આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ

Digit

High

Sum Insured

Affordable

Premium

24/7

Customer Support

Zero Paperwork. Quick Process.
Your Name
Mobile Number

High

Sum Insured

Affordable

Premium

24/7

Customer Support

આરોગ્ય સંજીવની પોલિસી શું છે?

તમારે શા માટે આરોગ્ય સંજીવની પોલિસી ખરીદવી જોઈએ?

health insurance costs
ભારતમાં હેલ્થકેર ખર્ચ અને હેલ્થકેરની સ્થિતિ બંને વધી રહી છે.
savings
આરોગ્ય સંજીવની પોલિસી આજે બજારમાં સૌથી વધુ સસ્તી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે.
no cost emi
ઓછામાં ઓછો મૂળભૂત હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો એ સ્માર્ટ નાણાકીય આયોજન અને રોકાણની ચાવી છે!
pollution
ભારત વિશ્વના સૌથી વધુ કોવિડ અસરગ્રસ્ત દેશોમાંનો એક દેશ છે. આરોગ્ય સંજીવની પોલિસી તમને લાંબા ગાળે COVID-19 અને અન્ય બીમારીઓ બંને કવર કરવા માટે વાજબી-કિંમતનો વિકલ્પ હોઈ શકે છે.

ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંજીવની પોલિસી વિશે મહાન શું છે?

  •   સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ - તમારી પોલિસી ખરીદવાથી લઈને ક્લેઇમ કરવા સુધીનું, બધું જ સરળ, ઝડપી, પેપરલેસ અને ઝંઝટ-મુક્ત છે! હાર્ડ કોપીની જરૂર નથી!
  • સમ ઇન્સ્યોર્ડ - તમારી જરૂરિયાતોને આધારે તમારી સમ ઇન્સ્યોર્ડ કસ્ટમાઇઝ કરો!
  • કોરોનાવાયરસ જેવા રોગચાળાને આવરી લે છે - જ્યારે COVID-19ની વાત આવે છે ત્યારે ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંનો એક દેશ છે. અમે અમારા હેલ્થ ઇન્સ્યોરન્સના ભાગ રૂપે તેને કવર કરી લઈએ છીએ જેથી તમારે ખરેખર અલગ કોરોનાવાયરસ પોલિસી લેવાની જરૂર નથી.
  • સંચિત બોનસ - સ્વસ્થ રહેવા બદલ પુરસ્કાર મેળવો! તમે ક્લેઇમ-મુક્ત વર્ષો માટે વાર્ષિક સંચિત બોનસ મેળવવા માટે લાયક બનશો.
  • કોઈપણ હોસ્પિટલમાં સારવાર કરાવો - કેશલેસ સારવાર માટે ભારતમાં અમારી 6400+ નેટવર્ક હોસ્પિટલોમાંથી પસંદ કરો અથવા રિઇમ્બર્સમેન્ટની પસંદગી કરો.
  •  ન્યૂનતમ કોપેમેન્ટ - હેલ્થ ઇન્સ્યોરન્સના ક્લેઇમ દરમિયાન, તમારે ફક્ત તમારા ખિસ્સામાંથી ક્લેઇમની રકમના 5% ચૂકવવાની જરૂર છે.
  • 24X7 ગ્રાહક સહાય - જો તમને કોઈ મદદની જરૂર હોય, તો તમે રાષ્ટ્રીય રજાઓ પર પણ અમારી 24x7 કૉલની સુવિધાનો ઉપયોગ કરી શકો છો
  • અત્યંત સરળ દાવા - અમારી દાવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ટેક્નૉલૉજી-સક્ષમ છે, તેથી જ દાવાઓ કરવા માટે માત્ર સરળ નથી પણ પતાવટ કરવા માટે પણ સરળ છે.

આરોગ્ય સંજીવની પોલિસી પ્રીમિયમ ચાર્ટ અને કેલ્ક્યુલેટર

ડિજિટની આરોગ્ય સંજીવની પોલિસીમાં ₹50,000ના ગુણાંકમાં ₹3 લાખથી લઈને ₹2 કરોડ સુધીના ઇન્સ્યોરન્સના વિકલ્પો છે. અહીં એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી ₹3 લાખ અને મહત્તમ ₹2 કરોડની સમ ઇન્સ્યોર્ડ માટે આરોગ્ય સંજીવની પોલિસીના પ્રીમિયમની સરખામણી આપવામાં આવી છે.*

ઉંમરનું જૂથ

આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ (સમ ઇન્સ્યોર્ડ 3 લાખ)

આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ (સમ ઇન્સ્યોર્ડ 2 કરોડ)

18-25

₹2,414

₹9,642

26-30

₹2,503

₹9,999

31-35

₹2,803

₹11,197

36-40

₹3,702

₹13,333

41-45

₹4,698

₹18,764

46-50

₹6,208

₹24,799

51-55

₹8,420

₹33,633

56-60

₹11,569

₹46,211

*અસ્વીકરણ - આ પ્રીમિયમની રકમ એવા એકલ પુરૂષ માટે ગણવામાં આવેલ છે જેને કોઈ સ્વાસ્થ્ય સ્થિતિ નથી. આ પ્રીમિયમમાં GST સામેલ નથી. આ વીમાની રકમ ઉપરાંત, તમારી પાસે અન્ય વિકલ્પો છે જેમ કે ₹3 લાખ, ₹5 લાખ, ₹10 લાખ, ₹25 લાખ, ₹50 લાખ, ₹1 કરોડ અને ₹2 કરોડ.

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ શું કવર કરવામાં આવે છે?

Hospitalization Expenses

હોસ્પિટલાઇઝેશનના ખર્ચા

આમાં હોસ્પિટલમાં દાખલ થવાના 30 દિવસ પહેલાં અને 60 દિવસ પછી કોઈ બીમારી કે અકસ્માતને કારણે થયેલા તમામ ખર્ચ (ડાયગ્નોસ્ટિક્સ, ડૉક્ટર ચાર્જ, ઓપરેશનનો ખર્ચ, હોસ્પિટલમાં રોકાણ, દવાઓ વગેરે)નો સમાવેશ થાય છે.

AYUSH

આયુષ

ઘણા વરિષ્ઠ લોકો વૈકલ્પિક સારવાર મેળવવાનું કરવાનું પસંદ કરે છે. જો આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને/અથવા હોમિયોપેથીની પ્રમાણિત હોસ્પિટલોમાં કરવામાં આવે તો આ પોલિસી તે સારવારોને કવર કરી લે છે.

Cumulative Bonus

ક્યુમ્યુલેટીવ બોનસ

જો તમે વર્ષ દરમિયાન કોઈ દાવો ન કરો તો પણ, તમારે ગુમાવવાનું કંઈ નથી! દરેક ક્લેમ ફ્રી વર્ષ માટે, તમારી સમ ઇન્સ્યોર્ડમાં 5% બોનસ સાથે પુરસ્કાર મેળવો!

Room Rent

રૂમનું ભાડું

જ્યારે તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, ત્યારે ત્યાં હોસ્પિટલમાં વિવિધ રૂમ હોય છે, જેમાંથી તમે પસંદ કરી શકો છો. આ પોલિસી સાથે, તમે ગમે તે રૂમ પસંદ કરી શકો છો જ્યાં સુધી તેનું ભાડું રૂ. 5,000/પ્રતિ દિવસ સુધીનું હોય.

ICU

ICU/ICCU

કુલ સમ ઇન્સ્યોર્ડના 5% અથવા પ્રતિ દિવસ ₹10,000 સુધીના ICU અને ICCU સુવિધાઓ પર થતા ખર્ચને આવરી લેવામાં આવે છે.

Ambulance Services

એમ્બ્યુલન્સ સેવાઓ

હોસ્પિટલાઇઝેશન દીઠ ₹2,000 ની મહત્તમ મર્યાદા સાથે એમ્બ્યુલન્સ ચાર્જ પોલિસીમાં સામેલ છે.

Plastic Surgery and Dental Treatments

પ્લાસ્ટિક સર્જરી અને દાંતની સારવાર

પ્લાસ્ટિક સર્જરી અથવા ડેન્ટલ ટ્રીટમેન્ટ જે ઈજા અથવા કોઈ રોગને કારણે જરૂરી બને છે તેને કવર કરી લે છે.

Cataract Surgery

મોતિયાની સર્જરી

મોતિયાની શસ્ત્રક્રિયા પાછળ થતા ખર્ચને આવરી લેવામાં આવે છે. તમે ₹40,000 સુધીના કવરેજ અથવા કુલ સમ ઇન્સ્યોર્ડના 25%, બેમાંથી જે ઓછું હોય તે મેળવી શકો છો.

New Age Treatments

નવા યુગની સારવાર

બલૂન સિનુપ્લાસ્ટી, ઇમ્યુનોથેરાપી અને સ્ટેમ સેલ થેરાપી સહિતની આધુનિક સારવારો, અન્ય ઘણી સારવારો (નીચેની સૂચિ જુઓ) તમારી સમ ઇન્સ્યોર્ડના 50% સુધી કવર કરી શકાય છે.

શું કવર થતું નથી?

એક ક્લેઇમ કઈ રીતે ફાઇલ કરશો?

  •  રિઇમ્બર્સમેન્ટ ક્લેઇમ -  હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં અમને દાખલ થયાના બે દિવસની અંદર 1800-258-4242 પર  અમને જણાવો અથવા અમને healthclaims@godigit.com  પર ઇમેઇલ કરો અને અમે તમને એક લિંક મોકલીશું જ્યાં તમે તમારા હોસ્પિટલના ખર્ચાને રિઇમ્બર્સ  પ્રક્રિયા કરવા માટે, તેના બિલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકશો. 
  • કેશલેસ ક્લેઇમ - નેટવર્ક હોસ્પિટલ પસંદ કરો. તમે નેટવર્ક હોસ્પિટલોની સંપૂર્ણ સૂચિ અહીં મેળવી શકો છો. હોસ્પિટલના હેલ્પડેસ્ક પર ઈ-હેલ્થ કાર્ડ દર્શાવો અને કેશલેસ કરવાની વિનંતી કરવાના ફોર્મ માટે પૂછો. જો બધું સારું છે, તો તમારા ક્લેઇમની પ્રક્રિયા એ સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવશે.
  • જો તમે કોરોનાવાયરસ માટે ક્લેઇમ કર્યો હોય, તો ખાતરી કરો કે તમારી પાસે ICMR ના અધિકૃત કેન્દ્ર - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે તરફથી મળેલો પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ છે.

આરોગ્ય સંજીવની પોલિસીમાં ચાવીરૂપ સુવિધાઓ

સમ ઇન્સ્યોર્ડ

3 લાખથી to 2 કરોડ

કૉપેમેન્ટ

5% ફરજીયાત કૉપેમેન્ટ

પ્રીમિયમ

વાર્ષિક* ₹2414 થી શરૂ

રૂમના ભાડા પર મર્યાદા

તમારા સમ ઇન્સ્યોર્ડના 2% (5,000 સુધી)

ક્યુમ્યુલેટીવ બોનસ

તમારા સમ ઇન્સ્યોર્ડમાં દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે વધારાના 5%

ક્લેઇમની પ્રક્રિયા

ડિજિટલ મૈત્રીપૂર્ણ, કોઈ હાર્ડકોપી નહીં!

ઉપલબ્ધ વિકલ્પો

ફેમિલી ફ્લોટર અને વ્યક્તિગત પોલિસી

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીના સ્ટાન્ડર્ડ ફાયદા

જીવનપર્યંત રિન્યૂ કરાવી શકો

જ્યારે આ પોલિસીની ખરીદી માટેનું એન્ટ્રી લેવલ 18 થી 65 વર્ષની વય વચ્ચેના લોકો માટે મર્યાદિત છે, જો તમે સમયસર રિન્યૂ કરાવતા રહો તો આ પોલિસી આજીવન રિન્યુએબિલિટી સાથે આવે છે.

આરોગ્ય સંજીવની પોલિસીનું ઓછું પ્રીમિયમ

આ IRDAI દ્વારા નિર્ધારિત મૂળભૂત, સ્ટાન્ડર્ડ પોલિસી હોવાથી, તેના માટે આરોગ્ય સંજીવની પોલિસીનું પ્રીમિયમ બજારની અન્ય હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કરતાં તુલનાત્મક રીતે ઓછું છે.

ઓછું કોપેમેન્ટ

દરેક હેલ્થ ઇન્સ્યોરન્સ કોપેમેન્ટની સ્વતંત્ર મર્યાદાઓ સાથે આવે છે. કેટલાકમાં 10-20% કોપેમેન્ટ હોય છે, જ્યારે કેટલાકમાં બિલકુલ કોપેમેન્ટ હોતું નથી. આ પોલિસીમાં, માત્ર 5% નું ઓછામાં ઓછું કો-પેમેન્ટ છે; એટલે કે ક્લેઇમ દરમિયાન તમારે તમારા ખિસ્સામાંથી 5% ખર્ચ કરવો પડશે.

વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર ઉપલબ્ધ છે

ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા ઓફર કરવામાં આવતી આરોગ્ય સંજીવની પોલિસી બે પ્લાન સાથે ઉપલબ્ધ છે: એક વ્યક્તિગત હેલ્થ પોલિસી (કુટુંબના પ્રત્યેક સભ્ય માટે એક-એક પોલિસી) અને ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્સ્યોરન્સ (સમગ્ર કુટુંબ માટે એક જ પોલિસી).

મર્યાદિત સમ ઇન્સ્યોર્ડ

આરોગ્ય સંજીવની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી હેઠળ, તમે જેને પસંદ કરી શકો છો તે સમ ઇન્સ્યોર્ડ 3 લાખથી 2 કરોડ સુધી મર્યાદિત છે.

આરોગ્ય સંજીવની પોલિસી કોણે ખરીદવી જોઈએ?

પ્રથમ વખત હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદનાર

તમામ વીમા કંપનીઓમાં આરોગ્ય સંજીવની પોલિસીના લાભો લગભગ સમાન છે અને હાલમાં બજારમાં સૌથી વધુ સસ્તી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે. તેથી, જો તમે હજુ પણ યુવાન છો અને માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે તમારી મુસાફરીની શરૂઆત કરી રહ્યા છો, તો આરોગ્ય સંજીવની પ્લાન જેવો મૂળભૂત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવો એ હાલમાં યોગ્ય હોઈ શકે છે કારણ કે તમને 5 લાખથી વધુ સમ ઇન્સ્યોર્ડની જરૂર પડવાની શક્યતા ઓછી છે. અને તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર હજુ વધુ ખર્ચ કરવા માંગતા નથી.

કોવિડ-19 સુરક્ષાને પ્રાથમિકતા તરીકે શોધી રહેલા લોકો

કોવિડ-19 ફાટી નીકળ્યો ત્યારથી, લોકો વધુને વધુ એવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી શોધી રહ્યા છે કે જે તેઓને ચેપ લાગે તો તેમને કવર કરી લેશે. જો તમે પણ આવી પોલિસી શોધી રહ્યાં હોવ, તો આરોગ્ય સંજીવની પોલિસી વધુ સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તેની કિંમત લગભગ કોરોનાવાયરસના વિશિષ્ટ પ્લાન જેટલી જ છે અને અન્ય રોગો અને બીમારીઓની સાથે-સાથે કોવિડ-19ને પણ આવરી લે છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તે વ્યક્તિગત કોરોનાવાયરસ પ્લાન કે જે ફક્ત થોડા મહિનામાં સમાપ્ત થાય છે તેની તુલનામાં આજીવન નવીકરણ સાથે આવે છે .

લોકો મૂળભૂત, સસ્તા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન શોધી રહ્યાં છે

જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ વડે તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માંગતા હોવ પરંતુ તમારા વાર્ષિક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર વધુ ખર્ચ કરવા માંગતા નથી, તો તમે આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો જે આજે બજારમાં સૌથી વધુ સસ્તાં વિકલ્પો પૈકીનો એક વિકલ્પ છે.

આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને કઈ રીતે ઓનલાઇન ખરીદવી?

ગો ડિજિટ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સંજીવની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વિશે વારંવાર પૂછાતાં પ્રશ્નો