મેડિકલ ઈમરજન્સીઓ વ્યક્તિના હોસ્પિટલાઈઝેશનનો સમય વધારે છે અને સાથે સાથે મોટી રકમની જરૂર પડે છે. આ પ્રકારની આજકાલ ખાસ વધી રહેલ સ્થિતિમાં જીવન માટે જોખમી રોગોનું નિદાન કરનાર વ્યક્તિઓના કેસ છે.
ભારતમાં વર્ષોથી ગંભીર બીમારીઓના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વધુમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા 2020નો અહેવાલ સૂચવે છે કે ગંભીર બિમારીઓને કારણે નજીકના ભવિષ્યમાં મૃત્યુ વધશે જ. તેથી આ યોગ્ય સમય છે કે તમે તમારા પ્રિયજનોને આવી બિમારીઓથી બચાવવા માટે યોગ્ય પગલાં લો.
આ સંજોગો છે જ્યાં ફિક્સડ બેનિફિટ હેલ્થ પ્લાન ખાસ કરીને તમને સાધનસંપન્ન અને સુરક્ષિત બનાવશે.
ગંભીર બિમારીના પોલિસીના કિસ્સામાં, આ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પોલિસીધારકને અમુક પૂર્વ-નિર્ધારિત બિમારીઓમાંથી કોઈપણ એકનો સામનો કરવા પર ખાતરીપૂર્વકની રકમ ચૂકવશે. એક ઉદાહરણ દ્વારા આની વિસ્તૃત સમજ આપીએ:
ચાલો ધારી લો કે કહીએ કે શ્રીમતી વર્માએ રૂ. 10 લાખના સમ-ઇન્શ્યોર્ડવાળો ગંભીર બીમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન (critical illness health insurance plan) લીધો છે. પોલિસીની શરતોમાં લિસ્ટેડ એક એક ગંભીર બિમારીઓ તેમને થઈ. આ કિસ્સામાં તેણીએ ખર્ચ કરવી પડતી કુલ રકમને ધ્યાનમાં લીધા વગર જ તેણીને ક્લેમ પેટે સીધા જ રૂ. 10 લાખની રકમ પ્રાપ્ત થશે. તેણી પ્લાન હેઠળ સમગ્ર સમ-ઇન્શ્યોર્ડ.મેળવશે અને પોલિસી ટર્મિનેટ એટલેકે સમાપ્ત થશે.
વધુમાં, જ્યારે ફિક્સડ બેનિફિટ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન પસંદ કરો ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે તમારો પ્લાન સંભવિત રોગોની શ્રેણીને અસરકારક રીતે આવરી લે છે કે કેમ. તેથી અમારી સલાહ છે કે તમે એવો પ્લાન પસંદ કરો જેમાં અમુક સામાન્ય થયેલ ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવી હોય.
વધુમાં, મેડિકલ કેરના આસમાને પહોંચતા ખર્ચ માટે એક સુઆયોજિત નાણાકીય વ્યવસ્થા હોવી જરૂરી છે. અહીં, તમે તમારા હાલના હેલ્થ કવરમાં વૃદ્ધિ તરીકે ફિક્સડ-લાભ પ્લાન વિશે વિચારી શકો છો.
આ સિવાય તે આજીવિકા ગુમાવવાથી અથવા હોસ્પિટલાઈઝેશન અને રિકવરી સમય દરમિયાન આવકમાં ઘટાડો થવાને કારણે ઉભા થતા બિન-તબીબી ખર્ચને પણ આવરી લે છે. વધુમાં, આ પ્લાન જો તમે આનુવંશિકતા (Genetic) અથવા લાઈફસ્ટાઈલ વગેરેને લીધે અમુક મેડિકલ પરિસ્થિતિઓના શિકાર છો તો તમારા માટે આ પ્લાન ખાસ કરીને લાભદાયી છે.