માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ

માલ વાહક વાહન માટે કોમર્શિયલ વ્હીકલ ઇન્સ્યોરન્સ

I agree to the Terms & Conditions

Don’t have Reg num?
It’s a brand new vehicle

માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ શું છે?

તેનું નામ સૂચવે છે તેમ, માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ એ એક પ્રકારનો કોમર્શિયલ વાહનનો ઇન્સ્યોરન્સ છે, જે માલસામાનને એક જગ્યાએથી બીજા સ્થાને લઈ જવાના હેતુ માટે વપરાતા વ્યાપારી વાહનોને સુરક્ષિત કરવા માટે રચાયેલ છે. આ વાહનો તુલનાત્મક રીતે વધુ જોખમો માટે સંવેદનશીલ હોય છે તે જોતાં, માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ અકસ્માતો, અથડામણ, ચોરી, કુદરતી આફતો અને આગ જેવા અનિશ્ચિત સંજોગો દરમિયાન થતા નુકસાન અને ખોટને કવર કરી શકે છે.

માલ વાહક વાહનના પ્રકારો:

ભારતમાં વિવિધ વ્યવસાયોની પ્રકૃતિને આધારે વિવિધ પ્રકારના માલ વાહક વાહનો છે. માલ વાહક વાહનોના કેટલાક સામાન્ય ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ટ્રક - ટ્રક વિવિધ આકાર અને કદમાં મળી આવે છે. દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે વપરાતી નાની ટ્રકોથી માંડીને ફર્નિચર અને ઉપકરણો જેવા સામાનના પરિવહન માટે વપરાતી મોટી ટ્રકો. તમામ પ્રકારના માલસામાન વહન કરતી ટ્રકોને કોમર્શિયલ ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ કવર કરી શકાય છે.
  • ટેમ્પો - ટેમ્પો ટ્રક કરતાં તુલનાત્મક રીતે નાના હોય છે, અને મોટાભાગે શહેરની અંદર માલના પરિવહન અને ડિલિવરી માટે વપરાય છે. માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ આને પણ કવર કરી શકાય છે.
  • થ્રી-વ્હીલ વાળા વાહનો - કાર્ગો ઓટો અથવા થ્રી-વ્હીલ વાળા વાહનો એ નાના માલ વાહક વાહનો છે જેનો ઉપયોગ શહેરની અંદર માલની ડિલિવરી માટે થાય છે. તેઓ કદમાં નાના હોવાથી, તેઓ ટ્રક અને ટ્રેલરની તુલનામાં જોખમો માટે ઓછા સંવેદનશીલ હોય છે. જો કે, તેઓ્ને પણ મહત્તમ સુરક્ષા અને વ્યવસાયમાં ન્યૂનતમ નુકસાન માટે માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી શકાય છે.
  • ટ્રેઇલર્સ - ટ્રેઇલર્સ મોટા માલસામાન વહન કરતા વાહનો છે; મોટાભાગે ભારે માલસામાનના પરિવહન માટે સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાય છે. તેમની સાથે સંકળાયેલા જોખમને જોતાં, તેમને માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ હેઠળ કવર કરી લેવાનું લગભગ ફરજિયાત છે.
  • ટીપર્સ - ટીપર્સ ભારે વાહન અને માલસામાન વહન કરતા વાહનનો એક પ્રકાર છે; ઘણીવાર બાંધકામ માટે વપરાતા સામાનના પરિવહન માટે તે વપરાય છે. તેને સંભવિત જોખમોથી બચાવવા માટે, ડિજિટની કોમર્શિયલ ઇન્સ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી શકાય છે.

Read More

ડિજિટ દ્વારા પૂરો પાડવામાં આવતો માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ શા માટે પસંદ કરવો જોઈએ?

અમે અમારા ગ્રાહકો સાથે VIP તરીકે વ્યવહાર કરીએ છીએ, જાણો કઈ રીતે…

Customize your Vehicle IDV

તમારૂં વ્હીકલ IDV કસ્ટમાઇઝ કરો

અમારી સાથે તમે તમારા વ્હીકલનું IDV તમારી ઇચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકો છો

24*7 Support

24*7 સહાય

24*7 કૉલની સુવિધા રાષ્ટ્રીય રજાના દિવસે પણ ચાલુ

સુપર ફાસ્ટ ક્લેઇમ

સ્માર્ટ ફોન સક્ષમ સ્વ-નિરીક્ષણ પ્રક્રિયા થોડી મિનિટમાં જ પૂર્ણ થઈ જશે

માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવે છે?

Accidents

અકસ્માતો

અકસ્માતને કારણે માલ વાહક વાહનને થયેલ નુકસાન અને ખોટ.

Theft

ચોરી

ચોરીના કિસ્સામાં માલ વાહક વાહનને થતા કોઈપણ નુકસાન અને ખોટ.

Fire

આગ

આગના કમનસીબ કિસ્સામાં માલ વાહક વાહનને થયેલ કોઈપણ નુકસાન અથવા ખોટ.

Natural Disasters

કુદરતી આફતો

પૂર, ધરતીકંપ અને અન્ય કુદરતી આફતોને કારણે તમારા માલ વાહક વાહનને થયેલ કોઈપણ નુકસાન અને ખોટ.

Personal Accident

અંગત અકસ્માત

ઇન્સ્યોર્ડ માલ વાહક વાહનના માલિક-ડ્રાઈવરની કોઈપણ અંગત ઈજાઓ અથવા મૃત્યુ માટે કવર પૂરૂં પાડે છે.

Third Party Losses

થર્ડ પાર્ટીની ખોટ

અકસ્માત અથવા અથડામણના કિસ્સામાં ઇન્સ્યોર્ડ માલ વાહક વાહનના કારણે થર્ડ-પાર્ટી વાહન, મિલકત અથવા વ્યક્તિને થતા નુકસાન અને ખોટ માટે કવર પૂરૂં પાડે છે.

Towing Disabled Vehicles

અક્ષમ વાહનોનું ટોવિંગ

તમારા માલ વાહક વાહનને ટોવ કરવામાં આવી રહ્યું હોય તેવા કિસ્સામાં તેને થતા કોઈપણ નુકસાન માટે કવર પૂરૂં પાડે છે.

શું કવર કરવામાં આવતું નથી?

તમારા માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સમાં શું કવર કરવામાં આવતું નથી એ જાણી લેવું પણ એટલું જ મહત્વનું છે, જેથી તમે જ્યારે કોઈ ક્લેઇમ કરો ત્યારે તમને કોઈ આંચકો લાગે નહીં. અહીં એવી કેટલીક સ્થિતિઓનું વર્ણન કરેલું છે:

થર્ડ-પાર્ટી પોલિસી ધારક માટે ઑન ડેમેજ

જો તમે માત્ર તમારા કોમર્શિયલ વાહન માટે થર્ડ-પાર્ટી કોમર્શિયલ ઈન્સ્યોરન્સ લેવા જઈ રહ્યા છો, તો તમારા પોતાના નુકસાન અને ખોટને આવરી લેવામાં આવશે નહીં.

નશામાં ડ્રાઇવિંગ, અથવા માન્ય લાયસન્સ વિના ડ્રાઇવિંગ

જો ક્લેઇમ દરમિયાન, ડ્રાઇવર-માલિક માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા આલ્કોહોલના પ્રભાવ હેઠળ  વાહન ચલાવતો હોવાનું જણાય છે, તો ક્લેઇમ મંજૂર કરી શકાશે નહીં.

ફાળો આપનાર બેદરકારી

ફાળો આપનાર બેદરકારીને કારણે માલ વાહક વાહનને થતા કોઈપણ નુકસાન અથવા ખોટને આવરી લેવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, જો શહેરમાં પૂર આવે છે અને છતાં પણ કોઈ વ્યક્તિ વાહનને બહાર લઈ જાય છે.

પરિણામી નુકસાન

કોઈપણ એવું નુકસાન અથવા ખોટ કે જે અકસ્માત, કુદરતી આફત અથવા આગનું સીધું પરિણામ ન હોય તેને આવરી શકાય નહીં.

ડિજિટ દ્વારા પૂરા પાડવામાં આવતા માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સની ચાવીરૂપ સુવિધાઓ

ચાવીરૂપ સુવિધાઓ

ડિજિટનો લાભ

ક્લેઇમની પ્રક્રિયા

પેપરલેસ ક્લેઇમ

ગ્રાહક સહાય

24x7 સહાય

વધારાનું કવર

PA કવર, કાનૂની જવાબદારીનું કવર, વિશેષ બાકાત અને ફરજિયાત ડિડક્ટીબલ, વગેરે

થર્ડ-પાર્ટીને નુકસાન

વ્યક્તિગત નુકસાન માટે અમર્યાદિત જવાબદારી, મિલકત/વાહનને નુકસાન માટે 7.5 લાખ સુધી

માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સના પ્રકાર

તમારા હેવી-ડ્યુટી વાહનના પ્રકાર અને તમે કેટલાં વાહનનો ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તેની સંખ્યાના આધાર પર અમે તમને પસંદ કરવા માટે મુખ્ય બે પ્લાન ઓફર કરીએ છીએ..

લાયબિલિટી ઓન્લી

સ્ટાન્ડર્ડ પેકેજ

×

કેવી રીતે ક્લેઇમ કરવો?

Report Card

ડિજીટ ઇન્સ્યોરન્સ કેટલી ઝડપથી સેટલ થાય છે?

તમારી ઇન્સ્યોરન્સ કંપની બદલતી વખતે તમને સૌથી પહેલા મગજમાં આ પ્રશ્ન આવવો જોઈએ. સારું, તમે તે વિચારી રહ્યા છો!

ડિજીટનું ક્લેઇમ રિપોર્ટ કાર્ડ વાંચો

મારે માલ વાહક વાહનનો ઇન્સ્યોરન્સ શા માટે ખરીદવો જોઈએ?

ભારતમાં માલ વાહક વાહનના ઇન્સ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો