તમારા માટે જે શ્રેષ્ઠ છે તે જ પસંદ કરવામાં તમે હંમેશા સાવચેત રહ્યા છો. યોગ્ય નોકરી લેવી, યોગ્ય ડાયેટ પ્લાનનું અનુસરણ અથવા તમારી જરૂરિયાતોને અનુરૂપ કાર ખરીદવી. પરંતુ જ્યારે હેલ્થ ઇન્શ્યુરન્સની વાત આવે છે ત્યારે શું ત્યારે પણ આ સાવચેતી રાખીએ છીએ? આપણને લાગે છે કે આપણી પાસે હેલ્થ ઇન્શ્યુરન્સ છે તો આપણો ઉદ્ધાર થઈ ગયો. પરંતુ યોગ્ય સમ ઈન્સુરેડ પસંદ કરવી એ હેલ્થ ઇન્શ્યુરન્સ પસંદ કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે.
જરૂરિયાત કરતાં ઓછી સમ ઈન્સુરેડનો ઇન્શ્યુરન્સ હોવો તેટલો જ ખરાબ છે કે તમારી પાસે જાણે ઇન્શ્યુરન્સ નથી. આ કિસ્સામાં તમે તેના માટે પ્રીમિયમ પણ ચૂકવી રહ્યા છો અને તમારી પાસે આ કવર છે એવું વિચારીને તમે હેલ્થ માટે એટલી બચત પણ કરતા નથી.
ચાલો અહીં થોડોક સમય કાઢી કેટલીક ચોંકાવનારી હકીકતો જોઈએ:
"કેન્સરના 5 માંથી 1 દર્દી 36થી 45 વર્ષ વચ્ચેની વયના છે"
સ્ત્રોત: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા
"કેન્સરનો દર્દી સારવાર, દવાઓ અને અન્ય તમામ સંભાળ માટે લગભગ 20 લાખ ખર્ચ કરે છે."
સ્ત્રોત: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટે ઓફ મેડિકલ સાયન્સસ
તો જો આપણે વિચારીએ કે આવી જરૂરિયાતના સમયે આપણને 20 લાખનો ખર્ચ પરવડી શકે તેમ છે, તો શું તે ખરેખર આપણી જીવનભરની બચતને ખતમ કરવા યોગ્ય છે?
હવે તમે કહો આનો ઉપાય શું છે. કારણ કે આવી કટોકટીના સમયમાં આપણી બચત જ આપણી તાકાત-આપણું પીઠબળ હોય છે. પરંતુ જો અમે કહીએ કે પર્યાપ્ત સમ ઈન્સુરેડ સાથે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી લેવાથી તમારી બચતની બચત થઈ શકે છે? ચાલો એક ઉદાહરણ દ્વારા તમને આ સમજાવીએ.
શ્રી અગ્નિહોત્રીની ઉંમર 30 વર્ષની છે. દર મહિને રૂ. 50,000 કમાય છે અને દર મહિને રૂ. 10,000 બચાવે છે. 40 વર્ષની ઉંમર સુધીમાં તેમણે લગભગ 17 લાખની બચત કરી હશે. પરંતુ જીવન એકાએક બદલાઈ જાય અને તેમના પર આભ તૂટી પડે કે અગ્નિહોત્રીને કેન્સર થયું છે. અકલ્પ્ય માનસિક અને શારીરિક તણાવને સંભાળવા ઉપરાંત અગ્નિહોત્રીએ સારવાર અને દવાના ખર્ચની પણ વ્યવસ્થા કરવી પડશે.
તેથી કહી શકાય કે યોગ્ય સમ ઈન્સુરેડ સાથેની હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી એ એક એવું રોકાણ છે જે જીવનભર તમારી બચતને સુરક્ષિત કરી શકે છે.
તમારી ઉંમર: તમે જેટલી વહેલી શરૂઆત કરશો તેટલી વધુ તમારી સમ ઈન્સુરેડ હોવી જોઈએ કારણ કે બાકીના વર્ષોમાં વધુ સલામતી ભંડોળની જરૂર પડશે.
તમારા જીવનનો તબક્કો: તમે જીવનના જે તબક્કામાં છો તેના આધારે, દાખલા તરીકે, જો તમે લગ્ન કરવા અથવા કુટુંબ વગેરે શરૂ કરવા જઈ રહ્યા છો, તો તમારી સમ ઈન્સુરેડ તેની સાથે સંકળાયેલા હેલ્થકેર ખર્ચને આધારિત હોવી જોઈએ.
હેલ્થ સ્થિતિ: જો તમારા પરિવારમાં મેડિકલ સ્થિતિનો ખરબ ઇતિહાસ છે, તો ભવિષ્યની અણધારી હેલ્થ સ્થિતિની શક્યતાને જોતા તમારી સમ ઈન્સુરેડ મહત્વનું પરિબળ હોવું જોઈએ.
પરિવારના આશ્રિતો: જો તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્લોટર પોલિસી લેવાનું વિચારી રહ્યા હોવ તો સમ ઈન્સુરેડ દરેક સભ્યની જરૂરિયાતો અને તેમના માટે ભાવિ હેલ્થકેર ખર્ચને ધ્યાનમાં લેવો જોઈએ.
જીવનશૈલી અને પર્સનલ આદતો: નોકરીનો પ્રકાર, ખાવાની આદતો, તણાવનું સ્તર અને અન્ય પર્સનલ ટેવો વ્યક્તિની ભવિષ્યની હેલ્થ સંભાળની જરૂરિયાતો માટે માર્ગ બતાવે છે. સમ ઈન્સુરેડ પસંદ કરતી વખતે આ અંગે પણ વિચાર કરવો જોઈએ.
છેવટે, તમારૂં હેલ્થ એ અનમોલ સંપત્તિ છે!
નોંધ/મહત્વપૂર્ણ: ભારતમાં કોરોનાવાયરસ ઇન્શ્યુરન્સના ફાયદા અને ગેરફાયદા વિશે વધુ જાણો