ડિજીટ ઇન્સ્યોરન્સ કરાવો

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે સિનિયર સિટિઝન તેમજ અતિ સિનિયર સિટિઝન માટે નવા ઇન્મકમ ટેક્સ સ્લેબ

વર્ષ 2020-21 સેલરાઇઝડ લોકો, વ્યક્તિગત ટેક્સ પેયર તેમજ એવા પેન્સનર કે જેમની પાસે બિઝનેસની આવક નથી તેઓ ટેક્સની આ બે વ્યવસ્થામાંથી એક પસંદ કરી શકે છે. તેમના નામ નવી કન્સેશન ટેક્સ પ્રણાલી અને અન્ય જૂની વર્તમાન વ્યવસ્થા છે. 60 વર્ષથી વધુ ઉંમરના ટેક્સ પેયર નાણાકીય વર્ષ 2023-24(AY 2024-25) માટે નવા ઇન્કમ ટેક્સના સ્લેબ શોધી રહ્યા હોય છે તેઓ અહેવાલ આગળ વાંચે. તમને અહીં અતિ સિનિયર સિટિઝન માટેના અને સિનિયર સિટિઝન માટેના નવા બજેટના ઇન્કમ ટેક્સ સ્લેબ સહિત અન્ય સંબંધિત તથ્યો મળશે!

ભારતમાં સિનિયર સિટિઝન કોને ગણવામાં આવે છે?

કાયદા મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના પરંતુ 80 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ રેસીડન્ટ વ્યક્તિને પાછલા નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધી સિનિયર સિટિઝનની વ્યાખ્યામાં ગણવામાં આવે છે.

ભારતમાં અતિ સિનિયર સિટિઝન તરીકે કોને ગણવામાં આવે છે?

પાછલા નાણાકીય વર્ષના છેલ્લા દિવસે 80 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ રેસીડન્ટ વ્યક્તિને કાયદા મુજબ અતિ વિરષ્ઠ નાગરિક તરીકે ઓળખવામાં આવે છે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે ઇન્કમ ટેક્સ સ્લેબ-નવી ટેક્સ વ્યવસ્થા (સિનિયર અને અતિ સિનિયર સિટિઝન એકસમાન)

યુનિયન બજેટ 2023માં 1 એપ્રિલ, 2023થી નવી સુધારેલી ટેક્સ વ્યવસ્થાને ડિફોલ્ટ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ઇન્કમ ટેક્સના સ્લેબ તમામ કરદાતાઓ માટે તેમની ઉમરને ધ્યાનમાં લીધા વિના એકસમાન છે. આનો અર્થ એ થાય છે કે 60થી 80 વર્ષની વય વચ્ચેના સિનિયર સિટિઝન અને 80 વર્ષથી વધુ ઉંમરના અતિ વિરષ્ઠ નાગરિકોએ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો જેટલો જ ટેક્સ ચૂકવવો પડશે, જે આ પ્રમાણે છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 3,00,000 સુધી શૂન્ય
રૂ. 3,00,001 અને રૂ. 6,00,000ની વચ્ચે તમારી કુલ આવકમાંથી રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 6,00,001 અને રૂ. 9,00,00ની વચ્ચે રૂ. 15,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 6,00,000થી ઉપરની રકમ પર 10%
રૂ. 9,00,001 અને રૂ. 12,00,000ની વચ્ચે રૂ. 45,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 9,00,000થી ઉપરની રકમ પર 15%
રૂ. 12,00,001 અને રૂ. 15,00,000ની વચ્ચે રૂ. 90,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 12,00,0000થી ઉપરની રકમ પર 20%
રૂ. 15,00,000થી વધુ રૂ. 1,50,000+ તમારી કુલ આવકમાંથી રૂ. 15,00,000થી વધુની રકમ પર 30%

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સ સ્લેબ - જૂની ટેક્સ વ્યવસ્થા (સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે અલગ)

60થી 80 વર્ષની વય વચ્ચેના સિનિયર સિટિઝનએ જો તેઓ જૂની ટેક્સ પ્રણાલી પસંદ કરે તો નીચેના રેટ અનુસાર નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે.

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 3,00,000 સુધી શૂન્ય
રૂ. 3,00,001થી રૂ. 5,00,000 સુધી તમારી કુલ આવકમાંથી રૂ. 3,00,000થી ઉપરની રકમ પર 5%
રૂ. 5,00,001થી રૂ. 10,00,000 સુધી રૂ. 10,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%
રૂ. 10,00,000થી વધુ રૂ. 1,10,000 + તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી વધુની રકમ પર 30%

આ સાથે, તમારી પાસેથી કેલક્યુલેશન બાદ લાગુ પડતા ટેક્સની રકમ પર વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર પણ વસૂલવામાં આવશે.

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે અતિ સિનિયર સિટિઝન માટે ઇન્કમ ટેક્સના સ્લેબ - જૂની કર વ્યવસ્થા

80 વર્ષથી વધુ ઉંમરના અતિ સિનિયર સિટિઝન માટે નાણાંકીય વર્ષ 2023-24 માટે જૂના ટેક્સ માળખા હેઠળ ટેક્સનો રેટ નીચે મુજબ છે:

ઇન્કમ ટેક્સ સ્લેબ કરવેરાનો દર
રૂ. 5,00,000 સુધી શૂન્ય
રૂ. 5,00,001થી રૂ. 10,00,000 સુધી તમારી કુલ આવકમાંથી રૂ. 5,00,000થી વધુની રકમ પર 20%
રૂ. 10,00,000થી વધુ તમારી કુલ આવકમાંથી રૂ. 10,00,000થી ઉપરની રકમ પર 30%

અતિ સિનિયર સિટિઝનએ પણ ગણતરી કરેલ ટેક્સની રકમ પર વધારાનો 4% આરોગ્ય અને શિક્ષણ ઉપકર ચૂકવવાનો રહેશે. 

[સ્ત્રોત]

નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 50 લાખથી વધુની આવક પર સરચાર્જ

રૂ. 50 લાખથી વધુની ટેક્સેબલ આવક ધરાવતા સિનિયર અને અતિ સિનિયર સિટિઝનએ બંને નાણાકીય વર્ષ માટે ટેક્સ આકરણી માટે નીચેના સરચાર્જને ધ્યાનમાં લેવું આવશ્યક છે. આ સરચાર્જ 1 એપ્રિલ, 2023થી અમલી છે.

નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે 1 એપ્રિલ, 2023થી અમલી, નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કેન્દ્રીય બજેટ 2023 દ્વારા રૂ. 5 કરોડથી વધુની આવક પરનો સર્વોચ્ચ સરચાર્જ 37% થી ઘટાડીને 25% કરવામાં આવ્યો છે . બાકીના સરચાર્જ દર નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માટે સમાન રહેશે.

કરપાત્ર આવક સરચાર્જ (નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ)
રૂ. 50 લાખથી વધુ પરંતુ રૂ. 1 કરોડથી નીચે 10%
રૂ. 1 કરોડથી ઉપર પરંતુ રૂ. 2 કરોડથી નીચે 15%
રૂ. 2 કરોડથી વધુ 25%

(ઉપરોક્ત સરચાર્જ ઇન્કમ ટેક્સની રકમ પર વસૂલવામાં આવે છે)

[સ્ત્રોત]

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવો ઇન્કમ ટેક્સ કેવી રીતે ગણવામાં આવે છે?

બેઝિક સેલરી, નિશ્ચિત ભથ્થાં, મકાન ભાડાનું ભથ્થું અને આવકના અન્ય સ્ત્રોતો સિનિયર સિટિઝનના ઇન્કમ ટેક્સની કેલક્યુલેશન માટેનો આધાર છે. સિનિયર સિટિઝન માટે ટેક્સ કેલક્યુલેશનની પ્રક્રિયા 60 વર્ષથી ઓછી વયના લોકોની સમાન જ છે.

જોકે અત્રે નોંધવું જરૂરી છે કે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ 60 વર્ષથી ઓછી વયના લોકોની સરખામણીમાં સિનિયર અને અતિ સિનિયર સિટિઝન માટે ઊંચી મુક્તિ મર્યાદા લાગુ પડે છે.

પેન્શનરો અથવા સિનિયર સિટિઝન માટે આવકના દરેક સ્ત્રોત પર ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે. આમાં પેન્શન, ફિક્સ્ડ ડિપોઝીટ, પોસ્ટ ઓફિસ સ્કીમ, ભાડાની આવક, વ્યાજ અથવા બચત યોજનાઓમાંથી થતી કમાણી અથવા રિવર્સ મોર્ટગેજનો સમાવેશ થાય છે. સિનિયર સિટિઝન માટે ટેક્સની ગણતરી દરમિયાન ગ્રેચ્યુઇટી અને નિવૃત્તિ લાભો બાકાત રખાશે.

સિનિયર અને અતિ સિનિયર સિટિઝનના ઇન્કમ ટેક્સનું કેલક્યુલેશન કરવા માટે નાણાકીય વર્ષ 2023-24 માટે સિનિયર સિટિઝન માટે નવા ઇન્કમ ટેક્સ સ્લેબ અને અનુમતિપાત્ર ડિડક્શન સાથે સમગ્ર આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. કરપાત્ર આવક નક્કી કરવા માટે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર એક સરળ સાધન બની શકે છે. જો તમે તમારી અંદાજિત ટેક્સ લાયાબિલિટી જાણવા માંગતા હોવ, તો નીચેની વિગતો પ્રદાન કરો:

  • સિનિયર સિટિઝન/અતિ સિનિયર સિટિઝનના ઇન્કમ ટેક્સની ગણતરી કરવા તૈયાર હોવ તે મૂલ્યાંકન વર્ષ
  • રહેણાંક સ્થિતિ, ટેક્સ પેયરનો પ્રકાર
  • સેલરીમાંથી રૂ. 50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન (AY 2024-25થી નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ. AY 2023-24માં નવી ટેક્સ સ્કીમ હેઠળ આ ઉપલબ્ધ ન હતું)
  • સિનિયર સિટિઝન માટે લાગુ ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ 4%ના દરે શિક્ષણ ઉપકર
  • સરચાર્જ (જો લાગુ પડતો હોય તો)
  • કુલ ટેક્સ લાયાબિલિટી
  • ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) સબમિટ કરવાની નિયત તારીખ
  • સેલરીની આવક
  • હાઉસ પ્રોપર્ટીમાંથી આવક (જો લાગુ પડતી હોય તો)
  • અન્ય સ્ત્રોતોમાંથી આવક અને કેપિટલ ગેઈન્સ
  • કોઈપણ પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતા લાભ અથવા નફો
  • કૃષિ આવક (જો લાગુ પડતી હોય તો)
  • ઇન્કમ ટેક્સ રિટર્ન માટે આકારણી પૂર્ણ
  • TCS અથવા TDS (જો લાગુ પડતું હોય તો)

[સ્ત્રોત]

નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે કયા ડિડક્શન લાગુ પડે છે?

કેન્દ્રીય બજેટ 2023-24 મુજબ 60 અને તેથી વધુ વયના સિનિયર સિટિઝન માટે લાગુ પડતા ડિડક્શન નીચે મુજબ છે:

  • પેન્શન: રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન યથાવત છે ( AY 2024-25થી નવી ટેક્સ યોજના હેઠળ ઉપલબ્ધ છે. આ AY 2023-24માં નવી ટેક્સ સ્કીમ હેઠળ ઉપલબ્ધ ન હતું) ફેમિલી પેન્શનરો સહિત પેન્શનરો માટે વાર્ષિક. આ સેલરાઈઝડ આવકની જેમ જ કરયુક્ત વાર્ષિક ચૂકવણીના સ્વરૂપમાં પેન્શન માટે લાગુ પડે છે. તે કલમ 80D હેઠળ આવે છે.
  • કલમ 87A હેઠળ રિબેટ: નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થા હેઠળ, નાણાકીય વર્ષ 2023-24 (AY 2024-25) માટે કલમ 87A હેઠળ રિબેટની રકમ નાણાંકીય વર્ષ 2022-23માં રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવી છે. તે સૂચવે છે કે સિનિયર અને અતિ સિનિયર સિટિઝન હવે રૂ. 25,000ની ટેક્સ રાહતનો લાભ લઈ શકે છે, જે અગાઉ રૂ. 12,500 હતી. જોકે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ રિબેટ અગાઉની જેમ જ રૂ. 5 લાખ સુધીની કરપાત્ર આવક માટે રૂ. 25,000 જ રહે છે.
  • હેલ્થ ઇન્સ્યોરન્સ: કલમ 80D મુજબ સિનિયર સિટિઝન તેમના તબીબી ખર્ચ/અથવા હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ માટે વાર્ષિક રૂ. 50,000 સુધીની ડિડક્શન માટે ક્લેમ કરી શકે છે. આ ઉપરાંત અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ આશ્રિત સિનિયર ગંભીર બીમારીઓ માટે વધુમાં વધુ રૂ. 1 લાખ સુધીના ડિડક્શનનો દાવો કરી શકે છે. આ કલમ 80DDB હેઠળ આવે છે.

નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે કઈ છૂટ લાગુ પડે છે?

નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરતા વ્યક્તિગત ટેક્સ પેયરે જૂની અથવા હાલની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ મોટાભાગની ટેક્સ છૂટ છોડી દેવી પડશે.

નાણાકીય વર્ષ 2023-24 માટે સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આ બે ઉંમર પ્રમાણેની કેટેગરીઓ માટે છૂટની કોઈ વધેલી બેઝિક લિમિટ અસ્તિત્વમાં નથી. આ સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ, વયને ધ્યાનમાં લીધા વિના, આપેલ નાણાકીય વર્ષ માટે બેઝિક છૂટ લિમિટ તરીકે રૂ. 3 લાખ મેળવી શકે. નાણાકીય વર્ષ 2022-23 માટે આ બેઝિક છૂટ લિમિટ રૂ. 2.5 લાખ રાખવામાં આવી હતી.

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવી ઇન્કમ ટેક્સ વ્યવસ્થામાં શું ફાયદા છે?

નાણાકીય જવાબદારીઓને સરળ બનાવવામાં મદદ કરી શકે તેવા સિનિયર સિટિઝન માટેના કેટલાક સામાન્ય ફાયદામાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • જો તેમની પાસે બિઝનેસ ઈન્કમ ન હોય તો સિનિયર સિટિઝનને આપેલ નાણાકીય વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. 
  • તેઓ રિવર્સ મોર્ટગેજ સ્કીમનો લાભ પણ મેળવી શકે છે, જે હેઠળ, જો તેઓ ઈએમઆઈ મેળવે છે, તો તેમને આવા હાઉસ ટ્રાન્સફર પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડતો નથી.

[સ્ત્રોત]

સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન માટે નવા ઇન્કમ ટેક્સની વ્યવસ્થા હેઠળ કયા લાભો છોડવા પડશે?

જો સિનિયર સિટિઝન અને અતિ સિનિયર સિટિઝન નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે, તો તેઓએ અમુક ચોક્કસ ઇન્કમ ટેક્સ લાભોને છોડી દેવા પડશે, જે નીચે મુજબ છે:

  • હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)
  • લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA)
  • અન્ય વિશેષ ભથ્થામાં સમાવેશ થાય છે - રિલોકેશન એલાઉન્સ અને હેલ્પર એલાઉન્સ.
  • ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ
  • રોજગાર માટેનો દૈનિક ખર્ચ
  • પ્રોફેશનલ ટેક્સ
  • કલમ 24 હેઠળ હાઉસિંગ લોન પરનું વ્યાજ (જો મિલકત સ્વ કબજામાં હોય, તો આવા ડિડક્શન ઉપલબ્ધ નથી. જોકે લેટ-આઉટ પ્રોપર્ટી પર વ્યાજ કપાત ઉપલબ્ધ છે)
  • ચેપ્ટર VI-A હેઠળ ડિડક્શન જેમ કે 80C, 80D, 80E, 80TTB વગેરે. જો કે, 80CCD (2) હેઠળ સૂચિત પેન્શન સ્કીમનું ડિડક્શન અને 80JJAA અને 80CCH (2) હેઠળ અન્ય ડિડક્શનઉપલબ્ધ.

[સ્ત્રોત]

વારંવાર પૂછાતા પ્રશ્નો

શું સિનિયર સિટિઝન ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કોઈ વિશેષ લાભ મેળવી શકે છે?

હા, ભારતના સિનિયર સિટિઝનની રાષ્ટ્રના ઇન્કમ ટેક્સ કાયદા દ્વારા કાળજી લેવામાં આવે છે. કાયદો આ કેટેગરીની વ્યક્તિઓ માટે અનેક ટેક્સ ફાયદાઓ આપે છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ સિનિયર સિટિઝનને વિવિધ સેક્શનના હેઠળ મળતા લાભોની માહિતી અંગે જાગરૂક હોવાથી ટેક્સ બચાવી શકો છો.

શું અતિ સિનિયર સિટિઝનને ઇન્કમ ટેક્સ રિટર્નના ઈ-ફાઈલિંગમાંથી મુક્તિ આપવામાં આવે છે?

આઇટીઆર ¼ ફોર્મમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર અતિ સિનિયર સિટિઝન આકારણી વર્ષ 2019-20ના વર્ષ બાદથી પેપર મોડમાં આવકનું રિટર્ન ફાઇલ કરવા માટે મુક્ત છે. આનો અર્થ એ થાય છે કે તે અતિ સિનિયર સિટિઝન માટે ITR 1/4 (કેસ અનુસાર) ઈ-ફાઈલ કરવું ફરજિયાત નથી. જોકે જો આવી વ્યક્તિ ઈ-ફાઈલિંગ માટે જવા માંગે તો તેઓ સ્વતંત્ર છે.

શું સિનિયર સિટિઝનને આઇટીઆર અથવા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિ મળે છે?

1961ના ઇન્કમ ટેક્સ કાયદા મુજબ સિનિયર અને અતિ સિનિયર સિટિઝનને આઈટીઆર ફાઇલ કરવામાંથી મુક્તિ આપવામાં આવતી નથી. જોકે રાહત આપવા અને 75 વર્ષ અને તેથી વધુ વયના સિનિયર સિટિઝન પર અનુપાલનનો બોજ ઘટાડવા માટે નાણા અધિનિયમ 2021 દ્વારા નવી કલમ, સેક્શન 194P દાખલ કરવામાં આવી છે.