હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી

તમારો હેલ્થ ઈન્શ્યોરન્સ ડિજિટ ઓનલાઈન પર ટ્રાન્સફર કરો

હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી શું છે?

હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ બીજું કશું નહિ પણ તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને તમારી પસંદના અન્ય ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. જેમ તમે તમારો મોબાઈલ નંબર કોઈ એક ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરની બદલે બીજામાં ટ્રાન્સફર કરો તેમ જ!

પણ આ પ્રક્રિયા માત્ર ઇન્શ્યોરન્સ બદલવા પૂરતી મર્યાદિત નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ખાસ છે. કારણકે તેમાં તમે માત્ર એક વધુ સારા પ્લાનમાં ટ્રાન્સફર નથી કરતાં, પરંતુ તમારા વેઇટિંગ પિરિયડ અને નો ક્લેઇમ બોનસની પણ ટ્રાન્સફર કરો છો. પરિણામે તમારે શરૂઆતથી જ વેઇટિંગ પિરિયડ શરુ નથી થતો અને તમે અત્યાર સુધી એકઠું થયેલું બોનસ પણ નથી ગુમાવતાં!

હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી એ બીજું કશું નહિ પણ તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને તમારી પસંદના અન્ય ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર પાસે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. જેમ તમે તમારો મોબાઈલ નંબર કોઈ એક ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરની બદલે બીજામાં ટ્રાન્સફર કરો તેમ જ!

પણ આ પ્રક્રિયા માત્ર ઇન્શ્યોરન્સ બદલવા પૂરતી મર્યાદિત નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી ખાસ છે. કારણકે તેમાં તમે માત્ર એક વધુ સારા પ્લાનમાં ટ્રાન્સફર નથી કરતાં, પરંતુ તમારા વેઇટિંગ પિરિયડ અને નો ક્લેઇમ બોનસની પણ ટ્રાન્સફર કરો છો. પરિણામે તમારે શરૂઆતથી જ વેઇટિંગ પિરિયડ શરુ નથી થતો અને તમે અત્યાર સુધી એકઠું થયેલું બોનસ પણ નથી ગુમાવતાં!

તમારો હેલ્થ ઈન્શ્યોરન્સની ડિજીટમાં શું કામ ટ્રાન્સફર કરવી જોઈએ?

મારા હેલ્થ ઈન્શ્યોરન્સને ડિજિટમાં ટ્રાન્સફર કરવાની શું પ્રક્રિયા છે?

  • સ્ટેપ 1: ‘ડિજિટ હેલ્થમાં ફેરબદલ કરો’ ઉપર ક્લિક કરો
  • સ્ટેપ 2: ઓનલાઈન તમારું નામ અને મોબાઈલ નંબર ઉમેરો.
  • સ્ટેપ 3: કામ થઈ ગયું! બાકીનું બધું જ અમારી જવાબદારી! 48 કલાકમાં અમારો કોઈ હેલ્થ નિષ્ણાંત તમારો સંપર્ક કરશે. અને સફળતાપૂર્વક તમારો હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલ કરવામાં મદદ કરશે.

ડિજિટમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • તમારા વર્તમાન ઇન્શ્યોરર પાસે રહેલી હાલની હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી
  • તમારી ઓળખનો પુરાવો
  • અન્ય વિગતો, જેમકે તમારી મેડિકલ ડિટેલ્સ, ક્લેઇમ હિસ્ટરી વિષે ફોન દ્વારા માહિતી લેવામાં આવશે.

તમારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી પોર્ટેબિલિટી થવાથી કઈ કઈ સુવિધાઓ ફેરબદલ થશે?

હાલના તમામ ઇન્શ્યોર્ડ સભ્યો

હાલનો સમ ઇન્શ્યોર્ડ

 તમારું સંગ્રહિત બોનસ

તમારા વર્તમાન રોગનો વેઇટિંગ પિરિયડ

તમારા કોઈ ચોક્કસ રોગનો વેઇટિંગ પિરિયડ

તમારા મેટરનિટી લાભનો વેઇટિંગ પિરિયડ

હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી અંગે પોલિસી હોલ્ડર્સના (એટલે કે તમારા!) હકો

IRDAના જણાવ્યા અનુસાર વ્યક્તિગત કે ફેમિલી હેલ્થ ઈન્શ્યોરન્સ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ એક જનરલ કે સ્પેશિયલ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડરમાંથી બીજામાં પોતાની પોલિસી ફેરબદલ કરી શકે છે.

IRDAની ગાઈડલાઇન્સ પ્રમાણે નવા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર ઓછામાં ઓછો સમાન સમ ઇન્શ્યોર્ડ પૂરો પાડવા બંધાયેલા છે.

સૌથી મહત્વનું, નવા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમયે જેનો વેઇટિંગ પિરિયડ પાસ થઈ ચૂક્યો હોય તેવા તમામ લાભ પૂરા પાડવા બંધનકર્તા છે.

IRDAની ગાઈડલાઇન્સ અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટીની પ્રક્રિયા સરળતાથી અને સફળતાથી થાય તે જોવાની નવા અને જુના બંને ઇન્શ્યોરન્સની જવાબદારી બને છે

IRDA અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટેના નિયમો, તમારી માટે સરળ ભાષામાં!

પોલિસીના પ્રકાર વિષે

તમે તમારી પોલિસીના સમાન પ્રકારની પોલિસીમાં જ ફેરબદલી કરી શકો છો. એટલે કે ફેરબદલી સમયે તમે પોલિસીના કવરેજ, પ્લાન અથવા પ્રકારમાં કોઈ ફેરફાર ન કરી શકો.

ઈન્શ્યોરન્સ કંપની વિષે

ઈન્શ્યોરન્સ કંપની સામાન્ય રીતે બે ભાગમાં વિભાજિત છે: લાઈફ ઈન્શ્યોરન્સ કંપની અને જનરલ ઈન્શ્યોરન્સ કંપની. જ્યારે તમે ફેરબદલી કરો ત્યારે સમાન પ્રકારની કંપનીમાં ફેરબદલી કરો તે જરૂરી છે. અને હા, ડિજીટ એક જનરલ ઈન્શ્યોરન્સ કંપની છે.

ગેપ્સ વિષે

જ્યારે તમે તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની ફેરબદલી કરવા માંગો ત્યારે તે લેપ્સ ન થઈ હોય તે જરૂરી છે. લેપ્સ થયેલ પોલિસી રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે.

તમારી ઈન્શ્યોરન્સ કંપનીને જાણ કરવા વિષે

એક ચોક્કસ રીત સાથે ગૂડબાય કહેવું જરૂરી છે. તેથી સૌથી પહેલા તમારી વર્તમાન ઈન્શ્યોરન્સ કંપનીને એ જાણ કરવી અનિવાર્ય છે કે તમે તમારો હેલ્થ ઈન્શ્યોરન્સ કોઈ અન્ય કંપનીમાં ફેરબદલ કરવા ઈચ્છો છો. પોલિસી રિન્યૂ થવાના ઓછામાં ઓછા 45 દિવસ પહેલા લેખિતમાં જાણ કરવી જરૂરી છે.

તમારી વર્તમાન ઈન્શ્યોરન્સ કંપનીના જવાબ વિષે

તમે તમારી વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીને જાણ કરો તેના ત્રણ દિવસમાં તમારી કંપનીએ જવાબ આપવો જરૂરી છે.

ફેરબદલીની ફી વિષે

IRDAની ગાઈડલાઇન્સ પ્રમાણે કોઈ પણ ઈન્શ્યોરન્સ કંપની (તમારી વર્તમાન કે નવી કંપની) તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલીની કોઈ પણ ફી વસૂલી શકે નહિ.

પ્રીમિયમમાં ફેરફાર વિષે

કોઈ પણ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ જે તે ઈન્શ્યોરન્સ કંપની દ્વારા તેમની વિવિધ પોલિસીના ફાયદાઓના આધારે નક્કી કરવામાં આવે છે. તેથી એ શક્ય છે કે તમે એક સરખા પ્રકારની પોલિસી પસંદ કરો તો પણ તે માટે વર્તમાન અને નવી ઈન્શ્યોરન્સ કંપની વચ્ચે પ્રીમિયમમાં તફાવત હોય તે શક્ય છે.

ગ્રેસ પિરિયડ વિષે

જ્યારે તમારી પોલિસી ફેરબદલીની પ્રક્રિયા હેઠળ હોય ત્યારે જ તમે ગ્રેસ પિરિયડમાં વધારાનો કરાવી શકો છો. એટલે કે તમારી પોલિસીનું પ્રીમિયમ જૂની પોલિસીના સક્રિય દિવસોના આધારે ગણવામાં આવશે.

સમ ઇન્શ્યોર્ડ અને કવરેજની રકમ વિષે

પોલિસીની ફેરબદલી વખતે તમે તમારી સમ ઇન્શ્યોર્ડ અને કવરેજની રકમમાં વધારો કરી શકો છો. અલબત્ત, તેની માન્યતા તમારા નવા ઇન્શ્યોરર દ્વારા આપવામાં આવે છે.

વેઇટિંગ પિરિયડ વિષે

સામાન્ય રીતે હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટીમાં વેઇટિંગ પિરિયડમાં કોઈ ફેરફાર થતો નથી, સિવાય કે તમે કોઈ નવા કવરેજ સાથેનો પ્લાન પસંદ કરો. ઉદાહરણ તરીકે તમારા ચાલુ રોગ માટે વેઇટિંગ પિરિયડ તમારી જૂની પોલિસીમાં સામેલ હોય જ છે તેથી તેમાં કોઈ ફેરફાર ન થાય. પણ, જો તમે ફેરબદલી દરમિયાન માત્ર મેટરનિટી કવર પસંદ કર્યું તો તે માટે નવો વેઇટિંગ પિરિયડ શરુ થાય છે.

તમારે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની ફેરબદલી ક્યારે કરાવવી જોઈએ?

જ્યારે તમે અત્યારની હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની સાથે ખુશ ન હો.

તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ  પોલિસીના પ્રીમિયમ, ખરાબ અનુભવ અથવા ખરાબ સેવાને કારણે તમારી કંપનીથી નાખુશ હોય શકો છો. જ્યારે તમારી પોલિસીના રિન્યુઅલને લગભગ 45 દિવસની વાર હોય ત્યારે તમે અલગ અલગ ઓપ્શન અંગે વિચારીને તમને વધુ અનુકૂળ લાગતાં હેલ્થ ઈન્શ્યોરન્સ  પ્લાન અથવા કંપનીને પસંદ કરીને તમારી હાલની હેલ્થ ઈન્શ્યોરન્સ  કંપનીમાંથી છૂટા થઈ શકો છો.

જ્યારે તમને વધુ સારા ઓપ્શન મળી રહ્યા હોય!

ક્યારેક એવું બને કે તમારા હાલના હેલ્થ ઈન્શ્યોરન્સ  પ્રોવાઇડર સારા જ હોય છતાં પણ તમારી અને તમારા પરિવારની હેલ્થ ઈન્શ્યોરન્સ ની જરૂરિયાત પુરી કરવા સક્ષમ ન હોય. જેમકે, તમે તમારા માતા-પિતા માટે “આયુષ” સગવડ ઇચ્છતા હો અથવા પોતાના માટે મેટરનિટી કવર ઇચ્છતા હો અને તમારા અત્યારના પ્લાનમાં એ સગવડો ન હોય!

આવા સંજોગોમાં તમારે ઓછામાં ઓછા બીજા 3 ઓપ્શન એકબીજા સાથે સરખાવી જોવા જોઈએ અને પછી તમને સૌથી વધુ અનુકૂળ ઈન્શ્યોરન્સ  કંપનીની પોલિસી લેવી જોઈએ. હા એક વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે આ પ્રવૃતિ તમારી પોલિસીના રિન્યુઅલને લગભગ 45 દિવસની વાર હોય ત્યારે કરી લેવી જરૂરી છે.

જ્યારે તમે ડિજિટ ફ્રેન્ડલી ઈન્શ્યોરન્સ તરફ આગળ વધવા માંગતા હો ત્યારે.

એવું બની શકે કે તમારી અત્યારની હેલ્થ ઈન્શ્યોરન્સ  કંપની ડિજિટ ફ્રેન્ડલી અથવા કોન્ટેકટલેસ ન હોય અને તેમની દરેક પ્રક્રિયાઓ ખૂબ જ લાંબી હોય અને તમારે કોઈ સારી ડિજિટ ફ્રેન્ડલી કંપનીનો ઈન્શ્યોરન્સ  લેવો હોય માટે તમે તમારી પોલોસી ફેરબદલ કરાવવા માંગતા હો.

હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલ કરતાં પહેલા ધ્યાનમાં રાખવાની 3 મહત્વની બાબતો:

1. તમારી હાલની પોલિસીની અંતિમ તારીખ વિષે હમેશા માહિતગાર રહો.

સમયસૂચકતા એ ખૂબ જ મહત્વની વાત છે. હેલ્થ ઈન્શ્યોરન્સ ની ફેરબદલના કિસ્સામાં સૌથી વધી ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમે માત્ર રિન્યુઅલ વખતે જ આ કામ કરી શકો છો.

અને તમારે ફેરબદલીની પ્રક્રિયા સમયસર પૂરી કરવી હોય તો તમારા હાલના હેલ્થ ઈન્શ્યોરન્સ  પ્રોવાઇડરને ઓછામાં ઓછા 45 દિવસ અગાઉ આ અંગે જાણ કરવી ખૂબ જરૂરી છે. એક વખત તમારી પોલિસી એક્સપાયર થઈ જાય પછી તમે કોઈ પણ સંજોગોમાં તેની ફેરબદલી કરી શકશો નહિ.

2. રિજેક્શનથી બચવા માટે તમારા નવા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડરની સાથે પ્રામાણિક બનો.

જેવી રીતે સંબંધોમાં પ્રામાણિકતા જરૂરી છે એ જ રીતે તમારે તમારા નવા હેલ્થ ઈન્શ્યોરન્સ  પ્રોવાઇડર સાથે ક્લેઇમ અને મેડિકલ કંડિશન બંનેની હિસ્ટરી બાબતમાં એકદમ પ્રામાણિક રહેવું જોઈએ જેથી રિજેક્શન અને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ્સથી બચી શકાય.

3. યાદ રાખો કે સમાન લાગતાં પ્લાન્સમાં પણ અલગ અલગ ફાયદાઓ હોય શકે છે.

તમારે એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે તમે કદાચ સમાન લાગતી હેલ્થ ઈન્શ્યોરન્સ  પોલિસી લઈ રહ્યા હો છતાં એમાં ફાયદાઓ અલગ પ્રકારના હોય શકે છે.

ઉદાહરણ તરીકે, અલગ અલગ ઈન્શ્યોરન્સ  પ્રોવાઇડર અલગ અલગ રૂમ રેન્ટ લિમિટ ધરાવતા અથવા તો સાવ જ રૂમ રેન્ટ લિમિટ જ ન ધરાવતા હોય એવું બની શકે છે! એટલે તમારે બધા જ ફાયદાઓ સમાન જ હશે એવું ન ધરીને સાવધાન રહેવું અને દરેક ફાયદાઓ અંગે વિગતવાર માહિતગાર થવું જરૂરી છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ ની ફેરબદલ કરાવવાના ફાયદાઓ અને ગેરફાયદાઓ

ફાયદાઓ ગેરફાયદાઓ
કન્ટીન્યુટી બેનિફિટ – આ હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટ કરાવવાનો સૌથી મોટો ફાયદો છે. સરળતાથી સમજી તો તમારે તમારી જૂની પોલિસીના ફાયદાઓને છોડી દેવા નથી પડતાં, ઉદાહરણ તરીકે સમજી તો ધારોકે તમારી જૂની પોલિસીને 2 વર્ષ થઈ ચૂક્યા છે અને તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરના નિયમો મુજબ વેઇટિંગ પિરિયડ 3 વર્ષનો છે તો તમારે વધુ માત્ર 1 વર્ષ જ એ સ્પેસિફિક રોગો માટે રાહ જોવી પડે છે જ્યારે નવી પોલિસી લેવાની વાત આવે તો આ સમયગાળો નવેસરથી ગણવામાં આવે છે! ફેરબદલી માત્ર રિન્યુઅલ સમયે જ થઈ શકે છે – પોલીસીની ફેરબદલી એટલે કે પોર્ટિંગ એ માત્ર રિન્યુઅલ સમય પર જ શક્ય છે. એટલા માટે તમારે તમારી અંતિમ તારીખનાં ઓછામાં ઓછા 2 મહિના અગાઉથી નવી પોલિસી અને નવા પ્લાન ફીચર્સ વિષે રિસર્ચ કરી રાખવું જરૂરી બની જાય છે કારણકે તો જ તમે તમારી જરૂરિયાત પ્રમાણેના ફાયદાઓ સાથેની પોલિસી આરામથી પસંદ કરી શકશો.
નો ક્લેઇમ બોનસ – સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ નો ક્લેઇમ બોનસનો લાભ જતો કરવા ન જ માંગતી હોય અને પોલિસીને પોર્ટ કરાવવાના કારણે તમે નો ક્લેઇમ બોનસનો લાભ પણ કેરી ફોરવર્ડ કરી શકો છો. મર્યાદિત ફેરફારો – તમે તમારા જુના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનમાંથી નવા વધુ સારા પ્લાનમાં ચોક્કસ જઈ શકો છો પરંતુ એક વાત યાદ રાખવી જરૂરી છે કે તમે મર્યાદિત ફેરફારો જ કરી શકો છો. તમે વધુ પડતાં ફેરફારો અથવા ફીચર્સ ઇચ્છતા હશો તો તમારા પ્રીમિયમ અને શરતોમાં પણ એ મુજબના ફેરફારો થવાની તૈયારી રાખવી પડશે.
વેઇટિંગ પિરિયડ પર ન પડતી અસર – પહેલા જ જણાવ્યા મુજબ તમારા નવા હેલ્થ ઈન્શ્યોરન્સ પાસે તમારી નવી પોલિસીની શરૂઆત જ્યારે થાય છે ત્યારે તમે જુના ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર સાથે પસાર કરેલો સમય તમારા વેઇટિંગ પિરિયડમાંથી બાદ થઈ જાય છે અને તમારે નવેસરથી વેઇટિંગ પિરિયડ ભરવો પડતો નથી. એક્સ્ટેંસીવ કવરેજ માટે વધુ પ્રીમિયમ – જો તમે એવું નક્કી કર્યું હોય કે તમારે તમારી જૂની પોલિસી કરતાં વધુ એક્સ્ટેંસીવ કવરેજ જોઈએ છે અને તમે સાવ અલગ જ પ્લાન પસંદ કરો તો તેના કારણે તમારે એ મુજબ વધુ પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે.

ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી વિષે ઉદ્દભવતા પ્રશ્નો

પોલિસી હોલ્ડર ફેરબદલી માટે ક્યારે અરજી કરી શકે?

વર્તમાન હેલ્થ ઈન્શ્યોરન્સના રિન્યૂ સમયના 60 દિવસ પહેલા હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે અરજી કરી શકાય છે.

ફેરબદલ કરવાથી મારા વેઇટિંગ પિરિયડને અસર થશે?

ના, તમે કોઈ નવા હેલ્થ ઈન્શ્યોરન્સમાં ફેરબદલી કરો તો પણ તમારો વેઇટિંગ પિરિયડ બદલાતો નથી. એટલે કે નવા વેઇટિંગ પિરિયડ માટે તમારે ફરીથી શરૂઆત કરવી પડતી નથી.  જો તમારો ચોક્કસ માંદગીનો વેઇટિંગ પિરિયડ 4 વર્ષનો છે અને તમે બીજા વર્ષે પોલિસી પોર્ટ કરવા માંગો છો (આ પ્રક્રિયા ત્રીજા વર્ષમાં થાય છે), તો તમારે વેઇટિંગ પિરિયડ પૂરો થવા માત્ર ત્રણ જ વર્ષની રાહ જોવી પડે છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની ફેરબદલીથી તમે કશું ગુમાવો છો?

ના, આખી પોલિસીમાં સમાવિષ્ટ તમામ વસ્તુઓની ફેરબદલી થાય છે એટલે કે તમે તમારું સંગ્રહિત બોનસ કે વેઇટિંગ પિરિયડના વર્ષો ગુમાવતાં નથી.

તમારે ક્યારે તમારો હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલ કરવાનું વિચારવું જોઈએ?

જો તમને કોઈ વધુ સારી સુવિધાઓ આપતી વધુ સારી પોલિસી મળી રહી હોય તો પછીના રિન્યુઅલ સમયે તમે હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલ કરવાનું વિચારી શકો છો.

હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી સમયે શું સમસ્યા થઈ શકે છે?

હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી માટે સૌથી વધુ થતી સમસ્યા એ રિજેક્ટ થવાની સંભાવના છે. આવું એટલે થાય છે કારણકે કોઈ પણ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર પોર્ટેબિલિટી રિક્વેસ્ટ એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરવાનો હક ધરાવે છે. તેઓ તમારી ક્લેઇમ હિસ્ટરી, મેડિકલ ડિટેલ્સ, ઇન્શ્યોર્ડ સભ્યોની ઉંમર વગેરે જેવા કેટલાક નિશ્ચિત માપદંડોને આધારે આવા નિર્ણયો લે છે.

શું તમે જે કંપનીમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની ફેરબદલી કરવા માંગો છો તે તમારી પોર્ટેબિલિટી રિક્વેસ્ટ નકારી શકે?

હા, કોઈ પણ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોવાઇડર પોર્ટેબિલિટી રિક્વેસ્ટ એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરવાનો હક ધરાવે છે. અલબત્ત, મોટા ભાગના પ્રામાણિક કિસ્સાઓમાં અને ખાસ તો કોઈ પણ ક્લેઇમ ન કરેલો હોય તેવા પોલિસી હોલ્ડર્સની રિક્વેસ્ટ એક્સેપ્ટ થાય જ છે.

શું ગમે ત્યારે હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી થઈ શકે?

ના, તમે હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી તમારી વર્તમાન પોલિસીના રિન્યુઅલ સમયે જ કરાવી શકો છો. તે માટે શ્રેષ્ઠ સમય હાલની હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી એક્સપાયર થાય તેના 45 દિવસ પહેલાંનો છે.

શું હું વર્ષમાં વચ્ચે હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી કરી શકું?

ના, તમે હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી તમારી વર્તમાન પોલિસીના રિન્યુઅલ સમયે જ કરાવી શકો છો. યોગ્ય સમયે ફેરબદલીની ખાતરી કરવા રિન્યૂ થવાના 45 દિવસ પહેલા ફેરબદલી માટે અરજી કરવી હિતાવહ છે.

જો મારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી રિજેક્ટ થાય તો શું થાય? અને શું કામ?

જો મારી હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી રિજેક્ટ થાય તો તમે તમારા ઇન્શ્યોરરને આ અંગે પૂછપરછ કરી શકો છો અને તેને સુધારવા પ્રયત્ન કરી શકો છો. સૌથી વધુ હેલ્થ ઈન્શ્યોરન્સ પોર્ટેબિલિટી રિજેક્ટ થવાનું કારણ પોલિસી હોલ્ડર દ્વારા મેડિકલ હિસ્ટરી અને ક્લેઇમ અંગે આપવામાં આવેલી અપૂરતી માહિતી હોય શકે છે. અથવા એમ પણ બની શકે કે તમારો ભૂતપૂર્વ હેલ્થ ઈન્શ્યોરન્સ પહળેથી જ એક્સપાયર થઈ ગયો હોય.

હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી વખતે પોલિસી હોલ્ડર્સની ઉંમર અસર કરે છે?

હા, કોઈ પણ અન્ય હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીની જેમ આમાં પણ ઉંમર અસર કરે છે. તમારી ઉંમર જેમ વધુ હોય તેમ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમની વધુ રકમ ભરવી પડે છે.

હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી કરાવવાને બદલે શું હું બીજા ઇન્શ્યોરર પાસેથી બીજો નવો પ્લાન ખરીદી શકું?

હા, તે શક્ય છે. અલબત્ત, અમે એક સરખા બે પ્લાન્સ રાખવાની જગ્યાએ વધુ કવરેજ આપતા બે અલગ અલગ પ્લાન્સ ખરીદવા સૂચન કરીએ છીએ.

લોકો શું કામ તેમનો હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલ કરે છે?

મોટા ભાગના લોકો તેમણે ભૂતકાળના ઇન્શ્યોરર સાથે થયેલા ખરાબ અનુભવ અથવા વધુ ફાયદાઓ મેળવવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ ફેરબદલ કરે છે.

હેલ્થ ઈન્શ્યોરન્સની ફેરબદલી કરવાની બદલે શું હું વર્તમાન કંપનીમાં જ કોઈ નવો પ્લાન ખરીદી શકું?

હા, તે શક્ય છે.