હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ
9000+
Cashless Hospitals
2.5 Crore+
Lives Insured
4.5 Lacs+
Claims Settled
I agree to the Terms & Conditions
Get Exclusive Porting Benefits
Buy Health Insurance, Up to 20% Discount
Port Existing Policy
મેડિક્લેઈમ અને હેલ્થ ઇન્શ્યુરન્સ વચ્ચેનો તફાવત
શું તમને લાગે છે કે તમે સ્વસ્થ છો? સારું, જો હા, તો અમે તમારા માટે ખુશ છીએ. પરંતુ શું તમને 100% ખાતરી છે કે તમે ભવિષ્યમાં પણ સ્વસ્થ રહેશો? ના, આપણામાંથી કોઈ નહિ. તમારા માટે અને તમારા પ્રિયજનો માટે આયોજન કરવું અને ભવિષ્યમાં તણાવમુક્ત રહેવું વધુ સારું છે.
તમને ખબર નથી કે તમારે ક્યાંથી શરૂઆત કરવી? ચિંતા કરશો નહીં, અહીં અમે તમને મદદ કરવા માટે છીએ 😊
તબીબી ઈમરજન્સીના કિસ્સામાં તમે શ્રેષ્ઠ લાભો મેળવી શકો તેવા બે માર્ગો છે, એક રીત છે મેડિક્લેઈમ અને બીજી છે હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન. અમે તમને બંને વિશે સમજાવીશું જેથી તમને વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકો.
મેડિક્લેઈમ શું છે?
મેડિક્લેઈમ એ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી છે જે તમને મેડિકલ ઇમરજન્સીના સમયે ચોક્કસ નાણાકીય સુરક્ષા આપે છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તે નીચેના તમામ ખર્ચને આવરી લે છે;
- અકસ્માતના કિસ્સામાં
- અચાનક માંદગી અથવા સર્જરીના કિસ્સામાં
- પોલિસીના કાર્યકાળ દરમિયાન કોઈપણ સર્જરીના કિસ્સામાં
મેડિક્લેઈમ બે પ્રકારના હોય છે- કેશલેસ અને રિઈમ્બર્સમેન્ટ/ભરપાઇ.
હેલ્થ ઇન્શ્યુરન્સ શું છે?
હેલ્થ ઇન્શ્યુરન્સ એ એક ઇન્શ્યુરન્સ કવર છે જે તમને ઈમરજન્સીના કિસ્સામાં તબીબી અને સર્જિકલ ખર્ચ માટે સંપૂર્ણ કવરેજ આપે છે. જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યુરન્સ હોય, તો તમે કાં તો પોતાના ખિસ્સામાંથી ખર્ચો ચૂકવો છો જે પાછળથી તમારી ઇન્શ્યુરન્સ કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવે છે અથવા ઇન્શ્યુરન્સ કંપની સીધા જ હોસ્પિટલ સાથે બિલનું સમાધાન કરે છે.
બંને સરખા લાગે છે ને? પરંતુ બંને વચ્ચેનો તફાવત જાણીને તમને આશ્ચર્ય થશે.
|
મેડિક્લેઈમ |
હેલ્થ ઇન્શ્યુરન્સ |
|
મેડિક્લેઈમ માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ સામે કવરેજ આપે છે; એટલે કે જો તમે માત્ર હોસ્પિટલમાં દાખલ હોવ તો જ તમે આ માટે ક્લેમ કરી શકો છો. |
હેલ્થ ઇન્શ્યુરન્સ એક વ્યાપક કવર ઓફર કરે છે જે માત્ર હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ કરતાં વધુ આવરી લે છે. આમાંના કેટલાક ખર્ચમાં વાર્ષિક હેલ્થ તપાસ, દૈનિક હોસ્પિટલ રોકડ જરૂરિયાત, OPD ખર્ચ અને વૈકલ્પિક સારવાર આયુષનો સમાવેશ થાય છે. |
|
મેડિક્લેઈમ સાથે કોઈ એડ-ઓન કવર નથી મળતું. |
ક્રિટીકૅલ બીમારી કવર, મેટરનિટી બેનિફિટ અને ઇન્ફર્ટિલિટી કવર વગેરે સહિતના અસંખ્ય એડ-ઓન્સ કવર છે. |
|
મેડિક્લેઈમમાં હોસ્પિટલાઈઝેશનનું કવર મર્યાદિત છે અને રૂ. 5 લાખથી વધુ નથી મળતું. |
હેલ્થ ઇન્શ્યુરન્સ કવચ વ્યાપક છે અને તે વય, શહેર, એક પ્લાનમાં સભ્યોની સંખ્યા વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે. |
|
મેડિક્લેઈમ ફ્લેક્સિબલ/લવચીક નથી. |
હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન ફ્લેક્સિબલ/લવચીક હોય છે અને તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય છે. |
મેડિક્લેઈમ અને હેલ્થ ઇન્શ્યુરન્સ ના લાભ
મેડિક્લેઈમના ફાયદા
- હોસ્પિટલમાં દાખલ હોવ ત્યારે તમને તબીબી ખર્ચમાંથી તાત્કાલિક કવરેજ મળી શકે છે
- જો તમે કેશલેસ મેડિક્લેઈમ પોલિસી પસંદ કરો છો, તો તમારા વીમાદાતા તમારા ખર્ચની પ્રત્યક્ષ ચૂકવણી કરે છે
- જો તમે ભરપાઈનો વિકલ્પ પસંદ કરો છો, તો તમારા નાણાં ખર્ચ ઇન્શ્યુરન્સ કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવશે
હેલ્થ ઇન્શ્યુરન્સના લાભ
- તમને વ્યાપક કવરેજ આપે છે
- તમને અસંખ્ય એડ-ઓન્સ પ્રદાન કરે છે
- તમે કુટુંબના તમામ સભ્યોને એક સામૂહિક હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ આવરી લેવા માટે કૌટુંબિક ફ્લોટર હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન પસંદ કરી શકો છો.
- હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના ખર્ચ આવરી લેવામાં આવે છે
- ક્રિટીકૅલ બીમારી કવર પસંદ કરવાનો વિકલ્પ આપે છે
- આઉટપેશન્ટ બેનિફિટ, મેટરનિટી બેનિફિટ, રિસ્ટોરેશન બેનિફિટ વગેરે જેવા લાભો પસંદ કરી શકો છો.
- તમારા માતા-પિતા માટે તમે ચોક્કસ વરિષ્ઠ નાગરિક સ્વાસ્થ્ય યોજના પસંદ કરી શકો છો.
- કેશલેસ ક્લેમ ઉપલબ્ધ છે
તમારે શું ખરીદવું જોઈએ, મેડિક્લેઈમ કે હેલ્થ ઇન્શ્યુરન્સ?
તમારો નિર્ણય ઘણા પરિબળો પર આધારિત હશે, જેમ કે:
- તમારી આર્થિક સ્થિતિ
- તમે અને તમારા પ્રિયજનો જે હેલ્થ સમસ્યાઓનો સામનો કરે છે તે
- તમે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ પ્લાનિંગમાં માનો છો
- તમારે તમારા હેલ્થ પ્લાનમાં ફ્લેક્સિબિલિટી/લવચીકતાની જરૂરિયાત છે કે નહીં
- શું તમને એડ-ઓન કવર અને લાભની જરૂર પડશે
- વધુ અથવા ઓછા પ્રીમિયમ ચૂકવવા તૈયાર
- તમારી અથવા તમારા પરિવારના સભ્યોની ઉંમર, જીવનનો તબક્કો, તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખો
જો તમે જાણતા હોવ કે ઉપર જણાવેલ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને તમારા અને તમારા પ્રિયજનો માટે શું શ્રેષ્ઠ રહેશે તો બેમાંથી એક પસંદ કરવું મુશ્કેલ નથી. અને જો તમને વધુ માહિતીની જરૂર હોય, તો સંપર્ક કરો! અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ.
મહત્વપૂર્ણ/જરૂરી સૂચના: કોરોનાવાયરસ હેલ્થ ઇન્શ્યુરન્સમાં શું આવરી લેવાય છે અને તેના લાભ વિશે વધુ જાણો