આ કવરેજ સાથેનો ઈન્શ્યુરન્સ હશે તો દર્દી/સગાએ ખર્ચનિ ચિંતા કરવાની જરૂર રહેતી નથી અને તેઓ દર્દી માટે જરૂરી મેડિકલ સહાય મેળવવા સહિતના પ્રાથમિક ઉદ્દેશ્ય પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
એર એમ્બ્યુલન્સના ઘણા ફાયદા છે:
1. લાંબા અંતરની મુસાફરી માટે લાગતો સમય ઘટાડે છે
ગંભીર બીમારી અથવા અકસ્માતના કિસ્સામાં જ્યારે દર્દીને તાત્કાલિક મેડિકલ સહાય મળવી આવશ્યક હોય છે પરંતુ લાંબા અંતરની મુસાફરી વિધ્ન હોય ત્યારે એર એમ્બ્યુલન્સ જીવન બચાવવાનો એક વિકલ્પ છે.
2 . ગંભીર દર્દીઓની સારવાર માટે સુસજ્જ
એર એમ્બ્યુલન્સ દર્દીને વચગાળાની સંભાળ પૂરી પાડવા માટે તમામ મેડિકલ સુવિધાઓ અને ઉચ્ચ તાલીમબદ્ધ/પ્રશિક્ષિત નિષ્ણાતોથી સજ્જ હોય છે. તેનું દબાણ, ભેજ, તાપમાન અને અન્ય પરિબળો પણ દર્દીને અનુકુળ થાય છે. આમ આટલી બધી મેડિકલ સંભાળ સાથે એર એમ્બ્યુલન્સ દર્દીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સ્થિતિમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે આદર્શ રીતે અનુકૂળ છે.
3. સલામત અને આરામદાયક
ગ્રાઉન્ડ એમ્બ્યુલન્સ ઘણી વખત ગંભીર દર્દીઓ માટે પ્રતિકુળ અને યોગ્ય હોતી નથી. રોડ એમ્બ્યુલન્સ અનેક કિસ્સાઓમાં દર્દીના આરોગ્યને વધુ બગાડી શકે છે. એર એમ્બ્યુલન્સ મુસાફરીના સમયને નોંધપાત્ર રીતે ઘટાડવા ઉપરાંત દર્દી માટે સલામત અને આરામદાયક પરિવહન પણ પ્રદાન કરે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે ટ્રાફિક અથવા કોઈપણ બ્લોક/વિધ્ન દર્દીના જીવન માટે જોખમી ન બને.