આદર્શ રીતે તમે કોવિડ-19થી સંક્રમિત થાઓ તે પહેલાં તમારે હેલ્થ ઈન્શ્યુરન્સ કવચ મેળવવું આવશ્યક છે જેથી કરીને તમને કોઈપણ વધુ વિલંબ વગર તમારી જાતને પોલિસીના લાભ અપાવી શકો. હંમેશા તપાસો કે તમારી પોલિસી હેઠળ શું આવરી લેવામાં આવ્યું છે (ઉદાહરણ તરીકે કોવિડ-19 સારવાર અથવા હોસ્પિટલાઈઝેશન અને દાવાની રકમ), જેથી કરીને તમે તમામ સંજોગો માટે તૈયાર રહો.
ઉપરાંત તમારા કવરેજમાં કોઈપણ પેનલ્ટી અને ગેપ/અંતરને ટાળવા માટે હંમેશા તમારા હેલ્થ ઈન્શ્યુરન્સને સમયસર રિન્યૂ કરો.
જો તમે કોઈ બીમારીમાંથી સાજા થઈ ગયા હો તો તમને પૂછવામાં આવેલી કોઈપણ માહિતી, જેમ કે અગાઉની હેલ્થ સ્થિતી અથવા તબીબી રેકોર્ડ્સ, જાહેર કરવાનું યાદ રાખો જેથી કરીને તમે કોઈપણ વિસંગતતાઓને ટાળી શકો અને દાવાને નકારવાની સંભાવનાઓ દૂર કરી શકો.
આ દિવસોમાં ખાસ કરીને વૈશ્વિક COVID-19 રોગચાળાને કારણે હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી એક આવશ્યકતા બની ગઈ છે. હેલ્થ કટોકટીની સ્થિતીમાં તે તમને મોટા નાણાકીય નુકસાનથી બચાવી શકે છે. COVID-19 જેવી ગંભીર બિમારીમાંથી સાજા થયા છે તેઓને ભવિષ્યમાં ગૂંચવણો થવાની સંભાવના હોઈ શકે છે, તેથી તેઓને કૂલિંગ-ઓફ પીરિયડમાંથી પસાર થવાની જરૂર પડી શકે છે જેથી નવી હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ખરીદતા પહેલા તેમના હેલ્થનું યોગ્ય અને સચોટ મૂલ્યાંકન કરવામાં આવે.
જોકે જો તમારી તબિયત સારી છે અને હજુ સુધી વાયરસથી ચેપ લાગ્યો નથી તો શક્ય તેટલી વહેલી તકે હેલ્થ ઈન્શ્યુરન્સ કવરેજ મેળવવાનો પ્રયાસ કરો, જેથી તમે વધુ ઝડપથી કવર મેળવી શકો. અને જો કદાચ ચેપ લાગે તો તમારી સારવાર અને રિકવરી સમયગાળા દરમિયાન થતા કોઈપણ ખર્ચ માટે પણ તમને આવરી લેવામાં આવશે.