હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો, 20% સુધીનું ડિસ્કાઉન્ટ
9000+
Cashless Hospitals
2.5 Crore+
Lives Insured
4.5 Lacs+
Claims Settled
I agree to the Terms & Conditions
Get Exclusive Porting Benefits
Buy Health Insurance, Up to 20% Discount
Port Existing Policy
હેલ્થ ઈન્શ્યુરન્સમાં ગ્રેસ પીરિયડ
આજના સમયમાં એક તરફ મેડિકલ ઈનોવેશન/તબીબી સંશોધને સુધારેલ હેલ્થકેર પ્રણાલીઓની પહોંચ પુરી પાડી છે, તો બીજી તરફ એ જ હેલ્થકેર સુવિધાઓનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે. અનેક કિસ્સામાં આ ખર્ચ સામાન્ય લોકો માટે પરવડે તેમ નથી.
આવી ઇકોસિસ્ટમમાં હેલ્થ ઈન્શ્યુરન્સ એ બીમારીના સમયે અને અણધારી હેલ્થકેર જરૂરિયાતો દરમિયાન નાણાકીય નુકસાન સામે આપણું રક્ષણ છે.
હેલ્થ ઈન્શ્યુરન્સના મહત્વને જોતાં અત્યંત આવશ્યક છે કે હેલ્થકેર પોલિસી હંમેશા એક્ટિવ/સક્રિય હોવી જોઈએ કારણકે આપણને ક્યારે તેની જરૂર પડી શકે છે તે કોઈ જાણતું નથી. આથી સમયસર હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રીમિયમ ભરવું અત્યંત મહત્ત્વનું છે.
હેલ્થ ઈન્શ્યુરન્સમાં ગ્રેસ પીરિયડ શું છે?
દરેકનું જીવન અનેક પ્રકારે વ્યસ્ત હોઈ શકે છે અને ભૂલમાં પ્રીમિયમની ચૂકવણી ન થવાની પણ સંભાવનાઓ રહેલી છે.
ઈન્શ્યુરન્સ કંપનીઓ આ ભૂલભર્યા માનવીય વર્તનને ધ્યાનમાં લે છે અને તેથી પ્રીમિયમ ચૂકવણીની ચૂકી ગયેલી તારીખ પછી ચોક્કસ સમયગાળા સુધી પોલિસી સક્રિય રાખવાની મંજૂરી આપે છે.
આ વધારાનો વિસ્તૃત કરી આપેલ સમયગાળો હેલ્થ ઈન્શ્યુરન્સના સંદર્ભમાં "ગ્રેસ પીરિયડ" તરીકે ઓળખાય છે.
જોકે ગ્રેસ પીરિયડ દરમિયાન તમામ લાભ આગળ વધારી આપવામાં આવે છે પરંતુ ગ્રેસ પીરિયડ દરમિયાન તેના માટે દાવો કરી શકાતો નથી.
વિવિધ ઈન્શ્યુરન્સ પ્રદાતાઓ અને વિવિધ પ્રકારની પોલિસીઓનો આ ગ્રેસ પીરિયડ અલગ-અલગ હોય છે. જોકે આ સમય સામાન્ય રીતે 15-30 દિવસની વચ્ચે હોય છે અને તે પોલિસીના નિયમો અને શરતોમાં ઉલ્લેખિત પણ હોય છે. હેલ્થ ઈન્શ્યુરન્સ પૉલિસી ખરીદતા પહેલા તમે તેને ધ્યાનથી વાંચો તેની ખાતરી કરો.
તમારી હેલ્થ પોલિસીને સમયસર રિન્યુ ન કરવાના ગેરફાયદા
તમારા ઈન્શ્યુરન્સ પ્રદાતા તમારી પ્રીમિયમની ચૂકવણીમાં ચૂક માટે આ ગ્રેસ પીરિયડ આપે છે પરંતુ પ્રીમિયમની ચૂકવણી માટે ગ્રેસ પીરિયડના એક્સટેન્શનની રાહ જોવી ચોક્કસપણે સારો વિચાર નથી. અહીં તેના માટે કેટલીક મુખ્ય ખામીઓ એટલેકે ગેરફાયદા વર્ણવાયા છે:
- ગ્રેસ પીરિયડ દરમિયાન કોઈ હેલ્થ કવરેજ નહિ: આ ગ્રેસ પીરિયડની ગૂંચવણ માનો કે ના માનો ખૂબ જ જટિલ છે. ગ્રેસ પીરિયડ દરમિયાન કરવામાં આવેલ કોઈપણ ક્લેમને રદબાતલ ગણવામાં આવશે અને ઈન્શ્યુરન્સ કંપની દ્વારા નકારવામાં આવશે.
- ક્યુમુલેટીવે બોનસનું નુકશાન: મોટાભાગની હેલ્થ પોલિસી ક્યુમુલેટીવે બોનસ એટલેકે ક્યુમિલેટિવ બોનસ સાથે આવે છે જે દરેક ક્લેમ વગરના વર્ષ માટે ઉમેરવામાં આવે છે. તમે નિર્ધારિત સમય દરમિયાન તમારી પોલિસી રિન્યૂ કરવામાં નિષ્ફળ થાવ ત્યારે તમે આ ક્યુમુલેટીવે બોનસ ગુમાવો છો.
- વેઈટિંગ પીરિયડ: ગંભીર બીમારી અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોના કવરેજ માટે વેઈટિંગ પીરિયડ ફરી શૂન્યથી શરૂ થાય છે.
- ગ્રેસ પીરિયડ દરમિયાન વધારે પ્રીમિયમ: જો તમે રિન્યુઅલ તારીખ પછી ગ્રેસ પીરિયડ દરમિયાન તમારું હેલ્થકેર પ્રીમિયમ ચૂકવો તો કેટલીક કંપનીઓ લેટ ફી વસૂલે છે. જો તમે સમયસર પ્રીમિયમ ચૂકવવામાં નિયમિત ડિફોલ્ટર હો તો પ્રીમિયમમાં વધુ વધારો થઈ શકે છે.
- પોર્ટેબિલિટી લાભનું નુકશાન: તમે તમારી પોલિસી પોર્ટ કરીને તમારા હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રદાતા બદલી શકો છો પરંતુ તમે પોલિસી અમલમાં હોય ત્યારે પોર્ટિબિલિટી કરી શકો છો. એકવાર પોલિસી ગ્રેસ પીરિયડમાં જાય તો પોર્ટેબિલિટી વિકલ્પ સમાપ્ત થઈ જાય છે.
ડિજિટ હેલ્થ ઈન્શ્યુરન્સ સાથે ગ્રેસ પીરિયડ શું છે?
ડિજિટ પર અમે સમજીએ છીએ કે હેલ્થ ઈન્શ્યુરન્સ કવર કેટલું મહત્વનું છે તેથી જ પોલિસીનું સાતત્ય જાળવી રાખવા માટે અમે ગ્રેસ પીરિયડ પ્રદાન કરીએ છીએ.
જો વીમાધારક વ્યક્તિએ હપ્તામાં એટલે કે અર્ધવાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે પ્રીમિયમની ચુકવણી કરવાનું પસંદ કર્યું હોય તો નીચેની શરતો લાગુ થશે:
- પોલિસી માટે બાકી હપ્તાનું પ્રીમિયમ ચૂકવવા માટે 15 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે.
- આ ગ્રેસ પીરિયડ દરમિયાન કંપની દ્વારા પ્રીમિયમની પ્રાપ્તિની તારીખ સુધી હપ્તાના પ્રીમિયમની ચુકવણીની નિયત તારીખ સુધી કવરેજ ઉપલબ્ધ રહેશે નહીં.
- નિર્ધારિત ગ્રેસ પીરિયડની અંદર પ્રીમિયમની ચુકવણીના કિસ્સામાં વીમાધારક વ્યક્તિને "વેઈટિંગ પીરિયડ/રાહ સમય", "વિશિષ્ટ રાહ સમય, સ્પેસિફિક વેઈટિંગ પીરિયડ"ના સંદર્ભમાં ઉપાર્જિત સાતત્ય લાભ મળશે.
- જો હપ્તાનું પ્રીમિયમ નિયત તારીખે ચૂકવવામાં ન આવે તો કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં.
- જો ગ્રેસ પીરિયડમાં હપ્તાનું બાકી પ્રીમિયમ ન ચૂકવાય તો પોલિસી રદ કરવામાં આવશે.
પોલિસી અવધિના અંતે પોલિસી સમાપ્ત થશે અને પોલિસીમાં બ્રેક લીધા વિના લાભ ચાલુ રાખવા માટે તેને ગ્રેસ પીરિયડની અંદર રિન્યૂ કરી શકાય છે. ગ્રેસ પીરિયડ દરમિયાન કવરેજ ઉપલબ્ધ નથી.
ડિજિટ પર હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી ધારક તરીકે તમને પ્રાપ્ત થતા કેટલાક વધુ લાભ અહીં દર્શાવાયા છે:
ડિજિટની હેલ્થ ઈન્શ્યુરન્સમાં શું ખાસ છે?
તમારી ડિજિટ હેલ્થ ઈન્શ્યુરન્સ પોલિસી રિન્યૂ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો
- જો તમે તમારી ઇન્શ્યુર્ડ રકમ વધારવા માંગતા હોન તો હવે સમય આવી ગયો છે. તમે વર્ષ દરમિયાન કોઈપણ સમયે આ વધારો કરી શકતા નથી.
- જો તમે પાછલા વર્ષમાં ક્લેમ કર્યો ન હોય તો તમને જો તમારી પોલિસી ઓફર કરે છે તો નો-ક્લેઈમ બોનસ આપવામાં આવ્યું છે કે કેમ તે ચકાસો.
- જો તમે તમારા જીવનસાથી અથવા બાળકો જેવા સભ્યોને ઉમેરવા માંગો છો તો તમારી પાસે ફક્ત રિન્યૂ સમયે જ ઉમેરણનો વિકલ્પ છે. તેથી આ બાબતે વિચાર કરો.
તમારા હલ્થ ઈન્શ્યુરન્સનું પ્રીમિયમ સમયસર ભરવામાં ચૂકી જવાથી ઘણા બધા સ્તરે ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે. હેલ્થની અનિશ્ચિતતા, ફરી એક વાર રાહ જોવાના સમયગાળામાંથી પસાર થવાની ઝંઝટ અને અન્ય ઘણા લાભો સમાપ્ત થવાથી તમારા હેલ્થ ઈન્શ્યુરન્સનું પ્રીમિયમ સમયસર ચૂકવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ખાસ કરીને જો વીમાધારક કોઈ બીમારી અથવા વેઈટીંગ પીરિયડની જરુર હોય તેવી બીમારીથી પીડાતો હોય તો ચોક્કસથી તમારૂં હેલ્થ પ્રીમિયમ સમયસર ચૂકવવું અને ગ્રેસ પીરિયડમાં ન સરકવાની આવશ્યકતા રહેલી છે.