કારના માલિકો ફરજિયાત* હોવાથી જ કાર ઇન્સ્યોરન્સ ખરીદે છે અને રિન્યૂઅલના સમયે પણ પોલિસીની તમામ વિગતોમાંથી પસાર થતા નથી.
પરંતુ, તમારા પોલિસી દસ્તાવેજને તપાસ્યા વિના, તમે ક્યારેય જાણશો નહીં કે તમે તેના કવરેજની કોઈપણ મુખ્ય વિશેષતાઓ અને લાભો ગુમાવી રહ્યાં છો કે શું.
અમને ખાતરી છે કે તમે તમારી કારને તમારા ગર્વ અને આનંદ તરીકે પસંદ કરો છો અને તમે તેની પસંદગી કરતા પહેલા મહિનાઓ-વર્ષો સુધી વિચાર-વિમર્શ, રિસર્ચ અને સેવિંગ પર ફોકસ કરો છો. તો જ્યારે તમારી કારને સુરક્ષિત રાખવાની વાત આવે ત્યારે આ બાબતે તમે કેમ રિચર્ચ કરવાનું ચૂકી જાવ છો? કારનો ઇન્સ્યોરન્સ એક છત્રી છે, જે તમારી કારને અણધાર્યા જોખમ અને નુકસાનના તોફાનથી બચાવે છે.
જોકે ચિંતા કરશો નહીં! તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં તમે જે ચૂકી ગયા છો (અથવા જાણતા નથી) તે તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા આજે અમે અહીં છીએ જેથી કરીને તમે તેના ફાયદાને મહત્તમ કરી શકો. તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસી વિશે તમે કદાચ ચૂકી ગયા હોવ તેવી કેટલીક બાબતો અહીં નીચે વર્ણવી છે:
*ભારતમાં કાયદા દ્વારા ઓછામાં ઓછો થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે.
1. તમારું કવરેજ અકસ્માત કવરથી વધુ હોવું જોઈએ
ઘણા લોકો વિચારે છે કે કારનો ઇન્સ્યોરન્સ ફક્ત ત્યારે જ કામે આવે છે જ્યારે તમારી કારને નુકસાન થાય છે અથવા અકસ્માતને કારણે નુકસાન થાય છે પરંતુ કાર ઇન્સ્યોરન્સ તેના કરતાં ઘણું વધારે આવરી લે છે!
થર્ડ-પાર્ટી લાયાબિલિટી પોલિસી ફકત તમારા દ્વારા થતા કોઈપણ થર્ડ-પાર્ટી અથવા તેમની પ્રોપર્ટીને થતા નુકસાનને આવરી લે છે, જ્યારે એક કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ તમારી પોતાની કારને ચોરી, કુદરતી આફતો, આગ અને અન્ય કારણે થતા હાનિ અને નુકસાનથી પણ આવરી લે છે.
2. મફતમાં ટોઇંગ
તમારી કાર અકસ્માતમાં સપડાય છે અથવા બ્રેક ડાઉનના કિસ્સામાં, ખાસ કરીને હાઇવે અથવા દૂરના વિસ્તારોમાં મિકેનિક કેટલીકવાર વાહનને ગેરેજમાં લઈ જવા માટે વધુ પડતી રકમ ચાર્જ કરી શકે છે.
જોકે શું તમે જાણો છો કે કોમ્પ્રિહેન્સિવ પ્લાન સાથે મોટાભાગના કાર ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ સામાન્ય રીતે ચોક્કસ રકમ અથવા અંતર સુધી મફત ટોઇંગ સહાય પૂરી પાડે છે?
તેથી, આગામી વખતે જ્યારે તમારી કાર બ્રેક ડાઉન થાય, ત્યારે તમારા કાર ઇન્સ્યોરન્સ પ્રદાતાનો સંપર્ક કરો અને આ મફતની સર્વિસનો મહત્તમ લાભ લો.
3. પેપરલેસ અને ત્વરિત રિન્યૂઅલનો લાભ
તમને ખ્યાલ હશે જ કે દસ્તાવેજો સાથે સંકળાયેલી કોઈપણ પ્રક્રિયા લાંબી અને સમય માંગી લેતી પ્રક્રિયા હોય છે પરંતુ જ્યારે તમારી કાર ઇન્સ્યોરન્સના રિન્યૂઅલની વાત આવે છે, ત્યારે ઘણા ઇન્સ્યોરન્સ પ્રદાતાઓ હવે તમને એક સરળ અને ત્વરિત ઓનલાઈન રિન્યૂઅલ ઓફર કરે છે. આ ઈન્સટન્ટ પ્રક્રિયામાં પેપરલેસ અથવા ન્યૂનતમ કાગળીય કાર્યવાહીને આવરે છે અને કોઈપણ જટિલ ફોર્મ ભરવાના થતા નથી. માત્ર અમુક ક્લિક્સમાં જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરી શકાય છે! 😊
4. નુકસાનના કિસ્સામાં કેશલેસ સમારકામનો વિકલ્પ
જો તમારી પાસે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પોલિસી છે તો તમે કેશલેસ કાર ઇન્સ્યોરન્સના લાભો મેળવી શકો છો.
આ ઝંઝટ-મુક્ત પ્રક્રિયા તમને કોઈપણ અધિકૃત ગેરેજ - જેને નેટવર્ક ગેરેજ પણ કહેવાય છે ત્યાં તમારા પોતાના ખિસ્સામાંથી કંઈપણ ચૂકવ્યા વિના અકસ્માતને કારણે કોઈપણ નુકસાન પછી તમારી કારનું સમારકામ કરાવવાની મંજૂરી આપે છે. આ સમારકામ માટેના બિલ સીધા તમારા ઇન્સ્યોરન્સ કંપનીને મોકલવામાં આવશે અને તેઓ તેને ગેરેજ સાથે સેટલ કરશે.
5. કાર એસેસરીઝ અને મોડિફિકેશનને પણ આવરી શકાય છે
જો તમારી કાર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઈ જાય અથવા ખોવાઈ જાય, તો મોટાભાગની કાર ઇન્સ્યોરન્સ પોલિસી ફક્ત તે કારને જ આવરી લેશે અને તમે તેમાં કરેલ કોઈપણ એસેસરીઝ અથવા મોડિફિકેશનને નહિ આવરી લે. (ઉદાહરણ તરીકે CNG ફ્યુઅલ કીટ ફીટ કરવી).
જો કે, તમે તમારા ઇન્સ્યોરન્સ કંપનીને આ નવી એક્સેસરીઝ વિશે સૂચિત કરીને પણ આ વધારાનું કવરેજ મેળવી શકો છો. જોકે આ તમારા પ્રીમિયમમાં વધારો કરી શકે છે પરંતુ આ ખર્ચ એક્સેસરીઝનો સંપૂર્ણ નવો સેટ ખરીદવાના ખર્ચ કરતાં વધુ અસરકારક સાબિત થશે! 😄
6. તમે નો ક્લેમ બોનસ માટે પાત્ર હશો
નો ક્લેમ બોનસ (અથવા NCB) એ એક પ્રકારનું ડિસ્કાઉન્ટ છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ પાછલા વર્ષ દરમિયાન કોઈ ક્લેમ ન કરનાર પોલિસીધારકને આ લાભ ઓફર કરે છે.
તેથી, જો તમે પોલિસી વર્ષ દરમિયાન સુરક્ષિત રીતે વાહન ચલાવતા હોવ, તો ઇન્સ્યોરન્સ કંપની તમને રિન્યુઅલ સમયે તમારા પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ સાથે રિવોર્ડ આપે છે.
આ નો ક્લેમ બોનસ ડિસ્કાઉન્ટ 20%-50% સુધીનું હોઈ શકે છે અને દરેક ક્લેમ-ફ્રી વર્ષ સાથે વધે છે. આ ઘટાડો તમારા પ્રીમિયમ પર નોંધપાત્ર અસર કરે છે તેથી સુરક્ષિત રીતે વાહન ચલાવવાનું હંમેશા યાદ રાખો.
જો તમે થોડા નાના ક્લેમ કરો છો તો પણ તમારું NCB માન્ય છે તેની ખાતરી કરવા માટે તમે કેટલાક ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી નો-ક્લેઈમ બોનસ પ્રોટેક્શન કવર પણ એડ-ઓન તરીકે ખરીદી શકો છો.
7. નો ક્લેમ બોનસ ટ્રાન્સફર પણ કરી શકો છો
જો તમે તમારી કારને અપગ્રેડ કરવાનું આયોજન કરી રહ્યાં છો અને તમે તમારા વર્તમાન વાહન ઉપર નો ક્લેમ્સ બોનસ (NCB) એકઠું કર્યું છે, તો તમારે આ NCB ગુમાવવાનો વારો નહિ આવે.
તમે આ રિવોર્ડ તમારી નવી કારમાં ટ્રાન્સફર લઈ શકો છો. જો તમે તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીને ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યાં હોવ તો પણ તમે તમારા વર્તમાન NCBને નવી કાર ઇન્સ્યોરન્સ પોલિસીમાં રાખી શકો છો.
8. ઝીરો-ડેપ્રિસિયેશન કવર થકી વધુ બચત કરો
તમારા વાહન અને પાર્ટ્સનું વાસ્તવિક મૂલ્ય સમય જતાં ઘટે છે અર્થાત સમય જતા ડેપ્રિસિયેશન લાગુ પડે છે. વાસ્તવમાં એક તદ્દન નવી પેટીપેક કાર શોરૂમમાંથી બહાર કાઢવામાં આવે તો પણ તેના વેલ્યુમાં 5%નો ઘટાડો સંભવ છે! 😲
ઝીરો ડેપ્રિસિયેશન એડ-ઓન સાથે , તમે ખાતરી કરી શકો છો કે સમારકામ અથવા રિપ્લેસમેન્ટ માટે ક્લેમ સેટલમેન્ટ રકમની ગણતરી કરતી વખતે તમારી ઇન્સ્યોરન્સ કંપની તમારા વાહન અને તેના પાર્ટ્સની વેલ્યુ ડેપ્રિસિયેશને ધ્યાનમાં લેશે નહીં.
9. એન્જિનને પણ કરી શકો છો સુરક્ષિત
અકસ્માત સિવાયના કિસ્સામાં પણ તમારા એન્જિનનું સમારકામ અથવા કોઈપણ કારણસર તમારા એન્જિનનું રિપ્લેસમેન્ટ ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે અને તે સ્ટાન્ડર્ડ પોલિસી હેઠળ આવરી લેવામાં આવતાં નથી.
જોકે જો તમને એન્જિન પ્રોટેક્શન એડ-ઓન મળે છે, તો ઓઈલ લીકેજ અથવા પાણીના પ્રવેશને કારણે તમારી કારનું એન્જિન અટકી જાય તો પણ તમે સુરક્ષિત રહેશો.
10. ખોવાયેલી ચાવીઓ પણ રિપ્લેસ કરી શકશો!
કારની ચાવી ગુમ થવી એ પણ ખરેખર ભારે તણાવપૂર્ણ અનુભવ હોય છે પરંતુ જો તમારી પાસે બ્રેકડાઉન આસિસ્ટન્સ એડ-ઓન કવર છે, તો તમને ફક્ત તમારા વાહનને ટોઈંગમાં જ સહાય નહિ મળે પરંતુ તમારી વધારાની ચાવીઓનો સેટ પણ મેળવી શકો છો.
અથવા, જો તમે તમારી કારની અંદર જ ભૂલથી ચાવીઓ પણ લોક કરી દીધી હોય તો તમે કારને અનલોક કરવામાં અને ચાવી બહાર કાઢવામાં પણ મદદ મેળવી શકો છો!
તેથી, એક પક્ષે તમારા માટે કાર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવી ફરજિયાત છે (ઓછામાં ઓછું, થર્ડ-પાર્ટી લાયાબિલિટી ઓનલી પોલિસી),તો તેનો અર્થ એવો ન હોવો જોઈએ કે તમે ક્યારેય તમારી પોલિસીના તમામ લાભો ન ચકાસો.
જો તમને ખબર હશે કે તમારી પોલિસી શું ઓફર કરે છે, તો તમે ઉપલબ્ધ ઘણા બધા વિકલ્પોની તુલના પણ કરી શકો છો અને તમારી બધી આવશ્યકતાઓને શ્રેષ્ઠ રીતે મેળ ખાતી હોય તેવી યોગ્ય ઇન્સ્યોરન્સ પોલિસી પસંદ કરી શકો છો, જેથી તમે તમારી કાર ઇન્સ્યોરન્સ પોલિસીનો મહત્તમ લાભ લઈ શકો.
કૃપા કરીને વધુ એક વખત પ્રયાસ કરો!