hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance

ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ઓનલાઈન ખરીદો

usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

false

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date

Select Number of Travellers

{{count.name}}

I agree to the Terms & Conditions

car

Check Price

arrow
×
car

Travel Insurance

Trip Type

close
Oops! We don’t service this country for now.
Select geography
  • Country
  • Geography
  • selected_icon
date
date
Valid till {{ travelCtrl.getValidDate(travelCtrl.policyStartDate, 364) }}
date
usp icon

24X7

Missed Call Facility

usp icon

Affordable

Premium

usp icon

1-Day Adventure

Activities Covered

ભારતથી ઓનલાઇન શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો

વિદેશમાં મુસાફરી એ ચોક્કસપણે આપણામાંના ઘણા લોકો માટે બકેટ લિસ્ટ આઇટમ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ એ એવો અનુભવ છે તેનો કોઈ પર્યાપ નથી એટલે કે વિદેશી મુસાફરી જેવો બીજો કોઈ અનુભવ જ નથી. આપણા મનપસંદ ફરવા લાયક સ્થળોમાં ઓછામાં ઓછું એક સ્ટોપ શેંગેન લિસ્ટનો એક દેશ તો હોવો જ જોઈએ. 

ટ્રિપ ગમે તેટલી મોંઘી લાગે ડિજિટનો ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ તમારી નાણાકીય ચિંતાઓને હળવી કરવામાં મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. તમારા શેંગેન વિઝાની પ્રક્રિયા કરવા માટે તમે સરળતાથી અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ મેળવી શકો છો.

Read More

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શું છે?

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ એ એક પોલિસી છે, જે આ ઝોનના તમામ 26 દેશોને આવરી લે છે. શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે. આ શેંગેન ઝોનના દરેક દેશ માટે અલગ-અલગ વિઝાને બદલે માત્ર એક વિઝા સાથે તમામ 27 શેંગેન દેશોમાં અવરોધ-મુક્ત મુસાફરીની ખાતરી આપે છે.

 

શું શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ફરજિયાત છે?

હા, શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ લેવો ફરજિયાત છે. આનું કારણ છે શેંગેન વિઝાની જરૂરિયાતોના ભાગરૂપે દરેક પ્રવાસી પાસે €30,000 સુધીનું મેડિકલ કવર હોવું આવશ્યક છે. આ 26 દેશો માટે વિઝાની આવશ્યકતાઓ વ્યવહારીક રીતે સમાન છે, તેથી ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો એ તમારી શેંગેન વિઝાની પ્રક્રિયાને સરળ રીતે બનાવવામાં મદદ કરશે. 

 

શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સની જરૂરિયાતો શું છે?

દરેક શેંગેન દેશમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માટે ચોક્કસ શરતો હોઈ શકે છે. તમે મુસાફરી કરતા પહેલા જરૂરીયાતો માટે સંબંધિત દેશના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ સાથે તપાસ કરી સુનિશ્ચિત કરો. તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ માટેની કેટલી કેટલીક ન્યૂનતમ શરતો અહીં વર્ણવામાં આવી છે:

  • ન્યૂનતમ €30,000નું મેડિકલ કવરેજ.
  • લાગુ કરેલ પોલીસી હેઠળ શેંગેન ઝોનનું સંપૂર્ણ કવરેજ.
  • પોલિસીમાં અન્ય કોઈપણ અણધાર્યા ખર્ચાઓ જેમ કે મેડિકલ કારણોસર સ્વદેશ પરત આવવું, ઈમરજન્સી હોસ્પિટલમાં સારવાર અથવા મૃત્યુ વગેરેને આવરી લેવા જોઈએ. 
  • પોલિસીની માન્યતા રોકાણના સમયગાળાને આવરી લે છે.

બસ તો, તમે તૈયાર છો! કોઈપણ અથવા બધા શેંગેન દેશોની મુસાફરી એ એક વરદાન છે અને અમે તમને તેનો અનુભવ કરવામાં મદદ કરવા માટે અહીં હાજર છીએ. જો તમે આનંદ માણવા અથવા કામ માટે મુસાફરી કરી રહ્યા હોવ, એકલ સફર અથવા ફેમિલી વેકેશન માટે ગયા હોવ તો તમારી મુસાફરીને સરળ અને મુશ્કેલીરહિત બનાવવા માટે ડિજિટ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ અહીં છે.

Read More

મારે શા માટે મારા શેંગેન વિઝા માટે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદવો જોઈએ?

Flight Cancellation
2022માં પેરિસ, ઇટાલી, સ્કેન્ડિનેવિયા અને બ્રસેલ્સમાં 200થી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી.. (1)
Crime rates
ચોરીના ગુનાના ઉંચા દર ધરાવતા દેશોમાં ફ્રાન્સ ટોચના સ્થાને છે. બેલ્જિયમ અને સ્વીડન બીજા સ્થાને છે.  (2)
Baggage loss during international travel
એકલા યુરોપમાં ૭૩ લાખ સામાન ખોવાઈ ગયા, ખોટી રીતે મુકાઈ ગયા અથવા વિલંબિત થયા હતા. (3)
Flight Delay

કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી દેશો ફરી ખુલવા છતા કર્મચારી બળની અછતને કારણે રદ્દ ફ્લાઈટો અને વિલંબિત ફ્લાઇટોમાં વધારો થયો છે. (4)

Mandatory Travel Insurance
શેંગેન વિઝા માટે અરજી સમયે જ તમારી પાસે ટ્રાવેલ ઇન્શ્યુરન્સ હોવો ફરજિયાત છે.
Medical Coverage
શેંગેન વિઝા માટે અરજી કરતી વખતે તમારા ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન માટે ઓછામાં ઓછું €30,000નું ઇન્શ્યુરન્સ મેડિકલ કવરેજ આવશ્યક છે.

ડિજિટના ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિશે શું સારું છે?

  • શૂન્ય કપાતપાત્ર - તમે જ્યારે ક્લેમ કરો છો ત્યારે તમે કંઈપણ ચૂકવતા નથી - બધો ખર્ચ અમારા પર છે.
  • એડવેન્ચર સ્પોર્ટ્સ કવરેજ - અમારા કવરેજમાં સ્કૂબા ડાઇવિંગ, બંજી જમ્પિંગ અને સ્કાયડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે (જો સમયગાળો એક દિવસનો હોય)
  • ફ્લાઇટમાં વિલંબ માટે તાત્કાલિક નાણાંકીય વળતર - અમે તમારો વધુ સમય બગાડવા માંગતા નથી. તેથી જ જ્યારે તમારી ફ્લાઇટ 6 કલાકથી વધુ વિલંબિત થાય છે, ત્યારે અમે તમને ₹500-1000નું વળતર તાત્કાલિક આપીએ છીએ.
  • સ્માર્ટફોન-સક્ષમ પ્રક્રિયાઓ - કોઈ પેપરવર્ક નહીં, અહિંયા-ત્યાં દોડવાનું નહીં. તમારે ક્લેમ કરવાનો હોય ત્યારે ફક્ત તમારા દસ્તાવેજો અપલોડ કરો.
  • મિસ્ડ-કોલ સુવિધા - અમને મિસ્ડ કોલ કરો અને અમે તમને 10 મિનિટમાં પાછા કોલબેક કરીશું. કોઈ વધુ ઇન્ટરનેશનલ કોલિંગ ચાર્જ નહિ!
  • વર્લ્ડવાઈડ સપોર્ટ - અમે વિશ્વના સૌથી મોટા હેલ્થઅને ટ્રાવેલ ઇન્શ્યુરન્સ નેટવર્ક Allianz સાથે ભાગીદારી કરી છે, જેથી સમગ્ર વિશ્વમાં તમને સરળ અને વ્યાપક સપોર્ટ-સમર્થન મળે. T&C લાગુ*

તમારી જરૂરિયાતોને અનુરૂપ શેંગેન ટ્રાવેલ ઇન્શ્યુરન્સ પ્લાન

travelling-girl-chart-quater

બેઝિક ઓપ્સશન

ઇન્ટરનેશનલ સફર પર થતી સૌથી સામાન્ય દુર્ઘટનાઓ માટે કવરેજ ઓફર કરે છે.
travelling-girl-chart-quater

કમ્ફર્ટ ઓપ્સશન

આ પ્લાન તમને તમારી ટ્રિપ પરની સૌથી સામાન્ય દુર્ઘટનાઓ માટે જ નહીં પરંતુ તમને દરેક હિંચકીથી પણ સુરક્ષિત રાખે છે, જેથી તમારી ટ્રિપ એ જ રીતે પસાર થાય, જેવી થવી જોઈએ!

બેઝિક ઓપ્સશન

કમ્ફર્ટ ઓપ્સશન

×
×
×
×
×
×
×
×
×

ઉપર સૂચવેલ કવરેજ વિકલ્પ માત્ર સૂચક છે અને તે બજારના અભ્યાસ અને અનુભવ પર આધારિત છે. તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વધારાના કવરેજની પસંદગી કરી શકો છો. જો તમે કોઈપણ અન્ય કવરેજ પસંદ કરવા માંગતા હોવ અથવા વધુ વિગતો જાણવા માંગતા હોવ તો કૃપા કરીને અમને 1800-258-5956 પર કોલ કરો.

પોલીસી વિશે વિગતવાર વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

શું આવરી લેવામાં આવતું નથી?

અમે પારદર્શિતામાં વિશ્વાસ કરીએ છીએ, તેથી જ અમે ઇચ્છીએ છીએ કે તમે કેટલીક પરિસ્થિતિઓ જેને અમે આવરી લેતા નથી તેના વિશે જાગૃત રહો. તમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ શું કવર કરતો નથી તે સમજવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કવર વિશે જાણવા જેવું છે. નીચે આપેલા કેટલાક બાકાત છે જેને અમારો ટ્રાવેલ ઇન્શ્યુરન્સ આવરી લેશે નહીં:
 

  • પહેલાથી જ નિદાન કરવામાં આવ્યું છે તેવા રોગો અથવા બીમારીઓ (પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગો) અથવા જો તમારા ડોક્ટરે પહેલેથી જ મુસાફરી ન કરવાની ભલામણ કરી હોય.
  • હોલિડે રજા દરમિયાન વિદેશમાં હોસ્પિટલમાં દાખલ થનાર વીમધારકને 5 દિવસ સુધીનું દૈનિક રોકડ ભથ્થું માન્ય છે.
  • અકસ્માતના કારણે 365 દિવસ પછી થયેલ મૃત્યુ અથવા વિકલાંગતાને આવરી લેવામાં આવશે નહીં.
  • માત્ર એક દિવસીય સાહસિક રમતો આવરી લેવામાં આવી છે. આમાં અઠવાડિયાના લાંબા ટ્રેક, એક દિવસથી વધુ ચાલતા હાઇક અથવા પ્રોફેશનલ લેવલની સાહસિક રમતોનો સમાવેશ થતો નથી. 
  • જો તમારી એરલાઈને તમને ઓછામાં ઓછા 6 કલાક અગાઉ વિલંબ વિશે જાણ કરી હોય તો ફ્લાઇટમાં વિલંબ આવરી લેવામાં આવતો નથી.
  • જો વિલંબ કસ્ટમ્સને કારણે થયો હોય તો સામાનની તપાસમાં વિલંબ આવરી લેવામાં આવતો નથી.
  • કોઈપણ મિસ કનેક્શન જ્યાં ઇનકમિંગ ફ્લાઇટના સુનિશ્ચિત આગમન અને કનેક્ટિંગ ફ્લાઇટના નિર્ધારિત પ્રસ્થાન વચ્ચેનો સમય અંતર જરૂરી સમય કરતાં ઓછો હોય.
  • એક્ટ ઓફ વોર અર્થાત યુદ્ધ આવરી લેવામાં આવતા નથી.
  • જો સંબંધિત પોલીસને 24 કલાકની અંદર જાણ કરવામાં નહીં આવે તો ચોરીને આવરી લેવામાં આવશે નહીં.
  • બાળજન્મ અથવા સંબંધિત બાબતોને કારણે ટ્રિપ એક્સટેન્શન આવરી શકાતું નથી.
  • પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બિમારીઓ અથવા આરોગ્યની સ્થિતિઓને લીધે પ્રવાસ છોડતા કવરેજ મળી શકતો નથી.
  • વિઝાના અસ્વીકારને કારણે ટ્રિપ કેન્સલને આવરી લેવાતું નથી.

Read More

અમારી સાથે VIP ક્લેમનું એક્સેસ મેળવો

તમે શેંગેન માટે અમારો ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સ ખરીદો તે પછી તમે તણાવમુક્ત રહેશો કારણ કે અમારી પાસે 3-સ્ટેપની, સંપૂર્ણ ડિજિટલ ક્લેમની પ્રક્રિયા છે!

સ્ટેપ 1

અમને 1800-258-5956 (ભારતમાં હોય તો) પર કોલ કરો.

સ્ટેપ 2

મોકલેલ લિંક પર જરૂરી દસ્તાવેજો અને તમારા બેંક ખાતાની વિગતો અપલોડ કરો.

સ્ટેપ 3

બાકીની સંભાળ અમે લઈશું!

શેંગેન દેશો શું છે?

કેમ્બ્રિજ ઇંગ્લિશ ડિક્શનરી અનુસાર શબ્દ શેંગેનને "યુરોપિયન યુનિયનના ઘણા દેશો વચ્ચેના કરાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે લોકો અને માલસામાનને પાસપોર્ટ અથવા અન્ય નિયંત્રણો વિના દરેક દેશની સરહદોમાંથી મુક્તપણે પસાર થવાની મંજૂરી આપે છે."

શેંગેન વિસ્તારમાં 26 દેશોનો સમાવેશ થાય છે જે મોટા ભાગના યુરોપને આવરી લે છે. તેનું નામ લક્ઝમબર્ગના એક નાના શહેર પરથી રાખવામાં આવ્યું હતું જ્યાં 1985માં શેંગેન કરાર સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

શેંગેન વિસ્તારની રચનાથી આંતરિક સરહદો ભૂંસી નાખીને લોકોની મુક્ત અવરજવરની મંજૂરી મળી હતી. આ સંધિથી સરહદ ચકાસણી અને કંટાળાજનક ઔપચારિકતાઓ વિના શેંગેન ઝોનની અંદરના દેશોમાં મુસાફરી કરવાનું સરળ બન્યું.

શેંગેન વિસ્તાર મેઇનલેન્ડ યુરોપના દેશોમાંથી મોટાભાગનાને આવરી લે છે, પરંતુ તમામને નહીં. એન્ડોરા, વેટિકન સિટી અને મોનાકો રાજ્યોને શેંગેન વિસ્તારની અંદર વાસ્તવિક ગણવામાં આવે છે કારણ કે તેઓ સરહદ નિયંત્રણો લાગુ કરતા નથી.

Read More

હું ભારતમાંથી શેંગેન વિઝા માટે કેવી રીતે અરજી કરી શકું?

શેંગેન વિઝા શેંગેન ઝોનની અંદરના તમામ 26 દેશોમાં આરામથી મુસાફરી કરવામાં મદદ કરે છે. ભારતીય પાસપોર્ટ ધારકો આ ઝોનના દેશોમાં પ્રવેશવા માટે શેંગેન વિઝા મેળવવો જરૂરી છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે શેંગેન વિઝા માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  • વિઝા અરજી ફોર્મ ભરો: વિઝા અરજી ફોર્મ માટે શેંગેન એમ્બેસીની વેબસાઇટની મુલાકાત લો. ફોર્મ ડાઉનલોડ કરો અને તેને સબમિટ કરતા પહેલા વિગતો પૂર્ણ કરો.
  • શેંગેન વિઝાનો પ્રકાર પસંદ કરો: તમને જોઈતા શેંગેન વિઝાનો પ્રકાર પસંદ કરો. આ મુસાફરીના હેતુ અને અવધિ પર આધાર રાખે છે. ચોક્કસ વિઝા પર વિવિધ પ્રતિબંધો લાગુ પડે છે, તેથી મુસાફરી કરતા પહેલા યોગ્ય એક પસંદ કરવાનું સુનિશ્ચિત કરો.
  • જરૂરી દસ્તાવેજો સાથે તમારા શેંગેન વિઝા માટે અરજી કરો: તમારા વિઝા માટે ક્યાં અને ક્યારે અરજી કરવી તે શોધો. ભારતીયો શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે અને તે તેમને 90 દિવસ સુધી રહેવાની મંજૂરી આપે છે અને તે છ મહિના માટે માન્ય છે. જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો અને દેશમાં સ્થિત તમારા એમ્બેસી/કોન્સ્યુલેટમાં તમારી વિઝા અરજી માટે એપોઇન્ટમેન્ટ લો.
  • ઇન્ટરવ્યુ પૂર્ણ કરો અને વિઝા ફી ચૂકવો: વિઝા ફી વર્તમાન વિનિમય દરો અનુસાર ફેરફારોને આધીન છે (યુરોમાં: પુખ્ત- 80 અને 6-12 વર્ષની વય વચ્ચેનું બાળક- 60). તમે વિઝા ફી માફ કરવાના માપદંડો પણ ચકાસી શકો છો.
  • તમારા વિઝાની રાહ જુઓ: તમારા વિઝાની પ્રક્રિયામાં લગભગ 15 દિવસનો સમય લાગશે.

Read More

આમંત્રણ

હોસ્ટ તરફથી આવાસ માટે એક અથવા વધુ સહાયક દસ્તાવેજો સાથેનું આમંત્રણ.

વિઝા અરજી ફોર્મ

વિઝા અરજી ફોર્મ મુસાફરી કરતા તમામ અરજદારો દ્વારા યોગ્ય રીતે ભરેલું અને સહી થયેલ હોવું જોઈએ.

ફોટોગ્રાફ્સ અને પાસપોર્ટ

2 તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટોગ્રાફ. ફોટોગ્રાફની વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખો. 10 વર્ષથી જૂનો પાસપોર્ટ ન હોય અને તેની ઓછામાં ઓછી ત્રણ મહિનાની માન્યતા હોય.

ફ્લાઇટ ટિકિટ અને મુસાફરી ઇટિનરરી

દરેક દેશની અને ત્યાંથી ફ્લાઇટ ટિકિટો અને તમે જ્યાં રહેવાનું આયોજન કરો છો તે હોટલ/Airbnbs માટે રહેઠાણના પુરાવા સહિત સંપૂર્ણ મુસાફરીનો કાર્યક્રમ.

ટ્રાવેલ ઇન્શ્યુરન્સ

તમને €30,000 સુધીનું મેડિકલ કવરેજ આપતા મુસાફરી અથવા હેલ્થઇન્શ્યુરન્સ ફરજિયાત છે.

નાણાકીય માધ્યમનો પુરાવો

તમારે છેલ્લા ત્રણ મહિનાના બેંક સ્ટેટમેન્ટની જેમ નાણાકીય માધ્યમોના પુરાવાની જરૂર છે. જો તમારી પાસે સ્પોન્સર છે તો પછી નાણાકીય રીતે પ્રાયોજક પત્ર બનાવો.

કર્મચારી/વિદ્યાર્થી/સ્વ-રોજગાર છે કે કેમ તે સ્થિતિનો પુરાવો.

a. નોકરી કરતા લોકોએ રોજગાર કરાર, રજા પરવાનગી અને આવકવેરા રિટર્ન સબમિટ કરવું જોઈએ. b. સ્વ-રોજગાર ધરાવતા લોકોએ તેમના બિઝનેસ લાઇસન્સ, કંપનીના છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને આવકવેરા રિટર્નની નકલ સબમિટ કરવાની જરૂર છે.

શેંગેન દેશોમાં ટ્રાવેલ ઇન્શ્યુરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો