હેલ્થ ઈન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરો

ડિજિટ પર મેળવો હેલ્થ ઈન્સ્યોરન્સનું ક્વોટેન્શન અને અન્ય જોડે તુલના કરો.

I agree to the  Terms & Conditions

Port my existing Policy

ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી કરવી કેમ જરૂરી છે ?

કોઈ એક પ્લાન નક્કી કરો તે પહેલાં તમારે બજારના અન્ય ઉપલ્બધ વિકલ્પોને પણ જાણી યોગ્ય સરખામણી કરવી જરૂરી બને છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની ખરીદી કરતી વખતે તમારે નીચે મુજબ તુલના કરવી જોઈએ :

વધુ સારૂં અને પરવડે તેવું પ્રીમિયમ મેળવો

જ્યારે તમે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદતા હોય ત્યારે સૌથી વધુ અસર કરતું પરિબળ છે કે તે પરવડે તેવં છે કે નહીં. ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર્સ અલગ-અલગ પ્રીમિયમ રેન્જ સાથે વિવિધ પ્લાન ઓફર કરે છે. તમારા માટે કયો પ્લાન પરવડે તેવો છે, તે જાણવા માટે તમારે પ્લાન અને પ્રીમિયમની તુલના કરવી જોઈએ.

જરૂરિયાત મુજબ ઈન્સ્યોરન્સ પસંદ કરો

બજારમાં એક કરતાં વધુ વીમા કંપનીઓ છે. તેઓ અલગ-અલગ સુવિધાઓના આધારે અલગ-અલગ પ્રોડક્ટ ઓફર કરે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની અગાઉથી સરખામણી કરવાથી તમને તમારી જરૂરિયાત મુજબ પ્લાનની પસંદગી કરવામાં મદદ મળશે.

વધારાના લાભ મેળવો

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનની સરખામણી તમને વધારાના લાભો વિશે વધુ જાણવા માટે મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે એમ્બ્યુલન્સ સર્વિસ ચાર્જ અલગ હોઈ શકે છે. કેટલીક ઈન્સ્યોરન્સ કંપનીઓ આયુષ, વૈકલ્પિક ઉપચારાત્મક સારવાર વગેરેનો લાભ આપી શકે છે.

માહિતીસભર નિર્ણય લવો

હેલ્થ પોલિસી અને ધારા-ધોરણોની સરખામણી કરતી વખતે તમને ઘણું બધું જાણવા મળશે. વેઈટિંગ પીરિયડ, ક્લેઈમની પ્રોસેસ, આવરી લેવામાં ન આવતા હોય તેવા રોગો વગેરે જેવા મહત્વના પરિબળોને જાણીને સમજદારીથી નિર્ણયો લેવામાં મદદ કરશે.

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન્સની સરખામણી કરતી વખતે ચકાસવા જેવી બાબતો

ઓનલાઇન કે ઓફલાઇન- હેલ્થ ઇન્સ્યોરન્સની સરખામણી કેવી રીતે કરવી

ઓનલાઈન સરખામણી

ઓફલાઇન સરખામણી

સ્ટેપ-1 : એવી વેબ એગ્રીગેટર્સ અથવા કંપનીઓ શોધો કે જે સમાન વસ્તુ આપતી હોય. અથવા તમે વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓના ઓનલાઈન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને જાતે જ તુલનાત્મક ચાર્ટ તૈયાર કરી શકો છો.

સ્ટેપ-1 : એવા એજન્ટને શોધો જે તમને હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફર કરી શકે છે. તે વ્યક્તિને મળો અને તેને તમારી જરૂરિયાતો વિશે વિગતવાર સમજાવો.

સ્ટેપ-2 : પોર્ટલ આવશ્યક માહિતીઓ જેવી કે, તમારું શહેર (ઝોન), જન્મ તારીખ, તમે કવર કરવા માગતા હોય તેવા લોકોની સંખ્યા, સંપર્કની વિગતો અને વીમાની રકમ પૂછશે. પોર્ટલ માહિતીની પ્રક્રિયા કરશે અને પછી તમને એક ક્વોટ આપવામાં આવશે. પછી તમે વીમા કંપની પસંદ કરી શકો છો અને તે મુજબ યોજના બનાવી શકો છો.

સ્ટેપ-2 : એજન્ટને તમારી ઉંમર, પહેલાથી લાગુ પડેલી ગંભીર બીમારી, મેડિકલ હિસ્ટ્રી, કુટુંબનો ઇતિહાસ, વીમાની રકમ જેવી અન્ય તમામ માહિતી આપો. ખાતરી કરો કે તમે જે માહિતી આપી રહ્યા છો તે સાચી છે.

સ્ટેપ-3 : ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની પહેલાથી અસ્તિત્વમાં રહેલી બીમારીઓ, સામાન્ય લક્ષણો, દવાઓ અથવા સપ્લિમેન્ટ્સની વિગ્તો પૂછશે. જો આવુ કોઇ હશે તો પ્રીમિયમને પ્રભાવિત કરશે.

સ્ટેપ-3 : એજન્ટ વિવિધ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી ક્વોટ માંગશે અને તે તમને મોકલશે. સારી રીતે વાંચો અને તે મુજબ ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરો.

સ્ટેપ-4 : ઉપરાંત તમારા નામ, ઉંમર, લિંગ અને વજન જેવી તમારી વ્યક્તિગત માહિતીઓ આપવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેટલીક વ્યક્તિગત વિગતો પણ પૂછશે.

-

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનની ઓનલાઈન કે ઓફલાઈન સરખામણી - ક્યું વધુ સારું?

ઓનલાઇન

ઓફલાઇન/ એજન્ટ

સમયની બચત

હેલ્થ ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી કરવાથી સમયની ઘણી બચત થાય છે.

સરખામણી કરવા માટે તમારા એજન્ટને પૂછવામાં ઘણો સમય લાગશે.

અસરકારક ખર્ચ

ઓનલાઈન સરખામણી સસ્તી છે કારણ કે તેમાં કોઈ વચેટિયા સામેલ નથી. ઉપરાંત, વહીવટી ખર્ચમાં ઘટાડો થાય છે.

એક એજન્ટ પાસેથી, સરખામણી કમિશનની સાથે આવી શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીના ક્વોટમાં વહીવટી ખર્ચ પણ સામેલ હશે.

નિષ્પક્ષ નિર્ણય

ઓનલાઈન સરખામણીમાં પક્ષપાતી અથવા પ્રભાવિત નિર્ણયની શક્યતા શૂન્ય રહે છે કારણ કે ત્યાં કોઈ મધ્યસ્થી નથી.

ઓફલાઇન સરખામણી કરતી વખતે, કોઇના પર આધારિત નિર્ણય લેવાની શક્યતાઓ વધુ હોય છે. એજન્ટ તેનું કમિશન ઉંચુ હોય તેવા હેલ્થ પ્લાનની ભલામણ કરવાનો પ્રયાસ કરી શકે છે.

કવર વિશે જાગૃતિ

ઓનલાઈન સરખામણી કરતી વખતે, તમે વેબસાઈટ પર પ્લાન વિશેની તમામ વિગતો જોઈ શકો છો અને શંકાના કિસ્સામાં તમે કસ્ટમર કેર સાથે પણ વાત કરી શકો છો.

જ્યારે ઓફલાઇન અથવા એજન્ટ દ્વારા હેલ્થ પ્લાનની સરખામણી કરતી વખતે, એજન્ટ કેટલીક સંબંધિત માહિતી જણાવવવાનું ચૂકી જાય તેવી શક્યતા રહે છે.

સગવડતા

વિવિધ હેલ્થ પ્લાન્સના ક્વોટની ઓનલાઇન સરખામણી કરવી ખૂબ સુવિધાજનક છે.

ક્વોટની સરખામણી કરવા માટે એજન્ટને પૂછવું બોજારૂપ હોઈ શકે છે.

હેલ્થ ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી શા માટે કરવી?

ખાદ્યચીજોથી લઈને કેબ અને કરિયાણાથી લઈને પોલિસી સુધી હવે બધું જ ઓનલાઈન ઉપલબ્ધ છે. ઓનલાઈન શોપિંગે તુલનાત્મક રીતે સુવિધાજનક બનાવી છે. તમારી આંગળીના ટેરવે સુવિધાજનક, એક પ્લેટફોર્મ પર શોધખોળ કરવા માટે ઘણા બધા ઓપ્શન્સ છે. અને જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે છે, ત્યારે તમારે આવી રીતે તેની ઓનલાઇન સરખામણી કરવી જોઈએ:

શૂન્ય રોકાણ

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સની ઓનલાઈન સરખામણી માટે તમારા તરફથી ઝીરો ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે. તમારે ફક્ત ઇન્સ્યોરન્સ આપનાર અથવા એગ્રીગેટર વેબસાઇટ્સ બ્રાઉઝ કરવી પડશે જે તમને પુષ્કળ માહિતી આપે છે. આવા વેબ એગ્રીગેટર્સ સંકલિત માહિતીઓ પુરી પાડે છે. તે સરખામણી અને વિશ્લેષણને સરળ બનાવે છે.

ઇન્સ્યોરન્સ/એજન્ટ ઓફિસમાં રાહ જોવાની જરૂર નથી

તમારે ઇન્સ્યોરન્સ પોલિસી જોઈએ છે, સારું! પરંતુ તમે બે પ્રોડક્ટોની તુલના કેવી રીતે કરશો? ક્યાંક તો ઇન્સ્યોરન્સ કંપની/એજન્ટ ઓફિસની મુલાકાત લઈને અથવા ઓનલાઈન. જ્યારે તમે પહેલાંથી જ ઓફિસ અને ઘર વચ્ચે અટવાયેલા હોવ ત્યારે   ઓનલાઈન સરખામણીની સુવિધા તમને લાંબી લાઇનોમાં રાહ જોવાનો સમય બચાવે છે.

કોઈ છુપાયેલી માહિતી નહી

હેલ્થ ઇન્સ્યોરન્સની ઓનલાઈન સરખામણી સાથે સૌથી શ્રેષ્ઠ હિસ્સો દર્શાવે છે. કોઈ છુપાયેલી માહિતી નથી. એજન્ટો અથવા ઇન્સ્યોરન્સ કંપનીઓ મૂલ્યવાન માહિતી જણાવવાનું ચૂકી શકે છે. જ્યારે ઓનલાઈન સરખામણીની વાત આવે છે ત્યારે આવું બની શકતુ નથી.

સમયની બચત

વેબ એગ્રીગેટર્સ દ્વારા ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સની સરખામણી કરવાથી તમારો સમય બચશે. તમારે કોઈપણ કંપનીના પ્રતિનિધિ અથવા એજન્ટને મળવા માટે રાહ જોવાની જરૂર નથી. ફક્ત તમારા ઇનપુટ્સમાં માહિતી દાખલ કરો અને પછી સરખામણી વિશે વાંચો. એગ્રીગેટર્સ સિવાય, તમે ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને જાતે જ તુલનાત્મક ચાર્ટ બનાવી શકો છો.

જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સની સરખામણી નહી કરો તો શું થશે?