આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરતી વખતે આપણા મગજમાં પ્રથમ વિચાર એ જ આવે કે પહેલા તો વિઝા માટે અરજી કરવી પડશે. તમે જે દેશની મુલાકાત લેવા માંગો છો તેની વિઝા પ્રણાલી વિશે જાણવા કલાકો ઓનલાઈન સર્ચિંગમાં બગડે છે.
પરંતુ શુ તમે જાણો છો કે ઘણા દેશોમાં ભારતીયોએ મુસાફરી કરવા વિઝાની જરૂર નથી અને કેટલાક અન્ય દેશોમાં તમે વિઝા-ઓન-અરાઈવલનો લાભ લઈ શકો છો ?
હા. આ સાચી વાત છે !
હેનલી અને પાર્ટનર્સના પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, માર્ચ 2023 સુધીમાં ભારતીય પાસપોર્ટ ધારકો અનેક દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે અથવા વિઝા-ઓન-અરાઈવલનો લાભ લઈ શકે છે. ભારતીયો નીચે દર્શાવેલ દેશોની યાદીમાં ઈ-વિઝા/એન્ટ્રી પરમિટ સાથે પણ મુસાફરી કરી શકે છે. હાલમાં ભારતીય પાસપોર્ટ મુસાફરીની સ્વતંત્રતા(Freedom of Travel)ના સંદર્ભમાં વિશ્વમાં 84મા ક્રમે છે.
તો આવો જાણીએ ભારતીય પાસપોર્ટ ધારકો કયા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે? આ રહી યાદી(આ રહ્યું લિસ્ટ)...!
1. અલ્બાનિયા | 15. માઇક્રોનેશિયા |
2. બારબાડોસ | 16. મોન્ટસેરાત |
3. ભૂટાન | 17. નેપાળ |
4. બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ | 18. નિયુ |
5. કૂક આઈસલેન્ડ | 19. ઓમાન |
6. ડોમિનિકા | 20. કતાર |
7. ઈલ-સાલ્વાડોર | 21. સેનેગલ |
8. ફિજી | 22. સેન્ટ કિટ્સ અને નેવિસ |
9. ગ્રેનાડા | 23. સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ |
10. હાઈતિ | 24. શ્રીલંકા |
11. જમૈકા | 25. ત્રિનિડાડ અને તોબાગો |
12. કઝાકિસ્તાન | 26. તુનિસિયા |
13. મકાઉ(સર ચાઈના/ચીન) | 27. થાઈલેન્ડ |
14. મોરેશિયસ | 28. વાનુઆટુ |
સામાન્ય રીતે વિઝા-ઓન-અરાઇવલ મેળવવા માટે ઇમિગ્રેશન અધિકારીઓ મુસાફરોના પાસપોર્ટ, તેમના બાયોમેટ્રિક્સ ચકાસે છે, જરૂરી ફી વસૂલાય છે અને ત્યારબાદ વિઝા પરમિટ આપવામાં આવે છે. ઑન-અરાઇવલ વિઝા દેશમાં પ્રવેશના મુખ્ય પોઈન્ટસ પર વિઝા જારી કરવામાં આવે છે તેથી આગોતરી સમજ કેળવી લેવી અને જાણી લેવું કે ત્યાં પહોંચો ત્યારે વિઝા ક્યાં આપવામાં આવશે અને શું પ્રક્રિયા છે.
ભારતીયો માટે 2015માં પાત્ર દેશોની સુધારેલા લિસ્ટ સાથે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) સુવિધા 2014માં કાર્યરત થઈ હતી. નીચે જણાવેલ યાદીમાં તમે 2023માં ભારતીય નાગરિકો માટે વિઝા-ઓન-અરાઇવલ અને ઇ-વિઝા આપતા દેશોનો ઉલ્લેખ કર્યો છે :
29. બોલાવિયા | 45. મોરિટાનિયા |
30. બોટસ્વાના | 46. મોઝામ્બિ |
31. બુરૂંદી | 47. મ્યાનમાર |
32. કમ્બોડિયા | 48. પાલાઉ આઈસલેન્ડ |
33. કેપ વર્ડે આઈસલેન્ડ | 49. રવાન્ડા |
34. કોમોરો આઈસલેન્ડ | 50. સામોઆ |
35. ઈથોપિયા | 51. સેશેલ્સ |
36. ગેબોન | 52. સિયેરા લિઓની |
37. ગિની-બિસાઉ | 53. સોમાલિયા |
38. ઈન્ડોનેશિયા | 54. સેન્ટ લુસિયા |
39. ઈરાન | 55. તંઝાનિયા |
40. જોર્ડન | 56. ટીમોર-લેસ્ટે |
41. લાઓસ | 57. ટોગો |
42. મેડાગાસ્કર | 58. ટુવાલુ |
43. માલદીવ | 59. ઉગાન્ડા |
44. માર્શન આઈસલેન્ડ | 60. ઝિમ્બાવે |
61. અંગોલા |
|
62. એન્ટીગુઆ અને બર્મુડા |
75. મોલડોવા |
76. મોરક્કો |
|
64. અઝરબૈજાન |
|
65. બહેરીન |
78. સાઓ ટોમ અને પ્રિન્સિપે |
66. બેનિન |
|
67. કોલ્મબિયા |
80. સુરિનેમ |
68. ડિજીબુટી |
81. તાઈવાન |
69. જ્યોર્જિયા |
82. તાજિકિસ્તાન |
70. કેન્યા |
|
84. ઉઝબેકિસ્તાન |
|
72. કિર્ગિસ્તાન |
|
73. લેસોથો |
86. ઝામ્બિયા |
વિદેશીઓને સરકાર દ્વારા સંબંધિત દેશની મુલાકાત લેવા માટે પરવાનગી આપતા જારી કરવામાં આવતા આ દસ્તાવેજો છે. પાસપોર્ટ તમારા દેશની ઓળખનો પુરાવો છે જ્યારે તેનાથી વિપરીત વિઝા થકી તમને કેટલાક દિવસ કે અમુક નિશ્ચિત સમય સુધી વિદેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે.
લગભગ તમામ દેશોએ તેમની વિઝા પ્રોસેસ માટે 4 પ્રકારના નિયમો રજૂ કર્યા છે, જે નીચેના ટેબલમાં સમજાવવામાં/વર્ણવામાં આવ્યા છે :
વિઝાના પ્રકાર |
વિગવગાર માહિતી |
વિઝા-ફ્રી- |
વિઝા-ફ્રી એટલે નામની જેમ જ તમે વિઝા મેળવ્યા વિના કોઈપણ દેશની મુલાકાત લઈ શકો છો. બે દેશો વચ્ચે સરકારો દ્વારા સમાન કરાર કરવામાં આવેલ હોય અથવા જે દેશની મુલાકાત લઈ રહ્યો હોય તેણે એકપક્ષીય રીતે વિદેશી નાગરિકો માટે પોતાની સરહદો ખુલ્લી મુકી હોય. |
વિઝા ઓન-અરાઈવલ |
દેશના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પર ઈશ્યુ કરવામાં આવતા વિઝાને ઓન-અરાઇવલ વિઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. મુલાકાતીઓને વિઝા આપવાની સમગ્ર પ્રક્રિયા સરકારી અધિકારીઓ દ્વારા પોર્ટ ઓફ એન્ટ્રી પર કરવામાં આવે છે અને ત્યાં જ પૂર્ણ કરવામાં આવે છે. |
ઈ-વિઝા |
ઇ-વિઝા દેશના ઇમિગ્રેશન અધિકારી દ્વારા ઓનલાઇન જારી કરાયેલા ઓફિશિયલ દસ્તાવેજો છે, જે મુલાકાતીઓને દેશમાં પ્રવેશવાની પરવાનગી આપે છે. દેશના એમ્બેસી/દૂતાવાસ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા આ એક સામાન્ય રેયુલર પેપર-આધારિત વિઝા વિકલ્પ છે. |
એન્ટ્રી પરમિટ |
અમુક દેશો વિઝાને બદલે તેમના મુલાકાતીઓને એન્ટ્રી પરમિટ આપે છે. આ એન્ટ્રી પરમિટ એક દસ્તાવેજ છે, જે વિદેશીઓને ચોક્કસ સમયગાળા માટે કાયદેસર રીતે દેશમાં પ્રવેશવાની અને રહેવાની મંજૂરી આપે છે. |
હા! મુસાફરો માટે વિશ્વભરના આ 34 દેશોમાં મુસાફરી વીમો(Travel Insurance) ફરજિયાત છે. આ ઇન્સ્યોરન્સની જરૂરિયાત જે-તે દેશના ઉંચા હેલ્થકેર ખર્ચને જોતા જરૂરી છે. આ સિવાય તમારી મુસાફરી દરમિયાન પરદેશમાં અજાણ્યા-અગમ્ય કારણોસર ઉભી થતી નાણાંકીય જવાબદારી સામેનું સુરક્ષા કવચ આપે છે. તો તમારે આ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે નહિ ?
ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીઓના ઘણા ફાયદા છે જેનો તમે લાભ લઈ શકો છો. જેમકે,
તેથી, જો તમે તમારી મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા અને નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હોવ, તો શરૂઆતથી જ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદવો જ શ્રેષ્ઠ વિકલ્પ છે! બજારમાં ઘણા બધા પ્લાન્સ ઉપલબ્ધ છે તેથી પોલિસી ખરીદવા પહેલા, કોઈપણ ચૂકવણી કરતા પહેલા તમારે અફોર્ડેબલ ખર્ચ સાથે શ્રેષ્ઠ લાભો મેળવવા માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીની તુલના અવશ્ય કરવી જોઈએ.