hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

મફતમાં ક્રેડિટ સ્કોર તપાસો

૨ મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

સિબિલ (CIBIL) સ્કોર શું છે: આખું નામ, કેવી રીતે તપાસવું અને મહત્વ

ભારતમાં સિબિલ સ્કોર શું છે?

સારો અને ખરાબ સિબિલ સ્કોર શું છે?

અત્રે ઉલ્લેખનીય છે કે સિબિલ (CIBIL) સ્કોર 300-900 સુધી વચ્ચેનો હોય છે. સામાન્ય રીતે, 750નો સિબિલ (CIBIL) સ્કોર સારો માનવામાં આવે છે, અને ધિરાણકર્તાઓ દ્વારા વ્યક્તિઓને જવાબદાર ઉધાર લેનારા તરીકે જોવામાં આવે છે. અહીં સિબિલ (CIBIL) સ્કોરની વિવિધ શ્રેણીઓ છે:

સિબિલ સ્કોર

કેટેગરી/શ્રેણી

અર્થ

NA/NH

"લાગુ નથી" અથવા "કોઈ ઇતિહાસ નથી"

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી અથવા તમે ક્યારેય લોન લીધી નથી, તો તમારી પાસે ક્રેડિટ હિસ્ટ્રી રહેશે નહીં.

300-549

નબળો

તમે ક્રેડિટ કાર્ડ બિલ અથવા EMI પર અનિયમિત ચુકવણીઓ અથવા ડિફોલ્ટ કરો છો તો ઉચ્ચ ક્રેડિટ એક્સપોઝર, તમને ડિફોલ્ટર બનવાના ઉચ્ચ જોખમ પર ગણવામાં આવશે અને તમને લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડશે.

550-649

વ્યાજબી

તમારી ભૂતકાળની ચૂકવણીઓ સાથેની કેટલીક અનિયમિતતાઓ જેમ કે ક્રેડિટ કાર્ડ બિલ/EMI ની લેટ ચુકવણી અથવા બહુવિધ ક્રેડિટ પૂછપરછ, અમુક ધિરાણકર્તા તમને ક્રેડિટ ઓફર કરવાનું વિચારશે પરંતુ તમારા વ્યાજ દરો વધુ હોઈ શકે છે

650-749

સારું

તમે વ્યવસ્થિત જવાબદારીપૂર્વક પુન: ચુકવણી વર્તણૂક પ્રદર્શિત કરી છે અને લાંબો ક્રેડિટ ઇતિહાસ ધરાવો છો તો મોટાભાગના ધિરાણકર્તાઓ તમારી ક્રેડિટ અને લોન અરજીઓ પર વિચાર કરશે અને શ્રેષ્ઠ વ્યાજના દર ઓફર કરશે

750-900

ઉત્તમ

તમે તમારી ક્રેડિટ ચૂકવણીઓ સાથે નિયમિત છો અને સારો ક્રેડિટ ઇતિહાસ ધરાવો છો, બેંકો અને ધિરાણ સંસ્થાઓ તમને ડિફોલ્ટર બનવાના ઓછા જોખમને ધ્યાનમાં લેશે અને તમને લોન અને ક્રેડિટ કાર્ડ પર વધુ સારી ડીલ ઓફર કરશે.

સારો સિબિલ સ્કોર શા માટે મહત્વપૂર્ણ છે?

સિબિલ ક્રેડિટ સ્કોર કેવી રીતે ગણવામાં આવે છે?

વ્યક્તિનો સિબિલ (CIBIL) સ્કોર ચાર મુખ્ય પરિબળોનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે. તમારા અંતિમ સ્કોર પર આ દરેક પરિબળોનું અલગ-અલગ વેઈટેજ હશે. આ પરિબળો છે:

પરિબળો

ભારણ/વેઈટેજ

આ પરિબળો શું અસર કરી શકે છે?

ચુકવણી ઇતિહાસ

30%

તમારા ક્રેડિટ કાર્ડ બિલ , લોન અને EMIની સમયસર ચૂકવણી સારો સ્કોર જાળવવામાં મદદ કરી શકે છે, વિલંબિત અથવા ડિફોલ્ટ ચૂકવણી તમારા ક્રેડિટ સ્કોરને નીચો લાવશે.

ક્રેડિટનો ઉપયોગ

25%

ક્રેડિટ ઉપયોગ એ તમારી ક્રેડિટ લિમિટની રકમ છે જેનો તમે ઉપયોગ કરો છો. જો ક્રેડિટ લિમિટ ઉંચી હશે તો તે તમારો સ્કોર નીચે લાવશે, આદર્શ રીતે, તમારી ક્રેડિટ મર્યાદાના 30% કરતાં વધુ ખર્ચ કરવો જોઈએ નહીં, તે તમારા દેવામાં વધારો નહિ દર્શાવે.

ક્રેડિટ પ્રકાર અને મુદત

25%

તમારી પાસે રહેલ ક્રેડિટનો પ્રકાર પણ મહત્વપૂર્ણ છે. બે મુખ્ય પ્રકારો છે - અસુરક્ષિત લોન (ઉદા. ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન) અને સુરક્ષિત લોન (ઉદા. ઓટો લોન અથવા હોમ લોન). બંનેનું પ્રકારનું યોગ્ય મિશ્રણ રાખવાની વિનંતી કરવામાં આવે છે. તમારી પાસે ક્રેડિટ એકાઉન્ટ કેટલા સમયથી છે અને લોન ચૂકવવા માટે કેટલો સમય લીધો છે તે ક્રેડિટ હિસ્ટ્રીની ઉંમર મહત્વ ધરાવે છે.

ક્રેડિટ પૂછપરછ

20%

તમે કેટલી વખત ક્રેડિટ માટે અરજી કરી છે તે તમારા સ્કોરને અસર કરી શકે છે, ખાસ કરીને જો તે ટૂંકા ગાળામાં વારંંવાર અરજી કરશો તો. આમા ક્રેડિટ કાર્ડ, લોન વગેરે માટે અરજી કરવાનો સમાવેશ થાય છે, વધુ સંખ્યામાં પૂછપરછ તમારા સ્કોરને નીચે લાવી શકે છે.

સારો સિબિલ (CIBIL) સ્કોર જાળવવોએ ધીમી પ્રક્રિયા હોઈ શકે છે. તમારો સ્કોર ઉચ્ચ રાખવા માટે તમારે સતત અને સમયસર વ્યવસ્થિત રીતે પુન: ચુકવણી કરવાની જરૂર છે અને તમારા માટે ઉપલબ્ધ ક્રેડિટને જવાબદારીપૂર્વક હેન્ડલ કરવાની પણ જરૂર છે.

તમારો સિબિલ સ્કોર કેવી રીતે ચકાસવો?

તમારો સિબિલ સ્કોર કેવી રીતે સુધારવો?