hamburger
×
Digit General Insurance Logo
Powered By Digit
general-insurance
mobile-img

મફતમાં ક્રેડિટ સ્કોર તપાસો

૨ મિનિટમાં તાત્કાલિક. ક્રેડિટ સ્કોર પર કોઈ અસર નહીં

desktop-img

ખરાબ ક્રેડિટ સ્કોર શું છે?

નબળો ક્રેડિટ સ્કોર શું છે?

વિવિધ ક્રેડિટ બ્યુરોમાં વિવિધ સ્કોરિંગ મોડલ હોય છે. જોકે, સામાન્ય રીતે 650થી નીચેનો ક્રેડિટ સ્કોર વાજબી અથવા ખરાબ માનવામાં આવે છે. આ જૂથ પાસે "સબપ્રાઈમ" ક્રેડિટ સ્કોર હોવાનું કહેવાય છે અને ધિરાણકર્તાઓ તેમને લોન ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે એવા લોકો તરીકે વર્ગીકૃત કરશે.

સામાન્ય ક્રેડિટ સ્કોર રેન્જ કેવી હોય છે તે અહીં છે:

ક્રેડિટ સ્કોર

રેન્જ/શ્રેણીઓ

તમને આ સ્કોર કેવી રીતે મળ્યો?

NA/NH

"લાગુ નથી" અથવા "કોઈ ઈતિહાસ નથી"

કોઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અથવા લોન નથી. આમ, કોઈ ક્રેડિટ ઈતિહાસ નથી.

300-549

નબળો

ક્રેડિટ કાર્ડ બિલ અથવા EMI પર ચૂકી ગયેલ ચૂકવણીઓ અથવા ડિફોલ્ટ, નબળો ક્રેડિટ ઉપયોગ અથવા વધુ સંખ્યામાં ક્રેડિટ પૂછપરછ તમારી લોન પર ડિફોલ્ટ થવાના ઉંચા જોખમ તરીકે માનવામાં આવે છે. અરજદારોને ક્રેડિટની મંજૂરી આપવામાં આવશે નહીં.

550-649

વ્યાજબી

ક્રેડિટ કાર્ડ બિલ/EMI અનિયમિત અથવા લેટ ચુકવણી અથવા ઘણીવાર ક્રેડિટ પૂછપરછ ધિરાણકર્તાઓ માટે જોખમ તરીકે ગણવામાં આવે છે. અરજદારોને કેટલીક ક્રેડિટ માટે મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ વ્યાજ દર અને ડાઉન પેમેન્ટ વધુ હોઈ શકે છે.

650-749

સારો

ભૂતકાળમાં સારી ચુકવણીની વર્તણૂક, ડિફોલ્ટ થવાના ઓછા જોખમે ગણવામાં આવે છે, અરજદારોને ક્રેડિટ માટે મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ શ્રેષ્ઠ દર ઓફર થતા નથી.

750-799

વધુ સારો

નિયમિત ક્રેડિટ ચૂકવણી, લાંબો ક્રેડિટ ઈતિહાસ, જવાબદાર પુન: ચુકવણી વર્તણૂક, ધિરાણકર્તાઓ માટે ઓછું જોખમ માનવામાં આવે છે. અરજદારોને લોન પર સારા સોદા સાથે ક્રેડિટ માટે મંજૂરી મળે તેવી શક્યતા છે.

800-900

ખૂબ જ સારો

સારું નાણાકીય વ્યવસ્થાપન, નિયમિત ક્રેડિટ ચૂકવણી, ઓછો ક્રેડિટ ઉપયોગ અને અનુકરણીય ક્રેડિટ ઈતિહાસ, ધિરાણકર્તાઓ માટે ખૂબ જ ઓછું જોખમ માનવામાં આવે છે. અરજદારોને લોન અને ક્રેડિટ કાર્ડ પર ઉત્તમ દર અને અનુકૂળ શરતો પ્રાપ્ત થવાની સંભાવના છે.

સારા સમાચાર એ છે કે અન્ય ખરાબ ગ્રેડથી વિપરીત ખરાબ ક્રેડિટ સ્કોરની કોઈ નિશ્ચિત મર્યાદા નથી. તમારા સ્કોરને શું અસર કરે છે, અને કોણ તેને ઓછું રાખે છે તે જાણી તમે કેટલીક મુખ્ય ક્રેડિટ ટેવોમાં સુધારો કરી શકો છો અને સમય જતાં તમારો સ્કોર સુધરશે.

ખરાબ ક્રેડિટ સ્કોર તમને કેવી અસર કરશે?

ઉપર જણાવ્યા મુજબ, વ્યક્તિનો સ્કોર 300-900ની વચ્ચે હોય છે. આ નંબર અનેક પરિબળોનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે. આ દરેક પરિબળનું સ્કોર પર અલગ-અલગ વેઇટેજ હોય છે, પરંતુ સ્કોરની ગણતરી કરતી કંપનીના આધારે આ વેઇટેજ બદલાશે.

ધ્યાનમાં લેવામાં આવતા પરિબળોમાં સામેલ છે:

પરિબળો

આ પરિબળોને શું અસર કરે છે?

ચુકવણી -ઇતિહાસ

ક્રેડિટ કાર્ડ બિલ, લોન અને EMI ની સમયસર ચૂકવણી તમારા સ્કોરને સુધારશે, જ્યારે વિલંબિત, ચૂકી ગયેલ અથવા ડિફોલ્ટ ચૂકવણી તમારા ક્રેડિટ સ્કોરને ઘટાડશે.

ક્રેડિટનો ઉપયોગ

તમારી ક્રેડિટની મર્યાદાની રકમ જેટલી ઓછી વાપરશો તે તમારા સ્કોરને વધુ મદદ કરશે. આદર્શ રીતે તમારે તમારી ક્રેડિટની મર્યાદાના 30% થી વધુ ખર્ચ ન કરવો જોઈએ. જો આ મર્યાદા વધારે હશે તો તમારો સ્કોર નીચે લાવશે.

ક્રેડિટ સમયગાળો

તમારી પાસે તમારા એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ જેટલા લાંબા સમય સુધી હશે, તમારા ક્રેડિટ સ્કોર માટે તેટલું સારું છે કારણ કે તે સંભવિત ધિરાણકર્તાઓને તમારી સતત જવાબદાર નાણાકીય વર્તન વિશે ખાતરી આપશે.

ક્રેડિટ મિક્સ

ક્રેડિટના બે મુખ્ય પ્રકાર છે: અસુરક્ષિત લોન (ઉદા. ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન) અને સુરક્ષિત લોન (ઉદા. ઓટો લોન અથવા હોમ લોન). બંનેનું મિશ્રણ કરવાની વિનંતી કરવામાં આવે છે.

ક્રેડિટ પૂછપરછ

વધુ સંખ્યામાં "સખત પૂછપરછ" એટલે કે, ક્રેડિટ કાર્ડ, લોન વગેરે જેવી ક્રેડિટ માટે અરજી કરવી, ખાસ કરીને ટૂંકા ગાળા દરમિયાન તે તમારો સ્કોર ઘટાડી શકે છે.

કયા પરિબળો તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે નહીં?

તમારો ક્રેડિટ સ્કોર શું/કોણ ઘટાડી શકે છે?

ખરાબ ક્રેડિટ સ્કોર કેવી રીતે સુધારવો?

જો તમારી પાસે ક્રેડિટ સ્કોર ન હોય તો શું કરવું?

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમે ખરાબ ક્રેડિટ સ્કોર સાથે લોન માટે અરજી કરી શકો છો?

up-arrow

હાં, તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા ખરાબ હોય તો પણ લોન મેળવવી શક્ય છે. લોન માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર સુધારવાનો પ્રયાસ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે તેમ ન કરી શકો તો તમે નીચેનામાંથી એક ઉપાય અપનાવી શકો છો: ધિરાણકર્તાઓ માટે તમારી શોધને વધુ વિસ્તૃત કરો. ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઉંચા વ્યાજ દરે લોન ઓફર કરી શકે છે. સારો ક્રેડિટ સ્કોર ધરાવતા સહ-અરજદા અથવા બાંયધરી આપનાર સાથે લોન માટે અરજી કરો કારણ કે આ તમારી પાત્રતામાં સુધારો કરી શકે છે. ધિરાણકર્તા માટે ઓછા જોખમ સમાન ઓછી લોનની રકમ સાથે સુરક્ષિત લોન પસંદ કરો. તમારા ધિરાણકર્તા સાથે વાત કરો અને સાબિત કરો કે તમારી આવક EMI ચૂકવણી સમકક્ષ અથવા વધુ છે.

હાં, તમારો ક્રેડિટ સ્કોર ઓછો અથવા ખરાબ હોય તો પણ લોન મેળવવી શક્ય છે. લોન માટે અરજી કરતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર સુધારવાનો પ્રયાસ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે તેમ ન કરી શકો તો તમે નીચેનામાંથી એક ઉપાય અપનાવી શકો છો:

  • ધિરાણકર્તાઓ માટે તમારી શોધને વધુ વિસ્તૃત કરો. ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ઉંચા વ્યાજ દરે લોન ઓફર કરી શકે છે.
  • સારો ક્રેડિટ સ્કોર ધરાવતા સહ-અરજદા અથવા બાંયધરી આપનાર સાથે લોન માટે અરજી કરો કારણ કે આ તમારી પાત્રતામાં સુધારો કરી શકે છે.
  • ધિરાણકર્તા માટે ઓછા જોખમ સમાન ઓછી લોનની રકમ સાથે સુરક્ષિત લોન પસંદ કરો.
  • તમારા ધિરાણકર્તા સાથે વાત કરો અને સાબિત કરો કે તમારી આવક EMI ચૂકવણી સમકક્ષ અથવા વધુ છે.

તમારો ક્રેડિટ સ્કોર કેમ ઓછો છે ?

up-arrow

ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ સ્કોર નક્કી કરવા માટે જટિલ ગણતરીઓ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જોકે તમારો ક્રેડિટ સ્કોર અનેક કારણોસર ઓછો હોઈ શકે છે. તેમાં ભૂલી ગયેલ ચૂકવણી, ક્રેડિટ વપરાશમાં વધારો, નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે તાજેતરની અરજીઓ અથવા તો તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવું અને એકાઉન્ટ બંધ કરવા સહિતનો સમાવેશ થાય છે. જોકે તમારા સ્કોર મહિને દર મહિને બદલાઈ શકે છે કારણ કે તમારી ક્રેડિટ રિપોર્ટમાં નવી માહિતી ઉમેરવામાં આવે છે તેથી તમારા સ્કોરને સુધારવા માટે પગલાં લીધા પછી ફરીથી તપાસ કરવાનું સુનિશ્ચિત કરો.

ક્રેડિટ સ્કોરિંગ મોડલ્સ સ્કોર નક્કી કરવા માટે જટિલ ગણતરીઓ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. જોકે તમારો ક્રેડિટ સ્કોર અનેક કારણોસર ઓછો હોઈ શકે છે. તેમાં ભૂલી ગયેલ ચૂકવણી, ક્રેડિટ વપરાશમાં વધારો, નવી લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે તાજેતરની અરજીઓ અથવા તો તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરવું અને એકાઉન્ટ બંધ કરવા સહિતનો સમાવેશ થાય છે.

જોકે તમારા સ્કોર મહિને દર મહિને બદલાઈ શકે છે કારણ કે તમારી ક્રેડિટ રિપોર્ટમાં નવી માહિતી ઉમેરવામાં આવે છે તેથી તમારા સ્કોરને સુધારવા માટે પગલાં લીધા પછી ફરીથી તપાસ કરવાનું સુનિશ્ચિત કરો.

તમે તમારા ખરાબ ક્રેડિટ સ્કોરને કેવી રીતે સુધારી શકો છો?

up-arrow

તમારા ક્રેડિટ સ્કોરને સુધારવાની ઘણી રીતો છે, જેમ કે: ભૂલો માટે નિયમિતપણે તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ તપાસો.  તમારા ક્રેડિટ બિલ અને EMI ને સમયસર ચૂકવો.  કોઈપણ બાકી ચૂકવણી તમે બને તેટલી વહેલી તકે પૂર્ણ કરો.  તમારી ક્રેડિટ લિમિટનો વધુ પડતો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો.  કોઈપણ નવી ક્રેડિટ રિક્વેસ્ટ માટે મર્યાદિત અરજી કરો. યાદ રાખો, તમારા ક્રેડિટ સ્કોરને સુધારવા માટે કોઈ "ઝડપી સુધારાઓ/શોર્ટ કટ" નથી.

તમારા ક્રેડિટ સ્કોરને સુધારવાની ઘણી રીતો છે, જેમ કે:

  • ભૂલો માટે નિયમિતપણે તમારો ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટ તપાસો. 
  • તમારા ક્રેડિટ બિલ અને EMI ને સમયસર ચૂકવો. 
  • કોઈપણ બાકી ચૂકવણી તમે બને તેટલી વહેલી તકે પૂર્ણ કરો. 
  • તમારી ક્રેડિટ લિમિટનો વધુ પડતો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. 
  • કોઈપણ નવી ક્રેડિટ રિક્વેસ્ટ માટે મર્યાદિત અરજી કરો.

યાદ રાખો, તમારા ક્રેડિટ સ્કોરને સુધારવા માટે કોઈ "ઝડપી સુધારાઓ/શોર્ટ કટ" નથી.

કયા પરિબળો તમારા ક્રેડિટ સ્કોરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે?

up-arrow

ઘણા પરિબળો છે વ્યક્તિના ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આમાંના દરેક પરિબળોનું સ્કોર પર અલગ-અલગ ભારણ છે, જે નીચે મુજબ છે: 35% - ચુકવણી -ઇતિહાસ અથવા સમયસર તમારા બિલની ચૂકવણીને સૌથી વધુ ભાર આપવામાં આવે છે. 30% - ક્રેડિટ વપરાશ અથવા તમે તમારી ક્રેડિટની લિમિટનો કેટલો ઉપયોગ કરો છો. 15% - તમારા ક્રેડિટ હિસ્ટરીની લંબાઈ. 10% - ક્રેડિટ મિશ્રણ અથવા તમારી પાસે વિવિધ પ્રકારની લોન અને ક્રેડિટ. 10% - નવી ક્રેડિટ પૂછપરછ. જો તમે તાજેતરમાં ક્રેડિટ લીધી હોય અથવા અરજી કરી હોય.

ઘણા પરિબળો છે વ્યક્તિના ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આમાંના દરેક પરિબળોનું સ્કોર પર અલગ-અલગ ભારણ છે, જે નીચે મુજબ છે:

  • 35% - ચુકવણી -ઇતિહાસ અથવા સમયસર તમારા બિલની ચૂકવણીને સૌથી વધુ ભાર આપવામાં આવે છે.
  • 30% - ક્રેડિટ વપરાશ અથવા તમે તમારી ક્રેડિટની લિમિટનો કેટલો ઉપયોગ કરો છો.
  • 15% - તમારા ક્રેડિટ હિસ્ટરીની લંબાઈ.
  • 10% - ક્રેડિટ મિશ્રણ અથવા તમારી પાસે વિવિધ પ્રકારની લોન અને ક્રેડિટ.
  • 10% - નવી ક્રેડિટ પૂછપરછ. જો તમે તાજેતરમાં ક્રેડિટ લીધી હોય અથવા અરજી કરી હોય.