ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સમાં ડિડક્શન અને છૂટ

કેન્દ્રીય બજેટ 2020એ સેક્શન 115BAC હેઠળ નવી ટેક્સ વ્યવસ્થા રજૂ કરી હતી. આ નવી કર પ્રણાલીમાં ઇન્કમ ટેક્સના વધુ ટેક્સ સ્લેબ ઘટાડેલા રેટ સાથે ઉપલબ્ધ છે. જોકે યુનિયન બજેટ 2023એ નવી કર પ્રણાલીમાં થોડા ફેરફારોની દરખાસ્ત કરી હતી અને તેને નાણાકીય વર્ષ 2023-24થી ડિફોલ્ટ સ્લેબ તરીકે પણ જાહેર કર્યું છે. ટેક્સ પેયરે જો નવી ટેક્સ પ્રણાલી હેઠળ છૂટછાટ મેળવવી હોય તો જૂની ટેક્સ વ્યવસ્થામાં ઉપલબ્ધ ટેક્સમાં ડિડક્શન અને છૂટને છોડવા પડશે.

આગામી સેગમેન્ટમાં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ ક્લેમ કરી શકે છે અને ન કરી શકે તેવા ડિડક્શન અને છૂટનો સારાંશ આપવામાં આવ્યો છે. તેથી, રસ ધરાવતા વાચકો તેના વિશે વધુ જાણવા માટે સ્ક્રોલ કરીને માહિતગાર થતા રહે.

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ ડિડક્શન અને છૂટની સૂચિ

કેન્દ્રીય બજેટ 2023માં પ્રસ્તાવિત નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ પાત્ર કરદાતાઓ 1 એપ્રિલ, 2023થી તેમની ટેક્સ લાયાબિલિટી ઘટાડવા માટે સુધારેલી ડિડક્શન અને છૂટની નીચેની સૂચિમાંથી પસાર થાઓ જે હેઠળ ક્લેમ કરી શકે છે:

યુનિયન બજેટ 2023-24 મુજબ ટેક્સ ડિડક્શન અને છૂટ

નાણાકીય વર્ષ 2023-24 માટે સંશોધિત નવી ટેક્સ છૂટ સૂચિ નીચે આપેલ છે.

સેલરાઈઝડ પગારદાર વ્યક્તિઓ અને પેન્શનરો માટે

તેઓ ફક્ત તેમના પગાર/પેન્શનની આવક પર 'પગારમાંથી આવક' શીર્ષક હેઠળ રૂ. 50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ક્લેમ કરી શકે છે. કૌટુંબિક પેન્શનરો 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' શીર્ષક હેઠળ રૂ. 15,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા કુટુંબ પેન્શનના 1/3 ભાગ, બેમાંથી જે ઓછું હોય તે મેળવી શકે છે. 

સેક્શન 80CCD (2)

ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની સેક્શન 80CCD (2) હેઠળ, સેલરાઈઝડ વ્યક્તિ રૂ. 50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન અને એમ્પ્લોયર દ્વારા કર્મચારીના એનપીએસ એકાઉન્ટમાં કોઈપણ નેશનલ પેન્શન સ્કીમના કોન્ટ્રીબ્યુશનના ફાયદા માટે ક્લેમ કરી શકે છે. જોકે, કર્મચારીના પોતાના કોન્ટ્રીબ્યુશન પર કોઈ ટેક્સ ફાયદા નથી. ખાનગી ક્ષેત્રના કર્મચારી પગારના મહત્તમ 10% સુધીના ડિડક્શન રકમ માટે ક્લેમ કરી શકે છે જ્યારે સરકારી કર્મચારી તેમના પગારના 14% સુધીના ડિડક્શનનો લાભ લઈ શકે છે.

અગ્નિવીર કોર્પસ ફંડ

ઇન્કમ ટેક્સ કાયદાની નવી સૂચિત સેક્શન 80CCH હેઠળ અગ્નિવીર કોર્પસ ફંડમાં આપેલા કોઈપણ કોન્ટ્રીબ્યુશનને ડિડક્શન તરીકે ક્લેમ કરી શકાય છે. આ કોન્ટ્રીબ્યુશન અગ્નિવીર અથવા કેન્દ્ર સરકાર અગ્નિવીરના સેવા નિધિ એકાઉન્ટમાં આપી શકાય છે.

સેક્શન 80JJAA

સેક્શન 80JJAA હેઠળ, વધારાના કર્મચારી ખર્ચના 30% સુધી ડિડક્શનપાત્ર હશે.

હાલની ટેક્સ ડિડક્શન અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ છૂટ આપવામાં આવી છે - નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24

નીચે નાણાકીય વર્ષ 2023-24 માટે મંજૂર કરાયેલી ડિડક્શનની નવી કરવેરા છૂટની સૂચિ છે, જે નાણાકીય વર્ષ 2022-23ની જેમ જ રહે છે.

હોમ લોન

ભાડાની પ્રોપર્ટી માટે ઉધાર લીધેલી હોમ લોનના વ્યાજના ભાગ પર ડિડક્શન.

NPS, PPF અને EPF

  • કર્મચારીના એનપીએસ અને ઈપીએફ અને નિવૃત્તિ એકાઉન્ટમાં નોકરીદાતાઓનું કોન્ટ્રીબ્યુશન ટેક્સ છૂટ માટે લાગુ પડે છે. જોકે, ટેક્સ છૂટ માટે લાયક બનવા માટે તમામ કર્મચારી એકાઉન્ટમાં નાણાકીય વર્ષમાં કરવામાં આવેલ કોન્ટ્રીબ્યુશન રૂ. 7.5 લાખથી વધુ ન હોવું જોઈએ.
  • તેમના કર્મચારીઓના ભવિષ્ય નિધિ એકાઉન્ટમાંથી વ્યાજ મેળવતા ટેક્સ પેયર તે વ્યાજ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે, જોકે તે 9.5%થી વધુ ન હોવું જોઈએ.
  • એનપીએસ એકાઉન્ટમાંથી મળેલી એકસામટી મેચ્યુરિટી રકમ ટેક્સ છૂટ માટે યોગ્ય છે અને ટિયર-I એનપીએસ એકાઉન્ટમાંથી આંશિક ફંડ ઉપાડને પણ ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે.
  • પીપીએફ એકાઉન્ટમાંથી વ્યાજ અથવા મેચ્યુરિટી રકમ ટેક્સ છૂટ માટે યોગ્ય છે.

બચત યોજનાઓ

  • સેક્શન 10(15)(i) અનુસાર, તેમના પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ મેળવતા ટેક્સ પેયર વ્યક્તિગત અને સંયુક્ત એકાઉન્ટના કિસ્સામાં અનુક્રમે રૂ. 3,500 અને રૂ. 7,000 સુધીની છૂટ ક્લેમ કરી શકે છે.
  • સેક્શન 10 (10D) મુજબ, એકાઉન્ટની મેચ્યુરિટી પર લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મળેલ ફંડ ટેક્સ છૂટ માટે યોગ્ય પાત્ર છે. 
  • સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાંથી મળતા વ્યાજ અને મેચ્યુરિટી રકમને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે.

ગ્રેચ્યુઈટી

એમ્પ્લોયર પાસેથી ગ્રેચ્યુઈટી મેળવતા બિન-સરકારી કર્મચારીઓ ગ્રેચ્યુઈટી રકમ પર રૂ. 20 લાખ સુધીની છૂટ માટે ક્લેમ કરી શકે છે. સરકારી કર્મચારીઓના કિસ્સામાં તેમને મળેલી સંપૂર્ણ ગ્રેચ્યુટીને ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે.

નિવૃત્તિ

  • તે નિવૃત્તિ દરમિયાન મળતી રોકડ રકમ અમુક શરતોને આધીન ટેક્સ છૂટ માટે પાત્ર છે.
  • સ્વૈચ્છિક રિટાયરમેન્ટના કારણસર એમ્પ્લોયર પાસેથી મળેલા નાણાકીય લાભો જો શરતો સંતોષાય તો ટેક્સ છૂટ માટે પાત્ર છે. મહત્તમ ટેક્સ છૂટ લિમિટ રૂ. 5 લાખ સુધીની છે.
  • શિક્ષણ શિષ્યવૃત્તિ, છટણી વળતર અને નિવૃત્તિ કમ મૃત્યુ માટેના નાણાકીય ફાયદા ટેક્સ છૂટ માટે યોગ્ય છે.

એમ્પ્લોયરો દ્વારા મળતા ભથ્થાં

  • વિકલાંગ કર્મચારીઓને આપવામાં આવતા પ્રવાસ ભથ્થા, વાહન ભથ્થું, મુસાફરી ખર્ચ અથવા કર્મચારીના ટ્રાન્સફરને આવરી લેવા માટે આપવામાં આવતા ભથ્થાં, કન્વેઅન્સ અને દૈનિક ભથ્થાઓ આ નવી ટેક્સ પ્રણાલી હેઠળ ટેક્સ છૂટ માટે યોગ્ય છે.
  • કર્મચારીઓને ઓફિશિયલ ફરજો કરવા માટે ભથ્થાં પૂરા પાડતા એમ્પ્લોયરોને ટેક્સમાંથી છૂટ છે.
  • જો બિન-સરકારી કર્મચારીઓ કમ્યુટેડ પેન્શન મેળવે છે, તો જો કર્મચારી ગ્રેચ્યુઇટી મેળવે છે તો તેનો 1/3 ભાગ ટેક્સ છૂટ માટે યોગ્ય છે. જો કર્મચારીઓને ગ્રેચ્યુઈટી ન મળે, તો ½ કમ્યુટેડ પેન્શનને ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે.
  • રૂ.5,000થી વધુ ન હોય તેવી એમ્પલોયરો પાસેથી મળેલી ભેટ ટેક્સ છૂટ માટે યોગ્ય છે.

નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સમાં કપાત અને છૂટની સૂચિ

કેન્દ્રીય બજેટ 2023માં પ્રસ્તાવિત નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સુધારેલી ડિડક્શન અને છૂટની નીચેની સૂચિ ચકાસો, જેનો યોગ્ય ટેક્સ પેયર એપ્રિલ 1, 2023 થી દાવો કરી શકશે નહીં.

કેન્દ્રીય બજેટ 2023-24 મુજબ ટેક્સ ડિડક્શન અને છૂટની મંજૂરી નથી

યુનિયન બજેટ 2023 એ વ્યક્તિગત કરદાતાઓ માટે નવી ટેક્સ વ્યવસ્થામાંથી 70 જેટલી છૂટ અને ડિડક્શન દૂર કરી છે. ટેક્સ પેયર ક્લેમ ન કરી શકે તેની સુધારેલી યાદી અહીં છે.

હોમ લોન

સેક્શન 80C અને 80EE/80EEA હેઠળ હાઉસિંગ લોન માટે વ્યાજ અને પ્રિન્સિપલ રકમની રૂ. 1.5 લાખ સુધીની ચુકવણી પર ડિડક્શન.

સેક્શન 80C

સેક્શન 80C હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ, લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં કરવામાં આવેલ રોકાણ.

સેક્શન 80E

સેક્શન 80E હેઠળ સ્ટુડન્ટ લોનના દેવા પર ચૂકવવામાં આવેલા વ્યાજને હવે ટેક્સ રાહત માટે ક્લેમ કરી શકાશે નહીં.

ધર્માદા

  • વૈજ્ઞાનિક સંશોધનમાં દાન અથવા ખર્ચ ડિડક્શનપાત્ર નથી.
  • નેશનલ ડિફેન્સ ફંડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ, કોમ્યુનલ હાર્મની માટે નેશનલ ફાઉન્ડેશન, નેશનલ/સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ સહિત સેક્શન 80G હેઠળ ડિડક્શન.

વર્તમાન ટેક્સ ડિડક્શન અને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ છૂટની મંજૂરી નથી – નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24

આપેલ સૂચિમાં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ માન્ય નથી તેવા ટેક્સ ડિડક્શન અને છૂટ શામેલ છે જે નાણાકીય વર્ષ 2023-24 માટે નાણાકીય વર્ષ 2022-23ની જેમ જ રહે છે.

સેલરી ડિડક્શન

  • ભાડાની ચૂકવણી અને સેલરી સ્ટ્રકચરના આધારે હાઉસ રેન્ટ એલાઉન્સ.
  • રૂ. 2,500નો પ્રોફેશનલ ટેક્સ.
  • લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA)
  • પ્રોફેશનલ ટેક્સ અને મનોરંજન ભથ્થા પર ડિડક્શન (સરકારી કર્મચારીઓ માટે લાગુ).

સેવિંગ એકાઉન્ટ

  • સેક્શન 80TTA અને 80TTB (વરિષ્ઠ નાગરિકોની ડિપોઝીટ પરનું વ્યાજ ટેક્સેબલ છે) હેઠળ સેવિંગ એકાઉન્ટમાંથી મળતું વ્યાજ.
  • સેક્શન 10(14) હેઠળ વિશેષ ભથ્થાં.
  • સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બિઝનેસ પ્રોફેશનલ્સ અને માલિકો સેક્શન 10AA હેઠળ ટેક્સ છૂટ ક્લેમ કરી શકતા નથી.

હોમ લોન

  • સેક્શન 24(b) હેઠળ સ્વ-કબજાવાળી/ખાલી પ્રોપર્ટી માટે હોમ લોનના વ્યાજની ચુકવણીનું ડિડક્શન.
  • સેક્શન 24(b) હેઠળ ઘરની પ્રોપર્ટીની ખરીદી/બાંધકામ/રિપેર/પુનઃનિર્માણ માટે રૂ. 2,00,000 સુધીના વ્યાજની ચુકવણીનું ડિડક્શન.

અન્ય છૂટ

  • આઇટી એક્ટની સેક્શન 35(1)(ii), 35(2AA), 32AD, 33AB, 35(1)(iii), 33ABA, 35(1)(ii), 35CCC(a), અને 35AD હેઠળ ટેક્સ ડિડક્શન .
  • સેક્શન 32(ii) (a) હેઠળ ઉલ્લેખિત વધારાના અવમૂલ્યન.
  • પાછલા વર્ષોના અશોષિત અવમૂલ્યનને સમાયોજિત કરવાનો વિકલ્પ.
  • ચેપ્ટર VI-A હેઠળ ઉલ્લેખિત ડિડક્શન જેમ કે 80IA, 80CCC, 80C, 80CCD, 80D, 80CCG, 80DDB, 80EE, 80E, 80EEA, 80DD, 80EEB, 80GG, 80IAC અને 80IACB. 
  • સગીર બાળક, હેલ્પર ભથ્થાં અને બાળકોના શિક્ષણ માટે ભથ્થાં.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ વ્યવસ્થાઓ માટે ઉપલબ્ધ છૂટ અને ડિડક્શનની સરખામણી

ટેક્સ પેયર નીચે આપેલા કોષ્ટક પર નજર કરીને બંને ટેક્સ પ્રણાલીઓ હેઠળ અને નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટે ઉપલબ્ધ તમામ સામાન્ય છૂટ અને ડિડક્શનનો એકંદર ખ્યાલ મેળવી શકે છે.

વિગતો નવી ટેક્સ વ્યવસ્થા
નાણાકીય વર્ષ 2022-23 માટે
નવી ટેક્સ વ્યવસ્થા
નાણાકીય વર્ષ 2023-24 માટે
ઈનકમ લેવલ સુધી રિબેટ યોગ્યતા  રૂ. 5,00,000 રૂ. 7,00,000
સ્ટાન્ડર્ડ ડિડક્શન
ના રૂ. 50,000
ઈફેક્ટિવ ટેક્સ-ફ્રી સેલરી આવક રૂ. 5,00,000 રૂ. 7,50,000
87A હેઠળ રિબેટ
રૂ. 12,500 રૂ. 25,000
80CCH હેઠળ અગ્નિવીર કોર્પસ ફંડમાં અપાતું તમામ કોન્ટ્રીબ્યુશન અસ્તિત્વમાં ન હતું હા
HRA છૂટ ના ના
લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) ના ના
કર્મચારી ખર્ચના વધારાના 30% (સેક્શન 80JJAA હેઠળ) ના હા
અન્ય એલાઉન્સ જેમાં ભોજન ભથ્થું રૂ. 50/ ભોજન દિવસના 2 ભોજનને આધિન છે ના ના
એન્ટરટેઈનમેન્ટ એલાઉન્સ ડિડક્શન અને પ્રોફેશનલ ટેક્સ ના ના
અધિકૃત હેતુઓ માટે અનુદાન હા હા
સ્વ-કબજાવાળી અથવા ખાલી પ્રોપર્ટી પર 24b હેઠળ હોમ લોન પર વ્યાજ ના ના
લેટ-આઉટ પ્રોપર્ટી પર 24b હેઠળ હોમ લોન પરનું વ્યાજ હા હા
80C હેઠળ ડિડક્શન (EPF, LIC, ELSS, PPF, FD, બાળકોની ટ્યુશન ફી, વગેરે) ના ના
એનપીએસમાં કર્મચારીનું (પોતાનું) કોન્ટ્રીબ્યુશન ના ના
એનપીએસમાં એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન હા હા
મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ - 80D ના ના
વિકલાંગ વ્યક્તિ – 80U ના ના
એજ્યુકેશન લોન પરનું વ્યાજ – 80E ના ના
ઇલેક્ટ્રિક વાહન લોન પર વ્યાજ - 80EEB ના ના
રાજકીય પક્ષ/ટ્રસ્ટ વગેરેને દાન – 80G ના ના
80TTA અને 80TTB હેઠળ સેવિંગ બેંક એકાઉન્ટનું વ્યાજ ના ના
અન્ય ચેપ્ટર VI-A ડિડક્શન ના ના
કૌટુંબિક પેન્શનની આવક પર ડિડક્શન હા હા
5,000 રૂપિયા સુધીની ભેટ હા હા
સ્વૈચ્છિક નિવૃત્તિ 10(10C) પર છૂટ હા હા
10(10) હેઠળ ગ્રેચ્યુટી પર છૂટ હા હા
10(10AA) હેઠળ લીવ એન્કેશમેનન્ટ પર છૂટ હા હા
દૈનિક ભથ્થું હા હા
ખાસ વિકલાંગ વ્યક્તિ માટે પરિવહન ભથ્થું હા હા
કન્વેયન્સ એલાઉન્સ હા હા

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કૃષિ ખેતીમાંથી થતી આવક ટેક્સ છૂટને પાત્ર છે?

હા, કૃષિ ખેતીથી થતી આવક નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ છૂટ માટે યોગ્ય પાત્ર છે.

[સ્ત્રોત]

શું સેક્શન 87A હેઠળની છૂટ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ છૂટ માટે યોગ્ય છે?

નવી ટેક્સ વ્યવસ્થા ચોક્કસ ટેક્સ ડિડક્શન અને છૂટને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી, કરદાતાઓ સેક્શન 87A હેઠળ રિબેટનો દાવો કરી શકે છે પછી ભલે તેઓ નવી કે જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરે.

[સ્ત્રોત]