મોટા ભાગની ઈન્શ્યુરન્સ કંપનીઓ અને નાણાકીય નિષ્ણાતો માને છે કે ઇન્શ્યુરર અને ગ્રાહક બંનેના રક્ષણ માટે ઘણા કિસ્સાઓમાં લોડિંગ વાજબી છે.
ઇન્શ્યુરર માટે અપેક્ષિત જોખમ કરતાં વધુ જોખમ ધરાવતા વ્યક્તિઓના મેડિકલ ક્લેમમાં નુકસાન સામે વધુ સુરક્ષા પૂરી પાડે છે. અને ગ્રાહકના દૃષ્ટિકોણથી વધુ જોખમ ધરાવતા લોકોને વધુ સર્વગ્રાહી/વ્યાપક ઈન્શ્યુરન્સ કવચ મેળવવા માટેના ઉચ્ચ જોખમ પરિબળની મંજૂરી આપે છે.
આમાં 65-80 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ હાઈપરટેન્શન અથવા ડાયાબિટીસ જેવી મોટી બિમારીઓ, મોટી સર્જરીનો ઈતિહાસ, પ્રતિકૂળ કૌટુંબિક ઈતિહાસ અથવા ધૂમ્રપાન જેવી ખરાબ ટેવો ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. આમ વ્યક્તિના પ્રીમિયમની ગણતરી કરતી વખતે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ઈન્શ્યુરન્સ કંપનીઓ ઓછું જોખમ ધરાવતા ગ્રાહકો માટે ઈન્શ્યુરન્સ કવરેજ સરળ બનાવે છે.
ઉદાહરણ તરીકે, એવા બે લોકોને જોઈએ કે જેમની પાસે સમાન ઈન્શ્યુરન્સ કવરેજ છે, પરંતુ તેમાંથી એકનું હેલ્થ જોખમ વધારે છે. લોડિંગ વગર બંને વ્યક્તિઓ સમાન પ્રીમિયમ ચૂકવશે, જે ઓછા જોખમવાળા વ્યક્તિ માટે અન્યાયી હશે કારણકે તેની ચૂકવણી વધુ હશે.
જોકે એવા કિસ્સાઓ પણ છે કે જ્યાં લોડિંગ વાજબી નથી. સરળતાથી સારવાર કરી શકાય તેવી પ્રક્રિયા અને આગામી સમયની ગૂંચવણોના ઓછા જોખમ હોવા છતા લોડિંગ લાગુ કરવામાં આવે છે. દાખલા તરીકે, મોતિયા અથવા હર્નીયા જેવી સર્જરીનો ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ.