ડિજિટ ઇન્સ્યોરન્સ કરો

ઇન્કમ ટેક્સ ફોર્મ 16 શું છે: વિગતવાર સમજણ

ઇન્કમ ટેક્સ ફોર્મ 16 એ કર્મચારી વતી એમ્પ્લોયર દ્વારા જારી કરાયેલ ટેક્સ ડિડકશન એટ સોર્સ સર્ટિફિકેટ છે. તે કપાત કરનાર અને કપાત લેનારા વચ્ચેના કેટલાક વ્યવહારોની ટીસીએસ/ટીડીએસ ડિટેલ્સ પ્રદાન કરે છે.

જો તમે નાણાકીય વર્ષમાં નોકરીઓ બદલી હોય અથવા એકથી વઘુ નોકરીદાતાઓ સાથે કામ કર્યું હોય, તો તમારો ટેક્સ બહુવિધ સ્થળોએ કાપવામાં આવે તેવી શક્યતા છે. આ કિસ્સામાં, તમારે તેમની પાસેથી વ્યક્તિગત રીતે આઇટીઆર ફોર્મ 16 મેળવવું પડશે.

લોકો પૂછી રહ્યાં છે કે "ફોર્મ 16 શું છે?" સૌપ્રથમ, દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે કે તે શા માટે આટલું મહત્વપૂર્ણ છે.

[સ્ત્રોત]

આઇટીઆર ફોર્મ 16 શા માટે તમારે જરૂરી છે?

ઇન્કમ ટેક્સ ફોર્મ 16 સમયસર ટેક્સ પેમેંટના પુરાવા તરીકે કાર્ય કરે છે. તેથી, ટેક્સ પેયર તરીકે, તમે આ સર્ટિફિકેટ વડે તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન સરળતાથી ફાઇલ કરી શકો છો.

આઇટીઆર ફોર્મ 16માં નાણાકીય વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલ ઈન્વેસ્ટમેન્ટ ડિકલેરેશનના આધારે તમારા ટેક્સની ગણતરી કેવી રીતે કરવામાં આવી તે અંગેની માહિતી પણ શામેલ છે. આ ઘોષણાઓમાં કંપનીના ભથ્થાં, ઘરનું ભાડું(હાઉસ રેન્ટ), લોન, મેડિકલ બિલ વગેરેનો સમાવેશ થાય છે, જે તમારી કુલ આવકમાંથી ડિડક્શન તરીકે ક્લેમ કરવામાં આવ્યા હતા અને તમને તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં મદદ કરે છે.

જોકે, નાણાકીય વર્ષમાં તમારી એકંદર ચોખ્ખી આવકને ધ્યાનમાં લેતા, તમારા એમ્પ્લોયર તમારી સેલરીમાંથી કોઈપણ ટેક્સ કાપી પણ શકે છે અથવા ન પણ કાપે. તેથી, જરૂરી સ્ટે૫ લેતા પહેલા, તમારે પહેલા એ જાણવાની જરૂર છે કે તમે આઇટીઆર ફોર્મ 16 માટે યોગ્ય પાત્ર છો કે નહીં.

આઇટીઆર ફોર્મ 16 હેઠળ સેલરાઈઝડ વ્યક્તિઓ માટેની પાત્રતા

જો તમે સેલરાઈઝડ વ્યક્તિ છો અને તમારા એમ્પ્લોયરે તમારી સેલરીમાંથી ટીડીએસ કાપ્યો છે, તો તમે ઇન્કમ ટેક્સ ફોર્મ 16 માટે યોગ્ય પાત્ર છો.

તમારી ચોખ્ખી વાર્ષિક આવક ટેક્સ છૂટ લિમિટથી ઉપર અથવા નીચે હોઈ શકે છે. પરંતુ જો તમારા એમ્પ્લોયરે ટેક્સ ડિડકટ કર્યો હશે તો તેણે આઇટીઆર ફોર્મ 16 જારી કરવું આવશ્યક છે.

આ ઉપરાંત, તમારા એમ્પ્લોયરે એસેસમેંન્ટ વર્ષના 31 મેના રોજ અથવા તે પહેલાં આઇટીઆર ફોર્મ 16 જારી કરવું જરૂરી છે જેથી તમને નિયત તારીખ પહેલાં તમારું આઇટીઆર ફાઇલ કરવા માટે પૂરતો ટાઈમ મળે.

ફોર્મ 16 કેવી રીતે ડાઉનલોડ કરવું?

તમે આ સરળ સ્ટે૫ અનુસરીને ઇન્કમ ટેક્સ ફોર્મ 16 ડાઉનલોડ કરી શકો છો.

  • ઇન્કમ ટેક્સ વિભાગની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • આગળ, ‘Forms/Download’ પર જાઓ અને ‘Income Tax Forms’ પર ક્લિક કરો.
  • અહીં, તમને 'PDF' અને 'Fillable Form' બંને વિકલ્પો મળશે.
  • જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોવ તો 'PDF' પર ક્લિક કરો.

જો તમે તેને ઓનલાઈન ભરવા માંગતા હો, તો તમે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કોઈપણ પીડીએફ એડિટર પસંદ કરી શકો છો.

ઇન્કમ ટેક્સ ફોર્મ 16ની સમજણ

આ ફોર્મ સેલરાઈઝડ કર્મચારીઓ અને પેન્શનરો બંનેને લાગુ પડે છે. તેમાં બે ભાગ છે - ભાગ A અને ભાગ B.

ભાગ Aમાં એમ્પ્લોયર દ્વારા ડિડક્ટ કરાયેલા અને ડિપોઝીટ કરાયેલ ટીડીએસ સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. તેમાં સમાવવામાં આવે છે -

  • TDS સર્ટિફિકેટ નંબર
  • એમ્પ્લોયરનું નામ અને સરનામું
  • ટેક્સ પેયરનું નામ અને સરનામું
  • એમ્પ્લોયરના પાન અને TAN
  • ટેક્સ પેયરનો પાન અને એમ્પલોય રેફરન્સ નંબર
  • નાણાકીય વર્ષ અને રોજગારનો સમયકાળ
  • કુલ ટીડીએસ

બીજી બાજુ, આઇટીઆર ફોર્મ 16ના ભાગ Bમાં સમાવેશ થાય છે -

  • ગ્રોસ સેલરી
  • સેક્શન 10 મુજબ, છૂટ અપાયેલા ભથ્થાં અંગેની માહિતી
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન u/s16
  • સેલરી હેડ હેઠળ ચાર્જેબલ આવક
  • હાઉસ પ્રોપર્ટીમાંથી આવક
  • કોઈપણ અન્ય આવક
  • કુલ ગ્રોસ ઇન્કમ
  • ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ(ITAના ચેપ્ટર VIA મુજબ મંજૂર ડિડક્શન)
  • કુલ ટેક્સેબલ આવક
  • કુલ આવક પર ટેક્સ
  • 87A હેઠળ રિબેટ
  • લાગુ પડતું હોય ત્યાં સરચાર્જ
  • આરોગ્ય અને શિક્ષણ ઉપકર
  • ચૂકવવાપાત્ર ટેક્સ
  • સેક્શન 89 હેઠળ રાહત
  • નેટ ચૂકવવાપાત્ર ટેક્સ
  • એમ્પ્લોયર દ્વારા વેરિફિકેશન

[સ્ત્રોત]

ઇન્કમટેક્સ ફોર્મ 16 વેરિફિકેશન કેવી રીતે કરવું?

આઇટીઆર ફોર્મ 16 ડાઉનલોડ અને ભર્યા પછી તમે આ સરળ સ્ટે૫ થકી તેને વેરિફાઈ કરી શકો છો.

  • TRACESના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ.
  • કેપચા કોડ દાખલ કર્યા પછી ‘Proceed’ પર ક્લિક કરો.
  • બધી જરૂરી ડિટેલ્સ ભરો અને ‘Validate’ પર ક્લિક કરો.

આઇટીઆર ફોર્મ 16 રાખવાના ફાયદા શું છે?

તમારા 'સેલરી સ્ટેટમેન્ટ' તરીકે ફોર્મ 16ના પ્રાથમિક ઉપયોગ ઉપરાંત તમે આ સર્ટિફિકેટનો ઉપયોગ અન્ય કેટલીક પરિસ્થિતિઓમાં પણ કરી શકો છો.

  • તમારી આવકના પુરાવા
  • તમારા બધા ટેક્સ-સેવિંગ ઈન્વેસ્ટમેન્ટની ચકાસણી
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ
  • લોન આકરણી અને મંજૂરી
  • તમારા ટેક્સ ડિડક્શનના ડોક્યુંમેન્ટ
  • વિઝા અપ્રૂવલ
  • ઓવરપેઇડ ટેક્સ ચકાસણી
  • આગામી એમ્પ્લોયરને તમારી ટેક્સ લાયાબિલિટીની ગણતરી કરવામાં મદદરૂપ

આઇટીઆર ફોર્મ 16 ટેક્સ છૂટ કેટલી છે?

વાર્ષિક ફોર્મ 16 યોગ્ય પાત્રતા સેલરી રૂ. 2,50,000 છે. તેથી, જો આકરણી વર્ષ માટે તમારી વાર્ષિક આવક રૂ. 2,50,000ની અંદર હોય, તો તમને આઇટીઆર ફોર્મ 16 ફાઇલિંગથી છૂટ આપવામાં આવે છે.

ફોર્મ 16 સાથે આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું?

જો તમે ટેક્સ પેયર છો અને ટેક્સ બચાવવા માંગો છો, તો તમારે તમારા ટેક્સ રિટર્ન ફરજિયાતપણે ફાઇલ કરવા પડશે.

ઓનલાઈન પ્રોસેસ

તમારું ટેક્સ રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવા માટે તમે આઈટી વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લઈ શકો છો.

  • ઈન્કમ ટેક્સ ઈ-ફાઇલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ
  • 'Downloads > IT Return Preparation Software' હેઠળ યોગ્ય આઇટીઆર યુટિલિટી ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ કરેલી યુટિલિટી ઝીપ ફાઇલને એક્સટ્રેક્ટ કરો અને એક્સટ્રેક્ટેડ ફોલ્ડરમાંથી યુટિલિટી ખોલો.
  • આઇટીઆર ફોર્મના ઍપ્લિકેબલ અને મેન્ડેટરી ક્ષેત્રો ભરો.
  • આઇટીઆર ફોર્મના તમામ ટેબને વેલિડેટ કરો અને ટેક્સનું કેલક્યુલેશન કરો.
  • XML જનરેટ કરો અને સેવ કરો.
  • યુઝર આઈડી (પાન), પાસવર્ડ, કેપચા કોડ દાખલ કરીને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો અને 'Login' પર ક્લિક કરો.
  • 'e-File' મેનૂ પર ક્લિક કરો અને બાદમાં 'Income Tax Return' લિંક પર ક્લિક કરો.
  • આ રિટર્ન પેજ પર તમામ જરૂરી ડિટેલ્સ ઓટો-પોપ્યુલેટ થઈ જશે.
  • આગળનું સ્ટે૫ વેરિફિકેશન છે. આધાર ઓટીપી વેરિફિકેશન સહિત તમારા ઇન્કમ ટેક્સ રિટર્નના વેરિફિકેશન માટે ઘણા વિકલ્પો છે.
  • વેરિફિકેશન વિકલ્પ તરીકે બેંક એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ અથવા બેંક એટીએમ દ્વારા EVC, બેંક અથવા ડિમેટ એકાઉન્ટ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં પ્રાપ્ત થયેલ EVC દાખલ કરો.
  • અન્ય બે વેરિફિકેશન વિકલ્પો, આઇટીઆર સબમિટ કરવામાં આવશે પરંતુ જ્યાં સુધી તેનું વેરિફિકેશન ન થાય ત્યાં સુધી આઇટીઆર ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. સબમિટ કરેલ આઇટીઆર 'My Account > e-Verify Return' વિકલ્પનો ઉપયોગ કરીને પછીથી ઇ-વેરિફાઇડ થવું જોઇએ અથવા સાઈન કરેલ આઇટીઆર-V CPC, બેંગલુરુને મોકલવાનું રહેશે.
  • આઇટીઆર-V આપોઆપ આપેલા ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવશે.

સફળ સબમિશન પછી, ડિટેલ્સ ઈ-વેરિફાઈ માટેની લિંક પ્રદર્શિત થશે. તેને કાળજીપૂર્વક ચકાસો અને ભવિષ્યના રેફરન્સ માટે તેને સેવ રાખો.

ઓફલાઇન પ્રોસેસ

જરૂરી ફોર્મ ડાઉનલોડ અને ભર્યા પછી, તેને તમારા નજીકના 'Aaykar Sampark Kendra' પર સબમિટ કરો. તમારે એક સ્વીકૃતિ ફોર્મ પણ ભરવાની જરૂર છે, જેના પર સ્ટેમ્પ લગાવવામાં આવશે અને આકરણી અધિકારી દ્વારા રિટર્ન કરવામાં આવશે.

ફોર્મ 16 વિના આઇટીઆર કેવી રીતે ફાઇલ કરવું?

જો તમારા એમ્પ્લોયર ટીડીએસ ડિડક્ટ કર્યા પછી પણ આઇટીઆર ફોર્મ 16 જારી કરવામાં નિષ્ફળ જાય, તો એમ્પ્લોયરને સતત ડિફોલ્ટ થવા પર પ્રત્યેક દિવસ માટે રૂ. 100 ચૂકવવા પડશે.

ફોર્મ 16 વિના આઇટીઆર ફાઇલ કરવા માટેના સ્ટે૫ અહીં છે -

  • પ્રથમ, તમારા બધા સ્ત્રોતોમાંથી કુલ આવક નક્કી કરો.
  • TRACES વેબસાઈટ પરથી કોન્સોલિડેટેડ ફોર્મ 26ASની મદદથી આવક પર ડિકક્ટ થયેલ ટીડીએસ શોધો.
  • ઈન્વેસ્ટમેન્ટ ડિકલેરેશન દ્વારા ડિડક્શન ક્લેમ કરો.
  • તે પછી, વર્ષ માટે તમારી કુલ ટેક્સેબલ આવક અને ટેક્સ લાયાબિલિટીનું કેલક્યુલેશન કરો. આગળ, તે મુજબ તમારું આઈટી રિટર્ન ફાઇલ કરો.

હવે જ્યારે તમે ઇન્કમ ટેક્સ ફોર્મ 16 મેળવવાની વિગતવાર પ્રક્રિયા અને તેના ફાયદા નથી જાણતા, તો તમારા એમ્પ્લોયરને તે અંગે પૂછો. વધારાની ટેક્સ ચૂકવણી ટાળવા માટે ઉપર ઉલ્લેખ કર્યો છે તેમ તમે તેને જાતે પણ ડાઉનલોડ કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું ફોર્મ 16 વિના કોઈ ટેક્સ રિટર્ન ફાઇલ ન થઈ શકે?

સલાહ એ છે કે તમે ફોર્મ 16 સાથે તમારું આઈટી રિટર્ન ફાઇલ કરો. જોકે, તમે ફોર્મ વિના પણ આઈટી રિટર્ન ફાઇલ કરી શકો છો.

શું ઇન્કમ ટેક્સ ફાઇલ કરતી વખતે ફોર્મ 16 જોડવું મેન્ડેટરી/ફરજિયાત છે?

ના, આઈટી ડિપાર્ટમેનન્ટ મુજબ તમારો ઇન્કમ ટેક્સ ભરતી વખતે ફોર્મ 16 જોડવું ફરજિયાત નથી.