો