ઝોન બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ

ડિજિટ હેલ્થ ઇન્શ્યુરન્સ સાથે મેળવો ઝોન અપગ્રેડ વિકલ્પ
Happy Couple Standing Beside Car
Chat with an expert

I agree to the  Terms & Conditions

Port my existing Policy
Renew your Digit policy

(Incl 18% GST)

ઝોન બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી વિશે તમામ જાણકારી

હેલ્થ ઇન્શ્યુરન્સમાં ઝોનનો અર્થ શું છે?

આ એક સામાન્ય જ્ઞાન છે કે મોટા મેટ્રોપોલિટન શહેરોમાં હેલ્થકેરનો ખર્ચ નાના શહેરો કરતાં વધુ છે. તેથી જ નાના શહેરોના લોકો માટે હેલ્થકેર સેવાને વધુ સસ્તી બનાવવા માટે ઇન્શ્યુરન્સ પ્રદાતાઓએ ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીઓ તૈયાર કરી છે.

પરંતુ, આ સંદર્ભમાં "ઝોન" શબ્દનો અર્થ શું છે?

ભારતના શહેરોને વર્ગીકૃત કરવામાં આવેલા ત્રણ ઝોનનો તે સંદર્ભ આપે છે. નીચેના કોષ્ટકમાં તે દર્શાવવામાં આવ્યા છે:

ઝોન એ

ઝોન બી

ઝોન સી

દિલ્હી/એનસીઆર, મુંબઈ (નવી મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત)

હૈદરાબાદ, સિકંદરાબાદ , બેંગ્લોર, કોલકાતા, અમદાવાદ, વડોદરા, ચેન્નાઈ, પુણે અને સુરત.

A અને B સિવાયના તમામ શહેરો ઝોન Cના છે

પરંતુ સારવારના ખર્ચ અનુસાર શહેરોનું વર્ગીકરણ દરેક ઇન્શ્યુરન્સ કંપનીએ બદલાઈ શકે છે (ઉપરોક્ત વર્ગીકરણ ડિજિટ ઇન્શ્યુરન્સ માટે છે).

હવે, ઝોન A ના શહેરોમાં સારવારનો ખર્ચ ઝોન B શહેરો કરતા નોંધપાત્ર રીતે વધારે હોય છે. ઝોન C શહેરો માટે મેડિકલ ખર્ચમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી જ, ઝોન-બેઝડ ઇન્શ્યુરન્સ પ્લાન માટે દરેક શહેરમાં સારવારના ખર્ચના આધારે વીમાધારક દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમની કિંમત નક્કી કરવામાં આવે છે.

 

આ વિશે વધુ જાણો:

ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી હેઠળ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

ઉદાહરણ સાથે ઝોન બેઝડ પ્રીમિયમ ગણતરી

ચાલો વધુ સારી રીતે સમજવા માટે નીચેના કોષ્ટકમાં આપેલ ઉદાહરણ દ્વારા સમજીએ.

ઝોન સી

ઝોન બી

ઝોન એ

20% સહ-ચુકવણી (Co-Payment) સાથે પ્રીમિયમ રૂ. 5315

10% સહ-ચુકવણી (Co-Payment) સાથે પ્રીમિયમ રૂ. 5882

0% સહ-ચુકવણી (Co-Payment) સાથે પ્રીમિયમ રૂ. 6448

NA

ઝોન અપગ્રેડ એડ-ઓન શુલ્ક (ચાર્જ) તરીકે રૂ. 567 (ઝોન C -> B)

ઝોન અપગ્રેડ એડ-ઓન શુલ્ક (ચાર્જ) તરીકે રૂ. 1133 (ઝોન C -> A)

NA

10% સહ-ચુકવણી (Co-Payment) ચાર્જ બચાવો

20% સહ-ચુકવણી (Co-Payment) ચાર્જ બચાવો

 

હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીની ઝોન-બેઝડ કિંમતો પણ નીચેની વિગતોનું પાલન કરે છે:

પોલિસીધારકના રહેઠાણમાં ફેરફાર - ધારો કે તમે મેરઠના રહેવાસી છો, પરંતુ કામના કારણે તમારે મુંબઈમાં સ્થળાંતર કરવું પડશે. તેથી, જો તમે હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી ખરીદવાનું આયોજન કરી રહ્યાં છો, તો તમે ઝોન અપગ્રેડ કવરનો લાભ લઈ શકો છો અને તમારા ઝોનને મેરઠથી મુંબઈ સુધી અપગ્રેડ કરી શકો છો.

મેરઠ (ઝોન બી શહેર) કરતાં મુંબઈ (ઝોન A શહેર) માં સારવારનો ખર્ચ વધુ હોવાથી ઇન્શ્યુરન્સ કંપની તે મુજબ તમારી પ્રીમિયમ ચુકવણીને સમાયોજિત કરશે અને તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે.

બીજી બાજુ, જો તમે ઝોન B અથવા C શહેરમાં રહો છો, પરંતુ તમે ઝોન A શહેરોમાં તમારી સારવાર કરાવવા ઈચ્છો છો (વધુ સારી હોસ્પિટલો અને સુવિધાઓને કારણે), તો તમારે તમારા હેલ્થ ઇન્શ્યુરન્સ સાથે ઝોન અપગ્રેડ કવર મેળવવું જોઈએ.

એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ ક્લોઝ - કેટલીક ઇન્શ્યુરન્સ પોલિસીઓ પોલિસી ધારક ઝોન C શહેરમાંથી ઝોન B અથવા ઝોન A શહેરમાં જાય છે તો તેમના પોલિસી કવરેજને મર્યાદિત કરે છે.

ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસીના આવા કિસ્સાઓમાં ઇન્શ્યુરન્સ પ્રદાતા મોટે ભાગે સહ-ચુકવણી કલમ લાગુ કરે છે જ્યાં વીમાધારક વ્યક્તિએ તેમના હેલ્થકેર માટે થયેલા ખર્ચનો એક ભાગ ચૂકવવો પડે છે.

 

આ વિશે વધુ જાણો:

ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પ્લાનમાં કેવી રીતે અપગ્રેડ કરવું?

શું સારું છે, ઝોન A કે ઝોન B?

ઝોન-બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ પોલિસી કેવી રીતે મદદ કરે છે?

શું ઝોન-બેઝડ પ્રાઈસિંગ ખરીદવી એ સારો વિચાર છે?

ઝોન બેઝડ હેલ્થ ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો