આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ

Digit

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

No Capping

on Room Rent

24/7

Customer Support

Zero

Co-payment

આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) બેનિફિટ શું છે?

દરેક બીમારી કે ઈજા માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. નિદાન અને સારવાર હોસ્પિટલમાં દાખલ થયા વિના ઝડપથી અને સહેલાઈથી કરી શકાય છે. સ્વાસ્થ્યની દુનિયામાં, તેને ઓપીડી- 'આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ' તરીકે ઓળખવામાં આવે છે.

તેથી, આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવર તમારી સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર, તમને જરૂર પડી શકે તેવી આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) સારવારમાંથી ઉદ્ભવતા મેડિકલ બિલનું ધ્યાન રાખે છે.

તમારા ડૉક્ટર દ્વારા પરામર્શ કરાયેલ કોઈપણ સ્વાસ્થ્ય સ્થિતિ અથવા ઈજા અથવા ડેન્ટિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલ રુટ કેનાલ, આ બધું તમારા વ્યક્તિગત સ્વાસ્થ્યના સફરમાં આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) હેઠળ આવે છે.

આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ ઓપીડી સારવાર શું છે?

ઓપીડી અથવા આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ સારવાર એ તબીબી વ્યવસાયી અથવા ડૉક્ટરની સલાહ પર કરવામાં આવતી સારવાર અને નિદાન છે જે ફક્ત તેમના ક્લિનિક અથવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડૉક્ટર કન્સલ્ટેશન રૂમની મુલાકાત લઈને થઇ શકે છે.

અહીં નોંધવા જેવી મહત્વની બાબત એ છે કે આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આથી, આમાં ફ્રેક્ચર, વિવિધ દાંતની સારવાર અને નાની સર્જરીનો સમાવેશ થાય છે.

વધુ વાંચો:  Coronavirus Health Insurance તમારે શા માટે પસંદ કરવું જોઈએ?

Read More

મારે ઓપીડી કવર ધરાવતો હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે લેવો જોઈએ?

હજુ પણ વિચારો છો શા માટે? આગળ વાંચો...

OPD Expenses
ભારતમાં આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) ખર્ચ કુલ હેલ્થકેર ખર્ચના 62% જેટલો હિસ્સો ધરાવે છે. (1)
Treatment
વર્ષ 2018માં ડૉક્ટરના ક્લિનિક્ની મુલાકાત વધીને 3.2 ગણી થઈ ગઈ છે, જે 2017માં 2.7 હતી.(2)
Health Guard
સ્થાનિક જાણકારી મુજબ, ઘૂંટણની ઇજાઓ જીમ અને વર્કઆઉટ ઇજાઓમાં સૌથી વધુ છે.(3)

ઓઉત-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવરવાળા ડિજીટ હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે શું સારું છે?

  • સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવરવાળો હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયાથી લઈને ક્લેઇમ કરવાની પ્રક્રિયા પેપરલેસ, સરળ, ઝડપી અને ઝંઝટ-મુક્ત છે! ક્લેઇમ માટે પણ કોઈ હાર્ડ કોપીની જરૂર નથી!

  • રોગચાળાને કવર કરે છે - જો 2020 એ આપણને કંઈ શીખવ્યું હોય, તો તે એ છે કે બધું અનિશ્ચિત છે! ભલે તે COVID-19 હોય કે અન્ય કોઈ વાયરસ, રોગચાળો કવર કરવામાં આવે છે!

     

  • કોઈ ઉંમર આધારિત કોપેમેન્ટ નથી - અમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઉંમર આધારિત Copayment નથી. આનો અર્થ છે, તમારા ક્લેઇમ દરમિયાન- તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.

  • રૂમના ભાડા પર કોઈ પ્રતિબંધ નથી - દરેક વ્યક્તિની અલગ-અલગ પસંદગીઓ હોય છે અને અમે તે સમજીએ છીએ. તેથી જ, અમે રૂમ ભાડા પર કોઈ પ્રતિબંધ નથી રાખતા. તમને હોસ્પિટલમાં ગમે તે રૂમ પસંદ કરો.

     

  • સંચિત બોનસ - સ્વસ્થ રહેવા માટેનો પુરસ્કાર! મેળવો Yearly Cumulative Bonus

  • કોઈપણ હોસ્પિટલમાં સારવાર મેળવો - રોકડ સહિત દાવાઓ માટે ભારતમાં અમારી 10500+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા વળતરની પસંદગી કરો.

ઓપીડી કવરવાળા ડિજીટ હેલ્થ ઇન્શ્યોરન્સ શું કવર કરવામાં આવે છે?

સ્માર્ટ + આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(OPD)

દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે 10% CB (50% સુધી)

શું કવર કરવામાં આવતું નથી?

ક્લેઇમ કેવી રીતે ફાઇલ કરવો?

  • વળતર માટે ક્લેઇમ - 1800-258-4242  પર દાખલ થયાના બે દિવસની અંદર હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને જણાવો અથવા અમને healthclaims@godigit.com પર ઇમેઇલ કરો અને અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના બિલ અને સંબંધિત તમામ બાબતો અપલોડ કરી શકશો.
  • કેશલેસ ક્લેઇમ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે list of network hospitals here અહીં મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ રિકવેસ્ટ ફોર્મ માટે પૂછો. જો બધું બરાબર હશે તો તમારા કલેઇમની પ્રક્રિયા ત્યાં અને ત્યારે જ પુરી કરી દેવામાં આવશે.
  • જો તમે કોરોનાવાયરસ માટે ક્લેઇમ કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR ના અધિકૃત કેન્દ્ર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે તરફથી પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ મળેલ છે.

આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) કવરવાળા હેલ્થ ઇન્શ્યોરન્સ કોણે ખરીદવો જોઈએ?

ફિટનેસ ઉત્સાહીઓ

ફિટનેસ ઉત્સાહીઓ

અમે ફિટનેસ ઉત્સાહીઓ માટે ફિટ વિકલ્પ તરીકે ઓળખાતા આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવરવાળું હેલ્થ ઇન્શ્યોરન્સ કસ્ટમાઈઝ કર્યું છે, જો કે, તમારા જેવા લોકો અત્યંત ફિટ રહો છો અને વર્કઆઉટ સંબંધિત ઈજાઓ થઇ શકે છે જેના માટે તમારું આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. વધુમાં, હેલ્થ ઇન્શ્યોરન્સ તમને તમારી વાર્ષિક કર બચતમાં હંમેશા મદદ કરશે.

25-40 વર્ષની ઉંમરના લોકો

25-40 વર્ષની ઉંમરના લોકો

આજે મોટાભાગના યુવાનો વેઇટિંગ પિરિયડ વહેલું પૂરું કરવા માટે અને અલબત્ત, કર બચાવવા માટે સસ્તા પ્રિમીયમવાળા હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ તેમાંથી એક છો- તો તમે આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવરવાળું હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. આ રીતે, ભલે તમને લાગતું હોય કે તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સના અન્ય લાભોનો ઉપયોગ કરવાની શક્યતા ઓછી છે, તમારે ચોક્કસપણે તમારા આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) બેનિફીટની જરૂર પડશે.

વૃદ્ધ વ્યક્તિ

વૃદ્ધ વ્યક્તિ

વૃદ્ધ વ્યક્તિ નાગરિકો એવા લોકોમાંના એક છે જેમને હેલ્થ ઇન્શ્યોરન્સની સૌથી વધુ જરૂર હોય છે. જો કે, આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવરવાળું હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાનું વિચારવું અગત્યનું છે કારણ કે રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ જે ઓફર કરે છે તેના સિવાય, વૃદ્ધિને સામાન્ય રીતે દાંતની સારવાર અને નાની સર્જરી જેવી આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) સારવારની જરૂર પડતી હોય છે. આથી, આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(OPD) કવરવાળો હેલ્થ ઇન્શ્યોરન્સ નિયમિત હેલ્થ ઇન્શ્યોરન્સ લાભો અને આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(OPD) સારવાર બંને માટે કવર કરવામાં મદદ કરશે.

લિમિટેડ ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સ કવરેજ ધરાવતા કાર્યરત વ્યાવસાયિકો

લિમિટેડ ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સ કવરેજ ધરાવતા કાર્યરત વ્યાવસાયિકો

જો તમે કોઈ એવી વ્યક્તિ છો કે જેની પાસે તમારા એમ્પ્લોયર તરફથી પહેલેથી જ ગ્રૂપ મેડિકલ ઇન્શ્યોરન્સ છે પરંતુ, વધુ સારી સુરક્ષા માટે વધારાનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ જોઈએ છે, તો તમે ટોપ-અપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અથવા આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવર સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો. ગ્રુપ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાનમાં આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) લાભોનો સમાવેશ થતો નથી. આથી, વધારાનો હેલ્થ ઇન્શ્યોરન્સ તમને તમારા એમ્પ્લોયર પ્લાન સિવાયના લાભો આપી શકે છે અને તમારી વાર્ષિક કર બચતમાં પણ મદદ કરી શકે છે!

આઉટ-પેશન્ટ ડિપાર્ટમેન્ટ(ઓપીડી) કવરવાળા હેલ્થ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો