આંખના લેન્સમાં ગાઢ, વાદળછાયા વિસ્તારની રચનાને કારણે સર્જાતી સ્થિતિને મોતિયો કહેવાય છે. તે મોટાભાગે વૃદ્ધ લોકોમાં સામાન્ય છે અને જો સારવાર ન કરવામાં આવે તો આંશિક અથવા સંપૂર્ણ અંધત્વ તરફ પણ દોરી શકે છે.
મોતિયો કેમ થાય છે ?
મોતિયા માટે કોઈ એક માત્ર કારણ જવાબદાર નથી. જોકે તે વરિષ્ઠો લોકોમાં સામાન્ય છે. ભારતમાં એક એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે જ્યાં 50 વર્ષની ઉંમરના લોકોને પણ મોતિયાની અસર થઈ રહી છે!
તેનું એક કારણ ભારતમાં ડાયાબિટીસનો વધારો અને વ્યાપ પણ હોઈ શકે છે. ડાયાબિટીસ અને વધતી ઉંમર ઉપરાંત મોતિયાના કેટલાક કારણો નીચે મુજબ છે.
• ઓક્સિડન્ટ્સનું વધુ ઉત્પાદન એટલે કે ઓક્સિજનના પરમાણુઓ કે જે સામાન્ય દૈનિક જીવનને કારણે રાસાયણિક રીતે બદલાઈ ગયા છે
• ધૂમ્રપાન
• અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન
• સ્ટીરોઈડ અને અન્ય દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ
• અમુક રોગો જેમ કે ડાયાબિટીસ
• આંખમાં ભૂતકાળમાં થયેલી ઇજાઓ
• રેસિયેશન થેરાપી
મોતિયાના લક્ષણો
• દ્રષ્ટિ ઝાંખી થવી
• રાત્રે જોવામાં તકલીફ
• રંગો ઝાંખા દેખાવા
• ઝગઝગાટ સાથે સંવેદનશીલતા વધવી
• આજુબાજુની લાઇટો
• અસરગ્રસ્ત આંખમાં બેવડી દ્રષ્ટિ
• પ્રિસ્ક્રિપ્શન ચશ્મામાં વારંવાર ફેરફારની જરૂરિયાત
મોતિયાના પ્રકારો
સામાન્ય રીતે લોકો એવી ગેરસમજમાં હોય છે કે મોતિયા એક જ પ્રકારનું હોય છે અને તે ફક્ત વૃદ્ધાવસ્થા સાથે સંબંધિત હોય છે.
જોકે હકીકત કઈંક અલગ છે. મોતિયા તેના કારણ અને આંખના કયા ભાગને અસર કરે છે તેના આધારે વિવિધ પ્રકારના હોઈ શકે છે. નીચે મોતિયાના વિવિધ પ્રકારો છે :
• ન્યૂક્લિયર મોતિયો : લેન્સની મધ્યમાં બને છે અને ન્યુક્લિયસ (આંખનું કેન્દ્ર) પીળા/ભુરો થવાનું કારણ બને છે
• કોર્ટિકલ મોતિયો : ફાચર આકારનું, ન્યુક્લિયસની ધારની આસપાસ રચાય છે.
• પૉસ્ટિરિઅર કેપ્સુલર કૅટરૅક્ટ્સ: અન્ય મોતિયાની સરખામણીમાં ખૂબ જ ઝડપથી બને છે અને આંખના લેન્સના પાછળના ભાગને અસર કરે છે.
• જન્મજાત મોતિયો : આ મોતિયાનો એક એવો પ્રકાર છે જે વધતી ઉંમરને કારણે નથી થતો પરંતુ જન્મથી જ બાળકમાં હોય છે અથવા બાળકના પ્રથમ વર્ષમાં આંખમાં બને છે.
• ગૌણ મોતિયો : અન્ય રોગ અથવા ડાયાબિટીસ અને ગ્લુકોમાને કારણે આ મોતિયો થાય છે. વધુમાં સ્ટેરોઇડ્સ અને અન્ય દવાઓનો ઉપયોગ પણ મોતિયાનું કારણ બની શકે છે.
• આઘાતજનક મોતિયો : કેટલીકવાર આંખમાં ઈજા થયા પછી આ મોતિયો વિકસી શકે છે. જોકે આ મોતિયાના સર્જનમાં વર્ષો પણ લાગી શકે છે.
• રેડિયેશન મોતિયો : કેન્સર માટે રેડિયેશન ટ્રીટમેન્ટમાંથી પસાર થયા પછી વ્યક્તિમાં આ મોતિયો બને છે.
મોતિયોથી બચવાનો કોઈ ઉપાય છે?
હા, તમારી આંખના સ્વાસ્થ્ય અને એકંદર શરીરના આરોગ્ય અને સુખાકારીને જાળવી રાખીને મોતિયાને અટકાવી શકાય છે. મોતિયાને રોકવાની કેટલીક રીતોમાં નીચે જણાવી છે :
• તમારી આંખોને UVB કિરણોથી બચાવવા માટે બહાર તડકામાં નીકળો ત્યારે સનગ્લાસ પહેરો.
• નિયમિત આંખની તપાસ કરાવો. ખાસ કરીને જો તમે સામાન્ય રીતે આંખની સમસ્યાઓનો સામનો કરો છો અથવા 65 વર્ષથી વધુ ઉંમરના છો તો સમયાંતરે આંખોની તપાસ કરાવો.
• ધૂમ્રપાન બંધ કરો !
• એન્ટીઓક્સીડેન્ટ ધરાવતા ફળો અને શાકભાજીનું નિયમિત સેવન કરો.
• શરીરને સ્થૂળ ન બનાવો. યોગ્ય-તંદુરસ્ત વજન જાળવી રાખો. તે અન્ય રોગોને પણ અટકાવે છે.
• જો તમને ડાયાબિટીસ હોય તો તમારા ડાયાબિટીસના લેવલને કાબૂમાં રાખો.
શું મોતિયા સાથે સંકળાયેલા કોઈ જોખમી પરિબળો છે?
હા, એવા કેટલાક લોકો છે જેઓ કમનસીબે અન્ય લોકો કરતા મોતિયાની વધુ સંભાવના ધરાવે છે. તેમાંના કેટલાક જોખમી પરિબળોનો નીચે મુજબ છે :
• વધતી જતી ઉંમર
• ભારે આલ્કોહોલનું સેવન
• નિયમિત ધૂમ્રપાન
• સ્થૂળતા-ઓબેસિટી
• હાઈ બ્લડ પ્રેશર
• અગાઉની આંખની ઇજાઓ
• મોતિયાનો પારિવારિક ઇતિહાસ
• સતત સૂર્યપ્રકાશનો સંપર્ક
• ડાયાબિટીસ
• એક્સ-રે અને કેન્સરની સારવારમાં રેડિયેશનનો સંપર્ક