લાઇટ કોમર્શિયલ વ્હીકલ માટે ઇન્સ્યોરન્સ શું છે?
લાઇટ કોમર્શિયલ વ્હીકલ (LCV) ઇન્સ્યોરન્સ એ કોમર્શિયલ વાહનના ઇન્સ્યોરન્સનો એક પ્રકાર છે જે કોમર્શિયલ હેતુ માટે માલના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વજનમાં હળવા વાહનો માટે ડિઝાઈન કરેલ છે.
LCV ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવાતા વાહનોના પ્રકારોમાં મિની ટ્રક, પિકઅપ્સ, મિનીવાન અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે જે LCV કેટેગરી હેઠળ આવે છે.
લાઇટ કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સ તમને અને તમારા વાહનને અકસ્માત, ચોરી, કુદરતી આફત, થર્ડ પાર્ટી લાયબિલીટી વગેરેના કિસ્સામાં રક્ષણ આપે છે.
કાયદાનું કાયદેસર રીતે પાલન કરવા માટે તમારે લાયબિલીટી ઓન્લી પોલિસીની જરૂર છે, જે સૌથી બેઝિક સુવિધાઓ પ્રદાન કરે છે. લાયબિલીટી ઓન્લી પોલિસીના કિસ્સામાં જ ઈન્સ્યોરન્સ કરાવેલ વાહન અને પ્રોપર્ટીને થતા કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવશે નહીં. જો કે, જો તમે વધારે સુરક્ષા ઇચ્છતા હોવ, તો તમે તમારી ઈન્સ્યોરન્સ પોલિસીને સ્ટાન્ડર્ડ પૅકેજ અને ડિજીટ ઈન્સ્યોરન્સ પર ઉપલબ્ધ વિવિધ એડ-ઓન્સ સાથે અને તે પણ ઓનલાઇન વ્યાજબી પ્રીમિયમ પર કસ્ટમાઇઝ કરી શકો છો.
નોંધ: કોમર્શિયલ વાહનોમાં લાઇટ કોમર્શિયલ વ્હીકલ ઈન્સ્યોરન્સ ડિજીટ કોમર્શિયલ વ્હીકલ પેકેજ પોલિસી - માલસામાન વહન કરતા વાહન હેઠળ આવરી લેવામાં આવશે.
UIN નંબર IRDAN158RP0001V01201819
વધુ વાંચો