ભારતમાં કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ ઓનલાઈન

તમારી કેશલેસ સારવાર માટે ડિજિટની 6400+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદગી કરો તમારી ડિજિટ પોલિસીને તાત્કાલિક રિન્યૂ કરો
Happy Couple Standing Beside Car
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}

I agree to the  Terms & Conditions

Port my existing Policy
{{healthCtrl.residentPincodeError}}
Send OTP OTP Sent {{healthCtrl.mobileNumberError}}
{{healthCtrl.otpError}}
Didn't receive SMS? Resend OTP

I agree to the  Terms & Conditions

Port my existing Policy

YOU CAN SELECT MORE THAN ONE MEMBER

{{healthCtrl.patentSelectErrorStatus}}

  • -{{familyMember.multipleCount}}+ Max {{healthCtrl.maxChildCount}} kids
    (s)

DONE
Renew your Digit policy instantly right
Loader

Analysing your health details

Please wait moment....

કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ શું છે?

કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ કેવી રીતે કામ કરે છે?

Cashless Hospitals by Digit

ડિજીટની કેશલેસ નેટવર્ક હોસ્પિટલો

ડિજિટના કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સમાં શું ખાસ છે ?

  • સરળ ઓનલાઈન પ્રોસેસ – કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદવાની પ્રક્રિયાથી લઈને ક્લેઈમ કરવા સુધીની પ્રક્રિયા સરળ, ઝડપી અને ઝંઝટ-મુક્ત છે!

  • વધારાનો સમ-ઈન્શ્યોર્ડ - ખાસ કરીને આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર બીમારીઓ માટે શૂન્ય કિંમતે!

  • મહમારીને આવરી લે છે - ભારતમાં કોવિડ-19 અનેકગણો વધી રહ્યો છે અને અમે સમજીએ છીએ કે તે તમને અને તમારા પરિવાર માટે વધારાના જોખમો લાવી શકે છે. મહામારી હોવા છતાં કોરોનાવાયરસ અમારા કેશલેસ આરોગ્ય વીમામાં આવરી લેવામાં આવે છે.

  • ઉંમર આધારિત કોઈ કોપેમેન્ટ નહીં - અમારો કેશલેસ મેડિકલ ઈન્સ્યોરન્સ કોઈ પણ વય આધારિત કોપેમેન્ટ સાથે નથી આવતો એટલેકે તમારા કેશલેસ ક્લેઈમ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી કંઈપણ ચૂકવવાની જરૂર નથી.

  • રૂમભાડાની મર્યાદા : દરેકની અલગ-અલગ પસંદગીઓ, જરૂરિયાતો હોય છે અને અમે તે સમજીએ છીએ. તેથી જ અમારી પોલિસીમાં રૂમ ભાડાની કોઈ મર્યાદા નથી. તમે ઇચ્છો તે કોઈપણ હોસ્પિટલ રૂમ પસંદ કરી શકો છો.
  • 2X સમ ઈન્શ્યોર્ડ - જો તમારો સમ ઈન્શ્યોર્ડ ખતમ થઈ જાય અને કમનસીબે વર્ષ દરમિયાન તેની ફરી જરૂર પડે તો અમે તમારા માટે તેને રિફિલ કરીએ છીએ.

  • ક્યુમિલિટીવ બોનસ - સ્વસ્થ રહેવા બદલ રીવોર્ડ ! ક્લેઈમ ફ્રી વર્ષ માટે વાર્ષિક ક્યુમિલિટીવ બોનસ આપીએ છીએ !

ડિજિટના કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સમાં શું કવર થાય છે ?

કેશલેસ મેડિકલ ઈન્સ્યોરન્સના ફાયદા શું છે?

No upfront cash payments!

કોઈ અપફ્રન્ટ કેશ પેમેન્ટ નહિ !

કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ફાયદો એ છે કે હેલ્થ ઈન્સ્યોરન્સના દાવા દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી ચૂકવણી કરવાની જરૂર નથી. અન્ય કિસ્સામાં તમારા ખિસ્સામાંથી હાલ પૈસા કાઢવા પડશે અને અઠવાડિયા પછી ક્લેઈમ કરીને વળતરની રાહ જોવી પડશે! જ્યારે તમે અથવા કુટુંબનો કોઈ સભ્ય પહેલેથી જ કોઈ બીમારી અથવા મેડિકલ ઈમરજન્સીમાં વ્યસ્ત હોય ત્યારે તમારે સૌથી છેલ્લે જે ચિંતા કરવાની જરૂર હોય તે પૈસા છે અને કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ આ સમસ્યાનું નિવારણ છે.

No uncertainty

કોઈ અનિશ્ચિતતા નથી

કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમ્સ માટે તમારે પહેલાથી મંજુરી લેવી જરૂરી છે જે સુનિશ્ચિત કરે છે કે તમારો ક્લેઈમ તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. જોકે ભરપાઈ પ્રક્રિયાના કિસ્સામાં - દસ્તાવેજો માત્ર સારવાર પછી જ સબમિટ કરવામાં આવે છે અને બિલની પ્રક્રિયા કરવામાં આવે છે અને એવી સંભાવના હોઈ શકે છે કે ક્લેઈમ સંપૂર્ણપણે મંજૂર થયો નથી અને તેથી તમને સંપૂર્ણ વળતર મળશે કે નહીં તે અંગે હંમેશા અનિશ્ચિતતા રહે છે. કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ દાવા સાથે આ પ્રકારની કોઈ અનિશ્ચિતતા રહેતી નથી.

Quick and hassle-free process!

ઝડપી અને સરળ પ્રક્રિયા...!

કેશલેસ ક્લેઈમ અને ભરપાઈના દાવા બંને વીમાદાતા અને તેમાં સામેલ પ્રક્રિયાઓના આધારે ઝંઝટ મુક્ત હોઈ શકે છે પરંતુ ભરપાઈના દાવા એટલેકે રીએમ્બેરેસમેન્ટ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગે છે. આ એટલા માટે છે કારણ કે કેશલેસ દાવાઓથી વિપરીત, ભરપાઈના દાવાઓ પછીની કાળજી લેવામાં આવે છે જ્યારે કેશલેસ દાવા મંજૂર કરવામાં આવે છે અને પ્રવેશ સમયે યોગ્ય કાળજી લેવામાં આવે છે.

કેશલેસ ક્લેઈમ અને રિઈમ્બર્સમેન્ટ ક્લેઈમ વચ્ચેનો તફાવત?

ઉપર જણાવ્યા મુજબ હેલ્થ ઈન્સ્યોરન્સમાં દાવા દરમિયાન તમે બે પ્રકારની પ્રક્રિયાઓ પસંદ કરી શકો છો. કેશલેસ ક્લેઈમ અથવા વળતરનો ક્લેઈમ એટલે કે રિઈમ્બર્સમેન્ટ ક્લેઈમ. બંને વચ્ચેના મુખ્ય તફાવતોને સમજવામાં તમારી સહાય માટે અહિં એક સરળ ટેબલ છે!

કેશલેસ ક્લેઈમ

રિઈમ્બર્સમેન્ટ ક્લેઈમ

અર્થ શું છે ?

કેશલેસ ક્લેઈમનો અર્થ છે કે નેટવર્ક હોસ્પિટલમાં શરૂઆતથી જ તમારા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની બિલની કાળજી લેશે. તમારે હોસ્પિટલમાં સારવાર ખર્ચ માટે કોઈ રોકડ ચૂકવવાની જરૂર નથી.

ભરપાઈના દાવામાં, તમારે પહેલા તમારા હોસ્પિટલના બિલ અને હોસ્પિટલમાં દાખલ થયા પછીની તમામ ચૂકવણી કરવી પડશે. તમારા દાવાની મંજૂરી અને વળતર માટે તમારા મેડિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે.

શું તમારે ક્લેઈમ માટે પૂર્વ મંજૂરીની જરૂર છે?

તમારે તમારા ક્લેઈમને અગાઉથી મંજૂર કરાવવાની જરૂર છે. પૂર્વઆયોજિત હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં ઓછામાં ઓછા 72-કલાક પહેલાં અને મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં 24-કલાકની અંદર જાણ કરવી જરૂરી.

તમારે તમારા ક્લેઈમને અગાઉથી મંજૂર કરાવવાની જરૂર નથી. જોકે તમારે અગાઉથી જ ઈન્શ્યોર્ર પાસે તમારી સારવારનું કવર મળે છે કે નહિ તે ચકાસવું જરૂરી રહેશે. વળતરની પ્રક્રિયા તમારી સારવાર પછી શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે તમામ કાર્યવાહી પુરી થતા 2થી 4 અઠવાડિયાનો સમય લાગે છે.

શું તે તમામ હોસ્પિટલોમાં લાગુ પડે છે?

કેશલેસ દાવાઓ ફક્ત તમારા ઈન્શ્યોર્રની નેટવર્ક હોસ્પિટલોમાં જ લાગુ પડે છે.

વળતરના દાવા કોઈપણ હોસ્પિટલ દ્વારા કરી શકાય છે. તે નેટવર્ક હોસ્પિટલનો ભાગ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.

ભારતમાં કેશલેસ હેલ્થ ઈન્સ્યોરન્સ વિશેના FAQs