બગડતા-લથડતા હેલ્થ સાથે સંકળાયેલા તણાવ પાછળનું એક મહત્વપૂર્ણ પાસું હેલ્થકેર ખર્ચમાં સતત વધારો છે. એક અહેવાલ અનુસાર 2018-19 માટે ભારતનો હેલ્થકેર/હેલ્થસેવા ફુગાવો લગભગ 7.4% હતો, જે દેશના કુલ ફુગાવાના દર 3.4% કરતા બમણો છે. (1)
તમારો રેગ્યુલર મેડિકલ ઇન્શ્યુરન્સ પ્લાન ક્રિટીકૅલ ઈલ્લનેસ્સના ખર્ચ સામે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે ક્રિટીકૅલ ઈલ્લનેસ્સની પોલિસીમાંથી વધારાની નાણાકીય સહાય તમારી મદદે આવી શકે છે.
આમ દેશમાં પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર/હેલ્થસેવા અંગેની તમારી ચિંતા વાજબી છે.
ગુણવત્તાયુક્ત હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી હોવાથી આવા રોગોથી ઉદ્ભવતી જવાબદારીઓમાં તમને આંશિક નાણાકીય સુરક્ષા થકી રક્ષણ અને લાભ મળે છે. જો અમુક પરિસ્થિતીઓના નિદાનમાં આ પ્લાન હેઠળ હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પોસ્ટ-હોસ્પિટલાઈઝેશનના ખર્ચ, ઔષધીય/મેડિસિન ખર્ચ સહિતના સારવારના ખર્ચની ભરપાઈ થાય છે.
આમ જો તમે હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાન ખરીદો તો તમે સુરક્ષિત છો, ખરું ને? ના, ખોટું!
સ્ટાન્ડર્ડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ માત્ર અમુક રોગો અને પ્રક્રિયાઓથી થતી નાણાકીય જવાબદારીઓ સામે રક્ષણ આપે છે. સમજવા જેવું મહત્ત્વનું પાસું એ છે કે તમારી મેડિકલ ઇન્શ્યુરન્સ પોલિસી ઘણી બધી સામાન્ય પરંતુ ક્રિટીકૅલ ઈલ્લનેસ્સઓના સારવાર ખર્ચને આવરી લેવા માટે આવશ્યક ઇન્શ્યુરન્સ-રકમ ઓફર કરતી નથી.
દાખલા તરીકે, જો તમને કેન્સર, હૃદય રોગના નિદાન અથવા અંગ પ્રત્યારોપણની જરૂર હોય તો તમારી મેડિકલ ઇન્શ્યુરન્સ પોલિસી આવી સારવારનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતી નહીં હોય. આ આકસ્મિક પરિસ્થિતીઓ સામે તમારી જાતને નાણાંકીય/આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે તમારે ક્રિટીકૅલ ઈલ્લનેસ્સ કવર મેળવવાની જરૂરિયાત છે.